સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ધર્મ અધ્યાત્મ


પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ 1

મહાશિવરાત્રી પાપમુક્તિનો, શિવભક્તિનો દિવસ છે. અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે.


મહર્ષિ યાજ્ઞવલ્કય – શ્રદ્ધા ભટ્ટ 6

યજુર્વેદની બે શાખાઓ પૈકી એકના રચયિતા, વૈશંપાયનના શિષ્ય મહર્ષિ યાજ્ઞવલ્કય અને યજુર્વેદની બે સંહિતાની ઉત્પત્તિ વિષે…


દેવી સૂક્ત – શ્રદ્ધા ભટ્ટ 4

આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.


ગુરુ એટલે? ગુરુની જરૂર શા માટે? 1

અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.


યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ 8

ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. યજુર્વેદ યજુમંત્રોનો સંગ્રહ છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ.


પંચ મહાભૂત : પંચથી મોક્ષ સુધી.. 4

પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.


નીતિશતકના મૂલ્યો (૭) – ડૉ. રંજન જોષી 2

શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life.


વેદ દર્શન – શ્રદ્ધા ભટ્ટ 11

વેદ એટલે શું? વેદનો અભ્યાસ ખરેખર જરૂરી છે ખરા? શા માટે વેદ હજુ સુધી સામાન્ય જનની પહોંચથી દૂર જ રહ્યા છે? વેદ સૌથી કઠિન સાહિત્ય શા માટે ગણાય છે? થોડી કોશિશ મારા તરફથી આ બધા પ્રશ્નોના જવાબ આપવાની અને સાથે વેદના ચાર ભાગ અને એના વિશેની સંક્ષિપ્ત માહિતી.


નીતિશતકના મૂલ્યો (૬) – ડૉ. રંજન જોષી 8

પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે સરસ્વતી અને લક્ષ્મી એકસાથે ન હોય. કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનોને આવકનું ખાસ સાધન ન હતું. કવિઓમાંથી ભાગ્યે જ કોઈ રાજકવિ થાય તો તેને વર્ષાસન મળતું, જેમાંથી તેની આજીવિકા ચાલતી. પણ બધા કવિઓ રાજકવિ ન થઈ શકતા.


સ્વસ્તિ મંત્ર – શ્રદ્ધા ભટ્ટ 19

આ મંત્રમાં અલગ અલગ પ્રકારે ચાર દેવોની સ્તુતિ કરવામાં આવી છે, પણ છેવટે તો એ ચારેય દેવ એક જ પરમ ચેતનાના અલગ અલગ રૂપો જ છે. ત્રણેય દેવ અને છેલ્લે દેવોના પણ અધિપતિ, એવા પરબ્રહ્મ પરમાત્મા જ સર્વોચ્ચ છે એ સત્ય અહી ફલિત થાય છે. વેદમાં બહુદેવવાદ સાથેનો એકેશ્વર ( એક જ ઈશ્વર) વાદ છે. એક ઈશ્વર (પ્રત્યેક મનુષ્યમાં રહેલી પરમ ચેતના) સર્વોચ્ચ સત્તા છે અને તેના અધિપત્યમાં અનેક દેવો છે.


નીતિશતકના મૂલ્યો (૨) – ડૉ. રંજન જોશી

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે.


નીતિશતકના મૂલ્યો (૧) – ડૉ. રંજન જોશી 13

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये।
स्वानुभूत्यैकनामाय नमः शान्ताय तेजसे।।१।।
અર્થ : જે દિશા અને કાળમાં સીમિત ન થનાર, અનન્ત ચિન્માત્ર મૂર્તિરૂપ, માત્ર સ્વાનુભવથી જ્ઞાન થઈ શકે તેવા, શાંત અને તેજસ્વી છે, એવા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું.


નવી પેઢી વેદ અને ટેકનોલોજીનો સમન્વય કરશે – ચેતન ઠાકર 21

વેદ એ ઋષિ મુનીઓનું સ્વયંનું રિસર્ચ છે જે ને આપણે કાંં તો નકામું સમજયું અને કાંં તો ધાર્મિક લોકો માટેનું સમજયું વાસ્તવમાં ઋષિ મુનીઓએ તેનું સર્જન સમસ્ત માનવ જાતના કલ્યાણ અર્થે કરેલું છે જેથી માનવ માત્ર જીવનમાં રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરી શકે ટૂંકમાં વિજ્ઞાન રૂપી, આનંદ રૂપી અમૃતને દરરોજ ખોબે-ખોબે પી શકે તેવી જીવન શૈલીની વાત સમજાવી છે.


