Monthly Archives: October 2013


સાસુ તારા વહેતા પાણી… – રમેશભાઈ ચાંપાનેરી 11

કંપનીવાળાઓ તો હમણાં હમણાં ઊંઘમાંથી ઉઠ્યા, કે અમારે ત્યાંથી અમૂક વસ્તુ ખરીદો તો ફલાણી વસ્તુ ફ્રી. બાકી આ આઈડિયા એમણે આપણી લગ્ન વ્યવસ્થામાંથી જ તફડાવેલો છે. લગ્ન કરીએ એટલે એમાં પણ એક પર એક નહિ, ઢગલાબંધ ફ્રી ની સ્કીમ છે. સાસુ – સસરા – દિયર – જેઠ – જેઠાણી વગેરે વહુને ફ્રી માં જ મળે છે ને? પણ એક વાત છે કે લગ્ન વખતે બંને ઘરે એનો સ્ટોક હોવો જોઈએ. નાટકની માફક લગનના આ આખા મામલામાં પણ અનેક પાત્રો આવે છે. એમાં જે નાયક છે એ લગન પછી ખલનાયક લાગે. તેમાં નણંદ અને સાસુ એટલે તો જાણે ભીંત ઉપર ઉગેલો પીપળો. નહિ તો એનું વટવૃક્ષ થાય કે નહિ એની છોડવામાં ગણતરી થાય. હકીકતમાં સાસુ ક્યારેય ખરાબ નથી હોતી. અરે ફળ સારું હતું, એટલે તો ભવ ભવના બંધને બંધાયા. તો એનું ઝાડ તો ક્યાંથી ખરાબ હોય ? પણ આ ‘સાસુ’ શબ્દ જ ખતરનાક છે. ‘સાસુ’ વિશેની કેટલીક વિશેષ વાત લઈને રમેશભાઈ ચાંપાનેરી આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બે પદ્યરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

ડૉ. મુકેશભાઈ જોષીની બે સુંદર અને અર્થસભર પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


મન્ના ડે : એક અંજલિ – હર્ષદ દવે 8

‘સાંભળવું ગમે પણ શાસ્ત્રીય સંગીતમાં આપણને કાંઇ ખબર પડે નહીં.’ ઘણાં લોકો આવું કહેતા હોય છે. પણ ફિલ્મી સંગીતના ‘ભીમસેન જોશી’ મન્ના ડેનાં શુદ્ધ શાસ્ત્રીય કે ઉપ-શાસ્ત્રીય ગીતો સાંભળીને સહુ તેને મોજથી ગણગણતા થઇ જાય છે. મન્ના ડેનો અદ્વિતીય અને અવિસ્મરણીય એવો જાદુઈ સૂર હમણાં (૨૪ ઓક્ટોબર, ૨૦૧૩, ગુરુવારે બ્રાહ્મ મુહૂર્તમાં) બ્રહ્મ લીન થઇ ગયો. સૂર અને સ્વરની અટપટી સફરના મેધાવી ગાયક મન્ના ડે હવે નથી, છે તેમનાં અનશ્વર મધુર, ગંભીર અને મસ્ત ગીતો…


ગુજરાતી કવિતાની સામાજિક નિસ્બત – યોગેશ વૈદ્ય 6

ગુજરાતી પદ્યને પ્રસ્તુત કરતા ઈ-સામયિક નિસ્યંદનના તંત્રી-સંપાદક શ્રી યોગેશભાઈ વૈદ્ય તેમના ઓક્ટોબર ૨૦૧૩ના સંપાદકીયમાં ગુજરાતી કવિતાની સામાજીક નિસ્બત વિશે આછેરો વિચાર વહેતો મૂકે છે. તેઓ આપણી કાવ્યધરોહરના વિવિધ તબક્કાઓ અને તેનો વંશવિસ્તાર પણ પ્રસ્તુત કરે છે અને સૌને આપણી કવિતાઓની મૂળભૂત નિસ્બત વિશે વિચારતા કરે છે. પ્રસ્તુત વિચારવલોણું અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી યોગેશભાઈનો આભાર તથા શુભકામનાઓ.


