Monthly Archives: January 2008


વૈષ્ણવજન – નરસિંહ મહેતા

ગઈકાલે  , 30 January ગાંધીજીના નિર્વાણ દિને તેમના પ્રિય ભજન વૈષ્ણવજનને માણીએ…. વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દરશન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે. ( મોહનદાસ કરમચંદ ગાંધી , મહાત્મા ગાંધી ના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારત દેશના આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા ને આજે આપણે આ ભજન ના માધ્યમ થી શ્રધ્ધાંજલી આપીએ )


જળકમળ છાડી જાને – નરસિંહ મહેતા 1

(નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈ.સ 1414માં સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં થયો હતો. નરસૈયાએ આશરે 1200થી પણ વધારે પદોનું સર્જન કર્યું જેમાં શ્રીકૃષ્ણની ભક્તિને રજૂ કરતા આત્મકથાનક પુત્રીનું મારેરુ, હુંડી, સુદામા ચરિત્ર, પુત્ર વિવાહ જગપ્રસિદ્ધ છે. ઈ.સ 1480માં આ આદ્યકવિનું નિધન થયું.) જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે… કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ… નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ… રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો… મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો… લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ… શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ… ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો… બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો… નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે, મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે… બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને, અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને… થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…


મારા ઘટમાં

મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારૂ મનડું છે ગોકુળ વનરાવન મારા મનના આંગણીયામાં તુલસીના વન મારા પ્રાણજીવન …હે મારા ઘટ માં… મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો દીસે ગિરધારીરે ધરી મારૂ તનમન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી….હે મારા ઘટ માં… મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારૂ મોહી લીધુ મન….હે મારા ઘટ માં… હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું … હે મારા ઘટ માં… મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો હીરલો હાથ લાગ્યો … હે મારા ઘટ માં… આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે વારે વારે માનવદેહ ફરી ન મળે ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે મને મોહન મળે … હે મારા ઘટ માં… મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે મારો નાથ તેડાવે … હે મારા ઘટ માં… આ ગીત સાંભળવા અહીં ક્લિક કરો. (Real Audio Song)


સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી….

એક સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી…. આધુનીક યુગ આવી ગયો છે તો સુધારીએ, વિચારોના વમળમાં ફસાયો માનવી, ખૂંટ્યા વાડીયું માં પાણી, ઘટી રહી જંગલમાં ઝાડીઓ, સેંજળ વહેતી નદીઓ સૂકાણી, વધી જરુરીયાત વધ્યો બગાડ પાણીનો ધરતીપુત્ર ધ્રુજી ગયો કમ થઈ છે કમાણી, તો સજ્જનો આ બાબતનું ચિંતન કરીએ, સમૂહ માં શક્તિ સમાણી, વ્યસન છોડી પૈસા બચાવો એ આરોગ્યની વાત જાણી, નિરોગી સંતાનો જોઈ ભારતમાતા હરખાણી, શિક્ષણે સમ્રુધ્ધ કરીએ સંતાનોને, પરીશ્રમની કરીએ કમાણી, મહેનતના ફળ મીઠા એ વાત શાસ્ત્રોમાં થી જાણી, સભ્યતાથી રાખીએ વર્તન તો સુધરશે વર્તન અને વાણી, નિર્મળ રાખીએ તનને મન, નિર્મળ વાણી ને પાણી, આ વાત વિનંતી સાથે આપને કહેવાણી, વાત છે આપણા હિતની પણ માનવ સમાજની વાત સમાણી.


