વાચકોને આમંત્રણ


પ્રિય મિત્રો,

અક્ષરનાદ.કોમ પર આ સુવિધા વર્ષોથી યથાતથ છે અને સર્જકમિત્રો એનો સતત લાભ લઈ રહ્યાં છે..

અક્ષરનો અનંત નાદ આપને આમંત્રે છે ગુજરાતી સાહિત્ય પરિવાર ના સભ્ય બનવા માટે. જો આપ સાહિત્ય પ્રેમી હોવ અને આપને કંઈક લખવાની ઈચ્છા હોય…….. તો  અમને આપનો લેખ, આપની કૃતિ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા માં અત્યંત આનંદ થશે !

લેખ મોકલવા માટે સામાન્ય સૂચનાઓ:

(1)  સ્વરચિત લેખોને અક્ષરનાદ ઝંખે છે. આપનો લેખ સ્વરચિત અને મૌલિક હોવો જોઈએ. લેખ મૌલિક હોવા વિશેની તમામ જવાબદારી જે તે લેખકની રહેશે.

(2) લેખ અત્રે સૂચવેલી બે માંથી કોઇ પણ એક રીતે મોકલી શકાય છે.

હસ્તલિખિત – હસ્તલિખિત લેખ મોકલનારે, લેખ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોએ કાગળની એક બાજુ લખવો.. તેને ટપાલ કે કૂરીયર દ્વારા સંપર્ક વિભાગમાં સૂચલેવા સરનામે મોકલી શકાય છે.

માઇક્રોસોફ્ટ વર્ડ કે ઓપન ઓફીસ ડોક્યુમેન્ટ – આપનું નામ, સરનામું, ઉંમર તેમજ સંપર્ક માટે ટેલીફોન નંબર ( જો હોય તો ) લેખ ની સાથે સંપર્ક વિભાગમાં સૂચલેવા ઈ-મેઈલ દ્વારા મોકલી શકાય છે.

(3) અક્ષરનાદ એ કોઇ સંસ્થા કે પ્રકશનગૃહ નથી. આ એક વ્યક્તિગત પ્રયત્ન છે ગુજરાતી ભાષામાં અભિવ્યક્તિનો, ચાહતને વ્યક્ત કરવાનો, ભાષાને તેના મહત્તમ ચાહકો સુધી પહોંચાડવાનો. ગુજરાતીના અન્ય બધા બ્લોગ/વેબસાઇટની જેમ અહીં પણ વાચકો પાસેથી કોઈ પણ લવાજમની રકમ લેવામાં આવતી નથી. આ કારણસર કોઈ પણ લેખકને આ વેબસાઇટમાં લેખ પ્રકાશિત થયાની કોઈપણ રકમ ચુકવવી શક્ય નથી. અક્ષરનાદ.કોમ નો મુખ્ય હેતુ અભિવ્યક્તિ અને ભાષા પ્રત્યે આદર સાથે પ્રયોગનું એક નવું માધ્યમ પૂરું પાડવાનો, નવા અને યુવા લેખકોને ગુજરાતી સાહિત્યમાં લેખન માટે એક શરૂઆત આપવાનો, પ્રોત્સાહિત કરીને તેમને એક નાનકડું પ્લેટફોમ પુરું પાડવાનો છે.

(4) લેખની પસંદગી તેમજ નાપસંદગીનો અધિકાર સંપાદકનો રહેશે. પસંદ ન કરાયેલા લેખોને પરત કરી શકાય તે અશક્ય હોવાથી દરેક લેખકે લેખ મોકલતા પહેલાં પોતાની પાસે તેની એક કોપી જરૂર થી રાખવી. કૃતિ ની પસંદગી / ના પસંદગી ની માહિતિ જો આપે ઈ-મેઈલ એડ્રેસ આપ્યું હશે તો બે-ત્રણ દિવસની અંદર કરવામાં આવશે. ઉપરાંત સ્વિકૃત કૃતિઓ વેબસાઇટ પર પોસ્ટ થયે પણ જાણ કરવામાં આવશે.

(5) અક્ષરનાદમાં જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા આપના અનુભવો, આપની અભિવ્યક્તિ, આપની વિવિધ મૌલિક કૃતિઓ જેવી કે ટૂંકી વાર્તાઓ, કાવ્ય, ગઝલ,  પ્રવાસ વર્ણન કે આપને ગમતા અને વિચારપ્રેરક એવા કોઇ પણ વિષય પર કૃતિ વગેરે મોકલી શકો છો.

(6) અક્ષરનાદ પર મૂકવામાં આવેલા પ્રમુખ ટાઇપપેડનો ઉપયોગ કરી આપ ગુજરાતી સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં સરળતાથી ટાઇપ કરી શક્શો. આ ટાઇપપેડ પર અહીં ક્લિક કરીને જઈ શકાય છે.

આશા છે આપ આ સુવિધાનો ઉપયોગ કરી આપની રચનાઓ અન્ય વાચકમિત્રો સાથે વહેંચી શક્શો.