Monthly Archives: May 2008


અસીમ પ્રેમ, અસીમ ગુસ્સો – જીગ્નેશ અધ્યારૂ 11

એક અંગ્રેજી વાર્તા વાંચી હતી એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આ બતાવે છે કે પ્રેમ અને ગુસ્સાને કોઈ સીમા નથી હોતી અને જો એ કાબૂ ન રાખી શકો તો એ જીવનભરનો પસ્તાવો થઈ જાય છે. ***** એક માણસને પ્રમોશન મળ્યુ અને પગાર વધવાથી તેણે નવી કાર લીધી….થોડાક દિવસ પછી તે કાર સાફ કરી રહ્યો હતો કે તેના નાના દિકરાએ પથ્થર લઈ ને નવી નક્કોર કાર ના પાછળના ભાગે ઘસવાનું શરૂ કરી દીધું… આ જોઈ ગુસ્સે થયેલા તેના પિતા એ બાળકનો હાથ પકડીને તેને જોર જોર થી મારવાનું શરૂ કરી દીધું, અને ગુસ્સામાં તેને ખ્યાલ જ ના રહ્યો કે તેણે બાળકની આંગળીઓ તોડી નાખી છે. હોસ્પીટલમાં બાળકે પિતાને પૂછ્યું ” પિતાજી મારી આંગળીઓ પાછી ક્યારે ઉગશે? ” પિતાને ખૂબ પસ્તાવો થયો, તે ત્યાં ના રહી શક્યો એટલે તે પાછો આવ્યો અને કાર ને બધી બાજુ થી લાતો મારવા લાગ્યો, અને જ્યારે પાછળ ની તરફ ગયો તો ત્યાં બાળકે લખ્યું હતુ ” ડેડી, આઈ લવ યુ …” – જીગ્નેશ અધ્યારૂ


ચુપકે ચુપકે રાત દિન – હસરત મોહાની 10

જે મિત્રો ગુલામ અલી ની ગઝલો ના શોખીન છે તેમના માટે આજે એક સરસ સરપ્રાઈઝ છે. અત્રે પોસ્ટ કરી રહ્યો છું શાયર મૌલાના ફઝલ ઉલ હસન હસરત મોહાની એ રચેલી સદાબહાર ગઝલ ચુપકે ચુપકે રાત દિન….આપણે ઘણી વાર તેનું મારી મચેડીને રીમીક્ષ કરેલ રૂપ સાંભળીએ છીએ. આ ગઝલ અહીં મૂકી રહ્યો છું પુસ્તક “માસ્ટરપીસીસ ઓફ ઉર્દુ ગઝલ ફ્રોમ ૧૭ સેન્ચ્યુરી ટુ ૨૦ સેન્ચ્યુરી” માં થી. ગુલામ અલીના સ્વરમાં તમે આને ક્યારેક સાંભળી હશે, તો નિકાહ ચલચિત્રમાં પણ તે મૂકવામાં આવી હતી. અહીં એક પ્રેમી તેની પ્રેમીકા જ્યારે તેની સાથે હતી ત્યારની અત્યંત નાની અને સામાન્ય લાગતી વાતોને કેવુ અદમ્ય મહત્વ આપીને તેના પ્રેમને સમજાવે છે ! કોઈ મોટા ફિલોસોફીકલ લેક્ચર નહીં, કોઈ ભારે ઉપદેશ નહીં, બસ ફક્ત નજાકત અને પ્રેમ… ગુલામ અલીએ ગાયેલા ગીતમાં ૯ શેર છે પણ ઓરીજીનલ ગઝલ માં ૧૬ શેર છે….અને બધા અહીં મૂકી રહ્યો છું. ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ હમકો અબ તક આશિકી કા વો ઝમાના યાદ હૈ વાં હઝારોં ઈજ્તિરાબ, યા સદ હઝારો ઈશ્તિયાક વો તુજ સે પહલે પહલ દિલ કા લગાના યાદ હૈ તુજસે મિલતે હી કુછ બેબાક હોજાના મેરા ઓર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ ખીચ લેના વો મેરા પરદે કા કોના દફ્તન ઔર દુપટ્ટે સે તેરા વો મુંહ છીપાના યાદ હૈ જાન કર હોના તુજે વો કસદ એ પા બોશી મેરા ઔર તેરા ઠુકરા કે સર, વો મુસ્કુરાના યાદ હૈ તુજકો જબ તનહા કભી પાના તો અઝ રાહ -એ-લિહાઝ હાલ-એ-દિલ બાતોં હી બાતોંમેં જતાના યાદ હૈ જબ સિવા મેરે તુમ્હારા કોઈ દીવાના ન થા સચ […]


