Monthly Archives: June 2008


૨૦૦ પોસ્ટ અને અધ્યારૂ નું જગત

આ સાથે આજે બ્લોગ પર ૨૦૦ પોસ્ટના સીમાચિન્હ ને પાર કર્યું છે. આશા છે આમ જ રેગ્યુલર પોસ્ટ કરી શકીશ અને આપ સૌ નો સાથ સહકાર મળતો રહેશે. જીગ્નેશ અધ્યારૂ.


નારી નું સર્જન – શૂન્ય પાલનપુરી 8

એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર ફૂલની લીધી સુંવાળપ, શૂળ થી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, બાગ થી લીધી મહક મેરૂ એ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ કાગથી ચાતુર્ય લીધું, કાબરો થી કલબલાટ ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું, એક એક ‘દી સર્જકે નારી નું સર્જન કર્યું દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી  – શૂન્ય પાલનપુરી (આ નઝમ મનહરભાઈ ઉધાસના ‘અનુરાગ’ આલ્બમમાંથી મળી રહેશે)


બિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની

વેનીસના ઓપેરા હાઊસ માં બિથોવન નો ઓપેરા હતો વેનિસ શહેરમાં તેનો જોરશોરથી પ્રસાર થયો હતો અને તેના શો ની બધી ટીકીટ ખૂબ મોંઘી હોવા છતાં વેચાઈ ગઈ હતી. બિથોવન અને તેમના મિત્ર ઓપેરા ના આગલા દિવસની સાંજે વેનિસ શહેરની ગલીઓ માંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ફરવા નીકળ્યા હતા. ગલીઓમાંથી ચાલતા ચાલતા અચાનક તેમને એક ઝૂંપડામાંથી સંગીતનો મધુર ધ્વનિ સંભળાયો. બિથોવન તો જાણે સંગીત માટે જ સર્જાયેલા હતા. તેમના પગ આપમેળે તે ઝૂપડા તરફ ઉપડ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો એક છોકરો ઝૂંપડામાં બેઠેલો હતો અને તેની બહેન વાજીંત્ર વગાડતી હતી. તેના સુરો ખરેખર ખૂબ સુંદર હતા. છોકરાએ બિધોવનને જોઈને પૂછ્યું કે તે કોણ છે. પેલી છોકરીની એકાગ્રતા તૂટી અને તેનું સંગીત બંધ થયું. બિથોવન બોલ્યા કે અમે સંગીત પ્રેમી છીએ અને તમારૂ સુંદર સંગીત સાંભળીને આ તરફ આવી ચડ્યા છીએ. તેણે આસપાસ નજર કરી તો ગરીબી ચારે તરફ પ્રસરેલી હતી. બંને ભાઈ બહેન ના કપડા અસ્ત વ્યસ્ત હતા, ફાટેલા તૂટેલા અને ચિંથરેહાલ હતા. અને સૌથી આશ્ચર્યની વાત તો એ કે પેલી છોકરી અંધ હતી. બિથોવને તેમને કહ્યું કે તમે મને હજી સંગીત નો સ્વાદ લેવા દો. પેલી છોકરીએ વગાડ્યું અને તેણે બેઠા બેઠા સાંભળ્યા કર્યું. થોડી વાર પછી તેણે પેલી છોકરીના હાથમાં થી વાજીંત્ર લઈ લીધું અને વગાડવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં પેલી છોકરી તેને ઓળખી ગઈ, ખુશીના માર્યા તે ઊછળી પડી.”તમે બિથોવન છો ને?” તેણે પૂછ્યું. તેનો ભાઈ પણ બિથોવન ને જોઈ ખુશ થઈ ગયો.”તમારા ઓપેરા માં આવવા માટે મારી બહેન ખૂબ જીદ કરતી હતી પણ એ એક ટીકીટ અમારી જીવનભરની કમાઈ થી ય ક્યાંય વધારે છે…”તેણે મજબૂરી ભર્યા સ્વરે કહ્યું. બિથોવન કહે “હવે હું અહીં છું ને……આજે અહીં જ તમને […]


