Monthly Archives: October 2012


ખુદ્દારી… (પ્રસંગકથા) – ડૉ. મેહબૂબ દેસાઈ 15

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં શાંતિ છે. માનવીને માનવી રહેંસી નાંખે, તેને આર્થિક રીતે તબાહ કરી નાંખે, તેને ઘરબાર, સ્વજનોવગરનો કરી નાંખે એવી ભયાનક સ્થિતિમાંથી સૌ કોઇ મુક્તિ ઇચ્છે એ સ્વાભાવિક છે. કારણ કે અંતે તો માનવી ધબકતું હ્રદય ધરાવે છે. એટલે ગમે તેટલી ક્રૂરતાઅ,ઇર્ષા કે રોષ પછી પણ તેના હ્રદયના કોઇક ખૂણામાં માનવતાની મહેક હોય છે જ. અને એટલે જ પાંચ પાંચ દિવસના ભયના ઓથાર નીચેના ઉજાગરા પછી છેલ્લી બે રાત્રીથી હું મારા બેડરૂમમાં નિરાંતે સૂવાનો પ્રયાસ કરું છું. પણ છતાં ક્યારેક ઝબકીને જાગી જાઉં છું અને ચોતરફ જોવા લાગું છું – જાણે કોઇ અમાનુષી ટોળું મારા ઘરને લૂંટી-બાળી તો નથી રહ્યું ને?…


ઈદના દિવસે કપાઈ રહેલ બકરી વિશે… – હાર્દિક યાજ્ઞિક 17

ઈસ્લામ દયા, શ્રદ્ધા અને માણસાઇના પાયા પર ટકેલ એક અદભુત ધર્મ છે. મુસ્લીમોની પોતના ધર્મ પ્રત્યેની લાગણી બીજા કોઇપણ ધર્મ કરતા અનેક ગણી વધુ છે જે એક વખાણવા લાયક વાત છે. સાચા મુસ્લીમ પોતાના નબી એટલે કે ઉપરવાળાના આદેશથી પોતાની કમાણીનો અમુક ભાગ ‘જકાત’ સ્વરૂપે ગરીબોમાં વહેંચે છે. ગમે તેટલી વધુ કે ઓછી કમાણી કરતો મુસ્લીમ પણ આ રીતે પોતાની કમાણીનો ભાગ જરૂરીયાતમંદને પહોંચાડે છે જે સલામ કરવા જેવી વાત છે. ફક્ત સર્વસ્વના બલીદાનની ભાવનામાં મૂંગા પ્રાણીનું બલીદાન કંઇક સમજમાં ન આવે તેવી વાત છે.


આયના માંહ્યલો માણસ.. – ડેલ વિમ્બ્રો, અનુ. ભરત કાપડીઆ 4

સંપત્તિ, સત્તા અને પૈસો કોઈને પણ સાનભાન ભૂલવવા માટે પૂરતા અનિષ્ટો છે, એવા સમયે જ્યારે તમારા પ્રભાવને લીધે અનેક લોકો તમારી આગળ પાછળ ફરતા હોય, પ્રસંશાના પુષ્પો વેરતા હોય અને બદલામાં તમારી સત્તા, સંપત્તિનો ઉપયોગ કરવાનો યત્ન કરે ત્યારે તમારા સગા વહાલા, મિત્રો વગેરેમાંથી કોઈ તમને પૂર્ણપણે ઓળખી શક્શે નહીં, તમને તમારા મનના દરેક પ્રશ્નનો સાચો જવાબ આપી શક્શે અરીસામાં દેખાતો એ માંહ્યલા માંહેનો માણસ. ૧૯૩૪માં ડેલ વિમ્ર્બો દ્વારા મૂળે અંગ્રેજીમાં લખાયેલી આ રચના તે પછી ખૂબ પ્રચલિત થઈ અને શબ્દોના ફેરફાર કરીને અનેક લોકોએ આ રચના સાથે પોતાનું નામ જોડ્યું. મૂળ રચનાનો એકે એક શબ્દ ખૂબ સૂચક છે અને એવો જ સુંદર અનુવાદ શ્રી ભરતભાઈ કાપડીઆની કલમે આપણને મળ્યો છે.


‘ઘર’ વિશે પદ્યરચનાઓ.. – સંકલિત 5

બાંધકામ કરનારાઓ તો ફક્ત એક મકાનનું નિર્માણ કરે છે પણ એને ઘર બનાવે છે એમાં વસનારા, તેની સાથે અનેક સપના અને ઘટનાઓને જોડનારા. ઘર વિશે અનેક સદાબહાર અને મનનીય પદ્યરચનાઓ આપણા ભાષા સાહિત્યમાં ઉપલબ્ધ છે, આવો આજે એવી જ થોડી રચનાઓનો આનંદ લઈએ.


