Monthly Archives: April 2008


હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જાય તો પેગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જો એ ખબર પડે તો મજા કેટલી પડે, ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. – મરીઝ


પ્રેમ એટલે શું? – ઊર્મિ 6

પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ એટલે- ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી… પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં… પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં… પ્રેમ એટલે- પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ… પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં… પ્રેમ એટલે રાધા જ નહીં… પ્રેમ એટલે- કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર… પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં… પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં… પ્રેમ એટલે- અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ  – ઊર્મિ ( View Comments for the original link )


ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”

1. કોણ માનશે? આશાનો એ મીનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર પાર હતો કોણ માનશે? ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના, માળીજ તોડનાર હતો કોણ માનશે? પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી, એ દીપ તળે અંધાર હતો કોણ માનશે? કરતો રહ્યો નિદાન જે પ્યારના દર્દનુ, એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે? દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ, એ ડૂબવા લાચાર હતો કોણ માનશે? ઝાકળના એની આંખમાં પૂર હતા “વફા” ને એજ મારનાર હતો કોણ માનશે? 2. તૃષા વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા, કંઇ ઘૂંટડા એ વેદના પીજાય છે તૃષા, તૃષિત હ્રદયની આંખમાં છંટયછે તૃષા. રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા. એહો હરણના કંઠમાં ,ચાતક તણી આંખે, અંગાર થઇને બેઉ માઁ વેરાય છે તૃષા. પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાં, મોતી મહેકના શોધતી પડઘાય છે તૃષા, આ વિરહ રાતે, મુજ ખૂનના કાંઠે વહી જઇને , હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે તૃષા. વરસે સતત મેહૂલ થઇ મારા’વફા’ દ્વારે, બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાય છે તૃષા. 3. બીમારી એ તડપ હૈયા તણી છે,કોઈ બીમારી નથી. એ અલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી. આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી, હા હવે તો છૂટવાની કોઇપણ બારી નથી. જીઁદગીના કાફલા લૂંટાયા તારા ગામમા, તે છતાઁ કહેછે બધાં વાત અણધારી નથી. તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના, વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી. અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી. હું ઈશ્કનો બીમાર છુઁ , બીજી કઁઈ બીમારી નથી  – મોહમ્મદ અલી ”વફા”


એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ 9

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ  – રમેશ પારેખ


જીવનમાં – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે. પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે  – શૂન્ય પાલનપુરી visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ 3 (Addictive) 10

કેટલીક એવી વેબસાઈટસ જે તમે કદાચ સાંભળી નથી પણ સાંભળ્યા પછી તેના બંધાણી થઈ જશો….આ વેબસાઈટસ એક વાર સર્ફ કર્યા પછી તેને તરત ભૂલવી મુશ્કેલ છે… 1. તમે હીરો અને એન્જેલીના જોલી કે ઐશ્વર્યા રાય કે પેરીસ હીલ્ટન હીરોઈન હોય એવી મૂવીનું ટ્રેલર જોવા તમારો ફોટો અહીં બતાવ્યા પ્રમાણે મૂકો અને જુઓ મલ્ટીમીડીયા ની કમાલ….રેગ્યુલર વિશ કરવાના ગ્રીટીંગ્સ કાર્ડ થી કાંઈક વધારે અહીં મળી શકે છે…તમારા મિત્રોના, સંબંધીઓના ફોટા ને ક્લિપ સ્વરૂપે મૂકી એક્સાઈટમેન્ટ ઊમેરી શકો છો… 2. ચહેરાનું મોર્ફીંગ કરો અને મજા કરો….ઉદાહરણ અહીં બતાવ્યુ છે….તમારો અને કોઈ પણ સેલીબ્રીટી નો ફોટો મોર્ફ કરી શકો છો…..મજાની સાઈટ….સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર પ્રમાણે જતા મજા પડશે….એક ઊદાહરણ અહીં આપ્યુ છે. 3.  તમારા ફોટાને ઘણી બધી નાની ઇમેજના સંયોજન સ્વરૂપે જુઓ…..તમારા ફોટાને મોઝેઈક સ્વરૂપમાં ફેરવો અને નાના, મધ્યમ અને મોટા એ ત્રણે સ્વરૂપે સેવ કરવાની, અને બ્લેક એન્ડ વ્હાઈટ કે કલર ફોર્મ માં સેવ કરવાની સુવિધા….કોઈ પણ રજીસ્ટેશન વગર…  4. TEXTORIZER તમારા ફોટાને ઘણી બધી ટેક્સ્ટના સંયોજન સ્વરૂપે જુઓ…..વળી ટેક્સ્ટ પણ સિલેક્ટ કરવાની વ્યવસ્થા, બસ એક ઈમેજ અને થોડી ટેક્સ્ટ સપ્લાય કરો અને જુઓ તમારી ઈમેજ ટેક્સ્ટ ના સંયોજન સ્વરૂપે….આ વેબસાઈટ તમને યૂઝરફ્રેન્ડલી ના લાગે કે અસંખ્ય ઓપ્શન્સ ના દેખાય પણ આ મજાની વેબસાઈટ છે… આ પહેલા મૂકેલી આ જ શ્રેણી ની પોસ્ટસ…..Some Wonderful Websites Part II  &  Some Wonderful Websites….. વાંચી કે નહીં?