આપણું હોવુ હેંગઓવર જેવુ – અદમ ટંકારવી

આપણું હોવુ હેંગઓવર જેવુ શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ. આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ. એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું. પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું. કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું. – અદમ ટંકારવી   આધુનિક ગુજરાતી ગઝલ તબક્કાના આરંભે અદમે(૧૯૬૦) માં એક સિન્થેટિક ગઝલ લખી જેનો મત્લા છે યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપનાં આવે છે. ગુજરાતી ગઝલમાં અંગ્રેજી મિશ્રિત ભાષાના પ્રયોગ નો ધ્યાન ખેંચનારો આ નમૂનો, પ્રયોગમાં સમતોલપણું સાચવીને ગઝલકર્મ કરનાર અદમને ગઝલસાધના બરાબર ફળી, કદીક સાવ સરળ ભાષા કર્મથી તો કદીક પ્રયોગની ફૂંકથી તેઓ ભાવકના ચિત્તને વિચારવા માટે વિહ્વળ કરી મૂકે છે. વસ દુનિયાની વચ્ચોવચ, ને દુનિયાથી છેડો ફાડ તો એક શે’રમાં અખાની જેમ સીધું નિશાન તાકતા કહે છે, કેમ કે તું નથી તારી મિલ્કત, દોસ્ત તારામાં ગોલમાલ ના કર ગોલમાલ, દરજીવેડા, વાસફુસી, તાણીતૂસી, હક્કોબક્કો જેવા અનેક વ્યવહારૂ તથા તળપદા શબ્દપ્રયોગ ગઝલમાં આ રીતે પ્રયોજીને અદમે ગજબનું ભાષાકર્મ પાર પાડ્યું છે. ભૌતિક સુખ સંપતિ પાછળ આંધળી દોટ દેનારો આજનો માનવી શ્વાસોશ્વાસ પણ કઈ રીતે લઈ રહ્યો છે? જાણે ખુદ પોતાની હયાતિ ઢાંકી રહ્યો હોય. એવી હાલતને લઈને એને અન્યથી સહેજમાં વાંકુ પડી જાય છે. કવિ એ પરિસ્થિતિને ક્ષણે ક્ષણે પલટાતા ઈંગ્લેન્ડના વેધર સાથે સરખાવી છે. એવા માણસો થી ખીચોખીચ ભરેલુ આ વિશ્વ બારૂદના ઢગલા પર બેઠું છે, ગ્લોબલ વિલેજના હરખથી ફાટફાટ થતા માનવીએ પોતાને કેવી દયનિય પરિસ્થિતિમાં મૂકી દીધો છે તેનો અહેસાસ કરાવે છે. એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું લાભ શુભના પલ્લા પર નજર રાખીને ઈંચ દોકડામાં […]


વાણીયા ની દાઢી 22

એક વાર અકબર બાદશાહ બીરબલ સાથે અલક મલક ની વાતો કરતા બેઠા હતા, અકબરે બીરબલ ને પૂછ્યું “કહો સૌ થી ચતુર જાતિ કઈ?” બીરબલ કહે “હોંશીયાર તો વાણીયા”, અકબર કહે “અને મૂરખ કોણ?” બીરબલ કહે “મૂરખ તો મુલ્લા…” અકબર આ વાત ન માન્યા, તે બીરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે “ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોંશીયાર હોય છે.” બીરબલ કહે “તો ચાલો પરીક્ષા કરી જોઈએ…” અકબર કહે “ભલે તો કાલે કરીએ પારખા…” બીજે દિવસે બીરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણીયા ને તેડાવ્યા. પહેલા એણે મુલ્લા ને પૂછ્યું, “મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?” મુલ્લાજી કહે  “બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે ક્બૂલ છે”….બીરબલે હજામ તૈયાર રાખ્યો હતો, તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રુપીયા આપ્યા. હવે બીરબલ વાણીયા તરફ વળ્યો અને તેને કહ્યું, “બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?” વાણીયો કહે “બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવુ એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઈજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢી ની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપીયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્ન માં પચીસ હજાર આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. ..આવા તો ઘણા ખર્ચા કર્યા હતા, બીરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ…” બીરબલ કહે “જા વાણીયા તને પચાસ હજાર આપ્યા, ગણી લે…હવે દાઢી આપી દે” વાણીયાએ તો પચાસ […]


વિલિયમ્સ બહેનો અને ટેનીસ

વિલિયમ્સ બહેનો કેમ ટેનીસ માં સફળ છે? ટેનીસ મારી ફેવરીટ ગેમ છે, ક્રિકેટ અને બાસ્કેટ બોલ ને બાદ કરતા ટેનીસ જોવુ જોવુ ખૂબ ગમે છે. માર્ટીના હિંગિસ, સ્ટેફી ગ્રાફ અને નવરાતીલોવા મારી ફેવરીટ પ્લેયર હતી. પણ ટેનીસ જગતમાં સામ્રાજ્ય તો વિલિયમ્સ બહેનો, સેરેના અને વીનસ વિલિયમ્સનું જ ચાલે છે. એક એક્સપર્ટે કહ્યુ હતુ કે આ બંને બહેનો તેમના સમયની બીજી કોઈ પણ ખેલાડી કરતા મજબૂત, ઝડપી અને ચપળ છે. પણ આ બધા પાછળ સૌથી મોટો હાથ તેમના પિતા નો છે જેના વગર આ બધું શક્ય ન હોત. રિચર્ડ અને ઓરાસીન વિલિયમ્સ પરણ્યા ત્યારે રિચર્ડે તેની પત્ની ને કહ્યું કે તેને પાંચ પુત્રી જોઈએ છે. તેણે ૧૯૭૮માં એક ખેલાડીને ટેનીસ માં ૨૦,૦૦૦ ડોલર જીતતા જોઈ અને તેણે નક્કી કર્યુ કે તેની પુત્રીઓ ટેનીસ ખેલાડી બનશે. પણ તેની ત્રણ પુત્રીઓ આમાં જરાય રસ ન લેતી. ૧૯૮૦માં જન્મ થયો વીનસ નો અને ૧૯૮૧ માં સેરેના નો, હવે તેમને પાંચ પુત્રીઓ હતી અને ટેનીસ રમાડવા માટે બે ઓપ્શન્સ. રીચાર્ડ વિલિયમ્સ પૈસાદાર માણસ ન હતો. તેને તેની શાળા માં થી સોળ વર્ષેની વયે નીકળી જવુ પડ્યુ હતુ. તેની પત્ની સાથે તેણે કોમ્પટન, કેલીફોર્નીયા માં રહેવાનું શરૂ કર્યુ. આ વિસ્તાર પરિવાર સાથે રહેવા માટે જરાય લાયક ન હતો આ એક જોખમી પગલુ હતું, પણ ટેનીસ કોર્ટ ખરેખર આવા વિસ્તારોમાં જ હતા. રિચાર્ડ પોતે પહેલા ટેનીસ રમતા શીખ્યો, અને પછી તેની પુત્રીઓ જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે તેમને પણ ટેનીસ રમાડવાનું શરૂ કર્યુ. બંને છોકરીઓ ટેનીસ રમવામાં સારી હતી, વીનસ ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દસ વર્ષની ઉંમરે આવી. તે સાઉથ કેલીફોર્નિયામાં બાર વર્ષની નીચેના ખેલાડીઓમાં નંબર એક ખેલાડી બની ગઈ […]


