Monthly Archives: April 2010


દુ:ખદ સમાચાર

‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. લિ. મૃગેશ શાહ વડોદરા.


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4

કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.


શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી 6

કોઈકના જીવનની સત્યકથા એક વાર્તા માત્ર ન હોઈ શકે, અને લાગણીઓનું એ ઘોડાપૂર, વ્યક્તિવિશેષ માટે વીતેલા એ પ્રસંગોની મહત્તા આમ કોઈ કૃતિમાં પૂર્ણપણે વ્યક્ત પણ ન જ થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે શ્રી વિકાસ બેલાણીએ તેમના મિત્ર એવા વિશ્વાસની આ વાત અક્ષરનાદ માટે મોકલી ત્યારે બે ઘડી થયું કે આ વાત મૂકવી જોઈએ કે નહીં? સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. અને આ વાત સત્યઘટના છે, કોલેજમાં ભણતા, મુગ્ધાવસ્થાના આકર્ષણમાં પ્રેમરોગી થતાં કોઈને પણ આ વાત સામાન્ય લાગે, પરંતુ એ વ્યક્તિવિશેષ માટે તો એ અસામાન્ય જ રહેવાની. આ વાત અહીં મૂકવાનો હેતુ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે અનેક શુભેચ્છાઓ.


દાસ્યભક્તિ – આનંદશંકર ધ્રુવ 2

આ અનોખા નિબંધમાં દાસ્યભક્તિનો મર્મ ખૂબ સુંદર અને અર્થદર્શક રીતે સ્ફૂટ થાય છે. દાસ્યભક્તિ નવધાભક્તિનો એક પ્રકાર છે. શ્રી આનંદશંકર ધ્રૃવ દ્વારા આલેખાયેલા આ નિબંધમાં ધર્મભક્તિ અને ધર્મતત્વ વિચારણા શબ્દરૂપ પામી છે. દાસ્યભક્તિ એટલે માત્ર શરણાગતિનો ભાવ નહીં, એમાં વિશુધ્ધ હ્રદયનો પ્રેમ પણ ભળેલો હોય છે. કૃષ્ણભક્તિમાં રત યોગીઓ કેટલા યત્ન અને તપથી તેમને મેળવે છે જ્યારે મીરાં તેમના પ્રતિ ઉત્કટ ભક્તિભાવ અનુભવે છે, પ્રેમમાર્ગ દ્વારા તેમને પામવાનો યત્ન કરે છે, પ્રાપ્ત કરે છે એ વાતનું પ્રતિપાદન મીરાંના જ એક પદ દ્વારા કર્યું છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ આવિર્ભાવ ખૂબ ઉત્કટ આલેખન બની રહે છે.


વહુનું વાસીદું – મકરન્દ દવે 7

એક વહુના મનની વ્યથા, એક પરણીત પરતંત્ર સ્ત્રીના હદયનો વલોપાત કવિએ ઉપરોકત રચનામાં સુપેરે આલેખ્યો છે. ઘરનાં બધાને જ્યારે મનગમતા ભોજન કરવા મળે છે ત્યારે વહુને ભાગે સુકો રોટલો અને ખાટી છાશ આવે છે. આયુષ્ય જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જતું લાગે છે અને તેને માનું વાત્સલ્ય યાદ આવ છે. પ્રભુએ આવો અવતાર આપ્યો તે બદલ કોને પુછવું એવી વ્યથા પણ તે અનુભવે છે. આ બધી વાત તે પોતાના ભાઈને સંબોધીને કહે છે. શ્રી મકરન્દ દવેની આ સુંદર કવિતા દરેક પરતંત્ર પરણીત સ્ત્રીના મનની વાત બની રહે છે.


“કૃષ્ણાયન” એટલે પરમ સ્વીકાર અને મુક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ 13