હાજી કાસમની વીજળી… – ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે 12

સર મહમદ યુસુફના વડીલોની પેઢી હાજી કાસમની પેઢી કહેવાતી. તેઓ સાહસિક વહાણવટીઓ અને બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નૅવીગેશન કંપનીના કાઠિયાવાડના એજન્ટો હતા પણ એમનો દબદબો, શાખ, પ્રતિભા ને વહીવટ એવાં હતાં કે એમના કાળમાં એ કંપની ’હાજી કાસમની કંપની’ તરીકે અને એની આગબોટો ‘હાજી કાસમની બોટ’ તરીકે જ ઓળખાતી. આવી એક બોટ નામે ‘એસ.એસ.વેટરના’ આ તરફ સૌ પહેલી વીજળીના દીવાવાળી બોટ હોવાથી આપણા લોકો એના મૂળ નામ ’વેટરના’ ને બદલે તેને ‘વીજળી’ ના નામથી જ ઓળખતા. નવી નકોર બંધાયેલી એ લંડનથી આવી કરાંચી, ત્યાંથી મુસાફરો લઇ આવી કચ્છ-માંડવી. ત્યાંથી ચૌદ જાનો મુંબાઇ આવવા એમાં બેઠી . માંડવીથે એ દ્વારકા આવી, ત્યાં તોફાન શરૂ થયું. ભગવાનજી અજરામર નામના એક ભાઇ તોફાનને કારણે દ્વારકા ઊતરી પડ્યા. આગબોટ આગળ ચાલી.તોફાન વધ્યું – ભયંકર થયું !… જાણો વીજળી વિશેની અનેક વાતો વિગતે…


બંસી કાહે કો બજાઈ?… – કિશનસિંહ ચાવડા 6

‘અમાસના તારા’ પુસ્તક પરિચયમાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ એ જિપ્સીની કૃતિ છે, જિપ્સી એટલે પ્રાણશક્તિના ઉદ્વેકવાળો બહિર્મુખ માણસ. પણ જિપ્સીઓને માત્ર બહિર્મુખ લેખવામાં કદાચ અન્યાય થશે. બ્રાહ્ય જગતમાં ખોવાઈ જતા દેખાતા માણસો ક્યારેક ભીતરની સૃષ્ટિને શોધી રહેલા અંતર્મુખ યાત્રીઓઅણ હોય છે એ વાતનો અણસારો આ પુસ્તક આપે છે. ભાતભાતના ને જાતજાતના પાત્રો આ પુસ્તકમાં મળે છે, તેમાંથી શાળાજીવન દરમ્યાન, પાઠ્યપુસ્તકમાંથી જ મને સ્પર્શી ગયેલ ગુલબ્બોની અવિસ્મરણીય છબી, જીવનના આનંદને વર્ણવતી સમગ્ર કૃતિ અને તેમાં સાથે સાથે કુદરતનું મનોહર વર્ણન સદાય સ્મૃતિઓમાં રહ્યું છે. એ આજે આપ સૌની સાથે વહેંચવાનો આનંદ લેવો છે. ‘બંસી કાહે કો બજાઈ..’ સદાય મારો પ્રિય પાઠ રહ્યો છે.


૫૫ વર્ષની ઉંમર પછી… – ડૉ. અજય કોઠારી 16

‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, ‘આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી’ તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. ‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને – સંબંધોને – તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમના પુસ્તક ‘ચાલ જિંદગી જીવી લઈએ’ માંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.

chal jindagi Jivi Laiye by Dr. Ajay Kothari

આપણા ગરબા… – સંકલિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ગત વર્ષે નવરાત્રીના શુભ સમયે ‘રઢિયાળી રાતના ૭૦ રાસ ગરબા’ ઈ-પુસ્તક પ્રસ્તુત કર્યું હતું. અને તેને અનેરો આવકાર તથા પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ ‘આપણા ગરબા…’ એ નામે ગરબાઓનું એક સંકલિત ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. આશા છે વાચકમિત્રોને એ ગમશે.


સમોવડ (ટૂંકી વાર્તા) – અજય ઓઝા 6

અજયભાઈ ઓઝાની પ્રસ્તુત ટૂંકી વાર્તા ફેબ્રુઆરી ૨૦૦૯ના અખંડ આનંદમાં તથા સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના વિશેષાંક રંગોલીમાં પ્રસિદ્ધ થઈ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અજયભાઈનો ખૂબ ખૂબ આભાર.