ઈજીપ્ત અને મમીકરણ 6

ઈજીપ્ત અને મમીકરણ પુરાતનકાળના ઈજીપ્તવાસીઓ ઘણા બધા ભગવાન માં માનતા હતા. તેઓ માનતા કે તેમના રાજા “ફારોહ” પણ ભગવાન છે. (ઈજીપ્તમાં રાજા ને ફારોહ કહેવાતા) તેઓ માનતા કે રાજા “ફારોહ” મરી જાય પછી પણ તેમની સહાયતા કરે છે. આ કારણ થી ફારોહ મરી જાય પછી પણ તેના મૃત્યુ પછીના સુંદર જીવન માટે તેઓ કામના કરતા, અને આ મૃત્યુ પછીના સુખી જીવન માટે તેના શરીર ને જાળવવાની પ્રથા શરૂ થઈ. ઈજીપ્તવાસીઓ માનતા કે ફારોહ ની આત્મા માટે તેના શરીર ને ઓળખવુ જરૂરી છે. તેથી તેના શરીરને તેઓ જાળવતા, આ પ્રક્રિયાને લીધે તેઓ એ મમીઝ બનાવવાનું શરૂ કર્યુ. ફારોહ ના મૃત્યુ સાથે જ મુખ્ય પાદરી તેના શરીર પર પોતાના માણસો સાથે કામ શરૂ કરતો. તેઓ શરીરના કેટલાક અંગો કાઢી લેતા પણ હ્રદય ને શરીર માં જ રાખતા. આ કાઢેલા અંગોને તેઓ ખાસ બરણીઓમાં રાખતા. પછી તેઓ આ બરણીઓને ફારોહ ના શરીર સાથે શરીર રાખવા માટે ની બનાવેલી ખાસ જગ્યા માં શરીરની આસપાસ મૂકતા. પછી તેઓ “બ્રેઈન” કાઢી ને ફેંકી દેતા. તેઓ માનતા કે મગજ નકામુ છે. શરીરની ચામડી પર તેઓ એક ખાસ પ્રકારનું મીઠું ઘસતા, જેથી શરીર ઝડપથી સુકાઈ જાય. આ ક્રિયા ચાલીસ દિવસ ચાલતી, પછી તેઓ શરીરમાં કપડા અને રેતી ભરી દેતા. શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતા પછી તે શરીરને ખૂબ મીણ લગાડીને તૈયાર કરતા. મીંણ માટે નો અરેબિક શબ્દ છે મમ એટલે આ રીતે તૈયાર થયેલા શરીરને મમી કહેવાની પ્રથા પડી. આ રીતે તૈયાર થયેલા શરીરને તેઓ ખૂબ કપડામાં લપેટતા. આ કપડાને એક બીજા સાથે ચોંટાડવા માટે પણ તેઓ મીણ વાપરતા. આમ સીતેર દિવસે મમી તૈયાર થઈ જાય પછી મૂત ફારોહ […]


