ન્યુઝ સ્ટોરી – મનહર ઓઝા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 12
મારી દ્રષ્ટિએ આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી કટાક્ષિકા છે. જેમાં એક ફિલ્મની ગતિએ દ્રશ્યો બદલાય છે. આ વાર્તા હજુ ધીમી અને લાંબી થઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં દરેક પાત્રના મનોમંથનનો અવકાશ હતો. જેને કારણે પાત્રના ઘડતરને પણ મજબૂતી મળી શકત. હજુ વધારે ઘૂંટી શકાય તેવી વાર્તા ચોક્કસપણે સામાજિક નિસબત ધરાવે છે.