હેપ્પી બર્થ ડે – ૧ વર્ષ અને મારૂ જગત

હેપ્પી બર્થ ડે પ્રિય મિત્રો અને વાચકગણ, તારીખ ૨૫ મે ૨૦૦૭, એક સાવ સામાન્ય દિવસ જ્યારે ક્યાંકથી હાથ લાગી લિન્ક વર્ડપ્રેસની. ખબર ન હતી કે આ બ્લોગ કઈ બલા છે અને ગુજરાતી ટાઈપીંગ તો ……ભેજાગેપનું કામ લાગતું…..વર્ડપ્રેસ જોયું, થયુ લાવ કાંઈક નવુ કરીએ….રજીસ્ટર કર્યુ….બ્લોગ બન્યો અને શરુ થઈ એક નવી યાત્રા…….યાત્રા વિચારો શેર કરવાની – સોરી વહેંચવાની (ટાઈપમાં ય અંગ્રેજી શબ્દો ગુજરાતી માં ઘણી વાર લખાઈ જાય છે…)યાત્રા નવા મિત્રો બનાવવાની અને એક ધગશ ગુજરાતી ના બધા વાંચનયોગ્ય ઉપલબ્ધ આર્ટીકલ અહીં મૂકવાની, સાથે સાથે ક્યારેક મારી રચનાઓ માથે મારવાની પણ યાત્રા શરૂ થઈ……પણ જાન્યુઆરી ૨૦૦૮ સુધી એક કે અન્ય કારણસર એ ઠેલાતુ રહ્યુ, અવગણાતુ રહ્યુ….અને તે દિવસથી એકાદ બે અપવાદોને બાદ કરતા રેગ્યુલર છું રોજ એક પોસ્ટ મૂકવામાં…..સિવિલ એન્જીનીયર હોવાના લીધે સાઈટ જોબ ના લીધે ક્યારેક રાત્રે ઘરે પહોંચવામાં ખૂબ મોડુ થઈ જાય છે એટલે ક્યારેક પોસ્ટ નથી કરી શકાતી….પણ મેનેજ કરું છું… મને જણાવતા આનંદ થાય છે કે અધ્યારૂ નું જગત બ્લોગને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. બ્લોગની શરુઆત મેં ગત ૨૬ મે ના રોજ કરી હતી અને રેગ્યુલર પોસ્ટીંગ જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કર્યુ હતુ. ત્યારથી લઈને આજે એક વર્ષ પૂર્ણ કરવાના નાનકડા સફરમાં મને ખૂબ જ આનંદ આવ્યો. મારી પાસે રહેલી માહિતિ અને લેખો, અન્ય કવિ – લેખકો ની રચનાઓ અને ક્યારેક મારી રચનાઓ અને મારા વિચારો અહીં તદન સાહજીક રીતે પ્રગટ કરી શકવાની આ ક્ષમતા બદલ હું વર્ડપ્રેસ નો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સાથે હું આભારી છું મૃગેશભાઈનો, તેમણે પરોક્ષ રીતે મને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આજે એક વર્ષ પૂર્ણ […]


ગ્રંથ વાણી – અન્ન વિષે સૂચનો 8

1.  હસ્તપાદૈ મુખે ચૈવ પચ્ચાદ્રો ભોજનં ચરેત I પગ્ચાદ્રર્ક સ્તુ ભુગ્જાનઃ શતં વર્ષાણિ જીવતિ II  (પદ્મ પુરાણ , સૃષ્ટી. ૫૧ / ૮૮) નાપ્રક્ષાલિતપાણિપાદો ભુગ્જીતં’     (સુશ્રુતસંહિતા, ચિકિત્સા ૨૪ / ૯૮) બન્ને હાથ, બન્ને પગ અને મોં – આ પાંચેય અંગોને ધોઈને ભોજન કરવું જોઈએ. આમ કરનાર મનુષ્ય દીર્ધાયુ બને છે. 2.  આર્દ્રપાદસ્તુ ભુગ્જીત નાર્દ્રપાદસ્તુ સંવિશેત I આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો દીર્ધમાયુર્વાપ્નુયાત II    (મનુસ્મૃતિ ૪ – ૭૬) આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો વર્ષાણાં જીવતે શતમ II   (મહાભારત અનુ. ૧૦૪ / ૬૨) ભીના પગે ભોજન કરવુ પણ ભીના પગે સૂવું નહીં. ભીના પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે. 3.  શયનં ચાર્દ્રપાદેન શુષ્કપાદેન ભોજનમ I નાન્ધકારે ચ શયનં ભોજનં નૈવ કારયેત II   (પદ્મપુરાણ, સૃષ્ટિ ૫૧ / ૧૨૪) સૂકા પગે અને અંધારામાં ભોજન ન કરવુ હિતાવહ કહેવાયુ છે. 4.  સાયં પ્રાતર્મનુષ્યાણામશનં વેદનિર્મિતમ I નાન્તરા ભોજનં દ્રષ્ટમુપવાસી તથા ભવેત II  (મહાભારત, શાન્તિ. ૧૯૩ / ૧૦) શાસ્ત્રોમાં મનુષ્યોને સવારે અને સાંજે – બે જ સમય ભોજન કરવાનું વિધાન છે. વચમાં ભોજન કરવાની વિધિ જોવામાં આવતી નથી. જે આ નિયમનું પાલન કરે છે તેને ઉપવાસ કરવાનું ફળ મળે છે. 5.  અન્તરા સાયમાશં ચ પ્રાતરાશં ચ યો નરઃ I સદોપભવાસી ભવતિ યો ન ભુડઃક્તેડ્ન્તરા પુનઃ I (મહાભારત, અનુ. ૯૩ /૧૦)                                                                                                                                                                સાયં પ્રાતર્દ્વિજાતીનામશનં શ્રુતિચોદિતમ I નાન્તરાભોજનં કુર્યાદગ્નિહોત્રસમો વિધિ II    (લધુહારીસ્મૃતિ ૪ / ૬૯) મનુષ્યનું એક વારનું ભોજન દેવતાઓનો ભાગ, બીજી વાર નું ભોજન મનુષ્યોનો ભાગ. ત્રીજી વારનું ભોજન પ્રેતોનો અને દૈત્યોનો ભાગ અને ચોથી વારનું ભોજન રાક્ષસોનો ભાગ હોય છે. 6. ન સન્ધ્યાયાં ભુગ્જીત I (વસિષ્ઠસ્મૃતિ ૧૨ / ૩૩) આસન્ધ્યાં ન ભુગ્જીત I (બૌધનાયસ્મૃતિ ૨ / ૩ / ૩૨) સંધ્યાકાળે કદાપિ ભોજન કરવુ જોઈએ નહીં. 7. દેવાનૃષીન મનુષ્યાંશ્ચ પિતૃન ગૃહ્યાશ્વ દેવતાઃ […]