અને એ જ સાચો રસ્તો છે…સેલિન ડીયોન – ભાષાંતર જીગ્નેશ અધ્યારૂ 7

આ પહેલા એક અંગ્રેજી ગીત, એવરીથીંગ આઈ ડુ, આઈ ડુ ઈટ ફોર યુ નો ભાવાનુવાદ  હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે અહીં પોસ્ટ કર્યો હતો…..આજે પ્રસ્તુત છે મને ખૂબ જ ગમતુ એક અન્ય ગીત જેને ગાયું છે સેલિન ડીયોને….ટાઈટેનીક ના માય હાર્ટ વીલ ગો ઓન થી મશહૂર થયેલી આ ગાયિકાનો અવાજ તો સુંદર છે જ પણ તેના દરેક ગીતના ભાવ પણ એટલા જ સરસ છે….અને એ મારી ફેવરીટ ગાયિકા છે…..અનુવાદ કેવો લાગ્યો જરૂર કહેશો… ****** અને એ જ સાચો રસ્તો છે… (click above title link to listen to the original song) હું તમારૂ મન વાંચી શકું છું અને હું તમારી વાત જાણું છું, તમે કેવા સંજોગો માં થી પસાર થઈ રહ્યા છો એ મને ખબર છે… આ ઉંચુ કપરૂં ચઢાણ છે, તમારા માટે મને દુઃખ થાય છે, આ (સંજોગો) માં થી તમારે પસાર થવુ પડશે… પણ તમે હારતા નહીં, કારણ કે આ (પ્રેમ ની લડાઈ) માં તમે જીતી શકો છો જ્યારે (તમારે) કાંઈક મેળવવુ હોય તો કોઈ આસાન રસ્તો નથી હોતો, જ્યારે તમે આગળ વધવા તૈયાર હોવ, પણ હૈયુ તમારૂ શંકાશીલ હોય, ત્યારે તમારો વિશ્વાસ છોડતા નહીં ( કારણ કે ) પ્રેમ તેની પાસે જ આવે છે જે તેનામાં વિશ્વાસ કરે છે અને બસ આ જ સાચો રસ્તો છે…. જ્યારે તમે મને એક સામાન્ય ઉતર માટે પ્રશ્ન કરો છો ત્યારે મને ખબર નથી કે શું કહેવુ પણ (એ) જોઈ શકાય છે કે જો તમે (પ્રયત્ન ને) વળગી રહો તો તમને જરૂરથી રસ્તો મળશે તમે હારતા નહીં, કારણ કે આ (પ્રેમ ની લડાઈ )માં તમે જીતી શકો છો જ્યારે જીવન કોઈ પણ ભવિષ્ય વગર […]


સિવિલ એન્જીનીયરીંગ મિરેકલ કન્સ્ટ્રક્શન 15

પ્રસ્તુત છે કેટલાક સિવિલ એન્જીનીયરીંગ મિરેકલ કન્સ્ટ્રક્શન …… એક સિવિલ એન્જીનીયર ના બ્લોગ પર જ આ મૂકાઈ રહ્યા છે તે કદાચ યોગાનુયોગ છે પણ તેના બાંધકામમાં મારો કોઈ ફાળો નથી. કન્સ્ટ્રક્શન ની નવ અજાયબીઓ: અને આ સ્પર્ધા ના વિજેતા છે…. મિત્ર અનિમેષ અંતાણી એ  આ પોસ્ટ ને જોઈને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે પોસ્ટ ને લાગતા વળગતા છે. Thanks Animesh….     – જીગ્નેશ અધ્યારૂ


સોળ વરસની છોરી – પ્રિયકાન્ત મણિયાર

એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી   ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરૂં એ તો અંજન આંજે મઘમઘ મહેક્યાં ડોલરના કંઈ ફૂલ સરીખા ગાલે ખંજન રાજે જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી   મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર ગોરા ગોરા ચરણે એનાં ઘુઘરીયાળા રૂપનાં નુપુર કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતા બાંધ્યા રેશમદોરી   એના પગલે પગલે પ્રગટે ઘરતી ઘૂળમાં કંકુની શી રેલ એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી એ સોળ વરસની છોરી  – પ્રિયકાન્ત મણિયાર


એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી

હું એક પુત્રી નો પિતા છું અને એના જન્મ થી આજ દિવસ સુધી અમારા ઘરના લોકો નો એક દિવસ એવો નથી ગયો કે જ્યારે અમે તેના વગર રહી શકીએ…તેના કલબલાટ અને તેના તોતડા શબ્દો ને સાંભળ્યા વગર ચલાવી શકીએ. બાળક ના જન્મ થી તેના અસ્તિત્વની આસપાસ પોતાના સ્વપ્નો અને મહેચ્છાઓનું જગત બનાવનારા માતાપિતા ને કોઈ એક દિવસે અચાનક જ તેમના બાળક થી છુંટું પડી જવાય તો શું થાય? શું તમે કોઈ એવા માતા પિતા ની કલ્પના કરી શકો છો જેમનો લાડલો કે લાડલી આ દુનિયાની અથાગ ભીડ માં ક્યાંક ખોવાઈ ગયા હોય? મને મારી પુત્રી થી છુટા પડવાના વિચારે જ કંપારી અપાવી દીધી. હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિ ની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે??? આવા ખોવાયેલા બાળકોને શોધવા માટેની એક લડત કહો કે પ્રયત્ન એટલે નેશનલ સેન્ટર ફોર મિસિંગ કિડ્સ. એક મિત્રના ઈ મેઈલ થી મને આ સંસ્થા અને તેની પ્રવૃતિઓ વિશે જાણ થઈ. આ પ્રયત્નો ને બિરદાવવા સાથે આપણે તેમને હાથ આપવાની જરૂર છે. બાળકો ને શોધવા અઘરી વસ્તુ છે….પણ અશક્ય નથી. એવા માતા પિતાના મન થી વિચારો જેમનું બાળક ખોવાયું છે….. સુરેશ દાદાએ મારા બ્લોગની પોસ્ટ ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ, ના કોમેન્ટ માં લખ્યુ હતુ કે “ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. […]