એકાકી રહેવું – સ્વામી સચ્ચિદાનંદ 9

પહેલાં મેં કોઈ સ્થળે જણાવ્યું છે કે જીવન ભલે વાસ્તવિકતાથી ઊંચું કે નીચું થઈ જાય, પણ સમય જતાં અંતે તો વાસ્તવિકતાને સ્વીકારી લેતું હોય છે. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે. મેં આહાર સંબંધ અનેક પ્રયોગો કરીને શરીર વધુ દુર્બળ તથા આહારની નિશ્ચિત વાનગીઓ માટે લાચાર બનાવી દીધું હતું. બહુ સમય પછી ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી.


શિવત્વ – ચિરાગ ડાભી 3

શિવ સમાન કોઈ સાંસારિક નથી અને શિવ સમાન કોઈ વૈરાગી પણ નથી. આ બંને વચ્ચેનો ભેદ પાડી, તેવું આચરણ તો આ શિવ જ કરી શકે. તેઓ મોટાભાગનો સમય તો તપ અને સાધનામાં જ વિતાવે છે, પરંતુ સાથેસાથે પોતાના કુટુંબનું પાલન-પોષણ તેમજ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન પણ કરે છે. પણ આ શિવ કોનું તપ કરે છે? કોનું ધ્યાન ધરે છે? તેઓ કહે છે, ‘આ હરિ મારો ઈશ્વર અને હું તેમનો દાસ.’ જ્યારે હરિ કહે છે, ’હું હરનો દાસ અને હર મારા ઈશ્વર.’ આમ જ આ હરિહર, આ બ્રહ્માંડના પાલનકર્તાઓ દાસત્વની ભાવનામાં પોતાનું ‘હું’ પણું ઓગાળી દે છે. એટલે જ તો તેઓ અહંકાર વિના આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે.


સમિધા (ઈ-પુસ્તક) – સુરેશ સોમપુરા 2

સમિધા.. એક જમાનામાં સમિધ જિજ્ઞાસાનું પ્રતીક હતું, આજે પણ છે. સમિધનો શબ્દાર્થ છે યજ્ઞમાં વપરાતું લાકડું. જિજ્ઞાસુ વિદ્યાર્થી ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતો ત્યારે જંગલમાંથી લાકડા કાપવા જવું પડતું, જ્ઞાનયજ્ઞ સતત ચાલુ રહેતો. ‘ફી’ રૂપે વિદ્યાર્થી પાસેથી સતત જિજ્ઞાસાની – જ્ઞાનપિપાસાનીજ અપેક્ષા રખાતી. અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ સોમપુરાનું સુંદર અને મનનીય પુસ્તક ‘સમિધા’ આજથી ઈ-પુસ્તક સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


ભૂરિશ્રવાનુંં કથાનક – હિમા યાજ્ઞિક 2

મહાભારત યુદ્ધ દરમિયાન દ્રંદ્રયુદ્ધ જાણે એક અને અદ્રિતીય હતુઁ. બંને મહારથીઓ હતા. બંંને યુદ્ધકૌશલ્ય દાખવનારા હતા.

સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા શ્રીકૃષ્ણનો તથા વૃષ્ણિ-અંધકાદિ યાદવોનો કટ્ટર દુશ્મન હતો. સાથેસાથે યજ્ઞયાગાદિ પ્રસંગે પુષ્કળ દક્ષિણા આપનાર તથા ખ્યાતિ ધરાવતો દાબવીર પણ તે હતો. જ્યારે વૃષ્ણિ અને અંધકવંશીઓમાંં વાઘ સમાન શ્રેષ્ઠ એવો સાત્યકિ અર્જુનનો શિષ્ય તો ખરો, પણ સાથેસાથે ધનુર્વિદ્યામાં તેનાથી સહેજે ઊતરતો નહોતો. સાથેસાથે તે શ્રીકૃષ્ણનો પરમ મિત્ર અને પૂર્ણ વફાદાર સાથી પણ ખરો.