ધૂણી રે ધખાવી બેલી… 2

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી


મૈત્રી અને પ્રેમ 1

સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે પ્રેમ, મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે પ્રેમ, મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે પ્રેમ, હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ, મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી, દિલમાં છુપાવવાની પ્રેમ, મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ, છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ…


શંભુ ચરણે પડી……

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા । મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ….દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી । ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ….દયા કરી દર્શન શિવ આપો નેતી નેતી જ્યાં વેદ કહે છે, મારૂ ચિતડું ત્યાં જવા ચહે છે । સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી । થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું । આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો …દયા કરી દર્શન શિવ આપો ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો । ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો….દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો


SMS શાયરી અને FUN 6

નહાવા વિષે કેટલીક શાયરીઓ….SMS Collection સુસ્તી ભરેલા શરીરને જગાડતા કેમ નથી? પથારી છોડી સામે આવતા કેમ નથી? હવે તો SMS પણ તમારા વાસ મારે છે… થોડી હિંમત કરી ને નહાતા કેમ નથી? ******* ક્યારેક હિંમત નું શસ્ત્ર ઉગામવુ જોઇએ ખરાબ સમયમાં પણ મહાલવું જોઇએ જ્યારે સાત દિવસે પણ ખુજલી ના મટે તો આઠમા દિવસે તો નહાવુ જોઇએ… ******** તું દૂર ભલે મજબૂર ભલે પણ યાદ તારી આવે છે, તું શ્વાસ ત્યાં જ્યારે લે છે, વાસ અહીં સુધી આવે છે… ****** દીલના દર્દને હોઠો પર લાવતા નથી આંખોથી આંસુ વહાવતા નથી જખ્મ ભલે ગમે તેટલા ઉંડા હોય અમે “ડેટોલ” સિવાય કાંઇ લગાવતા નથી…


ઘાયલ ના શેર… 3

મને તેથીજ મારી ઘેલછા પર વહાલ આવે છે, હતાશામાંય હરગીઝ એ હાથ ધસતી નથી હોતી ******** એ ધડી પણ એક વખત આવી લતી સુખની મારા હાથમાં ચાવી હતી કોઇની સમજાવી એ સમજી નહીં, આંખને એણે પણ સમજાવી હતી ********** તુટી પડે છે શ્વાસના તાલે જ માનવી આ દીલની ધડકનો છે સતત તૂટવાનું નામ, તેથીજ કીધો પ્રેમ અમે સાંભળ્યુ હતુ આ જીન્દગી છે કૈક કરી છૂટવાનું નામ ****  અને અંતે મારી ફેવરીટ… **** પછી મોકો નહીં મળે આવૉ જીવન મહીં “ધાયલ” કરીલે તું પણ વાર, ઉભો છું અદબ વાળી


મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ 1

મલકાઇને તમે જ્યારે પણ હસો છે, મારા અંતર મનમાં તમે જ વસો છે, તમને શું ખબર વગર પીધે ચઢી જાય એવો તમે નશો છો… * * * * લજામણી નું ફૂલ છું, અડો ને સંકોચાઉં છું, બસ તમે જ મારી સામે જુઓ તો શરમાઉં છું, તમે મને જોઇ હસો છો કે, એ મારા હૈયાનો ભ્રમ છે?? હાસ્યને તમારા પ્રેમ સમજીને ભરમાઉ છું. * * * * * મને થાય છે કે હવે તો તને કહીજ દઉં કે મારી ઉદાસ રાતોનું કારણ મારા સઘળા પ્રેમનું તારણ અને મારા હૈયાનું બંધારણ તું જ છે.. જે સપનાઓમાં પોતાને એકલો જ જોતો હતો તેમાં તારો સાથ પૂરવા વાળી હાથોમાં મારા હાથ આપવા વાળી અને જીવનપથ પર સાથ આપવા વાળી તું જ છે… શું મળશે મંઝીલ માં જો સફર માં તું નથી જ્યાં સુધી તું છે, જીવવાની ચાહ છે, મિલનની મંઝીલ ને ભરોસાની રાહ છે, નહીં તો બધે સ્વાર્થનો દાહ છે. જ્યાં જુઓ ત્યાં બધે મતલબનો માર છે, જાણીતાઓના અજાણ્યા કાવતરાનો ભાર છે, સાથની છે ચાહ જીવનના અંતિમ શ્વાસ સુધી ચાહતની આશાજ જીવનનો આધાર છે.


