મુક્તિ – મયૂર પટેલ; વિવેચન – એકતા નીરવ દોશી
બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે.
બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે.
મનમાં મૂંઝવણનો પાર નહીં કે, કેમ આવું થાય છે! પણ જે થાય છે એ ખોટું છે કે પાપ છે, એવી સમજણ કેળવાય એ પહેલાં તો તે લપસી ચૂકી હતી. શારીરિક આવેગોને વશ થઈને કરવામાં આવતા તેના ચોર-સ્પર્શો મોટાભાગની છોકરીઓને નિર્દોષ લાગતા, પણ એક દિવસ..
આજે મારે વાત કરવી છે મારા કૃષ્ણ વિશે. મારો કૃષ્ણ – આ સંબોધન જ કેટલું મીઠું છે, નહીં? મારો કૃષ્ણ અલગ નથી, તમારા સૌ જેવો જ છે, બસ એને જોવાની મારી દ્રષ્ટિ સહેજ જુદી છે.
સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.
મારા પાગલ સપના અને ઘેલી કલ્પનાઓમાં તને વિચારીને જે પળો જીવી લઉં છું એ લંબાવી શકું એના પ્રયત્નોમાં તને લખતી રહું છું. મને ખબર છે, તું લખતો ભલે નથી પણ વિરહની આ બધી જ પળો તને પણ એટલી જ તીવ્રતાથી ઘેરી વળતી હશે ને!
ફિલ્મની શરૂઆત જંગલમાં ફરતા એક હરણ અને હરણીના દ્રશ્યથી થાય છે. બન્ને સાથે વિચરતા જીવો જંગલમાં ખોરાક માટે ભટકતા હોય છે.
પિરિયડ પૂરો થાય એટલે તોફાનીઓ બહાર નીકળતી વખતે આગલી બેંચ પર બેઠેલા એ બેટરીને પાછળથી જોરથી ટાપલી મારે. પેલો પાછળ ફરીને જુએ તો બધા બીજી બાજુ જોઈ ગયા હોય. પેલો “કોણે માર્યું.. કોણે માર્યું.. હું સાહેબને કહી દઈશ..” કહ્યા કરે. પેલા તોફાનીઓ એને ઘાંઘો-વાંઘો થયેલો જોઈ એકબીજાને “કોણે માર્યું.. કોણે માર્યું..” કરવા માંડે.
રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઈને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઈ રીતે? રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.
ત્રણ પ્રકારની શાળાઓ એટલે કે સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ તથા ખાનગી શાળાઓ વિશે જાણીએ.
ઈચ્છાનો સૂર્ય અસ્ત થયાની કલ્પના કરી છે કવિએ. અસ્તિત્વની અદમ્ય કોઈ ઈચ્છાનો સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે હયાતી પર કાળું ધબ્બ અંધારું છવાઈ જાય છે.
ગઈકાલે દરિયાને માણ્યો, બિલકુલ તારા મારા પ્રત્યેના અનહદ પ્રેમ જેવો ગાંડોતુર..! તું અને સમુદ્ર મને એકાકાર થઈ ગયેલા લાગ્યા. બન્નેમાં ઉછળતું તત્વ તો ‘અનહદ’ જ ને!
કથા કહેતાં કહેતાં એને વધુ રસિક બનાવવા ભાવ ભંગિમા તથા મુદ્રાઓનો પ્રયોગ થતો. દર્શકો એના લીધે કથાને વધારે માણી શકે.
બીભત્સ રસ (ચિતરી ચડે તેવી વાત)નો બહોળો ઉપયોગ કરી, રસપ્રદ બનાવાયેલી આ વાર્તા વાંચવાલાયક છે.
દોખ્મેનશીની – લાશ મૂકવાની રીત; જરથોસ્તી માન્યતા મુજબ મરેલાં શરીરના સૂક્ષ્મ ભાગોને સ્થૂળ ભાગોમાંથી ખેંચી છૂટાં કરવાં જોઈએ જે દાટવાથી કે બાળવાથી નથી થતું.
આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે.
સુનયનાબહેનના સાસુએ એમની કુલ નંગ પાંચ વહુઓને બધી વાતો સમજાવેલી. વહુઓએ એ માન્યું કે ન માન્યું કોને ખબર? સુનયનાબહેને માન્યું. કોઈ પણ પ્રસંગમાં જાય. વહેવાર કેટલો કરેલો એ એકદમ પાક્કું યાદ રાખે.
જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. નર ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછાવાળા હોય અને માદા ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછાવાળા હતા.
પૃથ્વી પર જેટલી શ્ર્દ્ધા છે તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી કશુંક પામવાની તરસ અને કશુંક ખોઈ દેવાના ડરને કારણે ટકી રહ્યું છે.
જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું, પરસ્ત્રીની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી – સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.
શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ; લોકોને આવી ગેરસમજ છે, આરંગેત્રમ્ નૃત્યનો પ્રકાર નહીં,પડાવ છે. આરંગેત્રમ્ એટલે ગુરુ તથા વડીલોના આશિર્વાદથી નૃત્યક્ષેત્રે પદાર્પણ
નવપલ્લવિત ધરાને એકાકાર થઈ નિહાળવી એ પણ એક યોગ છે. ખેડૂતો માટે વાવણીથી લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. આ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે.
વાંચનરસિયાઓ અને જેમને ઍબ્સર્ડ વાર્તાઓમાં રુચિ છે તેમના માટે આ પુસ્તક અમૂલ્ય છે. લાલ મોત (અનુવાદિત વાર્તાસંગ્રહ); લેખક: ઍડગાર ઍલન પૉ; અનુવાદક: નિલય પંડ્યા