હવે આપ પ્રમુખ ટાઇપપેડનો ઉપયોગ કરીને આપના કોમ્પ્યુટરમાં કોઇપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર સરળતાથી ગુજરાતી અને સાથે અન્ય ભારતીય ભષાઓમાં ટાઇપ કરી શકો છો. આ ટાઇપપેડને અક્ષરનાદ પર જોડવાની પરવાનગી આપવા બદલ તેના ડેવલપર શ્રી વિશાલભાઇ મોણપરાનો આભાર.
શરૂઆત કરવા ‘New Document’ ના ચિત્ર પર ક્લિક કરો. હવે ભાષાના વિકલ્પોમાંથી આપને જોઇતી ભાષા પસંદ કરો. આપના કી-બોર્ડથી આપને જોઇતી ભાષામાં કઇ રીતે ટાઇપ કરવું તે માટે કી-બોર્ડ લેઆઉટ જોવા માટે “अ?” ચિત્ર પર ક્લિક કરો જે ભાષાના વિકલ્પની જમણી બાજુ પર છે.
હવે આપ લેખન શરૂ કરી શકો છો. આપના લખાણને વધુ મઠારવા માટે આપ અહીં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વાપરી શકો છો, જે થોડાક મહાવરા બાદ આપ આસાનીથી કરી શક્શો. આપના લખાણને આપ અહીંથી copy કરીને માઈક્રોસોફટ વર્ડ કે ઓપન ઓફીસ ટેક્સટ જેવા આપના રોજિંદા સોફટવેરમાં Paste કરી SAVE કરી શકો છો.