સગપણ મેળો – મીરા જોશી 31
આખરે એ દિવસ આવી જ ગયો. યુવક યુવતીઓના સગપણ મેળાનું પ્રવેશ કાર્ડ મારી નજર સામે હતું. ‘બેટા, સવારે વહેલા તૈયાર થઈ જજે..’ પપ્પાએ કહ્યું હતું. આખી રાત પડખું ફેરવવામાં જ વીતી. કેવા ચહેરાઓ હશે, કેટલી અજાણી આંખોનો તેને સામનો કરવો પડશે ને કઈ નજર તેને કેવી દ્રષ્ટિથી જોશે. આવા અનેક વિચારોનો જવાબ અત્યારે માત્ર પ્રશ્નાર્થ જ હતો.