મરીઝની રચનાઓ 12

અબ્બાસ વાસી એટલૅ કૅ “મરીઝ” સાહેબના કેટલાક શે’ર અત્રે પ્રસ્તુત છે. * એક પળ એના વિના ચાલતુ નહોતુ “મરીઝ” કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઇ… * મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’ હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે * દાવો છે અલગ દુનિયાની રીત થી એ અહીં ચુપ રહે છે જેનો અધિકાર હોય છે… * હું તને જોત તો દુનિયાને પછી જોતો નહીં, તું મને જોત તો જોતી થઇ જાત દુનિયા મને… * મિત્રો બધા ખુદા પરસ્ત મળ્યા છે “મરીઝ” સોંપે છે દુઃખ ના કાળ માં પરવરદીગારને * બહુ સુંદર નક્શીકામ છે જખ્મોનું હ્રદય ઉપર ઓ સંગાથી કલાકારૉ તમારુ કામ લાગે છે.. *


શેખાદમ આબુવાલા ની રચનાઓ 3

જાણું છું એમ તો તમે કિસ્મતની ચાલ છો, તો પણ કહું છુ આજે તમે મારી કાલ છો, એવો જવાબ છો કદી આપી શકાય ના, પૂછી શકાય ના કદી એવો સવાલ છો, આ રૂપ, આ ગતિ, કવિ બીજુ તો શું કહે, હરણાની ચાલ છો, ગુલાબોના ગાલ છો, હું તો કરી રહ્યૉ છું સમય આપવાની વાત, છો સંકુચિત મિલન માં, વિરહમાં વિશાલ છો, સપનામાં એમ તો તમે વાસ્તવથી કમ નથી, જાગું છું ત્યારે તમે કેમ ઇન્દ્રજાલ છો, જીવન આપણું જોડાઇ શકે તો માનીશ, તમે કમાલ હતા ને હજીય કમાલ છો ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ તમારી મૂંગી આંખો માં સવાલોના સવાલો છે, છતાંય બેચૈન થ ઇ ને હું કેટલા પ્ર્શ્નો પૂછું છું, મને પણ થાય છે કે પ્રેમ માં હું આ શું કરું છું, તમે રડતા નથી તોય તમારી આંખ લૂછૂ છું. ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ આંસુ નું આંખ માં ઝૂલી જવુ, કેટલું વસમું છે તને ભૂલી જવું ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ હસું છું એટલે માની ના લેશો કે સુખી છું હું રડી નથી શક્તો એનું દુઃખ છે મને, દુઃખી છું હું, દબાવીને બેઠો છું જીવન ના કારમા જખ્મૉ, ગમે ત્યારે ફાટે એવો જ્વાળામુખી છું હું.


એક અધૂરી પ્રેમ કથા… 13

એક આંધળી છોકરી હતી. તેને પોતાના આંધળા હોવાના લીધે પોતાનાથી નફરત હતી. બધાથી નફરત હતી, પણ એક છોકરો તેને પ્રેમ કરતો હતો, તે એ છોકરાને પ્રેમ કરતી હતી. તે ધણી વાર પેલા છોકરા ને પૂછતી કે જો હું જોતી હોત તો પણ તું મને આટલો જ પ્રેમ કરત? અને એ છોકરો તેનો હાથ પકડી લેતો, કાંઇ ના કહેતો… તે એ છોકરા ને કહેતી કે જો મારે આંખો હોત તો હું તારી સાથે લગ્ન કરત… અને પછી અચાનક કોઇએ તેને આંખો દાન કરી, હવે તે બધુ જોઇ શક્તી હતી… તેણે પોતાના પ્રેમીને જોયો, તે પણ આંધળો હતો. તેણે પૂછ્યું, “હવે તો તું જોઇ શકે છે….હવે તું મારી સાથે લગ્ન કરીશ? ” પેલીએ ના પાડી અને કહ્યું, “આંધળા સાથે લગ્ન કરી ને મારે જીંદગી બગાડવી નથી…” હતાશ થઇ ને પેલો જતો રહ્યો અને જતા જતા કહેતો ગયો, “પ્રિયે, મારી આંખો નું ધ્યાન રાખજે…..” (  jayan172 ના નેટલૉગ બ્લૉગ નો ગુજરાતી અનુવાદ)


