Monthly Archives: May 2015


ટર્નિંગ પોઈન્ટ, ટોકિંગ પોઈન્ટ – કંદર્પ પટેલ 12

જુન મહિનો. વેકેશન પુરા અને સ્કુલની શરૂઆત. દર વર્ષે આ મહિના દરમિયાન કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની ‘સ્ટુડન્ટ’ લાઈફને અલવિદા કહીને આગળ વધવા અસલી પરીક્ષાઓનો સામનો કરવા પોતાની ગાડીઓને ‘કિક’ લગાવતા હોય છે. આ સમયે કોલેજના કેટલાયે ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં પોતાની ‘હરાજી’ કરાવવા માટે લાઈનબદ્ધ ઉભા રહી જાય છે. ‘માર્કેટર્સ’ એકદમ શાકભાજીના ભાવે તેમની ખરીદી કરે છે અને તોયે ઢગલો ‘શિક્ષિત બેરોજગાર’ બનીને સડી જાય છે. આશાઓ- અપેક્ષાઓ- ઇચ્છાઓ- ભવિષ્યની સચ્ચાઈ… આ દરેક વાતો જાણે અંધકારમાં ડૂબેલી જણાય છે. સામાજિક, આર્થિક, વ્યવહારિક સંબંધોનું દબાણ એટલું હોય છે કે જાણે તેમને ‘પ્રેશર કૂકર’માં મુક્યા હોય અને ‘સીટી’ એ લોકો આમની હાલત પર મારતા હોય છે. નિરાશાના ગર્તમાં ડૂબીને નાસીપાસ થઈને બેસી જાય છે. મનને મારીને ગમે ત્યાં પોતાના ‘લેવલ’ કરતા નીચેના સ્તરની જોબ સ્વીકારે છે. શું કરવાના? આગળનો પ્લાન શું છે? જોબ મળી ગઈ? ‘પ્લેસમેન્ટ’ ના થયું? વિચાર્યું છે કંઈ? કોઈ જગ્યા એ ‘સેટિંગ’ પડ્યું? લોકોના શેતાની દિમાગની ઉપજ એવા આ દરેક પ્રશ્નો આખો દિવસ એક જુવાનિયાના મનને ભવિષ્યના ભયની પ્રતીતિ કરાવે છે, પણ કોઈને પ્રેરણાત્મક કે સૂચક વાતો કહેવી નથી.


અક્ષરનાદનો નવમો જન્મદિવસ 29

અક્ષરનાદનો આજે નવમો જન્મદિવસ છે. ૨૦૦૭થી સતત ‘અધ્યારૂનું જગત’ અને પછી ‘અક્ષરનાદ’.. આપણી માતૃભાષાના સાહિત્ય અને સર્જન સાથે સંકળાયેલી આ સફરને આગળ વધારવાનો પ્રયત્ન કરતું જ રહ્યું છે. આ વર્ષે એ પ્રયત્ન પાછલા આઠેય વર્ષોમાં સહુથી મુશ્કેલ થઈ રહ્યો, એટલો મુશ્કેલ કે એક સમયે અઘોષિત બંધ જ થઈ ગયેલી આ વેબસાઈટ ફરીથી બેઠી થઈ શકી, અચોક્કસ અને અનિયમિતપણે પણ ચલાવી શકું છું એનું એક માત્ર કારણ છે વાચકમિત્રોનો અઢળક પ્રેમ અને પ્રોત્સાહન. ફક્ત એક જ વાતનો સંતોષ છે કે હતાશાના સમયમાં મારી જ મહેનત મને ઉપયોગી થઈ પડી છે, આ જ સાહિત્યલેખો અને સર્જનો કપરા સમયના સંગાથી થઈ રહ્યાં છે.


માનવતા અને મહાનતા.. – ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, અનુ.: હર્ષદ દવે 9

તાતા ગ્રૂપ મુંબઈની જાણીતી તાજમહાલ હોટેલની માલિકી ધરાવે છે અને એનું સંચાલન કરે છે. આ હોટેલ પર નવેમ્બર ૨૬, ૨૦૧૦, ના રોજ પાકિસ્તાની ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો.
એક પત્રકારે રતન તાતાને પ્રશ્ન પૂછ્યો કે ‘તાતા ગ્રુપ રિલાયન્સ ગ્રુપ જેટલી કમાણી કેમ નથી કરતું?’ (રિલાયન્સ ગ્રુપ ભારતનું બીજા નંબરનું એક મોટું કોર્પોરેશન છે. રિલાયન્સ ગ્રુપના માલિકોનું નામ વિશ્વના ટોચના દસ ધનિકોમાં છે.) ત્યારે તેમણે જવાબ આપ્યો : “અમે ઉદ્યોગપતિ છીએ અને તેઓ વેપારી છે.”


