શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા 9


મહુવા ખાતે 25, 26 અને 27 ફેબ્રુઆરી દરમ્યાન પૂજ્ય શ્રી મોરારીબાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા સદભાવના પર્વ ના બીજા દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંગીતકાર, ગાયક, ગીતો ના રચયિતા અને અભિનેતા શ્રી શેખર સેન દ્વારા સંગીત સંધ્યાનો ખૂબ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય શ્રી બાપુના લીધે મહુવાના લોકોને ગીતકલા અને સંગીતનો અનેરો સંગમ જોવા મળ્યો.

શેખર સેન સાહેબે શરૂઆત કરી શ્રી નરસિંહ મહેતાના “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ….”  થી. વાતાવરણને તેમણે ખુબજ ભાવનાસભર અને ભક્તિમય કરી દીધું.

તેમણે કવિ શ્રી પ્રદીપને યાદ કર્યા, પ્રદીપજી વિશે બોલતા તેમણે કહ્યું કે એક વાર જ્યારે તેમની પાસે પોતે ગયેલા ત્યારે પ્રદીપજીએ તેમને પોતાની રચના ગાવા માટે આપવાની ના પાડેલી, કે બંગાળીઓને હું મારી રચનાઓ આપતો નથી. કારણ પૂછતાં પ્રદીપજી બોલ્યા હતાં કે બંગાળીઓ પોતાની તરજો પર ગીત ગાય છે અને મારે એવા ગીતકારની જરૂર છે જે મારી ધુન પર જ ગીત ગાય, આમ કવિશ્રીના જીવતા તેમનું ગીત ગાવાનો અવસર શેખર સેન સાહેબને મળેલ નહીં પરંતુ તેમના અવસાન બાદ તેમની પુત્રીએ પરવાનગી આપેલી.

પ્રદીપજીની એક રચનાને આ યાદ સાથે તેમણે ખૂબજ સુંદર સ્વરમાં ગાવાની શરૂઆત કરી. આ રચના જાણે પોતાના માટે કડવાણી હોય તેમ વાપરી શકાય છે તેવો અનુભવ શેખર સેન સાહેબનો છે. તેઓ કહે છે કે જ્યારે તમને લાગે કે તમે કાંઇક થઇ ગયા છો, અને અભિમાન તમારા મનમાં જગ્યા બનાવવા લાગે ત્યારે આ ગીત અચૂક યાદ કરજો….

कभी कभी खुद से बात करो, कभी कभी खुद से बोलो,

अपनी नजरमें तुम क्या हो…, मन के तराजु में तोलो,

हरदम तुम बैठे ना रहो, शोहरतकी इमारत में,

कभी कभी खुदको पेश करो, आत्मा की अदालतमें,

केवल अपनी कीर्ती ना देखो, कमीयों को भी टटोलो,

अपनी नजरमें तुम क्या हो, मन के तराजु में तोलो ….कभी कभी

दुनिया कहती कीर्ती कमाके, तुम हो बहुत सुखी,

मगर तुम्हारे आडम्बर से हम है बहुत दु:खी,

कभी तो अपने ह्रदयभवन की, बन्द खिडकियां खोलो,

अपनी नजरमें तुम क्या हो मन के तराजु में तोलो….. कभी कभी ….

ओ नभमें उडने वालो, जरा धरती पर आओ,

अपनी पुरानी सरल सादगी फिरसे अपनाओ,

तुम संतोकी तपोभूमी पर मत अभिमानसे डोलो,

अपनी नजरमें तुम क्या हो ……

દેશના ભાગલા થયા ત્યારે ઘણા સાહિત્યકારો ભારત છોડીને પાકિસ્તાન પણ સ્થાયી થયેલા, શેખર સેન સાહેબે એવા એક સંગ્રહનો પ્રયત્ન કરેલો જેમાં તેમણે આવા ભારતીય પાકીસ્તાની સાહિત્યકારો દ્વારા 1947 – 1957  માં રચાયેલી ભક્તિરચનાઓ વિશે વાત કરી. મોટાભાગની રચનાઓ હિન્દીમાં છે, પાકિસ્તાનમાં અને ભાગલાના, યુધ્ધના સમયની આસપાસ રચાયેલી હોવા છતાં આ રચનાઓ એ જ સંદેશ આપે છે જે આપણી સિંધુ સંસ્કૃતિ પુરાતન કાળથી આપતી આવી રહી છે.