પહેલાં તો બંંને એકબીજા વાગ્બાણોથી વીંધવા લાગ્યા. ધીમેધીમે બંને યોદ્ધાઓ પોતાનું પરાક્રમ બતાવવા જાણે અધીરા થયા. અનેક મહાયોદ્ધાઓ સાથે આજે લડીને થાકેલો સાત્યકિ અત્યારે જાણે મરણિયો બન્યો હતો. સામે તાજોમાજો થઈને યુદ્દ્ઘમાઁ ઊતરેલો ભૂરિશ્રવા રથયુદ્ધ કરવા ધસી આવ્યો


એકાગ્રતા – સંત રાજિન્દરસિંહજી મહારાજ

કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે આપણું એકાગ્ર હોવું જરૂરી છે. એ પછી આપણે ડૉક્ટર બનવા ઈચ્છતા હોઈએ, સર્વોત્તમ એથલિટ, મહાન ગાયક કે કલાકાર બનવા ઈચ્છીએ કે પછી એક અમીર વેપારી બનવા ઈચ્છીએ. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી રીતે એકાગ્ર થવું પડશે. જે કોઈએ પણ પોતાના જીવનમાં એક પણ મોટી સિદ્ધિ મેળવી છે એના જીવનને જુઓ. એ જોતા આપણને જણાશે કે એનામાં એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની અનન્ય લગન હતી.

અધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ કંઈ જુદું નથી. એ મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણે અધ્યાત્મિકઆભ્યાસ કરીએ, પૂરી એકાગ્રતાથી કરીએ. પોતાની જાતને જાણવાના લક્ષ્ય ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.

મહાન સૂફી સંત બાયજીદ બુસ્તામીની જિંદગીનો એક કિસ્સો છે. એકવાર એ પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતાં. ગુરુએ તેમને બારી પાસે રાખેલું પુસ્તક લાવવા કહ્યું.


શ્રી મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન 3

ચોવીસમાં અને છેલ્લા જૈન તીર્થંકર મહાવીરનો જન્મ આજથી લગભગ ૨૫૪૦ વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૫૩૯માં તત્કાલીન વૈશાલી જનપદના કુંડપુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. એમના પિતા સિદ્ધાર્થ લીચ્છવી કુળનાં રાજા હતા. એમનાં માતાનું નામ ત્રિશલા હતું. મહાવીરના જન્મ પહેલાં, માતાએ ચૌદ અત્યંત શુભ સ્વપ્નો જોયાં હતાં.

ભગવાન મહાવીરના પાંચ અગત્યના પ્રસંગો ‘પાંચ કલ્યાણક’ કહેવાય છે. પ્રસંગ પહેલો તો તેઓ માતાની કૂખમાં આવ્યા એ, બીજો જન્મ પામ્યા એ, ત્રીજો તેમનો સંસાર છોડવાનો પ્રસંગ, ચોથો વિશિષ્ટ જ્ઞાન મેળવ્યાનો પ્રસંગ અને પાંચમો મોક્ષ પામ્યાનો પ્રસંગ. આ પાંચે પ્રસંગોએ આખુંયે જગત આનંદવિભોર બની જાય છે. એથી જ એણે ‘કલ્યાણક’ કહેવાય છે.


અધ્યાત્મનું સ્વરૂપ – ભાણદેવજી 3

જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાથતા સુખપ્રાપ્તિમાં નથી,સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણે અજાણ્યે માનવીમાત્ર મરે! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુઃખ પ્રાપ્તિમાં જ પરિણમે છે. કારનકે સુખની ઇચ્છા જ દુઃખનું કારણ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં ચે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં છે. સુખપ્રાપ્તિની દોડ અભાવગ્રંથિમાંથી શરૂ થાય ચે. અભાવગ્રંથિ સ્વરૂપ ચ્યુતિનું પરીણામ છે. તેથી સ્વરૂપપ્રાપ્તિ વિના જીવનની યથાર્થ કૃતાર્થને પામી શકાય નહિ. સુખપ્રાપ્તિ દ્રારા સત્યપ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે અને સ્વરૂપપ્રાપ્તિ-સત્યપ્રાપ્તિ દ્રારા આનંદપ્રાપ્તિ એ સાચી દિશાનો પ્રયત્ન છે. પ્રથમ દિશાનો પ્રયત્ન ભોગ છે, બીજી દિશાનો પ્રયત્ન અધ્યાત્મ છે.


ક્ન્યાની હઠ.. – ભાણદેવજી 4

બાર વર્ષની એક કન્યાએ પોતાની મા પાસે માગણી કરી – ‘મા, મારે નણંદ જોઈએ છે.’