આજની ખણખોદ-પત્નિ સ્પેશીયલ (5) – સંકલિત

આજની પત્નિ સ્પેશીયલ ખણખોદ : આ એક એવો પ્રેમી હતો જે તેની પ્રેયસી ને કહેતો કે “તારા માટે હું નર્ક માં ય જવા તૈયાર છું” હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તે ખરેખર નર્ક માં છે. એક માણસ ને અપહરણકારો તરફ થી એક પત્ર મળ્યો કે જો તમે બે દીવસમાં ૧૦૦૦૦૦ રૂપીયા નહીં આપો તો અમે તમને વચન આપીએ છીએ કે તારી પત્નીને અમે મારી નાખીશું બીજા દીવસે તેમને જવાબ મળ્યો “માફ કરશો, બેંક હડતાલ ને લીધે મારા તરફ થી રૂપીયાની વ્યવસ્થા થઈ નથી પણ તમે તમારૂ વચન જરૂર નિભાવજો… શું થયુ? કેમ ઊદાસ છે? મારી પત્ની કહે છે કે તે મારી સાથે ૩૦ દિવસ નહીં બોલે… એ તો સારી વાત છે હા પણ આજે ત્રીસમો દિવસ છે… તમે પ્રેમ કોઈક ને કરો છો અને લગ્ન કોઈક સાથે કરો છો જેની સાથે તમે લગ્ન કરો છો તે તમારી પત્ની બને છે અને જેની સાથે તમે પ્રેમ કરતા હોવ છો એ બને છે તમારા ઈ મેલ એકાઊન્ટ નો પાસવર્ડ દરેક પુરૂષ નું સ્વપ્ન એટલુ સુંદર બનવું જેટલુ તેની માતા વિચારે છે એટલુ પૈસાદાર બનવું જેટલુ તેના બાળકો વિચારે છે એટલી સ્ત્રિઓ સાથે સંબંધ હોવો જેટલા તેની પત્નિ વિચારે છે. પતિ અને પત્નિ એટલે લીવર અને કીડની પતિ એ લીવર અને પત્નિ એ કીડની લીવર ફેઈલ તો કીડની ફેઈલ કીડની ફેઈલ તો….લીવર બીજી કીડની સાથે કામ ચલાવે છે. બ્રેકીંગ ન્યૂઝ જાપાનીઝ લોકોએ એવો કેમેરા બનાવ્યો છે …એમાં એટલુ ફાસ્ટ શટર છે કે એ સ્ત્રિના તેનું મોં બંધ હોય ત્યારે પણ ફોટો લઈ શકે છે…  કહે છે કે આ કૂવામાં પૈસા ફેંકી […]


શું તમે આ ખણખોદ વાંચી? (4) – સંકલિત 3

શું તમારે ડાહ્યા બનવુ છે? તો કશુંક ખૂબ જ મરી મસાલા વાળુ, કશુંક વિવાદાસ્પદ, કાઈક એવુ કે જે બોલ્યા પછી તમે આજતક કે આઈ બી એન પર બ્રેકીંગ ન્યૂઝ માં આવી જાઓ એવુ વિચારો અને પછી ચુપ રહો. (આમ તો બ્રેકીંગ ન્યૂઝ એટલે આ ન્યૂઝનું હવે પછી ઓપરેશન કરી તેને તોડી પાડવામાં આવશે) એર ફક્કડ માં બેઠેલા પેસેન્જરને એરહોસ્ટેસ આવીને પૂછ્યું “શું આપ નાસ્તો લેશો?” “મારા ઓપ્શન્સ શું છે?” પેસેન્જરે પૂછ્યું “હા કે ના” તમે પરફેક્ટ છો એમ સાબિત કરો, મને પત્નિ એ ઝઘડાની પ્રોસીડીંગ્સ માં પૂછ્યું “જો તું માને છે કે નોબડી ઈઝ પરફેક્ટ ?” “હા…” “અને લગ્ન પછી, આઈ એમ નો બડી ?” “હા ” “તો પછી સિમ્પલ, આઈ એમ પરફેક્ટ…” એવા બહાદુર માણસને શું કહેશો જેણે જાણી જોઈને પોતાનો જમણો હાથ વાધ ના મોઢામાં મૂક્યો છે? જવાબ :  ડાબોડી ફક્ત એક ઈંચ વફાદારી, એક મીટર હોંશીયારી થી બહેતર છે. જીંદગી ટેનીસ બોલ જેવી છે, કેટલો જોરથી ફટકો પડ્યો કે કેટલા ઊંચે થી પડ્યા એનું મહત્વ ઓછું છે, પડ્યા પછી કેટલા જલ્દી, કેટલે ઊંચે બાઊન્સ થયા એ અગત્યનું છે. સ્ત્રિ પુરૂષને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે બદલાશે પણ તે બદલાતો નથી, પુરૂષ સ્ત્રિને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે ક્યારેય નહીં બદલાય પણ તે બદલાઈ જાય છે. સ્ત્રિઓને સમજવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. લગ્ન પહેલા પુરૂષો પાસેથી એ આશા રાખે છે, લગ્ન પછી શંકા રાખે છે, પણ સન્માન નો વારો તો મૃત્યુ પછી જ આવે છે. અને આવતીકાલ ની બધી ખણખોદ એવા હેરાન પરેશાન પતિઓને સમર્પિત છે જે […]


તારે આંગણિયે – દુલા ભાયા ‘કાગ’ 6

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…કાપજે રે જી… માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…, તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે  આવકારો મીઠો…આપજે રે…જી… કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…, એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે  આવકારો મીઠો…આપજે રે…જી… વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…, એને માથું એ હલાવી હોંકારો દેજે રે આવકારો મીઠો…આપજે રે…જી… ‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે…., એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે  આવકારો મીઠો…આપજે રે…જી…  – દુલા ભાયા ‘કાગ’ – Dula bhaya ‘Kaag’ ( ભાવનગરના મહુવા પાસે મજાદર ગામમાં 25 નવેમ્બર 1902ના રોજ દુલા કાગનો જન્મ થયો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલાકાગ રચિત ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ ,દુહા-મુક્તક, ભજન, પ્રાર્થના, જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે )


મુશાયરો – વિષય છે મૃત્યુ 5

મૃત્યુ એટલે જીવન નો આખરી મુકામ, સફર નો અંત અને અંત પછીનો આરંભ. કોઈ ની ઈચ્છા પૂછી ને નથી આવતુ આ મોત, એ તો ક્યારેક ખૂબ ભયંકર તો ક્યારેક તદન શાંત, ક્યારેક વિકરાળ તો ક્યારેક દયાજનક. આજે આ મૃત્યુ ના થોડા રૂપો ને કવિઓ એ કેવી રીતે આલેખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ. મનોજ ખંડેરીયા કહે છે કે મૃત્યુ એટલે શરીર માં થી સૂક્ષ્મ તત્વ ના ગમન ની ક્રિયા. કાયા માં થી વિખૂટી પડતી ચેતના ને જ એ મૃત્યુ માને છે. એ ઘટના ને કોઈ કહી દેશે મૃત્યુ અલગ થઈ જતી મારી કાયા ને હું મોત પછી મુક્તિ છે એ વાત ને જો માની લે તો એ કવિ શાના ? ઘાયલ તો કહે છે કે મોત પછી કોઈ ફરક નથી પડતો.. તને કોણે કહી દીધું મરણ ની બાદ મુક્તિ છે? રહે છે કેદ એ ની એ ફક્ત દિવાલ બદલે છે. હરિન્દ્ર દવે મૃત્યુ ને સૂક્ષ્મ રીતે જુએ છે, સ્થૂળ રીતે નહીં, તેઓ કહે છે મ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો તેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો હેમેન શાહ તો વેદ ના પંચ તત્વ વાળા શરીર નું અનુમોદન અનોખી રીતે કરતા તેને વહેંચણી ની એક ક્રિયા કહે છે…. મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા ચંદ્રેશ શાહ તો કાળ ની મેલી મુરાદો જન્મ સાથે જ છતી થઈ જાય છે એમ કહેતા લખે છે કે જન્મની સાથે જ મૃત્યુ નો ચુકાદો હોય છે કાળ ની પણ […]


માનવીના દુકાળીયા દિવસો…. – રામ રામભાઇ 1

માનવીના દુકાળીયા દિવસો…. આજના માનવીને કદી સંતોષ થતો નથી, થશે તો ક્યારે તે ખબર નથી…. મારૂ મારૂ સૌ કરે છે,પણ લઈ જવાનો કાઈ નથી, લઈ જાય તો ખબર નથી.                         આજના માનવીના દુકાળીયા દિવસો….. ખબર બધી જ છે,પણ અજાણ્યો થઈ ફરે છે અને જાણીતાની ખબર નથી…. વિચાર સારા છે, પણ વિચારતો નથી, અને વિચારોની વ્યાખ્યા ખબર નથી.                          આજના માનવીના દુકાળીયા દિવસો….. લોભ કરે છે, કંજૂસ થઈ ફરે છે, પણ કંજૂસાઈ શા માટે ખબર નથી…. ક્રોધ કરે છે, ને શાંત થઈ ફરે છે, તો ક્રોધ આવે કેમ તે ખબર નથી.                          આજના માનવીના દુકાળીયા દિવસો…..                       મોહ કરે છે,ને બેશરમ થઈ ફરે છે ને પ્રેમ કરવાની ખબર નથી…. મોજથી ફરે છે,પણ વિચારતો નથી કે મોજની રાહ સફર નથી.                          આજના માનવીના દુકાળીયા દિવસો….. આજે કલમનો સંતોષ થતો નથી, થશે તો ક્યારે ફરી લખીશું ખબર નથી…. મારૂ મારૂ સૌ કરે છે,પણ લઈ જવાનો કાઈ નથી, લઈ જાય તો ખબર નથી                            આજના માનવીના દુકાળીયા દિવસો…..  – રામ ભાઈ આહીર (મારા મિત્ર અને સહકાર્યકર, અમરેલી તાલુકો, ગામ ભેરાઈ ના વતની) રામ ભાઈની આ પ્રથમ કવિતા છે અને મારા આગ્રહ પર તેમણે આ રચના કરી છે.


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૨) 26

કાલે મૂકેલી પોસ્ટ – બાપા સીતારામ ભાગ ૧ થી આગળ બાપા બજરંગદાસ અને બગદાણા એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગલી નાકાઓ પર જોવા અચૂક મળશે. બાપા બજરંગદાસ નો જન્મ ઝાંઝરીયા હનુમાન ની જગ્યા માં થયો હતો.  શિવકુંવરબા અને હીરદાસજી તેમના માતા પિતા હતા. શિવકુંવરબા એ આશરે સો વર્ષો પહેલા બાપા બજરંગદાસને જન્મ આપ્યો. તેમને ૧૧ વર્ષની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, અને તે ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા અને તપ કરવા કહ્યું. એક વાર જ્યારે બાપા ઊનાળા માં મુંબઈ માં હતા ત્યારે ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ખૂબ માણસ મેળા ને લીધે ભેગુ થયુ હતુ. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. બપાએ ત્યાં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. કહે છે કે બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી. આ ઘટના પછી બાપાની સક્ષમતા વિષે અને તેમના એક મહાન સંત હ્રદય હોવા વિષે ગુરૂજીને કોઈ શંકા ના રહી. ત્યાર પછી શ્રી સીતારામજી એ બાપાને લોક ઊધ્ધાર અને સેવા ના કામ માટે ઝુકાવવા હાકલ કરી. ગુરૂજી એમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બાપાને સમાજ ના લોકો, તેમના જીવન ધોરણ અને તેમની વિચારસરણી માટે કામ કરવા હાકલ કરી, અને બાપા ને સમાજ માં, ભારતના ગામડાઓમાં ફરવાની પરવાનગી આપી. ગુરૂજી ની […]


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)

બાપા સીતારામ…… હમણા બગદાણા જવાનું સૌભાગ્ય મળ્યુ. અચાનક જ મારા માતા પિતા અને સમગ્ર પરિવાર સાથે બગદાણા જવાનો પ્રોગ્રામ થઈ ગયો. મહુવા થી ફક્ત ૩૨ કી.મી. પર આવેલુ બગદાણા ગામ અને ત્યાંના સંત બાપા બજરંગ દાસ વિષે બહુ સાંભળ્યુ છે. પણ બગદાણા ધામ માં જવાનું સૌભાગ્ય હમણાં જ મળ્યુ. એટલે બહુ ઊત્સાહ હતો. મહુવા થી સરકારી બસ માં બેઠા. આમ તો છકડા અને જીપો પણ જાય છે. પણ અમે બસ માં બેઠા. પોણો કલાકે અમે બગદાણા પહોંચ્યા. રસ્તામાં ખેતરો અને હરીયાળી જોઈને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયુ. અને બગદાણા પહોંચી ને તો જે આનંદ થયો છે કે ના પૂછો વાત. મંદિર માં પ્રવેશતા જ કાળ ભૈરવ ભગવાન ની મૂર્તિ છે. ત્યાં પગે લાગી ને અમે ગાદી મંદીર તરફ ગયા. બજરંગદાસ બાપા ના ચરણોના ફોટા ત્યાં છે, અને તેમનો વિશાળ ફોટો છે…ફોટા માં ય બાપા જાણે મલકતા હોય….ને જાણે કહેતા હોય કે “મારા વ્હાલા..આ તો મારા રામજી નું ધામ….આનંદ કરો…” બજરંગ દાસ બાપા બંડી પહેરતા, અને છોકરાવ સાથે એમને ખૂબ ગોઠતુ, બધા છોકરાઓ તેમની પાસે જઈને કહેતા બાપા સીતારામ અને બાપા તેમને બંડીના ખીસ્સા માં થી ચોકલેટ આપતા. લોકો અહીં માનતા પૂરી કરવા ચોકલેટ ની કોથળીઓ મૂકે છે અને પૂજારી બાપા એ ચોકલેટ ત્યાં દર્શન માટે આવતા નાના છોકરાઓને આપે છે અને બોલાવે છે સીતારામ… ત્યાંથી દર્શન કરી અને પ્રસાદ ધરી અમે બાપા ના સમાધિ મંદિર તરફ ગયા. સમાધિ મંદિર માં દર્શન અને પ્રદક્ષિણા કરી ને અમે બાપા જે વૃક્ષ નીચે બેસતા તે તરફ ગયા. ત્યાં ધ્યાન મંદિર છે અને ત્યાં એ ઝાડ ની ડાળીઓ માં એવો આકાર બને છે […]