લેટ્સ વોક…! – હર્ષદ દવે 10

સમય ચાલે છે પણ તમે ચાલો છો? તમે સમય સાથે ચાલો છો? નથી ચાલતા? એવું તે કાંઇ ચાલે? એવું ન પૂછો કે શા માટે ચાલું ? તમે જાણો છો કે ‘ચલના હી જિંદગી હૈ…’. પગ અને પથ ચાલવા માટે જ છે. કવિ કહે છે: તૂ ન ચલેગા તો ચલ દેગી રાહેં… ‘વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઈઝ’. બાળક ચાલતાં શીખે ત્યારે સહુને કેટલો બધો હરખ થાય છે! તમે ચાલશો તો તમે પણ આનંદ પામશો, ભલે એનું પ્રમાણ કદાચ થોડું ઓછું હોય પણ મહત્વ તો બિલકુલ ઓછું નથી. આ રસપ્રદ લખાણ વાંચીને તમે સહર્ષ ચાલશો એની મને ખાતરી છે.


ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી 10

પોતાની દૈનંદીય વ્યસ્તતા વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યો પાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્ય સંગ્રહો પ્રકટ થયા છે: ‘દિવાનગી’, ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ તથા ‘આદમ-ઈવનું પહેલું ચુંબન.’ શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે.’ આ ત્રણેય ગઝલો ‘કાયમ’ હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ ૨૦૦૦ના અંકમાંથી અહીં પ્રસ્તુત કરી છે.


સાધુ તેરો સંગડો ન છોડું.. – ગોરખનાથ, આસ્વાદ : દુર્લભદાસ ભગત 10

અક્ષરનાદ પર કાવ્ય અને ગઝલના આસ્વાદ તો આપણે અનેક માણ્યા છે, પરંતુ એક અનોખા ભજનનો એવો જ અનોખો પરંતુ સરળ આસ્વાદ આજે પ્રસ્તુત કર્યો છે. મૂળ ભજન છે ગોરખનાથનું, ‘સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ..’ અને તેનો આસ્વાદ – ભજનના પશ્ચાદભૂ, ગોરખનાથની આખીય વાત, તેમના ગુરુ મત્સ્યેન્દ્રનાથની વાત અને આ ભજન સાથે એ વાતોનો તંતુ સાધીને આસ્વાદ કરાવનાર શ્રી દુર્લભદાસ છગનલાલ ભગત અનોખી કેડી કંડારે છે. તેમના પુસ્તક ‘પીઓને પ્રેમ રસ પ્યાલા’ ભજનસંગ્રહ અને ૩૪૦થી પણ વધુ એવા એ ભજનોનો આસ્વાદ એક અનોખી પ્રસાદી છે. તેમાંથી જ ઉપરોક્ત એક ભજન અને તેનો આસ્વાદ અત્રે પ્રસ્તુત કર્યો છે.


રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ 17

આપણી કેટલીક પ્રશિષ્ટ નવલિકાઓ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની ‘જી’બા’ હોય, રામનારાયણ વિ. પાઠકની ‘જક્ષણી’ હોય કે ધૂમકેતુની ‘પોસ્ટઑફીસ’ આ બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા ‘રજપૂતાણી’ આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો – રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય છે અને એથીય નિરાળો અંત… ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.


દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત્ર – આદિ શંકરાચાર્ય 8

આજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર… ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.


અક્ષર – હિંમત ખાટસૂરિયા 8

‘અક્ષર’ રદીફની પ્રસ્તુત સુંદર અને સાંગોપાંગ અર્થપૂર્ણ ગઝલ શ્રી હિંમત ખાટસૂરિયા દ્વારા સર્જન પામેલી છે. શબ્દસૃષ્ટિ સામયિકના દલિતસાહિત્ય વિશેષાંક (નવેમ્બર ૨૦૦૩) માંથી અહીં સાભાર લીધી છે. ગઝલના અર્થ, પ્રત્યેક શે’રની વાત સમજવા અને તેના અર્થને સમજાવવા આજે વાચકોને ઈજન છે. જાણે કે આજે વાચકો માટે ગઝલનો આસ્વાદ કરાવવાનું ઈજન છે. પ્રતિભાવમાં આવો શક્યતઃ આસ્વાદ, વાચકોના વિચારો સાથે જાણવાની ઈચ્છા ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા વખતે જ થઈ હતી પરંતુ સંજોગોવશાત એ શક્ય ન બન્યું નહોતું. આજે આ નવીન ઉપક્રમ મૂક્યો છે. આશા છે દરેક નવા અખતરાની જેમ પ્રસ્તુત પહેલને પણ પ્રતિભાવો સાંપડશે.


