The Spy Who Came in from The Cold : એક બેઠકે વાંચવી પડે તેવી જાસૂસી નવલકથા – અશોક વૈષ્ણવ 2
બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીતયુધ્ધમાં વહેંચાઇ ગયા હતા. આર્થિક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજા માટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. અંગ્રેજી ભાષામાં શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ એક મહત્વનો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેના પરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મે ૧૯૭૦ની આસપાસ પહેલી વાર અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા ‘The Spy Who Came in from The Cold’ ની.