Monthly Archives: October 2019


દિવાળી : तमसो मा ज्योतिर्गमय – ગોપાલ ખેતાણી 14

અક્ષરનાદનો અવાજ અને ઓળખાણ છે એવા સર્જક સહયોગી મિત્રો જેઓ આ વેબસરનામાને એક એવુંં પોતીકું આંગણું ગણે છે જ્યાં તેઓ ઉલ્લાસપૂર્વક અને નિખાલસપણે પોતાના વિચારો, સર્જન અને પ્રયોગો મૂકી શકે છે. અક્ષરનાદ વિક્રમ સંવત્ત ૨૦૭૫ના આજના અંતિમ દિવસની સંધ્યાએ, જ્યારે ચોતરફ ચોપડા પૂજનનો ઉત્સાહ છે ત્યારે ગોપાલભાઈના આજના આ વિચારપૂર્ણ લેખ દ્વારા અક્ષરની આ ઓનલાઈન પરબમાં શ્રી સવા લખી નવા ખાતાની શરૂઆત કરીએ છીએ. સર્વે મિત્રોને દિપોત્સવી પર્વની અનેક શુભકામનાઓ..


પુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ 4

‘સર્જન’માં અમે વિક્રમ સંવતનો છેલ્લો ટાસ્ક કરેલો મિત્રોને ગમતી નવલકથા કે ટૂંકી વાર્તાના કોઈ પણ એક પાત્ર સાથે એના લેખકનો સંવાદ આલેખવાનો. હેતુ હતો કે દરેક પાત્ર પાસે એના લેખકને કહેવા માટે કંઈક હોય છે, અને લેખક પાસે એ પાત્રના નિરુપણને યથાર્થ ઠેરવવાનાં પૂરતા કારણો પણ હોય જ! આ જ પ્રક્રિયામાં ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ના સારમેય સાથે સર્જક ધ્રુવ ભટ્ટની કાલ્પનિક વાત ભારતીબેન ગોહિલે આલેખી છે. આશા છે આ પ્રયોગ વાચકમિત્રોને માણવો ગમશે.


કાળો કોશી : એટલે બહાદુરી, બુદ્ધિ અને રૂપનો સરવાળો – મયુરિકા લેઉવા બેંકર 38

કોઈ તમને પૂછે કે નખથી લઈને માથા સુધી કાળું હોય એવું પંખી કયું? તો તમે તરત જવાબ આપશોઃ કાગડો. પણ મિત્રો, સંપૂર્ણપણે કાળું હોય એવું પંખી માત્ર કાગડો નથી. એવું એક બીજું વ્યાપક પંખી પણ છે. જેનું નામ છે કાળો કોશી. કાળો કોશીને કાળિયોકોશી પણ કહે છે. અંગ્રેજીમાં તેને Black Drongo કહે છે. તો આ Black Drongo મારું અતિપ્રિય પક્ષી છે.


કરોળિયાનું જાળું – વૈશાલી રાડીયા 10

એક, બે, ત્રણ.. તેણે મનમાં જ ગણી લીધા, તરત મોટો અવાજ આવ્યો ને છપાક અવાજ સાથે સ્વિમિંગપૂલમાંથી પાણી ઊડ્યું. પાણી કપાતું રહ્યું તેમતેમ એના મનના વિચારોની ગતિ પણ ઝડપથી ચાલતી રહી! રોજ તો એ પૂલમાં એવી રીતે સ્વિમિંગની મોજ માણતી જાણે દુનિયામાં બીજું કોઈ કામ કે ચિંતા હોય જ નહિ! હકીકતમાં સ્વિમિંગની એક કલાક અને રાતે ચારથી પાંચ કલાકની ઊંઘ લેવા સિવાય એક મિનિટ પણ એની જિંદગીમાં ફુરસદ નહોતી. એટલે નકામા વિચારોનો તો સમય જ નહોતો. તેમ છતાં, તેમ છતાં…


યેલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાતે.. – સ્વાતિ શાહ 12

પ્રવાસ એટલે એવી સફર જેમાં મુસાફરીને અંતે કંઈક પામ્યાનો સંતોષ થાય, એ કુદરતનું સામિપ્ય અને સાન્નિધ્ય હોય, જાણકારી હોય, મિત્રો સાથે સરસ જગ્યાઓએ સમય વીતાવ્યાનો આનંદ હોય કે પછી કુદરતની કારીગરી સમા અદ્રુત યાદગાર રચનાઓની વણઝાર જોવાની ઉત્સુકતા હોય. અમારો અમેરિકાનો પ્રવાસ નક્કી કરતી વખતે મનમાં હતું કે કોન્ક્રીટના જંગલમાં તો કાયમ ફરીએ છીએ – રહીએ છીએ એટલે એ નથી જોવું, અમારાં બહેન બનેવીને અમે વિનંતી કરી કે આપણે કુદરતના આશિર્વાદ જેવા, માણસના ચંચુપાતથી દૂર રહેલા નેશનલ પાર્ક જોવા છે. મારાં મનમાં નાનપણથી યેલોસ્ટોન નેશનલ પાર્કનું એક વિશેષ આકર્ષણ અથવા તો કહું કે તેને જોવાનું કુતુહલ હતું. મારાં ફોઈનાં મોઢે એના વિશે ઘણું સાંભળ્યું હતું અને ત્યારથી ત્યાં જવા મન તલપાપડ થયા કરતું. લગભગ છ મહિના અગાઉથી આયોજન શરુ કરી દીધું હતું કારણ એક જ કે અમારે પાર્કની અંદર રહી કુદરતના આ મબલખ આશિર્વાદને પૂર્ણપણે અનુભવવા હતા, માણવા હતા.


ઉઘરાણી – મીનાક્ષી વખારિયા 15

ધખતી જોવાનાઈથી છલોછલ, એવો એક જોરૂકો ઘોડેસવાર ધૂળના ગોટેગોટા ઉડાડતો ગામ વચાળે આવેલાં કૂવાના થાળે પાણી પીવા આવી પૂયગો. જાણે સાક્ષત કામદેવ જ જોઈ લ્યો..! એમાંય પરણેલી ને કુંવારી પનિહારીઓ વચાળે આવેલ જણને પાણી પીવડાવવાની હોડ લાગી… ને ઈ બધીયુંમાં કાચી કુંવારી, વિજીના સીમસીમ કરતાકને નસીબ ખૂલી ગયાં.. ગાગરમાંથી પડી રહેલી પાણીની ધારે ધારે તરસ્યો, ઘુટુક ઘુટુક કરીને પાણી હાયરે, વિજીની નિતરતી જવાનીનેય પી રહ્યો.. ગાગર ખાલી થઈ પણ બેય જણ જાણે પૂતળાં બની ગયાં.


દિવાળી : અતુલ્ય ભારતનો અનન્ય ઉત્સવ – ચેતન ઠાકર 11

અતુલ્ય ભારત – Incredible India! આ શીર્ષક બદલ ભારત સરકારને અભિનંદન આપીએ એટલા ઓછા છે, આપણાં વિશાળ અને વિવિધતાથી છલોછલ દેશને એક જ શબ્દમાં રજુ કરવાનું લગભગ અશકય કહી શકાય તેવું કાર્ય આ બે શબ્દો બખૂબી પૂર્ણ કરે છે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ મારી અંદર રહેલા લેખકના જીવને છેલ્લા થોડા દિવસોથી સતત ઇચ્છા થતી કે દિવાળી જેવો સર્વેના સમન્વયનો, સ્નેહ અને ઉમંગનો, માનસીક રીતે સંપૂર્ણપણે રિચાર્જ કરતો તહેવાર આવે છે તો તેના વિષે કંંઈક વિશેષ લખવું છે.

Rangoli by Hardi Adhyaru

આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૧) 1

મંત્રી રાક્ષસને મગધમાં ઘણું જાણવાનું મળતું હતું તેથી તેના દિવસો ક્યાં જતા હતા તેની ખબર પડતી ન હતી. થોડા દિવસો પછી ગુપ્તચર અચાનક તેમને એક રાત્રે શસ્ત્રાગારમાં લઇ ગયો. તે બહુ મોટું શસ્ત્રાગાર હતું. તેને લઇ જતા પહેલાં તેની આંખમાં કોઈ ટીપાં નાખવામાં આવ્યા. એથી તેને થોડું ઝાંખું દેખાવતું હતું, તે સ્પષ્ટપણે બધું જોઈ શકતો ન હતો. તેમ છતાં તેને આંખે પાટા બાંધીને ઘોડાગાડીમાં લઇ જવામાં આવ્યો હતો. એ સ્થાન પર પહોંચતા લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગ્યો હતો.


હાઈકુ (૨) – હરસુખ રાયવડેરા 8

હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા તેમના હાઈકુનો બીજો ભાગ આજે પ્રસ્તુત છે.