Innocence of (Oh my) God !! – જીજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા થોડાક દિવસોમાં બે ફિલ્મો જોવા – જાણવા – વિચારવા – માણવાનો અવસર મળ્યો. એક હતી વિવાદાસ્પદ અને ઘણાખરા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામ વિરોધી ફિલ્મ – ઈનોસંસ ઓફ મુસ્લિમ્સ અને બીજી કાનજી વિરુદ્ધ કાનજી / ધ મેન વ્હૂ સ્યૂઅડ ગોડ પર આધારીત પણ સંપૂર્ણપણે ભારતીય ‘ઓહ માય ગોડ’. બંને ફિલ્મો વિશેના મારા વિચાર અને મંથન પ્રસ્તુત કર્યું છે. આપના પ્રતિભાવોનું સ્વાગત છે…


ચાલને ભાઈ ચરણ મારા… – મુરલી ઠાકુર 3

મુરલી ઠાકુરની પ્રસ્તુત રચના સદા આગળ ધપતા રહેવાની, પ્રયત્ન છોડી દીધા સિવાય સતત મહેનત કરતા રહેવાની વાત કહેતી સુંદર રચના છે. કવિ પોતાના ચરણને અને એ રીતે પોતાના મનોબળને, આત્મવિશ્વાસને અને સફળતા પ્રત્યેની શ્રદ્ધાને પ્રસ્તુત રચના દ્વારા આગળ વધતા રહેવાની વાત કહે છે.


ઈશ્વર જ જાણે છે… – લેસ્લે ડિંકિન, અનુ. – આનંદ 2

જ્યારે કોઇપણ શારીરિક વ્યાધિ આપણા ઘરમાં ઘર કરે છે, ત્યારે ખાસ કરીને આપણું વલણ એક એવા તથ્યની અવહેલના કરતું હોય છે. જે આપણી પરિસ્થિતિ ઉપર એક નવીન પ્રકાશ નાખતું હોય છે તથા આપણામાં એક નવીન શક્તિ ભરતું હોય છે. જેનું મારા પર આક્રમણ થયું હતું તેવી ત્રણ વ્યાધિઓ હું ગભરાઇ ઊઠ્યો હતો કિન્તુ, ચોથીવાર મેં તેનો કોઇ વિશિષ્ટ ભય વિના પ્રતિકાર કર્યો તદ્યપિ આ વખતે હાનિનો ભય પહેલા કરતાં અધિક હતો. આ સમય દરમ્યાન મને એ વાતનો અનુભવ અને વિશ્વાસ થઇ ગયો હતો કે ‘ઇશ્વર જ જાણે છે.’


બે સદાબહાર ગઝલો.. – ગની દહીંવાળા 2

આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની બે સદાબહાર ગઝલો…

હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું બહુ સારું થયું.

અને

અલગારી મન આસવ પીધો
કોઈ નયનથી સીધે સીધો
પગ લથડ્યા તો કોઈ રૂપાળી
કેશલતામાં વળ થઈ જાવું.


બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે 4

ભાષા અને બોલી સમયાંતરે અપડેટ થતા રહે છે અને તેનું જીભવગું ઉદાહરણ, ‘બોલવું’તું ને મોબાઈલ મળ્યો !’ દોડવું હોય અને ઢાળ મળે એ હવે ઢળેલી વાત થઈ ગઈ કહેવાય. ગાંધીજી પહેલાં ભારેખમ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવવામાં આવતો હતો. હવે ભારતીયો ગૌરવભેર હિંગ્લિશ, બિંગ્લિશ, પંજલિશ, તમલિશ બોલે છે. ચટણીના ચટાકાના રસિયા છીએ એટલે આપણને ‘ચટણીફાઈડ’ ઈંગ્લિશ વગર કેવી રીતે ચાલે? જેટલો હિંગ્લિશનો ચાહકવર્ગ છે એટલો જ વિશાળ વર્ગ તેનાથી મોં મચકોડનારાઓનો ચે એ પણ એટલી જ વિચિત્ર છતાં સાચી વાત છે. શેરબજારના કૌભાંડો તથા ભ્રષ્ટાચારની જેમ હિંગ્લિશની લોકપ્રિયતા અને લોકબોલિતા સર્વત્ર દ્રષ્ટિગોચર થાય તેનું કારણ તેનામાં રહેલું નાવિન્ય, તેની સરળતા, બુદ્ધિમત્તા અને ભારતીયતા છે. તેથી જ તો તે આપણે રવાડે ચડી ગઈ !