જગતજનની પંથે… (અંબાજી) – દિનેશ જગાણી 11

પ્રવાસ વર્ણનનું નામ આવે એટલે મનમાં કેવા સુંદર દ્રશ્યો સર્જાય, ન જોયેલા ન જાણેલા માર્ગ પર પગરવ કરવાનો હોય કે વર્ષોથી જાણીતા માર્ગ પર વધુ એક યાત્રા, આપણા સાહિત્યમાં અનેક પ્રકારના અને સુંદર પ્રવાસ વર્ણનો ઉપલબ્ધ છે. આજે દિનેશભાઈ જગાણી તેમના ‘અંબાજીના પથ પર…’ ના અનુભવને પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને સ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


માતૃદેવો ભવ… – કંદર્પ પટેલ 18

મા એક અવ્યક્ત સંબંધ, એક નિર્મમ અહેસાસ, અદ્વિતીય વિશ્વાસ. ગર્ભમાં એક મુક આહટથી માંડીને તેના જન્મ સુધી, તેની કિલકારીઓથી માંડીને કડવી થપાટ સુધી, આંગણાના તુલસીના છોડથી પૂજ્ય વડલાની પવિત્ર દોર સુધી, મા માતૃત્વની કેટ-કેટલી સંરચનાઓ રચે છે. પૃથ્વી પોતાના સંતાન માટે પર અમૃતનું ઝરણું, પતિ માટે પ્રેમનો અસ્ખલિત પ્રવાહ, પિતા માટે લાડકડી લાડો. દુનિયામાં માત્ર મા ને જ સૃજનશક્તિ અર્પીને ઈશ્વરે વિલક્ષણ વ્યવસ્થાની પ્રતિભા ધરી છે.

મા એટલે…


રંગરસિયા : વર્ષ ૨૦૧૪ ની અનોખી ફિલ્મ – કર્દમ આચાર્ય 2

ગણિકામાં શારદાને શોધી કાઢતો માણસ અને શારદામાં ગણિકાને શોધી કાઢતા માણસોના સંઘર્ષની કથા, કલાની મુક્ત અભિવ્યક્તિ માટે ઊંચો થતો અવાજ અને કલાસ્વરાજની વાત કરતી કળારાષ્ટ્રના રાજાની કથા એટલે રંગરસિયા.


સેતાન, સાગરીત અને દારૂ – લિઓ ટોલ્સટોય, અનુ. નટુભાઈ મોઢા 8

અક્ષરનાદને આ અનુવાદ પાઠવતા નટુભાઈ મોઢા કહે છે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, દારૂની માઠી અસર, બૂટલેગરો અને દારૂ માટે થતાં ખૂન વિગેરેથી આપણે સૌ સારી રીતે વિગત છીએ. દારૂ પીવો કે ન પીવો, માફકસર દારૂ હાર્ટ માટે સારો એ બધાના વિશ્લેષણની વાત મારે કરવી નથી. હું ૧૯૫૮ માં ઈન્ટર કોમર્સમાં ભણતો ત્યારે અમારી ઈંગ્લીશ ટેક્સ્ટમાં સર લિઓ ટોલ્સટોયની એક મજાની ટૂંકી વાર્તા હતી જે મને આજ સુધી અક્ષરશ: યાદ છે, જે હું આજે પણ મારા મિત્રો અને નવા પરિચિતોને ટૂંકમાં કહી સંભળાવું છું. આજે આટલા વર્ષો બાદ તે વાર્તાને ખોળી કાઢી તેનું ભાષાંતર કરી વાચકો સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થઈ આવી, જે આપની સમક્ષ રજૂ કરું છું.


૧૩ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) – ડૉ. હાર્દિક યાજ્ઞિક : (માઈક્રોફિક્શનની સદી) 10

જોતજોતામાં હાર્દિકભાઈનો માઈક્રો ફિક્શન સર્જનનો આંક આજે એક સદી કરી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં શરૂ થયેલી તેમની આ માઈક્રોસર્જનની મેગા સફરનો આજે અગત્યનો પડાવ છે, સો વાર્તાઓ એટલે સો ભાવવિશ્વો, સો શક્યતાઓ, સો સત્વશીલ વિચારવિથીકાઓ અને સો અલગ અલગ સ્વાદ ધરાવતી સાહિત્યસામગ્રીનો રસથાળ. ડૉ. હાર્દિકભાઈને શુભકામનાઓ… માઈક્રોફિક્શન સ્વરૂપ માટે અક્ષરનાદને તેમણે આપેલ સહકારને સલામ… અને હા, હાર્દિકભાઈ, આ સફરનો એક પડાવ છે, મંઝિલ નથી… ચાલોને સફરની મજા લઈએ, મંઝિલ કોણે જોઈ છે?


ડૂમો… – વિશાલ ભાદાણી 14

વિશાલભાઈની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ આજે પ્રસ્તુત થઈ રહી છે ત્યારે તેમનું અને તેમની કલમનું સ્વાગત છે. આપણે ત્યાં નારી સંવેદનાના વિષય પર અનેક વાર્તાઓ લખાય છે, કન્યા બૃણહત્યા અને ગર્ભપાત વિશે, સાસુ વહુના સંબંધો વિશે…. એ શ્રેણીની અંદર અને બહાર એમ બંને બાબતોને સ્પર્શીને તેના પરિઘ પર એક ભૃણની વાત કરતી આ વાર્તા એક સુંદર પ્રયાસ છે એ બદલ વિશાલભાઈને શુભેચ્છાઓ.