અગ્નિપરીક્ષા સમી અક્ષરયાત્રા : અમૃતા પ્રીતમ – લતા હીરાણી 6

શ્રી લતાબેન હીરાણી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી એકસો એક ભારતીય મહિલાઓના જીવન ચરિત્રોનું સંકલન કરીને પ્રસ્તુત કરવામાં આવેલ સુંદર પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ ભારતીય સ્ત્રીનું સામૂહિક જીવનચરિત્ર જ છે, વિશ્વમાં અગ્રગણ્ય રહેવા માટે કટિબદ્ધ ભારતીય નારીઓના અનેરા શૌર્ય, સાહસ, દ્રઢ મનોબળ અને પ્રતિભાનું અહીં સુપેરે આલેખન થયું છે. આ જ પુસ્તકમાંથી શ્રી અમૃતા પ્રીતમનું નાનકડું આલેખન અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ લતાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ અછાંદસ.. – દેવિકા ધૃવ 13

દેવિકાબેન ધૃવની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ અછાંદસ માણસની ‘વેદના’ વિશે કહે છે, બીજી રચના વિચારમાંથી સર્જનની પ્રક્રિયાનું આછું રેખાંકન છે ત્યાં ત્રીજી રચના ‘માનસપુત્રી’ એક દિકરીની તેની માતા સાથેની હ્રદયંગમ વાત મૂકે છે. ત્રણેય સુંદર રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર.


ક્યાં છે ?….સભ્યતા, સંસ્કૃતિ, સંસ્કાર અને માતૃપ્રેમ – નિલેશ હિંગુ 20

મારી સાથે પિપાવવ શિપયાર્ડમાં કાર્ય કરતા નિલેશભાઈ હિઁગુની આ અક્ષરનાદ પર પ્રથમ રચના છે. અને અહીં તેઓ સ્ત્રી સન્માન, સભ્યતા અને સંસ્કૃતિની આજની વણસતી જતી હાલત પર ચિઁતન પ્રસ્તુત કરે છે. એન્જીનીયરીંગ વ્યવસાયીની કલમનો આ સ્વાદ આપ સૌને ગમશે એવી આશા સાથે શ્રી નિલેશભાઈને શુભકામનાઓ તથા આભાર.


ગાંધીજી અને જન્મદિવસની દિનચર્યા.. – સંકલન: હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે 12

૧૯૧૫ થી ૧૯૪૭ સુધી તેમનાં જન્મદિવસે ૨ જી ઓક્ટોબરે તેઓ ક્યાં હતા અને જન્મદિવસ કેવી રીતે ઉજવતા તેની ઉપરોક્ત વિગતો શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ સંપાદિત, ‘ગાંધીજીની દિનવારી’ અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ઉપરથી હરેશ દવે અને હર્ષદ દવેએ અહીઁ સંકલિત કરી પ્રસ્તુત કરી છે. હર્ષદભાઈ કહે છે, ‘જેઓ સંપન્ન છે તેમને પણ રાષ્ટ્રીય સંપત્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ અને કરોડો વંચિત લોકોની વેદનાનું કારણ ન બનવાનો સંદેશ અહીં સૂક્ષ્મપણે વ્યક્ત થયો છે. ‘હું શ્રીમંત છું તેથી પાણીના ટીપા માટે ટળવળતા લોકોનું ટીપું છીનવીને હું બેફામપણે પાણીનો દુરુપયોગ કરું કારણ કે મને તે પરવડે છે’ આવી ભાવના સ્વીકાર્ય ન બનવી જોઈએ. વિશ્વબંધુત્વની ભાવનાની પરવા ન કરતાં લોકો જન્મ દિવસે આડંબર, ભપકા, ખોટાં ખર્ચા, ગિફ્ટ અને રીટર્ન ગિફ્ટ! કદાચ તેમાં વ્યક્ત થતી ભાવના ઉત્તમ હોય પણ કરકસરની વાતને પણ ઉવેખી શકાય નહીં એવું મારું માનવું છે. વિવેકબુદ્ધિ શબ્દ અહીં મદદે આવી શકે અને ‘અતિની ગતિ નહીં’ એ વાત પણ અહીં વિસ્મૃત કરવા જેવી નથી જ. ત્યાગ, સાદગી, સરળતા સુખ સાથે અને મનની શાંતિ સાથે સાચું સગપણ ધરાવે છે તેમ શું તમને નથી લાગતું? ત્રસ્ત, અશાંત, દુખી, ભાગતા, હફ્તા અને અને બે છેડા ભેગા ન કરી શકતા માનવોની વચ્ચે આપણે રહીએ છીએ એ કેમ ભૂલી શકાય? બાપુની વેદનાને વ્યક્ત થઇ જોઈએ તેમનાં જન્મ દિવસે…’