પહેલી રચના તેમણે એક દોહા સ્વરૂપે સંભળાવી, રચયિતા : ઝૈબા અખ્તર

बांसुरी हाथमें, पकडे, मूंह पर छीडके नीला रंग,

सबही कृष्ण बने तो राधा नाचे किसके संग,

अंतरयामी के दर्शनको अंतरग्यानी जाये,

सहज ही बनवास से कोइ राम नहीं बन पाये, …. बांसुरी हाथमें पकडे मूंह पर ….

सहबाजी करने चली है उसके किनारे ध्यान

जिस सागरमें डूब चुके है बडे बडे गुळवान …. बांसुरी हाथमें पकडे मूंह पर …..

ઝહેરા નિગાહની આ રચના તે પછી તેમણે પ્રસ્તુત કરી,

सीताको देखे सारा गांव,

आग पे कैसे धरेगी पांव,

बच जाऎ तो देवी मां,

और जल जाए तो पापन

जिसका रूप जगत की ठंडक,

अग्नि उसका दर्पन…. सीता को देखे …

अग्नी पार उतरके सीता

जीत गइ विश्वास

देखा तो हाथ बढाये

राम खडे थे पास

उस दिन से संगत में आया,

सचमुचका बनवास …. सीता को देखे …

આ સુંદર પ્રસ્તુતિ પછી તેમણે સવૈયા અને છપ્પા જેવી વ્રજભાષાની કેટલીક મહાનતમ રચનાઓ પ્રસ્તુત કરી, જે સંકલન હતું એ રચનાઓનું જેના રચયિતા કવિઓ હતા રસખાન, સૂરદાસ, વાહિદ અને શેખઆલમ.

સૌ પ્રથમ તેમણે રસખાનની રચનાથી શરૂઆત કરી …. રસખાનનું સાચું નામ હતું સૈયદ ઇબ્રાહિમ જે ઇરાનથી ભારતમાં આવ્યા હતાં, વૈષ્ણવ પરંપરાના વ્રજભાષાના શ્રેષ્ઠ કવિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેમની રચના ….

धूरी भरे अति शोभित श्यामल कैसी बनी सिर सुंदर चोटी,

खेलत खात फिरै अंगना पग पैजनैया कटी पीली कछौटी

वा छबि को रसखान विलोकत वारत काम कलानिधि कोटी

काग के भाग कहा करीए हरी हाथ से ले गयो माखन रोटी…

=======

ओ री ओ मैया  कबही बढेगी चोटी,

कीति बार मोहे बाली बनाइ, ये अजहु है छोटी …..ओ री ओ मैया ….

का तुं दूध पिलावत पचि पचि, देत न माखन रोटी

सूर श्याम करत दाउ भैया, रह गइ चोटी मोरी छोटी ….. ओ री ओ मैया …..

=======

सुंदर सुजान पर, मंद मुस्कान पर बांसुरी की तान पर फौरन ठगी रही,

मूरती विशाल पर, कंचन की माल पर, खंबन गाल पर, फौरन ठगी रही,

भौहे धनु नैन पर, नौने जुग रेन पर, कुदरत पैन पर, वाजिद लगी रहे

चिंतन माखन पर,  सांवरे सजन पर, नंद के नंदन पर लगन लगी रहे…

તે પછી તેમણે એક ગઝલ રજૂ કરવાની પરવાનગી પૂજ્ય બાપુ પાસે માંગી. જયપ્રકાશ નારાયણ પર આપાતકાળ દરમ્યાન જ્યારે લાઠી ચાર્જ થયો, સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી કે એ લાઠી તેમણે નથી મારી. શ્રી દુષ્યંત કુમાર ત્યારે એક સરકારી અધિકારી હતા. તેમણે આ વિષય પર એક ગઝલ લખી, તેમને સસ્પેંડ કરવામાં આવ્યા, તેમણે એક જૂની કાર ખરીદી, તેઓએ તેમના અધિકારીને જઇને કહ્યું કે જે દિવસે મને નોકરી માંથી નિલંબીત કરવામાં આવશે ત્યારે નવી કાર લઇશ. કહે છે કે હિન્દી સાહિત્યમાં દુષ્યંત કુમાર જેવો કવિ થયો નથી કે થશે નહીં.