ઈસુ મારી નજરે…. – હાર્દિક યાજ્ઞિક 6

તા ૨૩/૦૯/૨૦૧૨ના દિવસે નડિયાદ સાલ્વેશન આર્મી ચર્ચમાં આપેલ પ્રવચન – ઈસુ મારી નજરે….
આવેલ સર્વેના હ્રદયમાં વસેલા ઈસુને પ્રણામ… મને આજે વિષય આપવામાં આવ્યો છે – “ઈસુ – મારી નજરે..”
આમ તો શિમલા કે કાશ્મીરના લોકોને એક જગ્યાએ ભેગા કરીને દૂર ગુજરાતમાં રહેતા આપણા જેવા કોઇ ગુજરાતીને મંચ સોંપી દેવામાં આવે અને પ્રવચનનો વિષય “મારી નજરે ઠંડી….” ત્યારે એ ગુજરાતીના મનમાં જે ભાવના થાય તેવી હાલત મારી છે….


નવજીવન – ભરત કાપડીઆ 10

મારો ગઈકાલનો દિવસ અત્યંત ખરાબ રહ્યો. થક્વીને ચૂર ચૂર કરી નાખનારો. મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. એકે સંકલ્પ પાર ન પડ્યો. ફક્ત ગઈ કાલ જ કેમ, છેલ્લા કેટલાય દિવસોથી આમ જ બને છે. દિવસે ને દિવસે હું વધુ ને વધુ હતાશ થતો જાઉં છું. જાણે મારું જીવન non-happening એટલે કે ઘટના-વિહીન બની ગયું છે. કાંઈ પણ નવું સારું બનતું નથી. માણસો ખરાબ મળે, ઘટનાઓ ખરાબ બને, લોકો મારી સાથે ખરાબ વર્તાવ પણ કરે. જાણે પથરા સાથે માથા પછાડતો હોઉં એવું લાગે. હવે બધી જ બાબતો ઉપર ગુસ્સો આવે છે. ઉપરવાળા પર પણ ગુસ્સો આવે. બધી જ તકલીફો મારા પર જ કેમ આવે છે, સમજાતું નથી. ચારે કોર નિષ્ફળતા, નિરાશા અને મારી સામે કટાક્ષમાં તાકતી આંખો જોવા મળે છે. હું શા માટે હવે કોઈ કોશિશ કરું? કોના માટે, શાના માટે ?


અક્ષરનાદ ઈ-મેલની સાથે સાથે… – સંકલિત 2

અક્ષરનાદની દરેક પોસ્ટ, દરેક પ્રસ્તુતિની નીચેના ભાગમાં ઈ-મેલની સગવડ રાખી છે જેથી આપ મિત્રોને આપને ગમતી કૃતિ વિશે જણાવી શકો. એ સુવિધાનો અત્યાર સુધી 3000 થી વધુ મિત્રો ઉપયોગ કરી ચૂક્યા છે, એ કૃતિ વિશે જણાવતા તેની સાથે વિશેષ સંદેશ પણ મૂકી શકવાની સગવડ રાખી છે, એ પૈકીના કેટલાક સંદેશાઓ અહીં મૂક્યા છે. પિતાએ પુત્રીને, પતિએ પત્નીને, પુત્રીએ પિતાને, એક મિત્રએ બીજા મિત્રને, વાચકે લેખકને, પિતાએ દીકરાને, વહુએ સસરાને…. એમ વિવિધ સંબંધોના સમીકરણમાં શબ્દોની ખોટ અક્ષરનાદના પ્રસ્તુત લેખો પૂરી શક્યા એથી વધુ સંતોષની વાત બીજી કઈ હોઈ શકે? આ ઈ-મેલનો લોગ લગભગ દર વર્ષે સાફ કરતો હોઉં છું અને તેમાં જોવાનો કે વિચારવાનો પ્રયત્ન આજ સુધી કર્યો નથી, પરંતુ આજે એ ઈ-મેલની યાદી જોતા જોતા તેની સાથેના અમુક પ્રતિભાવો સ્પર્શી ગયા. નામ સાથેના પ્રતિભાવો અહીં ઓળખ જાહેર ન થાય એ હેતુથી મૂક્યા નથી, અન્યથા હજુ ઘણાં હ્રદયસ્પર્શી પ્રતિભાવો જોવા મળ્યા હોત.