જીવનની વાસ્તવિક્તા – જીગ્નેશ અધ્યારૂ 5

{ એક વાર્તા અંગ્રેજી માં વાંચી….આમ તો અનુવાદ છે પણ આ અનુવાદ ફક્ત એક અનુવાદ ન રહેતા મનની વાત થઈ ગઈ છે… }   એક રાજાને ચાર રાણીઓ હતી. રાજા તેની ચોથી રાણીને સૌથી વધારે પ્રેમ કરતો. તે રાણી માટે રાજા જાત જાતના વસ્ત્રો અને અલંકારો મંગાવતો, તેના બધા શોખ રાજા પૂરા કરતો અને તેને સૌથી ઊતમ વસ્તુઓ તે આપતો, તેનું સૌથી વધારે ધ્યાન રાખતો.   ત્રીજી રાણી પર રાજાને બહુ વિશ્વાસ નહોતો. રાજા જો કે તેને પણ સદા ખુશ રાખતો, તેને આજુ બાજુના રાજ્યો વિષે માહિતિ આપતો, અને સદા તેને તંદુરસ્ત રહેવા માટે બધી સગવડ કરી આપી હતી. જો કે તેને મનમાં એમ થતુ કે આ રાણી એક દીવસ તેને છોડી ને જ જવાની છે. તે તેની બીજી પત્ની ને પણ પ્રેમ કરતો. તે રાજા માટે સદા વિશ્વાસુ, મિત્ર અને સહ્રદયી હતી. તે રાજાનું ઘણું ધ્યાન રાખતી. ઘણી વાર રાજા તેને અપમાનિત કરતો, અવગણતો પણ તે સદા રાજાની સાથે હતી. તે રાજા ને મુશ્કેલી ના સમયમાં સદા સાથ આપતી. રાજા ની પહેલી પત્ની ખૂબ સરળ અને સુંદર હતી. તેણે રાજાને તેની કીર્તી અને પ્રસિધ્ધી અપાવી હતી. રાજાના શાસનમાં તે અસંખ્યવાર તેને મદદરૂપ થતી. રાજા તેને જરાય પ્રેમ ન કરતો, કે કહો તે છે જ નહીં તેમ જ વર્તતો…પણ આ રાણી તેની સાથે ને સાથે જ રહેતી.   એકવાર રાજા ખૂબ જ બીમાર પડ્યો. તેને ખબર પડી ગઈ હતી કે તેનો અંતિમ સમય નજીક છે. તેને થયું કે લાવ બધી રાણીઓને બોલાવી પૂછી જોઊં કે કોને મારી કેટલી ચિંતા છે… તેણે તેની ચોથી રાણીને બોલાવી, પાસે બેસાડી અને તેને પૂછ્યું […]


કાજળભર્યાં નયનનાં – અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે; ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે; એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે; જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે. હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું, દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે. આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ, આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે. દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં, એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે. હું એટલે તો એને વેંઢારતો રહું છું, સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે. ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં! આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે! ‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં, મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.  – અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ  “ઘાયલ”


દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી 8

 “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.” આ ઘટના ગયા મે – જુન માસની છે,અને હું આ ઘટના ક્યારેય ભૂલી શકું એમ નથી. હું જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે આંખમાંથી આંસુ નીકળી આવે છે. એ સમયે હું સુઝલોન એનર્જી નામની કંપનીમાં જોબ કરતો હતો,હું એમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્લાનીંગ – ડેવેલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ માં એન્જિનીયર હતો. મારી ફરજના ભાગરૂપે મારે ઘણીવાર ગુજરાત અને રાજસ્થાનની સાઇટ પર લાંબી-લાંબી ટુર કરવાની થતી અને એ ટુર દરમીયાન ઘણીવાર અવનવા અનુભવો થતા. અહિં જે ઘટનાની વાત કરવાનો છું એ આવી જ એક ટુર દરમીયાન બનેલી. મે-જુન નો એ સમય હતો, મને અચાનક જ રાજકોટ – જામનગર અને પોરબંદર  જિલ્લાઓની નજીક આવેલી તમામ સાઇટોનો સર્વે કરવાનો  ઓર્ડર મળ્યો હતો. હું વડોદરાથી બસમાં રાજકોટ જવા નીકળ્યો, ત્યાં થોડું પ્લાનીંગ કરી એક આસીસ્ટન્ટ સાથે બીજે દિવસે મારે ગાડી લઇ નીકળવાનું હતું. બીજા દિવસે ડ્રાઇવર ગાડી લઇને આવી ગયો અને અમે ત્રણ જણ, હું, મારો  આસીસ્ટન્ટ અશોક, અને ડ્રાઇવર સર્વે માટે નીકળી પડ્યા. એ સમયની વાત કરું તો ઊનાળો એના ચરમ પર હતો,  વરસાદને તો હજી વાર હતી અને સુર્યનારાયણ આકાશમાંથી ભયંકર આગ વર્ષાવી રહ્યાં હતાં. અમે લોકો ધોરાજી – ઉપલેટા તરફ જઇ રહ્યાં હતાં.અમે ત્યાંનું કામ ફટાફટ પતાવી આગળ જવા નીકળ્યા. અમારે જેમ બને એમ બરડા ડુંગર (પોરબંદર) તરફ જવું હતું.આગળથી એક રસ્તો ભાણવડ તરફ જતો હતો જે બાજુ અમારે જવાનું હતું. બપોરના લગભગ બે વાગ્યા હતાં,ધોમધખતો તાપ હતો અને રસ્તા પર એકલ-દોકલ વાહન સિવાય દુર સુધી કોઇ દેખાતું ન હતું. અમારી ગાડી પણ ઝડપથી આગળ વધી રહી હતી. અચાનક […]


જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે. ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે રિયાજે. જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે. જીવન જેમ જુદાં છે કાયામાં જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે. હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે. – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’


અમારી જિંદગીનો – સૈફ પાલનપુરી 5

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે. તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે. તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે. મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો ! તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે. હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.  – સૈફ પાલનપુરી


કોલેજના એ દિવસો – વિકાસ બેલાણી

કોલેજના એ દિવસો જ્યારે પણ યાદ આવે ત્યારે મનમાં ને મનમાં હસી પડાય છે……..એવા કેટલાક પ્રસંગો અહીં રજુ કરવા માંગુ છું. મારા શહેરથી ૪૦ કિમી દુર બીજા શહેરમાં મારી કોલેજ હતી. સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૫ નું અમારું ટાઇમ-ટેબલ. ઊંઘ પ્રત્યે એ દિવસોમાં પણ મને આટ્લો જ લગાવ હતો,સવારે ૮.૪૫ ની બસ પકડું તો હું ૧૦.૧૫ વાગતા પહોંચી જાઊં…પણ મારી ઊંઘ મારા પર પોતાનું આધીપત્ય સાબીત કરવા માંગતી હોય એમ હું ઘણી વાર પહોંચી ગયા પછી પણ બસમાં ઊંઘતો જ રહી જાઊં અને બસ ઉપડી જાય, છેલ્લે હું આગળના કોઇ સ્ટોપે ઉતરી જાઉં…અને પાછો કન્ડક્ટર અકબરભાઇને ટકોર કરતો આવું કે બિચારા સ્ટૂડન્ટસને ઊંઘમાંથી ઉઠાડવા એ એમની નૈતીક ફરજ છે. આટલેથી જ મારી ઊંઘ મારો પીછો છોડી દેતી એવું નહોતું….પહેલા લેક્ચરમાં પણ હું મોટાભાગે એ અવસ્થામાં રહેતો. અમે ત્રણ મિત્રો, હું, મીતેષ ને પારસ હંમેશા સાથે જ બીજા નંબરની બેન્ચ પર બેસતા અને મસ્તી કરતા. મને યાદ છે કે અમારે એક જોશી સાહેબનો લેક્ચર આવતો અને મારો એક ખાસ મિત્ર ડિકે (દિવ્યકાન્ત) પગની બે આંગળીઓની વચ્ચે લેઝર ગન રાખી સાહેબના કપાળ પર ફેંકતો તો એવું લાગતુ કે જાણે ધિંગાણે ચડવા જતા રાજપુતના ભાલે કોઇએ કંકુથી તિલક કર્યું હોય! બીજો એક દોસ્ત હતો રવિ, એને જુદી આદત ! એ જ્યારે પણ જોશી સાહેબનું લેક્ચર હોય ત્યારે પહેલા આગળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” પછી ક્લાસમાં આવવાના બદલે પાછળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” અને બધા હસી પડતા. મીતેષ તો વળી અલગારી સંત જેવો એને મન કોઇ પણ વિષય, કોઇ પણ સાહેબ, કોઇ પણ લેક્ચર, બાજુની હરોળની છોકરીઓ, એમની અદાઓ,એમની […]