वो आदमी नहीं है, मुकम्मल बयान है,

माथे पे उसके चोट का गहरा निशान है,

इक सरफिरे को यूं नहीं बहला सकेंगे आप,

ये आदमी नया है मगर सावधान है,

सामान कुछ नहीं, फटे हाल है मगर,

झोलेमें उसके पास, कोइ संविधान है.

इक रोज इस जगहसे लुढकते चले गए,

हमको पता नहीं था के कितना ढलान है.

– श्री दुष्यंतकुमार

========

कुछ सीधे सादे प्रश्न है जवाब दीजिए,

बस अपनी आत्मा को ही हिसाब दीजिए,

कहीए के कौन छीन गया हमसे संस्कृति,

भाषाभी सपनी भूल गए कैसी है स्थिति,

अपना लिबास भूल गए, भूले आचरळ,

घूटना प्रळाम करते है, छूते नहीं चरळ,

देखें की ये पठाइ, हम कैसे बन गए,

मां बाप ही हमारे, अब बोज बन गए,

अहसान मानना तो हुइ है पूरानी बात,

बेशर्म यूं हुऎ के बेशर्मीको दी है मात, …. कुछ सीधे सादे प्रश्न …..

दिनमें कितनी बार झूठ बोलतें है आप,

क्या अपने आपको कभी टटोलते है आप?

अब कसमसे एक कसम सच्ची खाइए,

और कीतनी झूठी कसमें खाते है बताइए,

दूसरोँ के दुखमें क्या भीगते है नैन,

अन्याय होता देख मन क्या होता है बेचैन

अगर नहीं तो जानिऎ पशु हो गऎ है आप,

इंसान की खाल ओढे फिरते है जनाब ….. कुछ सीधे सादे प्रश्न ….

कोइ मर गया इस बात का असर नहीं होता

यहां रोने वाली बात पे कोइ नहीं रोता,

यहां चोर पुलिस शत्रु नहीं जिगरी यार है,

और भूखे मर रहे है जो इमानदार है,

ये क्या था किसका पाप था जमीन मिल गइ

दहशत के मारे लोगोंकी झबान सिल गइ,

सच्चे के पास उसके कोइ अपने नहीं है,

बच्चे की आंखोमें भी कोइ सपने नहीं है, ….. कुछ सीधे सादे प्रश्न ….

चरित्रहीन जो भी है वो पूजनिय है

ये परिस्थिति भी कितनी निंदनिय है

गुरका आदर नहीं तो ज्ञान है बेकार,

इस सभ्यता समाजको धिक्कार है धिक्कार

इस देश को कैसे बचाएं बताइए,

कैसे शिखर पे ले जाऎ बताइए,

वो दिन कब आऎगा की होगा सत्य का ही राज,

और देशभक्त होने में आऎगी नहीं लाज, …. कुछ सीधे सादे प्रश्न है ……

એકથી એક સુંદર રચનાઓ, એક સંગીતમય વાતાવરણ અને તેમાં શ્રી શેખર સેન સાહેબનો સુંદર પણ સ્પર્શી જતો અંતર્નાદ સાંભળવાવાળાઓ આનંદસાગરમાં ડૂબી ગયા. અંતે તેમણે એક બંગાળી રચના પ્રસ્તુત કરી અને કાર્યક્રમની સમાપ્તિ થઈ. આ સંગીત સંધ્યા મને લાંબા સમય સુધી તેની રચનાઓની અદભુત પસંદગી અને શેખર સેનના સુંદર અવાજના લીધે યાદ રહેશે.

( નોંધ : શેખર સેન સાહેબની આ ભક્તિ સંગીત સંધ્યા મોબાઇલથી રેકોર્ડ કરેલી છે અને આ લેખ એ મોબાઇલ રેકોર્ડીંગને આધારે સંપાદિત કરવામાં આવ્યો છે. )

જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા