Monthly Archives: December 2011


ત્રણ બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા 6

નાનપણમાં બાળવાર્તાઓની અને જોડકણાઓની નાનકડી પુસ્તિકાઓનો એક સેટ મને કોઈએ આપેલો. કોણે આપ્યો હતો એ તો યાદ નથી, પણ એ જોડકણા અને વાર્તાઓ આજે પણ હજી યાદ આવે ને આનંદ આનંદ થઈ જાય છે. આજે એવી જ સરસ ત્રણ વાર્તાઓ મૂકી છે. ખડબડ ખડબડ ખોદત હૈ… એક બ્રાહ્મણની અને તેના નસીબની વાત છે, બીજી – અકબર બિરબલની, બીરબલની ચતુરાઈની વાત છે તો ત્રીજી ઠાકોર અને રંગલાની ધમાકેદાર હાસ્યવાતચીત છે. ત્રણેય વાર્તાઓ ગિજુભાઈની – મૂછાળી માંની ગુજરાતના બાળકોને ભેટ છે. બાળપણથી વધુ આપણને કયો સમય વહાલો હોય? આજે એ સમયમાં એક નાનકડી ડૂબકી મારીએ.


ચાલો… સભ્યતા સભ્યતા રમીએ ! – રમેશભાઈ ચાંપાનેરી 7

મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક ‘આનંદદ્વાર’ પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો – સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. સભ્યતા સપ્તાહ ના અખતરાનો પ્રસ્તુત હાસ્યલેખ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પ્રસંગનું પુણ્યસ્મરણ – ગાંધીજી 5

ગાંધીજીની આત્મકથા એમના અઠવાડિક નવજીવનમાં ૧૯૨૫ની ૨૯મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિદ્ધ થવા લાગી હતી. પછી તે પુસ્તક સ્વરૂપે બહાર પડી ૧૯૨૭માં. ગાંધીજીના જીવનની કથા એમણે જ લખેલા એક બીજા પુસ્તકમાં પણ આવે છે – દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ. એ તો આત્મકથાની પણ પહેલા લખાયેલું અને પ્રસિદ્ધ થયેલું. એકવીસમી સદીમાં હિંસાના ઓથાર નીચે જીવતી આજાર માનવજાતની તબીબી માવજત કરીને તેને મુક્તિનો માર્ગ બતાવી શકે એવા એક મહાપુરુષે આલેખેલી પોતાના જીવનની સંક્ષિપ્ત કથાનો આ એક અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધીજી અને કસ્તૂરબાના જીવનને લગતા આ મહત્વના પ્રસંગની વાત અહીં આલેખાઈ છે. આશા છે આ વાંચન બધાને ગમશે.


ગ્રો ઓલ્ડ વિથ મી… – રોબર્ટ બ્રાઉન, અનુ. મકરન્દ દવે 3

આજે પ્રસ્તુત છે એક ખૂબ ટૂંકી રચના, ખૂબ ટૂંકો અનુવાદ છતાં ખૂબ લાંબો અને ઉંડો ભાવાર્થ. કવિતા મૂળે રોબર્ટ બ્રાઉનિંગની છે અને અનુવાદ શ્રી મકરન્દ દવેએ આપ્યો છે. મુગ્ધાવસ્થા પસાર કરીને જીવનપથ પર એકબીજાને સહારે આગળ વધી રહેલા એક યુગલના મનની આ વાત છે. વિશ્વાસના વિધાન સાથે સહકાર અને સુંદર સમજણ ધરાવતા આ બંને પરસ્પર મૌનમાં પણ એકબીજાને કેટકેટલું કહી જતા હશે એવો સહેજે વિચાર થાય તેવી સુંદર રચના અને તેનો એવો જ મનહર ભાવાનુવાદ અત્રે પ્રસ્તુત છે. વધુ સમજવાનું ભાવક પર જ છોડી દઈએ તો કેટકેટલા અર્થો નીકળતા દેખાશે? જો કે મકરન્દ દવે એ તો આ આખી રચનાના એક નાનકડા ભાગનો જ અનુવાદ આપ્યો છે, પણ એ પછી મેં મૂળ રચના આખી મૂકી છે. અનુવાદનો પ્રયત્ન કરવા ધારતા મિત્રો માટે એક સરસ પગદંડી તૈયાર છે.


ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧ 14

અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. અક્ષરનાદના વાચકમિત્રો માટે આ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ છે. તો ચાલો કેટલીક ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે જાણીએ.


વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત 11

નવા નવા રચનાકારોને પ્રથમ અને તે પછી અનેકવિધ પ્રસિદ્ધિ માટે માધ્યમ ઉપલબ્ધ કરાવવા અક્ષરનાદ સદાય તત્પર હોય છે. આ વાતના અનુસંધાનમાં આજે માણીએ શ્રી કુસુમ પટેલની એક રચના, તો શ્રી નરેશભાઈ સાબલપરા દ્વારા લગાગા લગાગા લગાગા ગાગાગા સ્વરૂપમાં લખાયેલી સુંદર ગઝલ પણ આજે પ્રસ્તુત છે. વાચકોને જરૂરી પ્રોત્સાહન અને સૂચનો આપ સૌ તરફથી આવકાર્ય છે.


સ્ત્રીકેળવણી – નર્મદ 5

પ્રસ્તુત લેખમાં નર્મદના સ્ત્રીકેળવણી વિષયક વિચારોની અભિવ્યક્તિ સુપેરે અને સ્પષ્ટતાથી કરાઈ છે. ૧૮૩૩ થી ૧૮૮૬ના તેમના જીવનકાળમાં, આજથી સવાસો વર્ષોથી પણ વધુ પહેલા વ્યક્ત કરાયેલા એક સ્પષ્ટવક્તાને છાજે તેવા આ વિચારો નર્મદની વિશેષતા છે. એક કેળવાયેલી સ્ત્રી કુટુંબ માટે, ઘર માટે, સમાજ માટે અને આવનારી પેઢીઓ માટે કેટલું યોગદાન આપી શકે છે એ તેમણે આલેખ્યું ચે. આમ પણ નર્મદ કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમને નાબૂદ કરવાની દિશામાં સદાય લખતાં, તો સ્ત્રી કેળવણીની તેમની આ તરફેણ એ સમયે તો એક સાહસિક પગલું જ ગણાય. પ્રસ્તુત છે સવાસો વર્ષો પહેલા સમાજસુધારણાની દિશામાં લખાયેલો એક અનોખો લેખ.


કે ઝઘડો લોચનમનનો… – દયારામ 2

દયારામ પ્રભુરામ ભટ્ટ મૂળ વડોદરા જીલ્લાના ચાંદોદ ગામના હતા. તેમણૅ અનેક ગરબીઓ, રાસ, આખ્યાન વગેરે રચ્યા છે. ભક્તિરસ અને શૃંગારરસ તેમની પદ્યરચનાઓની મુખ્ય વિશેષતાઓ છે. પ્રસ્તુત ગરબીમાં કૃષ્ણભક્તિ વિષય અંતર્ગત આંખ અને મન એ બે વચ્ચે કૃષ્ણ સાથે પહેલી પ્રીત કોણે કરી એ વિશે મીઠો ઝઘડો ચાલે છે. બન્નેના ઝઘડાનો સુંદર ઉકેલ બુદ્ધિ દ્વારા કરાવી કવિ અનેરી ચમત્કૃતિ સર્જી જાય છે. પ્રસ્તુત રચના ‘દયારામ સુધા’ માંથી સાભાર લેવામાં આવી છે.


પ્રસંગમોતીઓ… – સંકલિત 6

એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા ‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર લીધું છે.


ત્રણ પદ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 5

વાચકોની રચનાઓને યોગ્ય સ્થાન અને પ્રસિદ્ધિ અપાવવાનો અક્ષરનાદનો સદા પ્રયત્ન રહો છે. અક્ષરનાદના વાચક અને હવે મોટાભાગે સતત પોતાની કૃતિઓ પાઠવતા શ્રી જનકભાઈ ઝીઁઝુવાડિયાની ત્રણ કાવ્યરચનાઓ આજે અત્રે પ્રસ્તુત છે. આશા છે તેમના આ પ્રયત્નને વાચકમિત્રો વધાવશે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જનકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૦ 22

અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકતી ચાલતી રહી છે, જો કે સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે. કેટલીક ઉપયોગી, માહિતિપ્રદ અને અવનવી વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ યાદીમાંની અમુક વેબસાઈટ્સ વેબવિશ્વમાં અગ્રગ્ણ્ય છે અને ખૂબ જાણીતી છે તો કોઈક નવી પરંતુ આશાસ્પદ પણ છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો. આ શૃંખલાની હવે પછીની કડીઓમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ વ્યવસ્થાની વિવિધ એપ્લિકેશન્સ વિશે જોઈશું.


જ્ઞાનેશ્વરના રત્નો – સંત જ્ઞાનેશ્વર 3

મૃણાલીની દેસાઈ ‘જ્ઞાનદેવ’ માં લખે છે, ‘જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળા મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઈના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘાડતાં નથી, કોઇને ઉઘાડવા દેતા!’ તો મુક્તાબાઈ કહે છે, ‘તાટી ઉઘડા જ્ઞાનેશ્વરા’ તેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે? એ તાળા છે જ્ઞાનભંડાર પર પડેલા અજ્ઞાનના અને અંધવિશ્વાસના – અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે. આજે પ્રસ્તુત છે તેમની વાણીના કેટલાક સંકલિત અંશો.


બે ઢીંગલી ગીતો – સંકલિત 7

બાળક એટલે આજ, એની જરૂરીયાત કાલ પર ઠેલી શકાય જ નહીં. આવા ગીતો બાળકને લયબદ્ધ – તાલબદ્ધ બનાવે છે, શ્રવણ શક્તિ અને અભિનયશક્તિનો વિકાસ કરે એ, શબ્દભંડોળ વધારે છે, લાગણીઓનો અનુભવ આપે છે અને સૌથી વધુ તો બાળકોને જ્યારે સમૂહ વચ્ચે ગાવાની તક મળે ત્યારે તેમની શરમાળવૃત્તિ – સંકોચ દૂર થાય છે. ભાવોને પ્રગટ કરવાનું એ માધ્યમ છે, ભાષાને ભાવમય અને રસમયા કરવાનું કામ આવા સુંદર ગીતો સહજતાથી કરી આપે છે. બાળકની કલ્પનામાં વસતા ઢીંગલા ઢીંગલી જેવા મિત્રોની સાથે તેમની વાતચીતને, તેની કાલી ભાષામાં ગવાયેલા ગીતને પણ અભિવ્યક્ત કરવાની આપણી ભાષાએ પૂરી વ્યવસ્થા આપી છે. એનો પૂરાવો આજે પ્રસ્તુત કરેલા આ ઢીંગલી ગીતો છે. શ્રી ધનસુખલાલ પારેખ અને શ્રી જયંત શુક્લની પ્રસ્તુત ખૂબ સરસ રચનાઓ બાળકના આ નિરાળા મિજાજને આબેહૂબ ઝીલે છે. પ્રસ્તુત બંને ગીતો શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા દ્વારા સંચય પામેલ બાળગીતોનો સંગ્રહ, ‘ડૂગડૂગિયાં’માંથી લેવામાઁ આવ્યા છે.


જીવનની પ્રયોગશાળાઓ – વિનોબા

વિનોબાજીએ ‘અહિંસાની ખોજ’ માં લખ્યું છે, ‘તેર વર્ષો સુધી ભારતમાં સતત પદયાત્રા ચાલી. કંઈક શાશ્વત કાર્ય આગળ ચાલતું રહે એ દ્રષ્ટિએ મેં છ આશ્રમોની સ્થાપના કરી. આ આશ્રમોએ સારાં લોકોપયોગી કામો કર્યા છે એ કહેતાં મને ખુશી થાય છે. આશ્રમોને મેં ‘લેબોરેટરીના પ્રયોગ’ કહ્યા છે. પ્રયોગશાળા બજારમાં નહીં, એકાંત સ્થાનમાં ખોલાય છે, પરંતુ એમાં જે પ્રયોગ થાય છે એમના માટે જે સામગ્રી એકઠી કરાય છે તે બધી સામાજિક હોય છે. પ્રયોગ તો ‘કંડિશન્ડ’ પરિસ્થિતિમાં કરાય છે પરંતુ એમાંથી નીકળનારા પરિણામ આખા સમાજને લાગુ પડાય છે.’ આવા જ બે આશ્રમો વિશે તેમના વિચારો પ્રસ્તુત છે.


બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ 5

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે તેમની કલમે માણીએ શ્રી હરીશ ધોબીની એક સુંદર ગઝલનો આસ્વાદ. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ આસ્વાદ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


હું નથી (ગઝલ) – જટિલ વ્યાસ 2

આ નવ શે’રની ‘ગાગાલગા’ ના આવર્તન ધરાવતી ગઝલ સુંદર, સાદ્યાંત આસ્વાદ્ય અને ખૂબ જ ચોટદાર છે. વિશુદ્ધ પ્રેમ, પ્રણયની સચોટ ભાવોર્મિઓ, માનવમનની નિર્લેપતા અને ખુમારી જેવા ભાવોને પ્રસ્તુત ગઝલના શે’રમાં સુંદર રીતે પ્રગટ કરાયા છે. સામાન્ય રીતે આટલા બધા શે’ર ધરાવતી ગઝલના બધા શે’ર અસરકારક ન પણ હોય એ શક્ય છે, પરંતુ આ નવ શે’રની ગઝલમાં એક પણ શે’ર એવો વધારાનો કે અસર વગરનો લાગતો નથી અને એ જ આ ગઝલની આગવી વિશેષતા પણ છે.


માછલીઓનું ગામ (બાળવાર્તા) – ઉદયન ઠક્કર 5

નાનપણમાં મિયાં ફુસકી, ચાચા ચૌધરી, ચાંદામામા અને ચંપક વગેરેમાં અનેક વાર્તાઓ વાંચતા, ત્યારની નાનકડી અને સરસ વાર્તાઓ વાંચવાની અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાની ખૂબ મજા આવતી. આજના બાળકો કાર્ટુનની દુનિયામાં જીવે છે, એ જ કાર્ટુન પાત્રોને યાદ રાખે છે, તેમના જેવું કરવાના પ્રયત્નો કરે છે. વાર્તાઓના વિશ્વને તેઓ સતંદર ભૂલી ચૂક્યા છે. સદનસીબે ગુજરાતીમાં હજુ પણ એવી સુંદર બાળવાર્તાઓ પ્રસ્તુત થાય છે જે આજના બાળકો માટે તદ્દન ઉપર્યુક્ત છે. ઉદયન ઠક્કર આપણા આગવા બાળવાર્તાકાર છે. પ્રસ્તુત વાર્તા તેમના બાળવાર્તાના પુસ્તક ‘મેં એક સિંહને પાળ્યો છે અને બીજી વાર્તાઓ’ માંથી સાભાર લેવામાં આવી છે. પ્રસ્તુત વાર્તા વાંચ્યા પછી ઠંડક માછલીનું પાત્ર બાળમાનસમાં ખૂબ સ્પષ્ટ છાપ છોડી જશે એ ચોક્કસ. આ બાળવાર્તાઓના પુસ્તકો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે ! – ‘કાયમ’ હઝારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે. તેઓનું 1992માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.’ ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે. આ સુંદર સંગ્રહ અક્ષરનાદને મોકલવા અને ભાવકોને રસતરબોળ કરવા માટે તેને ડાઉનલોડ વિભાગમાં મૂકવાની તક આપવા બદલ શ્રી ‘કાયમ’ હઝારી સાહેબને નતમસ્તક. આ આખું પુસ્તક આજથી ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.


ખાખ મેં ખપી જાના બંદા… – કબીરજી 8

મહાભારતના વનપર્વમાં યક્ષે યુધિષ્ઠિરને સવાલ પૂછ્યો છે કે આ વિશ્વનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે –

अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् ।
शेषा जीवितुमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥
ગીતાના આ જ બોધને લોકભોગ્ય બનાવીને કબીર સાહેબ લોકો સુધી પહોંચાડે છે, તેઓ કહે છે કે જે શરીર માટીમાં મળી જવાનું છે તેનું અભિમાન શા માટે કરવું? જે સંબંધો છે તે બધા શરીરને સાથે છે – આત્માને કોઈ સંબંધ લાગતો વળગતો નથી, મૃત્યુ બધા સંબંધોને છોડાવી દે છે. કબીરજી આમ સરળ પરંતુ બોધપ્રદ વાણીમાં ગહન વાત ખૂબ સહજતાથી કહી જાય છે.


મંગળસૂત્ર – કિશનસિંહ ચાવડા 5

‘જિપ્સી’ ઉપનામથી જેમણે ‘અમાસના તારા’ જેવું રમણીય ગદ્ય આપ્યું છે તેવા શ્રી કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા આપણી ભાષાના એક આગવા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક હતા. પ્રસ્તુત નિબંધલેખ ‘અમાસના તારા’ એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. લેખક પોતાની માતાને અને તેમના મંગળસૂત્ર સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો અને પ્રસંગવિશેષને ભાવપૂર્ણ હ્રદયે યાદ કરે છે. લેખકની કલમે લખાયેલા ‘બા’ એ નામમાં અને તેમના સ્મરણોમાં જ કેટલું વહાલ છલકાઈ જાય છે. આવા સદાબહાર નિબંધો જ આપણી ભાષાની અમૂલી મૂડી છે.


એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે 6

ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ – લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય માણસ. તેઓ કહે છે, ‘Pity thy nation whose statesman is a fox, whose philosopher is a juggler and whose art is an art of patching and mimicking.’ આ રચનાનો અનુવાદ / આસ્વાદ શ્રી મકરન્દ દવેએ કરાવ્યો છે, જાણે દેશ માટેની જિબ્રાનની વેદનાનો સાક્ષાત્કાર થયો હોય એવો સચોટ અનુવાદ તેમણે આપ્યો છે.