પ્રેમ પ્રપોઝલ – જીગ્નેશ અધ્યારૂ 8

હૈયે થઈ છે ભારે હલચલ મનડું જાણે ઝરણું કલકલ તારા પ્રેમના પરમ ઉજાસે અંતર મેળે, ઉમંગો છલછલ તારી તલબ ને તારા વિચારો વેરણ નિંદ્રા, સપના હરપલ તારી ઝુલ્ફો, તારૂ આંચલ તારા કાતિલ નયનો નિર્મલ મનડાની આ વાતો છાની જાણે બસ, તારો પ્રેમી પાગલ જીવનનો સાથ, હાથોમાં હાથ કેમ મૂકુ મારી પ્રેમ પ્રપોઝલ  – જીગ્નેશ અધ્યારૂ


એપ્રાઈઝલ – ગીતા સાર 6

હે પાર્થ (કર્મચારી), અપ્રાઈઝલ / નથી થયુ, ખરાબ થયુ ઈન્ક્રીમેન્ટ પણ નથી આવ્યુ  ખરાબ થયુ ઇન્સેન્ટીવ નથી મળ્યુ, એ પણ ખરાબ થઈ રહ્યુ છે. પગાર કપાઈ રહ્યો છે, ખરાબ થઈ રહ્યું છે. તું પહેલાના ઈન્સેન્ટીવ મળવાની રાહ ના જો તું આવનારા ઈન્સેન્ટીવની ચિંતા પણ ના કર બસ અત્યારના પગારમાં ખુશ રહે, તારા પાકીટ માં થી શું ગયુ કે રડે છે? જે આવ્યુ તે અહીં થી જ આવ્યુ હતું. જ્યારે તું નહોતો ત્યારે પણ આ કંપની ચાલતી હતી તું છે તોય ચાલે છે, તું જતો રહેશે તોય એ આમ જ ચાલશે… તું અહીં શું લઈને આવ્યો હતો કે તને ગુમાવવાનું દુખ છે? જે કાંઈ મળ્યુ એ અહીં જ મળ્યુ ડીગ્રી લઈને આવ્યો હતો, અનુભવ લઈને જઈશ. જે કોમ્પ્યુટર આજે તારૂ છે ગઈકાલે કોઈક બીજાનું હતુ, આવતી કાલે કોઈક બીજાનું હશે તું એને પોતાનું સમજીને આસક્ત થાય છે, ખુશ થાય છે આ જ સઘળી પરેશાનીઓનું મૂળ કારણ છે તું કેમ વ્યર્થ ચિંતા કરે છે…તને કોણ કાઢી શકે છે? તું નાહકનો જ ડરે છે. પરિવર્તન એ ઈન્ડસ્ટ્રીનો નિયમ છે અને આ જ તો તને “પરિવર્તન” નહીં આપવાની ચાલ છે. અત્યારે તું બેસ્ટ પરફોર્મર છે, કામઢો નંબર વન છે પણ જો ઈન્ક્રીમેન્ટ માંગીશ તો…. તું વર્સ્ટ પરફોર્મર છે, નકામો નંબર વન છે… ટારગેટ કદી મેળવી શક્તો નથી… એપ્રાઈઝલ, ઈન્સેન્ટીવ, પ્રમોશન એ બધુંય મનમાં થી કાઢી નાખ વિચારો માં થી ય મીટાવી દે… પછી તું કંપનીનો છે અને કંપની તારી છે, ન આ ઇન્ક્રીમેન્ટ વગેરે મોહ તારા માટે છે, કે ના તું આ બધા માટે છે.. બસ અત્યારે તારી નોકરી સુરક્ષીત છે તો તું શું […]


લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર 14

એ ને હું રમીએ ક્રિકેટ, ઈન ડોર ચાલે મારે ત્યાં એની ફટકાબાજીનો બસ દોર ચાલે મારે ત્યાં એલ બી ડબલ્યુ થઈ ગયો હું, લવ બિફોર વેડીંગ કરી લગ્ન પહેલા ને પછી પણ મેં સતત ફીલ્ડીંગ કરી ગેમ પ્લાન આધાર રાખે ફક્ત એના મૂડ પર એ રમે ફ્રન્ટ ફુટ પર તો હું રમું બેકફુટ પર એમને ગમતો નથી બિલકુલ પરાજય વર્ડ પણ એ જો હારે, માર ખાશે ત્યારે ડિકી બર્ડ પણ, એના કેરેક્ટર વિશે પત્ની ને ડાઊટ થાય છે ફ્રેંડલી મેચમાં જે પડોસણ થી આઊટ થાય છે. કર્ટલી એમ્બ્રોસ જેવુ મોં કરી, એ લે રન અપ હું રકાબી રાખીને એને આપી દઊં છું કપ જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. સાવ લોલીપોપ પણ છૂટી ગયેલો કેચ છે આપણું આ લગ્ન જીવન ફીક્સ થયેલી મેચ છે. – રઈશ મણીયાર આજનો મુખવાસ …. મિત્રો શેર સારો લાગે તો દાદ આપજો….આ ક્ષેત્રે પહેલુ ખેડાણ છે… મારા લગ્ન જીવનની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ માં, હું દ્રવિડ અને શ્રીમતી યુવરાજ હોય છે, મારે રોજે રોજ ખુલાસા, હાર ના વિષયો અપરંપાર અને તેમને શીરે મારી મહેનત નો તાજ હોય છે… – જીગ્નેશ અધ્યારૂ


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 5 10

કેટલીક કામની અને બહુ નહીં જાણીતી એવી વેબસાઈટસ વિષે લખવાની આ કડીઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે…ખાસ કરીને  Some Wonderful Websites – Part IV અને Some Wonderful websites – Addictive -Part-III ને અત્યંત સરસ પ્રતિભાવ મળ્યા છે. આજે આ જ સીરીઝમાં પ્રસ્તુત છે કેટલીક આવી જ કામની પણ નહીં જાણીતી વેબસાઈટસ… 1. તમે કોઈ પણ સવારે છાપા માં પહેલા શું જુઓ છો?……સ્વાભાવિક છે પહેલુ પાનું….પેપરનું પહેલુ પાનું જ તેનો USP હોય છે….અહીં છે આવી જ એક સાઈટ જે તમને આપે છે દુનિયાભરના વર્તમાનપત્રોના પહેલા પાના…..જો તમને વધારે વાંચવાની ઈચ્છા હોય તો જમણી બાજુ ઉપરની તરફ વેબસાઈટ લીંક હોય છે જ્યાંથી તમે તે પેપરની પબ્લીશ થયેલી ઈ-પેપર કોપી વાચી શકો…જૂના પેજ શોધવા માટે આર્કાઈવ કરેલા પેજીસનું લીસ્ટ પણ છે… દાખલા તરીકે જો તમારે ૯/૧૧ પછીના દીવસના પેપર્સના ફ્રન્ટપેજીસ જોવા હોય તો અહીં તે આર્કાઈવ કરેલા છે. આવીજ રીતે જો તમારે જોવા હોય પેપરના પહેલા પાના જ્યારે અમેરીકાએ ઈરાક પર એટેક કર્યો તો તે અહીં આર્કાઈવ કરેલા છે અને કોલંબીયા સ્પેશ શટલ દુર્ઘટના વિષેના પેપર ફ્રન્ટ પેજ અહીં આર્કાઈવ કરેલા છે. 2. પોપ્યુલર વિશ્વ મ્યુઝિક સાંભળવા અને તમારા પોતાના ગીતો મિત્રો સાથે શેર કરવા માટે આ એક સરસ વેબસાઈટ છે. સાથે તમે ફોટો, વીડીયો પણ શેર કરી શકો છો અને અન્ય લોકોના પ્લે-લીસ્ટસ અને અપલોડ જોઈ શકો છો…. 3. UNIT CONVERTOR જૂનું વર્ઝન કે નવું વર્ઝન, બંને ખૂબજ ઉપયોગી છે અને બન્ને માં અસંખ્ય જુદા જુદા UNIT ને કન્વર્ટ કરવાની ક્ષમતા છે. મને આ ખૂબજ ગમ્યુ….અહીં ક્લિક કરીને આપ ડાઊનલોડ કરી શકો છો એક્સેલ ફોર્મેટમાં બનાવેલ સ્પ્રેડ શીટ જેમાં યુનિટ કન્વર્ઝન ફેક્ટર્સ સ્ટોર કરેલા છે. […]


વડોદરા – આજકાલ

વડોદરામાં લગભગ ત્રણ મહીને મને બે ત્રણ દિવસ રહેવાનો ચાન્સ મળ્યો. (મંગળવારની પોસ્ટ નથી લખાઈ કે સોમવારે મિત્રોને ઈ મેઈલ થી જાણ નથી કરી એ બધાનું કારણ આ જ છે) પોતાના શહેરથી દૂર રહેવાનું ખૂબ અઘરૂ હોય છે….અને એમાંય એમ એસ યુનિ. માં કરેલા જલ્સા કે ટેકનો ની ઉમંગો યાદ આવે ત્યારે ………જવા દો…એ વાત ફરી ક્યારેક…આજે વડોદરા માં મને દેખાયેલા કેટલાક મહત્વના પરિવર્તનોની વાત. તમને અરવિંદ બાગ યાદ છે?….કે પછી ટાઈમ્સ સ્ક્વેર…કે ફતેહગંજ પેટ્રોલ પંપ…..? આ એરીયામાં અરવિંદબાગની તદન સામે બન્યો છે સેવન સી – Seven Seas – મોલ….અને તેમાં ૧૭મી મે ના રોજ ખૂલ્યુ છે બિગ બાઝાર……મને યાદ છે સતર અને અઢાર તારીખે ત્યાં નહી નહીં તોય હજારેક લોકોની લાઈન હતી……અને ટ્રાફીક તો ક્યાંય સમાતો નહોતો….પણ વડોદરાવાસીઓ માટે આ એક સરસ ગીફ્ટ છે. પસંદગી ની વિશાળ તકો અને ઘણી ઓફરો સાથે તેને શરૂઆતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મેં ત્યાં થી ચેતન ભગતની The Three Mistakes of My Life ખરીદી અને તે મને ૯૫/-રૂ. માં પડી તો મને લાગે છે કે સ્ટેશન પાસે થી ૭૦ રૂપીયામાં પાઈરેટેડ બુક્સ લેવા કરતા આ એક સારી પસંદગી છે…તો ગુજરાતી બુક્સનો નાનો પણ સરસ સંગ્રહ પણ ત્યાં વેચાણ માટે છે. તો આ જ અરસામાં વડોદરામાં ઘણા બધા વખત થી બંધ પડેલી સીટી બસ સેવા ફરી જીવતી થઈ છે અને લગભગ એક અઠવાડીયું ફક્ત બે રૂપીયામાં મુસાફરી કરાવવાની જાહેરાત કરાઈ છે, નાનકડી અને સુંદર બસો “વીટાકોસ”  ( વલભીપુર ટ્રાન્સપોર્ટેશન કો-ઓપરેટીવ સોસાયટી ) ની છે ૧૫ જુદા જુદા રૂટ પર ૨૫ બસો હાલ દોડી રહી છે…અને લગભગ કુલ ૧૦૦ બસો મૂકવાનું આયોજન છે…મોટાભાગના જૂના બસ […]


આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી 11

આંધળી મા નો કાગળ અમૃત ભરેલુ અંતર જેનું ને સાગર જેવડું સત પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે લખ કે માડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દા’ડા ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પહેરે, પાણી જેમ પઇસા વેરે. હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ ! કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી. ખેતર વેચ્યા, ખોરડુ વેચ્યુ, કૂબામાં કીધો છે વાસ જારનો રોટલો જડે નહીં તે’દી, પીઉં છું એકલી છાશ તારે પકવાનનાં ભાણાં, મારે કોરી જારનાં ભાણાં દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. લખીતંગ તારી આંધળી માં ના વાંચજે ઝાઝા ઝુહાર ાંગે રહ્ય્મ નથી એકેય ઢાંકણ, કોઠીએ ખૂટી છે જાર હવે નથી જીવવા આરો આયવો ભીખ માગવા વારો અમૃત ભરેલું અંતરે જેનું ને સાગર જેવડું સત પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે ******** દેખતા દીકરાનો જવાબ ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ, આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત. વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી. પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા, આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’ બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે ! ભાણિયો […]


ચેનલોની પારાયણ 5

આજ કાલ ધમધોકાર ચાલતો ધંધો હોય તો એ એક જ છે અને એ છે ક્રિકેટ, જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટ, ક્રિકેટ અને ક્રિકેટ….અને એમાંય શાહરૂખભાઈ અને પ્રિતી ….(સોરી…. બહેન નથી લખતો) એ ક્રિકેટની ટીમ લીધી ત્યારથી તો જોનારા બમણા થઈ ગયા. સૌરવના છગ્ગા પર (જો એ મારે તો….) તાળી નહીં પાડવા વાળા શાહરૂખ હાથ હલાવે તો આખા ઉંચા થઈ જાય છે. આઈ પી એલ ચાલુ થયુ ત્યારથી તો સમાચાર ની ચેનલ જુઓ તો ક્રિકેટ, વળી મૂવી ચેનલ તો ક્રિકેટ લાઈવ જ બતાવે છે, કારણકે આમેય હવે આઈપીએલ ના લફડાઓ અને મૂવીના ટ્વીસ્ટસ અને ટર્નસ માં કોઈ ફરક નથી. !! તો એન્ટરટેઈનમેન્ટ ચેનલો તો ગૃહલક્ષમીના કબ્જા માં જ હોય છે જ્યાં થી તેમને સાસુને કે નણંદને કેમ હેરાન પરેશાન કરવી તેના લેટેસ્ટ નુસખા બતાવવામાં આવે છે, ન કરાય તેવા ચાંદલા કેમ કપાળમાં સ્થિર કરવા કે સમાવવા, એક સાડીના ત્રણ ડ્રેસ કેમ બનાવવા, ડોલ્બી ડીજીટલ સાઊન્ડટ્રેકમાં કેમ રડવું, વગેરે વગેરે કાર્યોની પરોક્ષ ટ્રેનીંગ પણ ત્યાં અપાય છે. તેમના પતિદેવો બિચારા તો ક્યાંય બીજે લફરાં કરવામાં બીઝી હોય છે, એટલે આ બીચારીઓ બીજુ શું કરી શકે? એક સીરીયલ છે જેમાં ૪૦૦ વર્ષનું પાત્ર જીવે છે….તો એક અન્ય સીરીયલ માં હીરોઈન ત્રણવાર પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, કોઈકે ત્રણ વાર મેરેજ કર્યા છે તો કોઈકે ચાર પત્ની, આ લોકો ને આ સિવાય બીજુ કાંઈ કામ નથી? કોઈક ચિદમ્બરમ સાહેબને જઈને કહે કે આમાં તમને ક્યાં ફુગાવો દેખાય છે? આમના માથે ટેક્સ મારો તો અમારૂ નોકરીયાતોનું કાંઈક ભલુ થાય કારણકે મિહિર કદી બજારમાં શાક લેતો કે તુલસી કપડા ધોતી બતાવાઈ નથી, આ લોકો પાસે બહુ પૈસા છે. […]


એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે; ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે. બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે; “બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે. પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે; એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે. જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય; જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે. લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને ! હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે… – રઈશ મનીઆર અને છેલ્લે એક એલચી મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે, તેનું મને ગૌરવ છે પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..” – ઉદયન ઠક્કર


બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ 7

બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ આમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. ગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો. આ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો. એક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બધી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય. તેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે “પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ?” “મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું” મહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો. “મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, […]


મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ) 22

મંદીર તારૂં વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ પળ તારાં દર્શન થાય્, દેખે દેખનહારા રે, નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળાં રે, નીલ ગગનમાં મહીમા ગાતાં ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ મીરાં રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે….


માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ 5

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન … ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા; સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર ફેર હજી એય ન’તા ઉતર્યા, આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન દાદાના આંગણામાં કોળેલા આંબાનું, કૂણેરું તોડ્યું રે પાન. આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં; કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને ભૂલી જવાના વેણ માગ્યાં, પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી, માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ


પ્રેમની પરિભાષા – જીગ્નેશ અધ્યારૂ 6

કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે….તો લો આ રહ્યો પુરાવો એક પાર્ટી ચાલી રહી હતી, અને બધી પાર્ટીઓની જેમ એમાં પણ પુરુષ નજરો કેટલીક સુંદર સ્ત્રિઓ પર હતી. તે પણ ત્યાં જ હતો. પાર્ટીમાં, મહાલતો, બેફીકર….તે અચાનક દરવાજામાં પ્રગટ થઈ, યજમાન તેને આવકારવા ગયા અને બધાની નજરો તેના પર જ જડાઈ રહી, તે ખૂબ જ સુંદર હતી, નાજુક નમણી કાચ ની ઢીંગલી જેવી… ઘણા તેની પાસે જવા માટે, તેની સાથે વાત કરવા માટે ઊતાવળા હતા પણ તે કોઈને ભાવ ન આપતી. તે પણ તેણીના ધ્યાન માં આવવા માંગતો હતો, પણ પાર્ટી પૂરી થવામાં હતી, બધા વિખેરાઈ રહ્યા હતા. અચાનક તે તેણીની પાસે પહોંચ્યો અને હતી એટલી બધી હિંમત એકઠી કરીને બોલ્યો “શું હું તમારી સાથે એક વાર કોફી પીવાનો આનંદ લઈ શકું? આમ તો તેણીની ઈચ્છા ન હતી, પણ તે એટલો નમ્ર હતો કે તેણી ના ન પાડી શકી. તેઓ એક સરસ કોફી શોપ માં ગયા, તેણીને ખૂબ જ અસ્વાભાવિક લાગી રહ્યું હતું. તે મનમાં કહી રહી હતી, “પ્લીઝ, મને જવા દો…અહીં મારો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે.” પણ તે ના બોલી શકી. અચાનક તેના આશ્ચર્ય વચ્ચે તેણે વેઈટર ને બોલાવ્યો, અને તેની પાસે કોફી માં નાખવા માટે મીઠું મંગાવ્યું, જેણે જેણે સાંભળ્યુ તે બધા તેની સામે જોઈ રહ્યા. તેણી પણ તેની સામે જોઈ રહી, મીઠું આવ્યુ અને તેણે કોફીમાં નાખી ને કોફી પીધી, તેણીએ આશ્વર્ય થી પૂછ્યું “કેમ?” “હું દરીયાકિનારા ના પ્રદેશ માં થી આવું છું, મને મારૂ વતન, મારૂં ઘર અને ત્યાં રહેતા મારા માતા પિતા મને ખૂબ યાદ આવે છે, મને મારા વતન ના પાણીનો સ્વાદ […]


માં – A Tribute to the Motherhood 4

મધર્સ ડે એટલે મમતાનો ઊત્સવ માં – શબ્દો થી પર અને લાગણીઓના પ્રદેશના આ સંબંધને હું ખરેખર શું વર્ણવી શકું ?….જ્યારે વિચાર્યું કે મધર્સ ડે ના દિવસે…એક એવી પોસ્ટ મૂકવી છે જે મારા પોતાના બ્લોગ માટે એક સીમા ચિન્હ બની રહે….મને એ વારે ઘડીયે વાંચવાની ઈચ્છા થવી જોઈએ…..આ પોસ્ટ અત્યાર સુધીની મારી બધી પોસ્ટસ માં સૌથી લાંબી છે….પણ આ ખરેખર હ્રદયમાં થી આવે છે…અને ૧૧ તારીખે રવિવાર હોવાના લીધે મને આનંદ છે કે હું ઘરે હોઈશ અને મારી મા ને આ વંચાવી શકીશ…..મારી કદી એના માટે વ્યક્ત ન થયેલી લાગણીઓ તેને વંચાવી શકીશ… હું આજેય યાદ કરૂં છું એ દિવસો…એ સોહામણા દિવસો…જ્યારે જ્યારે હું ખૂબ તોફાન કરતો, વાંચવામાં કે હોમવર્ક કરવામાં ચોરી કરતો, મારી માં મને મારવા વેલણ લઈને દોડતી….ક્યારેક પકડાઈ જતો તો ક્યારેક દાદા, દાદી, ફઈ કે કાકા કોઈક બચાવી લેતા….કોઈ ના હોય તો ઢીબાઈ પણ જતો….અને પછી મને રડતો જોઈને એ મને ખોળામાં લઈને રડતી, વહાલથી પંપાળતી, એક એકા એક અને એક દૂની બે યાદ કરાવતી….આરા (કૂવા પાસે કપડા ધોવાની જગ્યા) માં કપડા ધોવા બેસતી અને ઓશરીના પગથીયે બેસીને હું પાડા (પહાડા) બોલતો….એ મને ખૂબ પ્રેમ કરતી, મારૂ માથું ઓંળી આપતી, સરસ પાથી પાડી આપતી…..મને સ્કૂલ જતા નાસ્તાનો ડબ્બો ભરી આપતી…વહાલ થી બકી કરતી…..ખોળામાં સૂવડાવતી……એ માં ને યાદ કરવા કોઈ સ્પેશીયલ દિવસની જરૂર નથી….જેણે મારી ઓંળખાણ મારી સાથે કરાવી, જે મને મારી પહેલા થી ઓળખે છે….અને હું જેના અસ્તિત્વનો એક ભાગ છું એવી મારી મા ને માટે હું શું લખી શકું….મને કાંઈ સૂઝતુ નથી……શબ્દો ઓછા પડે છે…. આજે હું તેના થી છસ્સો કિલોમીટર દૂર રહું છું, મહીને કે બે […]


લાગણી – જીગ્નેશ અધ્યારૂ

કોઈના વગર કોઈ ઝૂરી ઝૂરી ને મરતુ નથી કોઈનો હાથ પકડીને કોઈ ભવસાગર તરતું નથી સ્વાર્થ ના સગા સહુ પૈસો જ છે પરમેશ્વર પૈસા વગર તો લોહી પણ લોહીને સાંભરતુ નથી નફરતના બીજ વાવીને દુઃખનો પાક લણીને આંખોમાં નફરત ભરીને કોઈ સુખી થતુ નથી…  – જીગ્નેશ અધ્યારૂ


તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ

ના હોય વિશ્વાસ તો મારા હૈયાને પૂછો તમ વિરહમાં એ હીબકા ભરીને કાં રુવે, સંભાળો આંખોને, ચેપ તો તમને ય છે નહીંતર અમને ચોરી ચોરી કાં જુએ? લાગણી તો મનમોજી, આંખો ના રસ્તે, તર્ક થી ક્યાંય જુદેરૂ,  ભવિષ્ય એ જુવે, વીતક ને હોઠો પર કેમ કરી લાવું હું ? પડ્યા ભૂવા ઊંડા તો ય આંખો ના સૂવે… મિલન નું માત’મ કે જુદાઈના જખ્મો પાણી ખૂટ્યા છે હવે આંખોના કૂવે, પ્રેમ ના પ્રમાણમાં, સાથની ઊતરાણ માં હૈયુ ભલે કકળે પણ આંખો ના રુવે   – જીગ્નેશ અધ્યારૂ


RSS Feeds – 1 to 10 9

એક મિત્ર ને મારા બ્લોગ વિષે વાત કરતા કરતા મેં એને મારા બ્લોગ ની RSS ફીડ સબસ્ક્રાઈબ કરવાનું કહ્યું. તો એ પૂછે કે એટલે શું? થયું કે લાવ જે લોકો આના વિષે નથી જાણતા તેમને થોડુંક …અને એટલે જ આજે આર એસ એસ feed રીડર વિષે થોડી વાતો… RSS ફીડ વિશેની બધી વાતો લગભગ અહીં સમાવવાનો પ્રયત્ન કર્યો છે… શરૂઆત કરીએ એકડે એક થી. RSS એટલે શું? આએક ટૂંકાક્ષરી શબ્દ છે જેનું પૂર્ણ રૂપ છે  Really Simple Syndication. ઘણા લોકો એને Rich Site Summary કે Really Simple Subscribing પણ કહે છે… સામન્ય ભાષા માં કહેવુ હોય તો “કોઈ પણ વેબસાઈટ કે બ્લોગ પર વિઝિટ કર્યા વગર તેના પર ક્યારે નવી પોસ્ટ કે માહીતી આવી તે જાણવા માટે આ એક અત્યંત ઊપયોગી સાધન છે“ તમે કહેશો કે વિઝિટ કર્યા વગર ? હા…..એજ તો આ સુવિધાની મૂળ ખાસીયત છે…એક ઉદાહરણ જોઈએ ધારો કે તમે એક ફોટોગ્રાફર છો અને તમને ફોટોગ્રાફીને લગતા નવા સાધનો, કેમેરા કે એ વિષયની દરેક હીલચાલ પર નજર રાખવી છે…તો તમે શું કરશો? ગૂગલ કે યાહુ કે એવા અન્ય સર્ચ એન્જીન પર તમે સર્ચ કરશો…તમને એક માહિતિસભર વેબસાઈટ મળી….તમને લાગે છે કે તમે એક જ વખતમાં આખી વેબસાઈટ નહીં વાંચી શકો…પણ તે ખરેખર ઊપયોગી છે….તમે પછીથી તેને ફરી વિઝિટ કરવા માંગો છો….. એક રીત છે તેનું એડ્રેસ યાદ રાખો….દા. ત. http://www.picturecorrect.com/ પણ આ રીતે ઘણી બધી સાઈટ યાદ રાખવી અધરી છે … તો પછી બીજો ઊપાય છે તેને તમારા ફેવરીટસ ફોલ્ડર માં એડ કરો… ફેવરીટસ ફોલ્ડર માં ( Internet Explorer ) કે બુકમાર્ક કરવામાં ( firefox ) તમે યાદ રાખ્યા વગર વેબસાઈટ એડ્રેસ […]


बोल सजनी – એ. આર. રહેમાન

આજે શ્રી એ. આર. રહેમાન નું આ ગીત …from Movie : Doli Saja Ke Rakhna… बोल सजनी मोरी सजनी -२ ढंग जहाँ का कितना बदला रंग मोहब्बत का ना बदला चलन वफ़ा का है बस वैसा सदियों से ही था वो जैसा प्यार का दीवानापन है वो हि ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल बोल सजनी मोरि सजनी जीने का बहाना है ये प्यार साथी सपना सुहाना है ये प्यार साथी संग मेरे साथी चल धरती चली है जैसे आसमाँ संग परबत है कहीं पे घटा संग कहीं धुंध में हम हों जायें ओझल चल ज़माने की आँखों से बच के नैनों में एक दूजे के छुप के बितायें दो पल हम चुपके चुपके बोल सजन मोरे सजना बोल सजन मोरे सजना ढंग जहाँ का कितना बदला रंग मोहब्बत का ना बदला चलन वफ़ा का है बस वैसा सदियों से ही था वो जैसा प्यार का दीवानापन है वो हि ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल आजा रे मेरी बाँहों में तू डोल सदियों पुरानी ये रीत रही है जब भी दिलों में कहीं प्रीत हुई है दुश्मन हुई ये दुनिया डरा नहीं ज़ुल्मों से इश्क़ भी पर तलवारों पे रख दिया सर ज़ंजीरें भी टूटीं ये […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ ૪ 13