જૈન ધર્મ અને નવકાર 4

જે વ્‍યક્તિ “જિન”નો અનુયાયી હોય તે “જૈન”. આ શબ્દ “જિ” ધાતુ પરથી બન્યો છે. “જિ” એટલે જીતવું. “જિન” એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જિન”. જૈન ધર્મ એટલે “જિન” ભગવાનનો ધર્મ જૈન ધર્મનો પરમ પવિત્ર અને અનાદિ મૂળમંત્ર છે- ણમો અરીહંતાણં ણમો સિદ્ધાણં ણમો આઈરીયાણં ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં ********* અરિહંતો કો નમસ્કાર અરિહંતો કો નમસ્કાર , શ્રી સિધ્ધો કો નમસ્કાર, આચાર્યો કો નમસ્કાર, ઉપાધ્યાયો કો નમસ્કાર, જગમેં જિતને સાધુગુળ હૈં, મૈં સબકો વન્‍દૂ બાર-બાર. અંતરો ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમિત,પદમ, સુપાર્શ્વ જિન રાયા. ચંદ્ર, પુષ્પ, શીતલ, શ્રેયાસ, નમિ, વાસુપૂજ્ય પૂજિત સુર રાય. વિમળ-અનન્ત-ધર્મ જસ ઉજ્જ્વલ, શાંતી-કુન્થુ-અર મલ્લિ નાથ. મુનિસુબ્રત, નમિ, નેમિ, પાશ્ર્વ પ્રભુ, વર્દ્ધમાન પદ પુષ્પ ચઢાય. ચૌબીસોં કે ચરણ કમલ મેં, વંદન મેરા બાર-બાર . અરિહન્તો. ॥૧॥ જિસને રાગદ્રેષ કામાદિક, જીતે સબ જગ જાન લિયા. સબ જીવોં કો મોક્ષ માર્ગ કા, નિ:સ્પૃશ હો ઉપદેશ દિયા. બુદ્ધ-વીર જિન હરિ હર બ્રહ્મા, યા પૈગમ્બર હો અવતાર. સબકે ચરણ કમળ મે મેરા,વન્દન હોવે બાર-બાર. અરિહન્‍તો ॥૨॥ ******** જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ “તીર્થ” કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને તીર્થંકર કહેવાય છે. જ્યારે અવતારને પરમાત્માનું જ પ્રતિરૂપ માનવામાં આવે છે જે સમયાંતરે જુદા જુદા સ્વરૂપે જન્મે છે. જૈન ધર્મ અનુસાર 24 તીર્થંકરો છે. પહેલા તીર્થંકર ઋષભનાથજી છે તો ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે. ઋષભનાથજીને “આદિનાથ”, પુષ્પદંતને “સુવિધિનાથ” અને મહાવીરને “મહાવીર”, “વીર”, “અતિવીર” અને “સન્મતિ” પણ કહેવાય છે. જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63 જેટલી માનવામાં […]


આજની શોલે…I.T. Sholey 7

ગબ્બરસિંહ કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે. ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે… “અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો, નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બર ત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…” ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને તેના ડમી ડેવેલોપરો ને કોઈ સોફ્ટવેર સપ્લાય નહીં કરે કાલીયા : વિચારી લો ઠાકુર, જો ગબ્બરને ખબર પડી કે તેના ડેવેલોપરોને રામગઢ માં થી સોફ્ટવેર નથી મળ્યા, તો સારૂ નહીં થાય કાલીયા : કોણ રોકશે અમને?? ઠાકુર : હું અને મારા માણસો ત્રણેય ડાકુ જોર જોર થી હસે છે….”ઠાકુર કોલ સેન્ટર વાળાની ફોજ બનાવી છે….” ઠાકુર : કાલીયા, મોંઢુ ઊઠાવીને જો, ડીબગર્સ તારી સિસ્ટમ પર લોગીન કરી રહ્યા છે… કાલીયા માથુ ઊંચુ કરીને જુએ છે, સામે ટાંકી પર વીરૂ એનું નવુ લેપટોપ લઈને પાવર બીલ્ડર શરૂ કરે છે અને બીજી બાજુ જય એન્ટીવાઈરસ ચલાવી રહ્યો છે. વીરૂ : જા ગબ્બરને જઈને કહી દે કે એની સીસ્ટમ અમે હેક કરી લીધી છે અને આટલુ બોલતા એ સ્ટાઈલ થી ગબ્બરની સિસ્ટમ હેક કરવા એન્ટર પર ક્લિક કરે છે. ગબ્બરના અડ્ડા પર ગબ્બર : કેટલા પ્રોગ્રામર હતા? કાલીયા : બે સરકાર ગબ્બર : હં….એ બે હતા..આને તમે ત્રણ, તો પણ એ મારી સિસ્ટમ હેક કરી ગયા? શું વિચારીને તમે પાછા આવ્યા હતા? કે સરદાર ખુશ થશે ? એપ્રાઈઝલ આપશે…નવુ એસાઈનમેન્ટ અને ઈન્ક્રીમેન્ટ મળશે એમ? અહીં થી પચાસ પચાસ કોસ દૂરી પર જ્યારે કોઈ બાળક એની સિસ્ટમ પર લોગિન કરે છે તો એની મા એને કહે છે, કે બેટા લોગ […]


