Monthly Archives: April 2021


વેદાંગ – શ્રદ્ધા ભટ્ટ 9

વેદ સંપૂર્ણ રીતે સમજવા વેદાંગ ઉપયોગી છે. મંત્રોના ઉચ્ચારણથી લઈને ગ્રહ, નક્ષત્ર અને વૈદિક શબ્દોની ઉત્પત્તિ વિશેની વાતો પદ્ધતિસર રીતે શીખવતું શાસ્ત્ર એટલે વેદાંગ.


તરસ : હુકમસિંહ જાડેજા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 2

ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.


તરસ (ટૂંકી વાર્તા) – હુકમસિંહ જાડેજા 2

એક આધેડ સ્ત્રી, બે પુરુષો અને એમની બે પત્નીઓ એમ પાંચ જણનો કાફલો ધીમેધીમે પંથ કાપી રહ્યો છે. વાંઝણી માની કુખ જેમ રણ અનંત રીતે ફેલાયેલ છે.


Aksharnaad > Laagnionu Gullak : Arzoo Bhurani Ep. 1

Read this article on aksharnaad here.. https://www.aksharnaad.com/2020/12/16/lagnionu-gullak-1/ માનવ! કદાચ આપણે ક્યારેય એટલું ઊંડાણમાં નહીં વિચાર્યું હોય કે કેમ આપણે મનુષ્ય, હ્યુમન, ઇન્સાન કે માનવી કહેવાતાં આ સ્કેવર બોક્સમાં પેક છીએ. જો આપણે માનવ સહિત ઉપરનાં એકપણ શબ્દનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ તો કદાચ એવાં તારણ પર અટકીશું કે એ એવું સજીવ છે જે તેની આસપાસનાં સમાજ સાથે અવિનાભાવે સંકળાયેલું છે; કે સમાજ એની પર અહર્નિશ અને ઉંડી અસર કરે છે. કેવો સમાજ? કયો સમાજ? આપણી આસપાસનાં પ્રાણીઓ કે પક્ષીઓનાં કલબલાટ કે ઘોંઘાટવાળો સમાજ? આપણી આસપાસનાં સિમેન્ટ અને કપચીનાં બનેલાં મકાનો, ઓફિસો અને ગાર્ડનની દિવાલોનો સમાજ? અગણિત ટોળાંની ભીડથી અંજાઈ ગયેલો સમાજ? કે પછી આજનાં કોમ્પ્યુટર યુગનાં કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કે છેવટે રિપ્લેસ કીનો ઉપયોગ કરતો સમાજ?


કોરોનાએ બદલ્યું શિક્ષણનું સ્વરૂપ – હેમાંગી ભોગાયતા મહેતા 7

પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી.

mother helping her daughter use a laptop

અમૂલ્ય ગુજરાતી બાળવિશ્વકોશ – ભારતીબેન ગોહિલ 10

એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું.


શબ્દનો અરીસો! – આરઝૂ ભૂરાણી 1

શાળા કૉલેજ અભ્યાસ શીખવાડી શકે, એને જીવનમાં વાપરવાની રીત નહીં. આપણે ચૅટમાં ઇમોજીનું પૂર લાવી શકીએ પણ મળીએ ત્યારે સરખી રીતે વાત પણ નથી કરી શક્તા.


કોરા કાગઝ થા યે મન મેરા.. – હર્ષદ દવે 4

આરાધના બ્લોકબસ્ટર બની, કુછ તો બાત હૈ ઇસમેં! સિનેમાના સ્ક્રીન સિવાય પરસ્પર પ્રેમની આટલી સુંદર અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ પ્રેમી યુગલે કરી હશે!


latin american lady shooting vlog on phone with ring light

પ્રેમની પતંગ… – મીરા જોશી 8

પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી


Minari : મૂળથી ઉખડેલા લોકોની કથા – નરેન્દ્રસિંહ રાણા 2

Minari એટલે અમેરિકામાં સ્થાયી થવા મથતા કૉરિયન કુટુંબની કથા. ફિલ્મનો મુખ્ય વિષય છે – ઘર. ઘરથી દૂર હોવા છતાં સતત એને હૃદયમાં લઈને જીવતા લોકોની લાગણી મુખ્ય છે.


નૃત્યનિનાદ ૫ : પાત્રપ્રાણ – પરકાયાપ્રવેશ 28

નૃત્ય કે અભિનય કરતી વખતે પાત્રમાં પ્રાણનો સંચાર કેવી રીતે થાય છે? આ માર્ગદર્શિકાની રચના કોણે કરી? સ્વર્ગની અપ્સરાઓનું પણ મૂલ્યાંકન થતું, કયા આધારે?


વાટકીમાં ચોખા, આપણે બેય નોખાં – કમલેશ જોષી 4

આવતું-જતું હર કોઈ મને વહાલ કરતું હતું. કો’ક કો’ક મને ‘અદા’ કહેતું, ત્યારે હું એમને કહેતો, “અદા તો અંદર છે, હું બંટી છું..” એ લોકો હસતા.

boy leaning beside an old man

રેન્ડિયર્સ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 10

બાળપણ, શાળાજીવન, હોસ્ટેલજીવન કોઈ પણ માણસ માટે યાદગાર હોય છે. બાળપણની ગળચટ્ટી યાદો હોય છે તો શાળાજીવનની ખાટ્ટી-મીઠ્ઠી યાદો. જોકે હોસ્ટેલજીવનની તો વાત જ સાવ નોખીં છે. ‘રેન્ડિયર્સ’ આવી જ હોસ્ટેલજીવનની રૉલર કૉસ્ટર રાઈડ છે.


નીતિશતકના મૂલ્યો (૭) – ડૉ. રંજન જોષી 2

શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life.


ઇન્દ્રધનુષની વચમાં રહેલો કોરોકટ્ટ હું.. – નેહા રાવલ 3

તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.