બ્લોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 8

પાંચ દિવસના પ્રવાસ અને બ્લોગવિહિન જીવન પછી આજે પાછો આપની સમક્ષ હાજર છું. પ્રવાસ ઘણો સરસ રહ્યો. મુંબઈને પલળતા પલળતાંય ધબકતુ જોયું, કહો કે માણ્યું. જીવનની ગતિ ત્યાં કદી રોકાતી નથી. હજી તો વરસાદ ની શરુઆત છે પણ ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. (ન)કરેલા કામ ના બગણા ફૂંકવામાં આપણા વહીવટદારો કદી પાછા પડતા નથી, અને પોતે ન કરેલા કામ ની ક્રેડીટ લેવાનું ય તેઓ ચૂકતા નથી, જેમ બૃહદમુંબઈ મહાનગરપાલીકા કહે છે કે આ વખતે વરસાદને નાથવા તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જોરદાર છે. આગળ આગળ આ વાત ની હકીકતો પણ ખબર પડશે….પણ અત્યારે તો પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની જરૂરત તો હજી પણ એક જગ્યાએ મને લાગે છે. આ પાંચ દિવસની રજા પછી આવીને પહેલો જે ઈ મેઈલ મેં જોયો તે એક મિત્રનો જેમણે મને સૂચિત કર્યો હતો કે મારી એક પોસ્ટ કાના માતરના ય ફરક વગર કોપી કરીને કોઈ પણ જાતની ક્રેડીટ વગર કે જે પોસ્ટ પર થી કોપી કરી છે તેની લીંક વગર મૂકાઈ રહી છે. http://adhyaru.wordpress.com/2008/04/04/new-kind-of-sholay/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/06/13/sholay-v2/ આવી જ ઘટનાઓ પહેલા પણ બનેલી પણ મેં એમ માની ને ચલાવ્યુ કે હશે….ક્યારેક કોઈક શિષ્ટાચાર ચૂકી જાય છે…. http://adhyaru.wordpress.com/2008/05/16/the-fake-dreams-of-husband/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://dhavalrajgeera.wordpress.com/2008/05/16/gujarati-fun/ http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ કાના માતરના ફરક વગર અને કોઈ પણ ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/05/27/apraisal/ વળી એમનું કહેવુ છે …. ” hello sir, here is ur comments………. “Please give credit to atleast the original post from where you have copied it dear….the original post is at http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ It is a custom in blog world and […]


ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ 9

ગુજરાતી બ્લોગ જગત વિસ્તરી રહ્યું છે. વિચારો વધુ સારી રીતે અને વધુ સ્વતંત્રતાથી પ્રગટ થઈ શકે એવુ એક માધ્યમ આપણને સૌને મળ્યુ છે. અને મને લાગે છે કે એકાદ બે અપવાદોને બાદ કરતા આપણે સૌ તેનો સદઊપયોગ કરી રહ્યા છીએ. બ્લોગ એ ખૂબ સશક્ત માધ્યમ છે, એ વાતની સાબીતી એ જ છે કે અભિનેતાઓ અને લેખકો પણ પોતાના બ્લોગ બનાવી રહ્યા છે. પણ હું મારી આજની પોસ્ટ ગુજરાતી બ્લોગ્સ પૂરતી સીમીત રાખવા માંગુ છું…મને વિચાર આવ્યો કે હું જે બ્લોગ લખું છું એ કેટલા લોકો વાંચે છે? રેગ્યુલર વાચકો જે આર એસ એસ ફીડ થી સબસ્ક્રાઈબ થયેલા છે, જે મિત્રોને હું ઈ મેઈલ મોકલું છું કે જે સર્ચ મા ક્યાંક થી મને શોધી કાઢે છે. જે મિત્રોના પોતાના બ્લોગ છે તેમની હાજરી અને કોમેન્ટસ મળતી રહે છે. પણ આ બ્લોગ જગતનો વ્યાપ વધારવા માટે આપણે શું કરી શકીએ. એવુ શું કરી શકાય કે જેથી એક નાનકડા વર્તુંળ માં થી બહાર આવી તેને વધુ લોકો સુધી પહોંચાડી શકાય. બ્લોગ ના જાણકારો, રેગ્યુલર વાચકો અને બ્લોગ લેખકો સિવાય એવા ગુજરાતીઓને મારે આ બ્લોગ વાંચતા કરવા છે કે જેઓને ગુજરાતી બ્લોગ્સ વિશે કાંઈ માહિતિ નથી. ટૂંકમાં આ માધ્યમને વ્યાપક પ્રસિધ્ધિ અપાવવા માટે શું કરી શકાય એ માટે આપ સૌના સૂચનો માંગી રહ્યો છું. અન્ય માધ્યમો જેમ કે વર્તમાન પત્ર કે સામયિક વિશાળ વાચક સમુદાય ધરાવે છે અને તેની સામે તે રેવન્યુ જનરેશન પણ કરે છે, જ્યારે મારા જેવા અનેક બ્લોગ ચલાવતા મિત્રો ફક્ત શોખ થી કોઈ પણ વ્યવહારીક કે ધંધાદારી ઉદેશ્ય સિવાય ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષાની સેવા અને તેનો વ્યાપ વધારવા માટે જ […]