માને નવાઈ લાગી, પણ વળી વિચાર્યું બાલિકા છે, પાડોશમાં કોઈને ઘેર કોઈની નણંદ જોઈને તેને નણંદ મેળવવાની ઈચ્છા થઈ હશે. આવી બાલ સહજ માગણીનો ઉત્તર પણ શો આપવો? મા મૌન જ રહી. માએ વિચાર્યું કે કાંઈ ઉત્તર નહીં આપું એટલે આપમેળે શાંત થઈ જશે.

માની ધારણા કરતાં જુદું જ બન્યું. તે બાલિકાએ તો જાણે હઠ જ પકડી, વેન જ લીધું –

‘મા, મારે નણંદ જોઈએ જ છે. તું મને નણંદ આપ ને આપ!’


સૂફી સંત રાબિયા – દર્શના ધોળકિયા 8

મધ્યકાલિન ભારતીય સાહિત્યમાં એક સમયે ભક્તિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજાં કરતાંયે વધુ અસરકારક જણાવ્યું, એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતું હતું. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, ‘પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહી ને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિ વિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.


ગંગાસતીનાં ઉપદેશોમાં રહેલું જીવન – જાગૃતિ શાહ 10

લંડનથી લેખિકા શ્રી જાગૃતિબેન શાહનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. ગંગાસતિએ પાનબાઈને આપેલી ગુરુવાણીને તેઓ અહીં અર્થવિસ્તાર આપવાનો પ્રયત્ન કરે છે. સુંદર અને વિષયકેન્દ્રિત લેખન દ્વારા તેમનો આ લેખ સુંદર અને મનનયોગ્ય થયો છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે, ચાલવું એટલે શું? શું ચાલવાની કોઈ વ્યાખ્યાં હોય? કદાચ એનો જવાબ ના જ હશે. કારણ કે જીવ જ્યારથી આ જીવનમાં આવ્યો છે ત્યારથી તે સતત ચાલતો જ રહ્યો છે. તેથી ચાલવાની કોઈ વ્યાખ્યા દેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ અહીં ચાલવાની વાત કેવળ ગતિની નથી. ગતિની ચાલ ક્યારેક ઝડપી કે ધીરી થઈ જાય છે. પણ મન, વચન ને કર્મની સ્થિરતાએ ચાલવું એ એક યાત્રા ચોક્કસ થઈ જાય. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં ગંગાસતી નામની સંત સાધ્વી થઈ ગયા. તેમણે તેમની પુત્રવધૂ પાનબાઈને ઉદ્દેશીને કેટલાક ભજન લખ્યાં, તેમાં તેમણે જીવે પોતાની આધ્યાત્મિક ચાલ કેવી રાખવી જોઈએ અને કેવી રીતે ચાલવું જોઈએ તે વિષે સમજાવ્યું છે. આ સાસુ-વહુનો સંબંધ ગુરુ શિષ્ય જેવો ન હતો, બલ્કે જીવ અને શિવ જેવો હતો…


મુશ્કેલીઓ.. – બી. કે. નીતા 7

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, કુણઘેર ઉપ સેવાકેન્દ્ર, પાટણના બી. કે. નીતાજીએ અક્ષરનાદને આ લેખ પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર અને શુભકામનાઓ. જીવનની મુશ્કેલીઓ અને તેની સામે લડવાની વાત સમજાવતો આ સુંદર લેખ આજે પ્રસ્તુત છે.


જ્ઞાનેશ્વરી – ડૉ. કાન્તિ ગોર ‘કારણ’ 2

જ્ઞાન શબ્દ માનવજાતના વિકાસ સાથે સમૃદ્ધ થતો રહ્યો છે. અનુભવ અને અભ્યાસને આધારે માણસનું જ્ઞાન વધારે સમૃદ્ધ થતું રહ્યું છે. વેદકાળથી જ્ઞાનસમૃદ્ધિ વિકસતી રહી છે. વેદ શબ્દનો સામાન્ય અર્થ તો જ્ઞાન જ થાય છે. જ્ઞાનની આ યાત્રામાં કેટલાક પડાવ ખાસ ધ્યાન ખેંચે છે. જેમાં સૌપ્રથમ ઉલ્લેખ ઉપનિષદોના સાર સમાન શ્રીમદ ભગવદગીતાનો ઉદભવ કહી શકાય. આદિ શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રયી પર ટીકાઓ રચી. (પ્રસ્થાનત્રયી એટલે શ્રીમદ ભગવદગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો.) ત્રીજી ઘટના તે મરાઠીમાં જ્ઞાનેશ્વરીની રચના.