થોડા શે’ર

રૂપના ઘૅલા છીઍ, “શૂન્ય” ના ચેલા છીઍ, વેર માં ભલૅ પાછળ હશું, પ્રૅમ માં પહૅલા છીઍ… – શૂન્ય પાલનપુરી કરમનૅ ભુલી જાશું, સિતમનૅ ભુલી જાશું, ખુશીનૅ ભુલી જાશુંનૅ ગમનૅ ભુલી જાશું, શબ્બતમાં તમારૉ ખયાલ ઍ હદ સુધી છૅ અમનૅ, તમારી યાદ નહીં ઇચ્છૉ તૉ તમનૅ પણ ભુલી જાશું… – પિયુષ આશાપુરી દાવૉ છે અલગ પ્રૅમનૉ દુનિયાની રીતથી , ઍ અહીં ચુપ રહૅ છે,જૅનૉ અધિકાર હૉય છે.. – મરીઝ ઍક પળ ઍના વિના ચાલતુ નહૉતુ “મરીઝ” કૉણ જાણૅ કૅમ આખી જીંદગી ચાલી ગઇ… – મરીઝ આંખો થી કહી દે કે પ્રેમ છે તોય ધણું, હૈયાને વહેમ દઇ દે તોય ધણું, સાથે મરવાનો વાયદો કરવો નથી મારે, જનમ જનમ નો સાથ દઇ દે તોય ધણું… – જીગ્નેશ અધ્યારૂ સમય પણ હોય છે કેવો નજાકતનો મિલન વેંળા પડે છે આંખ ને બોજ ભારે પોતાની જ પાંપણનો.. – મરીઝ


રૂપાળો એક રિશ્તો લાગણીનો 5

 કરી તૉ જૉ… રુપાળૉ એક રીશ્તૉ લાગણીનૉ તું ય કરીતૉ જૉ, મારી સાથૅ બૅ ડગલા પ્રણય ના તું ય ભરી તો જો, સતત તું રહૅ છે માર શમણામાં – સ્મરણ માં, કદી એકાંતમાંય મારુ નામ સ્મરી તૉ જૉ, પ્રતિક્ષા કરીછે કૅટલીય મેં પામવા તુજને, કસૉટી આજ મારા પ્રૅમની તું ય કરી તૉ જૉ, થશે તનૅ અનુભવ એક મીઠા દર્દનૉ ત્યારૅ, મારી યાદનૅ તારા હ્રદયમાં સંઘરીતૉ જૉ, બિછાવ્યુ છે મૅં હ્દય તારી યાદમાં સદાય, અમારા માર્ગ માં તુંય નયન ઢાળી તૉ જૉ, છે ક્યાં જીવવા જૅવું જીવનમાં જૉ પ્રૅમ ના હૉય, બસ વાત મારી આટલી કાનૅ ધરી તૉ જૉ, સિતારા તૉડવાનૉ વાયદૉ કરવૉનથી મારૅ, પડીનૅ પ્રૅમમાં મારા ગગનનૅ સર કરી તૉ જૉ, મુંગૉ પણ ભરપૂર પ્રેમ મૅં તનૅ કર્યૉ, પ્રયત્ન ઍનૅ કરવાનૉ સરભર તુંય કરી તૉ જૉ… (  B V M Kelidoscope ’99  માં થી સાભાર….)


ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ 3

 તારી સાથૅ… ચાલ જઈએ પ્રણયના રસ્તે, કોઈ પણ ચાહત વિના, મળશે ક્યાંથી જીવનની મંઝિલ, તારી મુહબ્બત વિના, પ્રણયનો પંથ કાંટાળો છે, બસ તારો જ સથવારો છે, વિશ્વાસનું વહાણ, પ્રણયનો દરીયો, સંદેહોની સંગત વિના. અરમાનોનો ભાર લઈને ચાલી શક્યું છે કોણ? ચાલને હલકા થઈને જઈએ નાહકની હસરત વિના, સમજણની હદથી ઘણે દૂર આવી ગયા છીએ, દુઆ કબૂલે છે ખુદા પણ હવે, લમ્હા એ ઈબાદત વિના.  – જીગ્નેશ અધ્યારૂ