થોડીક કામની વાતો – The Vedik Teachings

[slideshow id=2305843009230009407&w=426&h=320] ઉપદેશ આપવો બહુ સહેલી વાત છે….પણ કોઈ પણ સારી વાત ને કોઈકના ગળે ઉતારવી એ ખૂબ અઘરી વાત છે……આજે થોડીક કામની વાતો….કદાચ ઉપદેશ લાગે તો ક્ષમા કરશો પણ આ સત્ય સનાતન છે…..આપણા વેદો અને ઉપનિષદો પણ આ જ કહે છે….અને આ સઘળા વિશ્વનો સાર છે.  – જીગ્નેશ અધ્યારૂ


શું કહો છો? પલળવુ છે? – જીગ્નેશ અધ્યારૂ

“આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ…….ઉની ઉની રોટલી ને કારેલાનું શાક….” આ જોડકણા ગાવા માટેના દિવસો હવે પાછા આવી ગયા છે. આજે તારીખ પાંચમી જૂન આખો દિવસ અહીં પીપાવાવ પોર્ટ માં વાતાવરણ વાદળછાયુ રહ્યું, સાંભળ્યુ હતુ કે રાજકોટમાં તારીખ ૪ ના રોજ ધમધોકાર ઝાપટું પડી ગયું છે, પણ અહીં, મહુવા રાજુલા, પીપાવાવ વિસ્તારમાં ખૂબ બફારો અને ગરમી હતી. હું મારી સાઈટ પર ઉભો હતો કે વાદળાની જમાવટ થવા માંડી, મેં મારા મોબાઈલ કેમેરાને સજીવન કર્યો અને તરતજ તે દ્રશ્યો ઝડપવા માંડ્યો, દૂર ક્યાંક વરસાદ વરસતો હતો તે ઘાટ્ટુ કાળુ ધાબુ દેખાતું હતુ. અને એ ઝડપથી અમારી તરફ જ આવી રહ્યું હતુ. અને હું હજી તો અમારી સાઈટની ગાડી સુધી પહોંચુ એ પહેલાતો છાંટા શરૂ થઈ ગયા અને હું જેવો ગાડીમાં બેઠો કે ધમધોકાર બેટીંગ કરી ને જાણે યુવરાજ દસ જ મિનિટ માં આઊટ થઈ જાય તેમ મેઘરાજ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની નાનકડી પણ ધમાકેદાર ઈનીંગ્સ રમી પેવેલીયન માં પાછા ફર્યા. અને હું….મજબૂર યે હાલાત ઈધરભી હૈ…વાળી પોઝીશન માં આ પહેલા વરસાદમાં પલળવાની ભૂતકાળની યાદો વાગોળતો વાગોળતો બેસી રહ્યો. એ યાદો જ્યારે મારે ન હતી મોબાઈલ સાચવવાની ચિંતા કે ન હતી ઓફીસની મજબૂરી, બસ કોઈક અલગારી ની જેમ પહેલા વરસાદમાં નહાવા દોડી જતા. આજે મને આ પેન્ટ જરૂરતથી મોટુ થઈ જતુ લાગ્યુ. જાણે કે પગની બેડીઓ….મન થયુ લાવ મોબાઈલ પૈસા બધુંય મૂકી ગાડીમાં, ને આ વરસાદમાં દોડી જાઉં પણ હવે કોઈક જોશે તો શું કહેશે વાળી બીક અને ઓન ડ્યૂટી હોવાની મજબૂરી, બંને એ મને પકડી રાખ્યો. દરમ્યાનમાં ભગવાને તો તેમની લીલા ચાલુ જ રાખી. વરસાદ પૂરો થયા પછી મેઘધનુષ્ય દેખાયા, અર્ધ વર્તુંળાકારે ઉપસેલા […]


શું તમે આ ખણખોદ વાંચી? (6) – સંકલિત

બે નાના બાળકો ટ્રેનમાં ખૂબ તોફાન કરતા હતા, બધાને હેરાન કરતા, ટીકીટચેકરે તેમને જોઈને તેમના પિતા ગરબડલાલને કહું, તમે આ લોકો ને સંભાળો નહીંતર તમે મુસીબતમાં મૂકાઈ જશો… “તકલીફ?, તમે શું જાણો તકલીફ શું છે…મારી પત્ની હોસ્પિટલમાં છે, મને હ્રદયરોગની બીમારી છે, હું મારી સાસુ લપસી ગ્યા છે તેમની ખબર કાઢવા જાઊં છું, મારી દીકરીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે, આ બે છોકરાઓ માં થી એકની આંગળી દરવાજામાં આવી ગઈ છે, બીજાએ અમારી ટીકીટ બારી ની બહાર ફેંકી દીધી છે અને મને હમણા જ ખબર પડી કે હું ખોટી ટ્રેનમાં બેઠો છું…… ******** અરે તને એક વાર કહ્યું તો ખરૂં કે દુકાનમાં કોઈ માણસ નથી, જા, ચાલ્યો જા…” શેઠજીએ ભીખારીને ધમકાવતા કહ્યું… “થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ !” ભીખારી બોલ્યો… ****** GOD MAKES MAN, TAILOR MAKES HIM GENTELMAN, GIRLFRIEND MAKES HIM HE-MAN AND WIFE MAKES HIM DOBARMAN ****** “અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું “તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને ખા તો તને એ એક રોટલી ખાવામાં ય મજા આવશે, પરસેવાની કમાંણી…..” “સાહેબ કુછ કા મતલબ પૈસા દેના હૈ, ભાષણ નહીં” ભીખારી બોલ્યો  ****** “મકાન ભાડે આપવાનું છે પણ ફક્ત એને જેને બાળક ના હોય” ડાહ્યાલાલે પોતાના મકાનની બહાર બોર્ડ લગાડી રાખ્યું હતુ. થોડા દીવસ પછી એક બાળક તેમની પાસે આવ્યો અને બોલ્યો, “મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…” ************ આ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે […]