આપણા ધર્મગ્રંથો, કર્મગ્રંથોના કોઈ પાત્રવિશેષ વિશે જ્યારે નવું પુસ્તક જોઈએ ત્યારે એ પ્રશ્ન સહજ થાય કે સર્વવિદિત પ્રસંગો, આપણા જીવન સાથે સહજપણે વણાઈ ગયેલા, સંકળાયેલા, આબાલવૃધ્ધ સહુના પરિચિત એવા પાત્રો વિશે હવે તો એવો કયો નવો પરિમાણ લેખક કે લેખિકા ઉભું કરી શકે? એમનું દ્રષ્ટિબિંદુ એવું તે શું બતાવવા સમર્થ છે જે આપણે હજુ સુધી જોયું નથી? આ પ્રશ્નનો એક સચોટ અને પૂરતો જવાબ એટલે શ્રી કાજલબહેનની નવલકથા, “કૃષ્ણાયન”. ઘણી વખત એમ થાય કે એક પાત્ર સાથે સંકળાયેલો વાંચક તેના મનોદ્રશ્યમાં થોડોક વખત જ રહે, પરંતુ બબ્બે વખત, એક પછી એક સળંગ બે વખત આ નવલકથા વાંચ્યા પછી પણ હું તેને ત્રીજી વખત વાંચવા ઉત્સુક છું. પ્રેમમાં પડી જવાય એવા સંવાદો સાથેનો આ સુંદર પ્રવાસ દરેક કૃષ્ણપ્રેમીએ કરવો જ રહ્યો. આજે આ પુસ્તક વિશે પ્રસ્તુત છે મારા થોડાક વિચારો.


નો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા) 2

ગુજરાતી ભાષામાં આવી સુંદર વિજ્ઞાનકથાઓ (સાયન્સ ફિક્શન) ખૂબ જૂજ છે; શોધી ન મળે. વર્ષો પહેલાં શાળામાં કોઈક ધોરણમાં આ વાર્તા ભણ્યા હતાં, કદાચ ધોરણ આઠમાં. જોકે ત્યારે વાર્તાને સમજવાનો દ્રષ્ટિકોણ અપરિપક્વ હતો. મને આવી વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. જોકે કાલ્પનિક હોવા છતાં વાર્તાનો અંત ખૂબ અદ્ભુત થયો છે. પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય મનુષ્યના અંત પછી પણ સતત રહેશે એ વાતની અનુભૂતિ અહીં ખૂબ સુંદર(અનુભૂતિ સુંદર ન હોય ) રીતે થાય છે. વૈજ્ઞાનિક પરિકલ્પના દ્વારા લેખકે ભાવનાત્મક હેતુ સિદ્ધ કરવાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. માનવજાતને બચાવવા પ્રેમથી મોટું પરિબળ બીજું કોઈ નથી એ વાત પણ સુંદર રીતે પ્રતિપાદિત થાય છે.


શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦ 2

સી.એન.એન તરફથી આ વર્ષે જેમને રીયલ હીરોઝ તરીકે સન્માનવામાં આવ્યા છે એવા શ્રી નારાયણન ક્રિષ્ણન આ પહેલા પણ અક્ષરનાદ પર તેમના કાર્યોને લઈને અક્ષરદેહે આવી ચૂક્યા છે. આજે જ્યારે હવે ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમની અને તેમના કામની કદર થઈ રહી છે ત્યારે અક્ષરનાદ અને તમામ વાંચકો વતી શ્રી ક્રિષ્ણનને ખૂબ ખૂબ શુભકામનાઓ.

શરૂ કરવા ધારેલું એક સત્કર્મ કદી કોઈ પણ અભાવે અટકતું નથી, એનું જીવતું જાગતું ઉદાહરણ તેઓ છે. અને ભારતમાંથી ફક્ત એક જ એવી વ્યક્તિ જેમને આ વર્ષે ખરેખરા નાયક તરીકે સન્માનવામાં આવ્યા છે. સીએનએન વેબસાઈટ પર આ વિષયની જાણ તથા વિડીયો, લેરી કિંગ શો માં તેમની વાત વગેરે આપ અહીંથી જોઈ શક્શો.


એક થા ગુલ ઔર એક થી બુલબુલ… 7

ઇ.સ. ૧૯૬૫ માં રજૂ થયેલી, શશિકપૂર અને નંદા અભિનીત હિન્દી ફિલ્મ જબ જબ ફૂલ ખિલે ના બધાંય ગીતો મને ખૂબ પ્રિય છે, પરંતુ આ એક ગીત બાળપણથી ગાતો રહ્યો છું, ગણગણતો રહ્યો છું. એક બુલબુલની પ્રેમકથા વર્ણવતું આ સુંદર ગીત ખૂબ હ્રદયસ્પર્શી છે. આવી સુંદર કથા વર્ણવતા ગીતો એક અલગ આભા ઉપસાવે છે અને શ્રોતાના મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે. આજે પ્રસ્તુત છે આ ગીતના શબ્દો. આનંદ બક્ષીએ લખેલા આ ગીતને સંગીતબધ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ અને ગીતને મહંમદ રફી તથા નંદાજીએ સ્વર આપ્યો છે.


તારા વિનાની જીંદગી (ગઝલ) – વિકાસ બેલાણી 5

સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.