બંગાળમાં ઉજવાતાં દુર્ગાપૂજાનાં સાર્વજનિક ઉત્સવનો ઇતિહાસ – પૂર્વી મોદી મલકાણ 10

નવરાત્રિ અને દશેરાની ચર્ચા હોય અને બંગાળની દુર્ગાપૂજાની વાત ન હોય તો આ ઉત્સવ અધૂરો રહી જાય છે. વસ્તુતઃ દુર્ગાપૂજા વગર બંગાળ અને બંગાળીઓની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બંગાળમાં દશેરા એટલે રાવણદહન નહીં બલ્કી મહિષાસૂર વર્ધિનીનાં પૂજનનો સમય. માન્યતા છે કે નવમી સદીનાં પૂર્વાર્ધમાં બંગાળમાં જન્મેલા દિપક નામનાં સ્મૃતિકારોએ શક્તિ ઉપાસનાની પરિપાટિ (પરંપરા) ચાલું કરેલી. આ સ્મૃતિકારો પછી રઘુનંદન ભટ્ટાચાર્ય નામનાં વિદ્વાન બ્રાહ્મણે દશપ્રહારધારિણીનાં રૂપમાં (પોતાની દશે ભૂજાથી પ્રહાર કરનારી) શક્તિનું પ્રચલન કર્યું ત્યારે તેમણે માતાના આ સ્વરૂપને શાસ્ત્રીય વિધિવિધાનથી સંપુષ્ટ કરી.


બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ – સુમિત્રાબેન નિરંકારી 1

સત્ય જ્ઞાન હંમેશાં એક જ રહ્યું છે અને તેના માટે સાધન ૫ણ એક જ છેઃ બ્રહ્મજ્ઞાનીઓનો સંગ. સાંસારીક દ્દષ્‍ટિએ જોઇએ તો કોઇ વિધાર્થી કોઇ એક વિષયનું જ્ઞાન તે જ શિક્ષકની પાસેથી પ્રાપ્‍ત કરી શકે છે કે જે તે વિષયનો જાણકાર હોય અને બીજાને સમજાવવાની ક્ષમતા રાખતા હોય..

શ્રીમદ ભગવદ ગીતામાં જે સત્ય જ્ઞાનનો ઉલ્લેખ છે તે અર્જુનને ભગવાન શ્રીકૃષ્‍ણ પાસેથી પ્રાપ્‍ત થયું હતું. સંત નિરંકારી મિશનમાં તેની વિચારધારાની કુંજી માનવામાં આવે છે તે પુસ્તક સંપૂર્ણ અવતારવાણીમાં ૫ણ વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્ય અથવા ઇશ્વરની જાણકારી ફક્ત બ્રહ્મજ્ઞાની અથવા સદગુરૂ જ કરાવી શકે છે. આજે ગુરુપૂર્ણિમાએ ગુરુચરણમાં શરણાગતિ અને તે દ્વારા જીવનના મર્મને પામવાના યત્ન વિશે ચર્ચા કરીએ..


મુક્તિ મળે કે ના મળે.. – ચિંતન – જીજ્ઞેશ અધ્યારૂ 5

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે… અચાનક આ ભજન સાંભળવા મળ્યું, ફરી સાંભળ્યું, ફરી ફરી સાંભળ્યું… શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઈ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ પ્રકારના સાહિત્ય મંથનમાં કદાચ સફળતા મેળવવાની શક્યતાઓ ઓછી હોય તો પણ એ પ્રયત્નમાંય સંતોષ અને શાંતિ મળે છે. એ મંથન મનને એક અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે, અને સાથે સાથે એ આંતરીક સંવાદ બ્રાહ્ય વ્યસ્તતાને કંઈક અંશે શૂન્યતા તરફ થોડીક ક્ષણો પૂરતી પણ, લઈ જાય છે.


શિવમહિમ્ન સ્તોત્ર : ગુજરાતી સમશ્લોકી અનુવાદ 20

આજે પ્રસ્તુત છે શિવમહિમા તથા ગુણગાન કરતા પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્રનો શ્રી ભૂપેન્દ્ર પંચાલ દ્વારા કરાયેલો ગુજરાતી સમશ્લોકી અનુવાદ..


માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા 5

પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ – મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.