એ લોકો – પ્રિયકાન્ત મણિયાર 10

આજકાલ જ્યારે ફુગાવો અને અનાજ તથા અન્ય વસ્તુઓના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે પ્રિયકાંત મણિયાર ની આ કવિતા એક ગરીબ અદના માણસની વેદના અને મોંઘવારી ને કાબૂમાં લેવાના દાવા કરતા લોકો પર કટાક્ષ સચોટ સંદેશ આપી જાય છે. ******* એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે. પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલા ઔષધ ની શીશીઓ સંઘરી રાખે છે. અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ, બીજુ એને કાંઇ ભાવતુ નથી, મારે કવિ થવુ જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઊં તો ય બસ !  – પ્રિયકાંત મણિયાર


હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે – બ્રાયન એડમ્સ 5

મારી આંખો માં જુઓ….તમે જોશો કે તમે મારા માટે શું છો…તમારા હ્રદયમાં, તમારી આત્મા માં શોધો…. જ્યારે હું તમને ત્યાં મળીશ ત્યારે તમારે વધારે શોધવાની જરૂર નહીં પડે આ પ્રયત્ન કરવા જેવો નથી એમ ના કહેતા….અને તમારા માટે મરવા જેવુ નથી એમ પણ ના કહેતા…. તમને ખબર છે કે સત્ય એ છે કે….હું જે કાંઈ પણ કરૂં છું એ તમારા માટે જ કરૂં છું મારા હૈયામાં જુઓ….તમને ત્યાં કાંઈ નહીં મળે જે છુપાવ્યુ હોય…. હું જેવો છું એવો મને સ્વિકારો….મારા જીવનને સ્વિકારો….હું બધું જ સમર્પણ કરી દઈશ….બધુ ત્યાગી દઈશ આ વાત પર ઝઘડવુ યોગ્ય નથી એમ મને ના કહેતા, મને આનાથી વધારે કાંઈ નથી જોઈતુ…. કારણકે મને ખબર છે કે સત્ય એ છે કે….હું જે કાંઈ પણ કરૂં છું એ તમારા માટે જ કરૂં છું તમારા પ્રેમ જેવો કોઈ પ્રેમ નથી અને તમારાથી વધારે કોઈ મને પ્રેમ આપી શકે તેમ નથી. જ્યાં સુધી તમે મારી સાથે નથી ત્યાં સુધી હું ક્યાંયનો નથી. બધો સમય, દરેક રસ્તે (તમારો સાથ જોઈએ છે…) આ પ્રયત્ન કરવા જેવો નથી એમ ના કહેતા….અને મારે તમારાથી વધારે કાંઈ જોઈતુ નથી…. હું તમારા માટે ઝઘડો કરીશ, જુઠુ ય બોલીશ, તમારા માટે બધી સીમાઓ પાર કરી જઈશ…..હા હું તમારા માટે મૃત્યુ પણ સ્વિકારી લઈશ (કારણકે મને ખબર છે) ……હું જે કાઈ પણ કરૂં છું એ તારા માટે જ કરૂં છું.. . શબ્દો વાંચીને કાંઈ ખ્યાલ આવે છે?…..હા જો આ શબ્દો તમને જાણીતા લાગતા હોય તો આ છે બ્રાયન એડમ્સ નું Everything I Do , I do it for you ગીતનો મેં કરેલો ગુજરાતી ભાવાનુવાદ….ટાઈટેનીક નું માય હાર્ટ વિલ ગો […]


ગુર્જર લડત – આરક્ષણ આપો છો કે પછી…?