કેટલીક એવી વેબસાઈટસ જે તમે કદાચ સાંભળી નથી પણ સાંભળ્યા પછી, તેના ઉપયોગ વિષે જાણ્યા પછી મજા પડી જશે…..ઉપયોગી તો છે જ સાથે સાથે નવું જાણવાનો અને ઈન્ટરનેટ ના સાગર માં નવી ભૂમી શોધ્યાનો આનંદ થશે, ચાલો આજે કેટલીક નવી વેબસાઈટ ની સફરે… PHOTO FUN 1. મારી જેમ મોબાઈલ નો ફોટોગ્રાફી માટે અત્યંત ઉપયોગ કરતા યૂઝર્સ માટે આ એક આશિર્વાદ છે. અહીં તમે તમારા મોબાઈલ કેમેરા થી લીધેલા ડોક્યુમેન્ટસના ફોટૉગ્રાફ્સ ને મોડીફાઈડ સ્વરૂપમાં તથા તેના અંતિમ ફોર્મ ને PDF કે JPEG સ્વરૂપમાં સેવ કરી શકો છો કે પછી E-MAIL કે FAX કરી શકો છો…. 2. અહીં ના અનેક ટૂલ્સ અને સિમ્પલ પણ અત્યંત સ્માર્ટ યૂઝર ટેકનીકસ આ વેબસાઈટને બીજી કોઈ પણ ફોટો એડીટીંગ વેબસાઈટ કરતા ખાસ બનાવે છે. અત્યંત ઉપયોગી અને બીજી કોઈ પણ વેબસાઈટ થી વધારે ઓપ્શન્સ અહીં છે. જેમ કે તમારા ફોટોઝ માંથી મેગેઝીન કવર, મોઝેઈક, કેલેન્ડર, ગ્રીટીંગ્સ, અને અન્ય અનેક યુનીક ઉપયોગો છે. મારા ફોટોગ્રાફ માટે મને આ અત્યંત ઉપયોગી લાગ્યુ છે. ફ્લીકર કે ફોટોબકેટ કરતા યૂઝર્સ માટે આ એક આશિર્વાદ છે…. OTHER FUN n FROLIC 3. UNCYCLOPEDIA તમે wikipedia વિષે તો જાણતા જ હશો પણ શું તમને uncyclopedia વિષે ખબર છે? જ્યાં wikipedia ની ટેગલાઈન છે the free encyclopedia that anyone can edit, ત્યાં uncyclopedia ની ટેગલાઈન છે the content free encyclopedia that anyone can edit ….સમજ્યા?? 4. તમારા ઓફીસમાં કે કોલેજમાં ઘણી કોમ્યુનીટી વેબસાઈટસ કે અન્ય વેબ નથી ખુલતી ત્યારે તમારે Proxy તરીકે વપરાતી વેબસાઈટ નો ઊપયોગ કરવો પડે…..આમ તો આવા અસંખ્ય પ્રોક્સી સર્વર વાળી વેબસાઈટ ઉપલબ્ધ છે પણ તેમાંથી મોટાભાગની યૂઝલેસ છે. આ એક સરસ વેબસાઈટ છે. 5. MOBILE17 તમારા મનગમતા મ્યુઝીક […]


ऐ अजनबी – એ આર રહેમાન 3

આજે થયુ લાવો કાંઈક અલગ મૂકું, અને આમેય આજે સવાર થી શ્રી એ. આર. રહેમાન નું આ ગીત ગણગણતો હતો…તો એ જ આજે અહીં મૂક્યું છે….અમારા ગ્રૃપના બધા મિત્રોની લગભગ આ એક સર્વ સ્વિકૃત પસંદ હતી….એટલે જ એ યાદ કરૂં છું તો હોસ્ટેલ નો રૂમ અને આ ગીત ગાતા મિત્રો યાદ આવી જાય છે… ओ पाखी पाखी परदेसी ऐ अजनबी तू भी कभी आवाज़ दे कहीं से मैं यहाँ टुकड़ों में जी रहा हूँ तू कहीं टुकड़ों में जी रही है ऐ अजनबी तू भी कभी … रोज़ रोज़ रेशम सी हवा, आते जाते कहती है बता रेशम सी हवा कहती है बता वो जो दूध धुली, मासूम कली वो है कहाँ कहाँ है वो रोशनी, कहाँ है वो जान सी कहाँ है मैं अधूरा, तू अधूरी जी रही है ऐ अजनबी तू भी कभी … ओ पाखी पाखी परदेसी तू तो नहीं है लेकिन, तेरी मुस्कुराहट है चेहरा कहीं नहीं है पर, तेरी आहट है तू है कहाँ कहाँ है, तेरा निशाँ कहाँ है मेरा जहाँ कहाँ है मैं अधूरा, तू अधूरी जी रही है ऐ अजनबी तू भी कभी …  – Gulzar  આશા છે તમને પણ મજા આવશે…


મેં તજી તારી તમન્ના – મરીઝ 9

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. – ‘મરીઝ’


ચૂમી છે તને – મુકુલ ચોકસી 5

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને. -મુકુલ ચોકસી


ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત રાજ્ય ના 49માં હેપ્પી બર્થ ડે ની તમને સૌને મુબારકબાદી. ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત. આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે. આ અન્વયે ગુજરાત દિવસની ઊજવણીની તડામાર તૈયારીઓ ત્યાં ઘણા સમયથી ચાલી રહી હતી. ૨૪ એપ્રિલ થી ૧ મે સુધીના આ કાર્યક્રમ માં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યો ની શરૂઆત કે લોકાર્પણ ની વિધિ કરવામાં આવી. આજે પહેલી મે ના દિવસે યોજાનારા કાર્યક્રમો માં નિરોગી બાળ વર્ષ ઉપક્રમે ડો. જીવરાજ મહેતા ચોક થી મહારેલી, ઈ-ગ્રામ નું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ, સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ પ્રસ્થાન તથા સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સમુદ્ર ગાથા – ગુજરાત નું આયોજન છે. આપણે સૌ આશા રાખીએ કે આપણું આ રાજ્ય આમ જ ઊતરોતર પ્રગતિના સોપાનો સર કરતું રહે અને દેશ અને વિશ્વ માટે એક આદર્શ પ્રદેશ બની રહે… આપને સૌને જીગ્નેશ અધ્યારૂ તરફ થી… જય ગુજરાત…