વૈષ્ણવજન તો તેને રે (શાળાની પ્રાર્થનાઓ) 5

મારી શાળાની પ્રાર્થનાઓ – Part III વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે….. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ્છ કાચ્છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે….. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે….. મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે….. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે….. – નરસિંહ મહેતા *************************** આ પહેલા મૂકેલી મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II


ડિસ્કવરી ઓફ ઇંડિયા – જવાહરલાલ નહેરૂ

पूरब ने तूफान के आगे सिर झुका लिया सब्र और गहरी लापरवाही के साथ, उसने फौजों को सिर के ऊपर से गुजर जाने दिया और फिर वह विचार में डूब गया આવું કવિએ કહ્યું છે અને તેની પંક્તિઓ ઘણી વખત ગાવામાં પણ આવે છે. આ વાત સાચી છે કે પુર્વ કે પછી તેનો તે ભાગ જેને હિંદુસ્તાન કહેવામાં આવે છે તે વિચારમાં ડુબવાનું પસંદ કરતો રહ્યો છે અને ખાસ કરીને તે વાતો પર વિચાર કરવાનો તેને શોખ રહ્યો છે જેને થોડાક એવા લોકો જે પોતાને અમન પસંદ કહેશે, બેઢબ અને બેમતલબ સમજશે. તેને હંમેશા વિચાર અને વિચાર કરનારની (શ્રેષ્ઠ મગજવાળાઓની) કદર કરી છે અને તલવાર ચલાવનાર અને પૈસાવાળાને હંમેશા તેનાથી ઉંચા સમજવાની મનાઈ કરી દીધી છે. પોતાની પસ્તીના દિવસોમાં પણ વિચારનો તરફદાર રહ્યો છે અને તેનાથી તેને થોડીક હાશ મળી છે. પણ આ વાત સાચી નથી કે હિંદુસ્તાને ક્યારેય પણ ધીરજની સાથે તોફાનની આગળ માથુ નમાવી દિધું હોય કે પછી વિદેશી ફૌજના માથા પરથી પસાર થવામાં લાપરવાહ રહ્યાં હોય. તેને હંમેશા તેનો સામનો કર્યો છે (ક્યારેક સફળતાની સાથે અને ક્યારેક અસફળતાની સાથે) અને જ્યારે તે અસફળ પણ રહ્યો હોય તો તેને પોતાની સફળતાને યાદ રાખી છે અને બીજા પ્રયત્ન માટે પોતાને તૈયાર કરતો રહ્યો છે. તેને બે રીતો અજમાવી છે – એક તો એ કે તે લડ્યો છે અને તેને હુમલાખોરોને મારીને ભગાડી દિધા છે, બીજી એ કે જેને તે ભગાડી નથી શક્યો તેમને તેણે પોતાની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને સિકંદરની સેનાનો જોરદાર કામયાબી દ્વારા સામનો કર્યો અને તેની મોત બાદ ઉત્તરમાંથી તે સેનાને પણ મારીને ભગાડી દિધા […]


લખી શક્યો – વિકાસ બેલાણી

રાતોમાં જાગીને હું, ઊજાગરા લખી શક્યો, સાથે જોયેલા આપણા શમણા લખી શક્યો, તન્હા હતું વાતાવરણ, એમાં તારો વિરહ આંસુ નીતરતી આંખ થી હીબકાં લખી શક્યો પ્રશ્નો લખી શક્યો, હું વિષાદો લખી શક્યો, મથ્યો ઘણું’યે તોય ના ઊતર લખી શક્યો બધું લૂંટાવી તારા પર, એક વાત જાણી કે, થયો બરબાદ જે ક્ષણમાં, પ્રણયને ઓળખી શક્યો ઊતાર્યું છે ‘રૂષભ’ આખું હ્રદય, મેં શાયરીમાં જો છતાં પણ વાત ક્યાં છાની’યે કોઈપણ લખી શક્યો ?  – વિકાસ બેલાણી ‘રૂષભ’