આજકાલ રાજસ્થાનનો ગુર્જર સમાજ છવાયેલો છે, …..કોઈ પણ સભ્ય સમાજમાં અવિકસિત લોકોને સમાન તક મળે અને તે સમાજના અન્ય પ્રગતિશીલ લોકો સાથે સુમેળ સાધીને રહી શકે એ જ દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજના લોકોનું ધ્યેય હોવુ ઘટે. પણ આરક્ષણ માટેની આ લડત એ ખરેખર સાચા રસ્તે છે? પછાત વર્ગ માં ગણના માટે તેમની આ લડત તદન બ્લેકમેઈલીંગ કરનારી અને અસ્થાને છે…..હોઈ શકે કે ભારતમાં વર્ણ વ્યવસ્થાને લીધે અમુક લોકો વિકાસ અને સમાજની મુખ્ય ધારા થી દૂર રહી ગયા છે અને તેમને આગળ આવવા માટે તક મળે એ આપણા સૌની ઈચ્છા હોય, પણ શું અત્યારે રાજસ્થાન જે વાતની સાક્ષી પૂરાવી રહ્યું છે એ લડત ખરેખર સાથ આપવા લાયક છે? કોઈપણ સભ્ય સમાજ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લઈને અમારી ફલાણી માંગ પૂરી ના કરો ત્યાં સુધી ફલાણા ફલાણા કામ અને શહેર બંધ રહેશે એ રીત શું યોગ્ય છે? વળી ગુર્જર સમાજના છ થી સાત સભ્યો વિધાન સભામાં છે જ્યારે તેમને આરક્ષણ ન આપવાની હિમાયત કરનારા મીણા સમુદાયના લગભગ એકવીસ સભ્યો વિધાનસભા માં છે એટલે ગુર્જરોની માંગ સ્વીકારવી એ વસુંધરા રાજે સરકાર માટે રાજકીય આપઘાત છે….જેથી તે કોઈ પણ પગલા લેતા ખચકાય છે. ગુર્જર સમાજ ફક્ત રાજસ્થાન પૂરતો સિમીત નથી અને અન્ય ઘણા રાજ્યો માં તેમને આરક્ષણ મળેલુ છે, તેઓ એસ ટી દરજ્જા માટે આ લડત આપી રહ્યા છે એ ફક્ત ભાજપ કે વસુંધરા રાજે માટે જ નહીં પણ ભારતના ભવિષ્ય માટે પણ લાલ બત્તી છે, કાલે સવારે બીજી દસ આવી જાતીઓ ઉભી થશે અને કહેશે કે અમેય પછાત છીએ, અમને ય આરક્ષણ આપો…..તો આપણી સરકાર કે સમાજ પાસે […]


વડોદરા મ્યૂઝીયમ – ગુજરાતનું અમૂલ્ય ઘરેણું 12

એક મિત્રને મળવા માટે રવિવારે કમાટીબાગના ગેટ પર ઉભો હતો, મિત્રનો ફોન આવ્યો કે તેને હજી કલાકેક ની વાર લાગશે, તો થયુ ચાલ અંદર બગીચામાં આંટો મારૂં, ટહેલતા ટહેલતા મ્યૂઝીયમ પહોંચ્યો. અને મને મારી શાળાના દિવસો યાદ આવી ગયા જ્યારે અમે હારબંધ મ્યૂઝીયમમાં ગયા હતા, વહેલના હાડપીંજર સિવાય ભાગ્યેજ અમને કાંઈ ખબર પડી હશે…..જે અહીં નું સૌથી મોટુ આકર્ષણ છે, ૧૯૪૪ માં વડોદરાની દક્ષિણે મહી નદી માં ૭૧.૨ ફૂટ લાંબુ વહેલનુ બચ્ચુ ફસાઈને મૃત્યુ પામ્યુ હતું. ૧૨૫ ટન વજનના આ વહેલના બચ્ચાનું હાડપીંજર અહીં માવજત થી રખાયુ છે, ઘણા લોકો ફક્ત વહેલના વિશાળકાય હાડપીંજરને જોવા જ ત્યાં આવે છે પણ તેમને ખબર નથી કે અહીં ૬૦,૦૦૦ થી વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે. કળાપ્રેમીઓ માટે સ્વર્ગ એટલે યુરોપીયન રૂમ જ્યાં છે ક્રાઈસ્ટ ધ સેવીયર ઓફ ધ વર્લ્ડ નામનું અલભ્ય ચિત્ર (ઈ. સ. ૧૬૫૦) આને લગતા બીજા ચિત્ર ગ્લાસો આર્ટ ગેલેરી અને મિલાન વગેરે જગ્યાઓમાં છે. ૧૬૪૪ માં તૈયાર થયેલુ અ ફેમીલી ગ્રૃપ નામનું મહારાજા સયાજીરાવનું પ્રિય ચિત્ર એક માતા પિતા અને તેમના દત્તકપુત્ર ને દર્શાવે છે. ઈટાલીયન ચિત્રકાર સરટિશિને ૧૪મી સદી માં તૈયાર કરેલુ ધ ડેથ ઓફ પીટર માર્ટીયરની એક જ નકલ છે જે અહીં છે. તો કેથરીન ઓફ બ્રેગેન્ઝા પણ અહીં છે જે પોર્ટુગીઝ પ્રિન્સેસનું મૂરતીયા પ્રિન્સ ચાર્લસને બતાવવા બનાવેલુ ચિત્ર છે. મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિના નમૂના પણ અહીં છે. જૈનો ને જોવામાં રસ પડે એવી અસંખ્ય મૂર્તીઓ પણ અહીં છે જે અકોટા ગામ પાસે ૧૯૫૨ માં કરેલા ખોદકામ દરમ્યાન મળી આવી હતી. જૈનો ના પહેલા તીર્થંકર આદિનાથ ની કપોલસર્ગ ની મુદ્રામાં ઉભેલી પ્રતિમા, પાર્શ્વનાથ ભગવાનની તથા તેમની આસપાસ […]


જીંદગી જીવી જાણો – અજ્ઞાત 11

જીંદગી જીવી જાણો લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો? અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો આ જીંદગી જીવવા માટે છે આમ રોજ રોજ શાને મરો છો? આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઈ નથી એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી બસ એટલું જ કહેવુ છે કે જીંદગી ની દરેક ક્ષણ દિલથી માણો નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો – અજ્ઞાત