Monthly Archives: September 2010


એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા 2

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત ગઝલો તેમની સત્વશીલ મરમી વાતોને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા ખૂબ જ થાય છે, પરંતુ તેમાં રહેલા સત્વને માણવાનું આવી ચર્ચાઓમાં રહી જાય છે. ગઝલનું આવું સૌંદર્ય માણવા મળે એ આપણું સદભાગ્ય જ કહેવાય ને!


સંક્ષેપીકરણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો 4

સંક્ષેપીકરણ કરવાની જરૂરત કયારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈ ત્યારે આ સવાલ થયેલો. જો કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેણે પૂરી પાડેલી માહિતિને ટૂંકી કરવાની જરૂર પડે, અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિષય વિશે આટલું સમજવું અને સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ.


ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ 1

પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું – દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય – તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, “ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું” દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી “બસ સહનનું એવું બલ દે” – એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.


તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ 7

તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ. અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણ કહે છે કે માત્ર મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને – ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. આવા સુંદર ચિંતન સાથેનો અનેરો પ્રેમાળ નિબંધ.


STOP PRESS – ગર્વ લેવા જેવા નોખા ભારતીયની અનોખી વાત 13

એક ખૂબ જ અગત્યની અને આપની એક નાનકડી મદદ માંગતી વાત, એક ભારતીયને, એના અનોખા કામને એક નામ અને મદદ અપાવવાની વાત. એક ભારતીયના સદભાવનાના, સમાજોપયોગી કામને આખાય વિશ્વમાં ઓળખાણ અપાવવાનો, એના કામમાં મદદ કરવાનો અનેરો ઉત્સવ અને અવસર. આજનો આ લેખ અવશ્ય વાંચશો.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૯ – ગૌરાંગ ઠાકર (ગઝલ આસ્વાદ) 9

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે ગઝલના આસ્વાદની વાત કરીએ. ગઝલનો પૂરેપૂરો આનંદ પામવા તેની સાચી સમજણ અને તેમાં વપરાયેલા વિવિધ પ્રતીકો અને કવિકર્મની સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિભાવંત ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા સૂરત શહેરના હાલનાં અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોમાં તેમના બંને ગઝલસંગ્રહો, “મારા હિસ્સાનો સૂરજ ” અને “વહાલ વાવી જોઈએ” પ્રસંશા પામ્યા છે, તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ સાથે સાથે અધ્યાત્મિકતાનો રંગ પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. અક્ષરનાદની ચાલો ગઝલ શીખીએ શ્રેણી માટે આજનો આ આસ્વાદ લેખ શ્રી ગૌરાંગ ઠાકરે ખૂબ જ સ્નેહપૂર્વક તૈયાર કરી આપ્યો તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ 6

લગાગા નાં બે આવર્તન વાળી ટૂંકી બહેરની ગઝલ રચનામાં આ પ્રથમ પગરવ છે, એક પ્રેમી પ્રેમની સજા રૂપે, એને મળેલી નિષ્ફળતા વિશે શું વિચારી શકે એ આલેખવાનો એક નાનકડો પ્રયત્ન છે. એકમેકના થવાની જે તીવ્રતા હોય છે તેને બદલે અચાનક પ્રેમમાં મળેલી નિષ્ફળતા જે અજબ ઉદાસીનો, હ્રદય તૂટ્યાંનો અને એકલતાનાં લખલખાં જેવો અનુભવ કરાવી જાય છે એનું અછડતું આલેખન મૂકવાનો યત્ન છે.


ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર 2

‘સંસ્કૃતિનો વિસ્તાર’ એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ‌‌‌‌‌‌‌ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે.અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયાં તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળમાં ઠંડક અને શીયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૂતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે. હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે. અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.


ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા 5

સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ “તારા અભાવમાં…” સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે. ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આજે પ્રસ્તુત છે શ્રી ધૂની માંડલિયાના આ કાવ્યસંગ્રહનો તરુણ મહેતા દ્વારા આસ્વાદ લેખ.


એક વરસાદી અછાંદસ – જીજ્ઞેશ અધ્યારૂ 6

વરસાદની આ મૌસમમાં જો કોઈનો વિયોગ સૌથી વધુ સાલે તો એ છે પ્રિયપાત્ર. એ સ્નેહીજન આવી ભીની રંગતમાં પણ દૂર છે, એમના આવવાનો વર્તારો છે, પણ એ ક્યારે આવશે એ તો કેમ કહેવાય? કુદરત પણ જાણે એમના આવવાના સમાચારથી ખુશ થઈ ઉઠી છે, ઝૂમી ઉઠી છે, આવા વિહવળતાભર્યા સંજોગોમાં એક અછાંદસ સ્ફૂર્યું ને અહીં મૂક્યું એ બધુંય પેલી નાનીશી વાદળીએ વરસાવેલી વાછટ જેટલું જ સાહજીક, આહ્લાદક છે.


કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. આજે ગઝલના છંદો પારખવા વિશે જાણીએ. ગઝલના છંદો પારખતાં શીખવા ગઝલના લગા’ત્મક સ્વરૂપનો પરિચય જરૂરી છે, આ શૃંખલામાં આપણે ગઝલરચના માટે વિવિધ લગા’ત્મક સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે કેટલીક ગઝલોના છંદ પારખવાનો મહાવરો અને પ્રયત્ન કરીશું


નવો મગર અને નવો વાંદરો – બકુલ ત્રિપાઠી 6

શ્રી બકુલ ત્રિપાઠીનો હાસ્યકથા સંગ્રહ “શેક્સપિયરનું શ્રાદ્ધ” એ નામે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયેલો, કુલ ૨૫ હાસ્યલેખોના આ અનેરા ખડખડાટ સંગ્રહમાં વિષયશિર્ષકો પણ એવા જ અનેરા છે, જેમ કે, વાટકી-એક રહસ્યકથા, પિનાક વિનાના પિનાકપાણી, કવિતાનું શું થયું, ડોક્ટર થર્મોમીટર ગળી ગયા વગેરે. આજે આ હાસ્યસંગ્રહમાંથી માણીએ એક પ્રતિવાર્તા, નવો મગર અને નવો વાંદરો.


અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા … 9

અક્ષરનાદ દ્વારા ઓગસ્ટ ૨૦૧૦ માં મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ થી ૭ ના વિદ્યાર્થી મિત્રો માટે એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન થયેલું, અક્ષરનાદનું આ પહેલું નાનકડું સાહસ હતું. આ આખાય અનુભવ વિશે, તેના પ્રસંગોચિત સ્મરણો અને એ આખીય પ્રક્રિયાએ આપેલા વિચારબીજ વિશેની વાત આજે અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


આઝાદી કી મશાલ – મહેન્દ્ર મેઘાણી (પુસ્તક ડાઉનલોડ) 1

આઝાદી કી મશાલ પુસ્તક દેશની સ્થિતિ વિશે વર્ષો પહેલા સંકલિત પરંતુ આજના સમયમાં પણ પ્રસ્તુત એવો ખજાનો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતમાં લડવૈયાઓ અને આઝાદી પછી દેશના ઘડવૈયાઓ દ્વારા આપણને અપાયેલા સત્વશીલ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહે નહીં, તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. પ્રજાસત્તાકની સ્થાપના પછીનાં સાઠેક વરસોમાં દેશમાં દુષ્ટ બળોની એવી રમણા અવરનવાર ચાલતી રહી છે. આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણકરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આ પુસ્તક અનેક મહાપુરૂષોના આચાર અને વિચારના મંથનનો પ્રસંગોનો પરિપાક છે તો સાથે સાથે આપણા માટે એક અનેરા વિચારમંથનની શરૂઆત છે. ઇ-પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કરતાં અનન્ય ગૌરવની લાગણી થાય એવી આ પુસ્તિકા વાંચવા લાયક – વહેંચવા લાયક છે.


ત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત ત્રણ કાવ્ય રચનાઓ વિવિધ વિષયોને આવરી લઈને તેમણે કરેલા સુંદર સર્જનનું પ્રતીક છે. પ્રથમ કાવ્યમાં તેઓ પૃથ્વીની, ધરતીની કેટલીક વિશિષ્ટતાઓ વર્ણવી છે, બીજી કાવ્ય રચનામાં તેમણે હરીયાળી વિશે મનોહર વર્ણન કર્યું છે અને ત્રીજા કાવ્યમાં જીઁદગીની વિવિધ પરિસ્થિતિઓને આલેખવાનો સુંદર પ્રયાસ એમણે કર્યો છે. ત્રણેય કાવ્યરચનાઓ સુંદર થઈ છે એ બદલ શ્રી જનકભાઈને અભિનંદન અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧ 11

Know More ઇન્ટરનેટ એ શૃંખલા એક અનોખી કડીઓની હારમાળા બની રહી છે, અહીં મૂકવામાં આવતી વેબસાઈટ્સમાં વૈવિધ્ય જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાંય ગમી જાય તેવી વેબસાઈટ વિશે લખવાની લાલચ રોકી શક્તો નથી. આજે આવી સાત વેબસાઈટ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન વાંચનથી સંગીત અને પ્રેરણાદાયક પ્રવચનો સુધીના વિષયોના વિશાળ વિસ્તારને તે આવરી લે છે. ખૂબ સરસ પ્રતિસાદ મળતો રહ્યો છે એવી આ શૃંખલા અને એમાં આપને કયા વિષય વિશેની વેબસાઈટ વિશે જાણવામાં મજા પડશે એવું જણાવશો. આજે ઈન્ટરનેટના સાગરના કેટલાક મોતીઓનો સંગ્રહ અહીં મૂક્યો છે.


The Beginner’s Guide to Aksharnaad

અક્ષરનાદને તેના શરૂઆતના સમયથી, મે 2007થી સતત સાથ આપનારા ઘણાં વાંચક મિત્રો છે, પરંતુ એ સિવાય આપનામાંથી ઘણાં મિત્રો નવા વાંચકો છે. નવા મિત્રોને આ સુંદર પ્રવૃત્તિને સમજવા અને અનેક સુંદર અનન્ય કૃતિઓ વાંચવાના કાર્યમાં મદદરૂપ થવાનો ઉદ્દેશ લઈને મેં આ મિત્રો માટે મદદરૂપ એક માર્ગદર્શિકા બનાવી છે, આ પધ્ધતિસરની શરૂઆત કરાવવાનો પ્રયત્ન છે જેથી અક્ષરનાદની વૈવિધ્ય ધરાવતી સુંદર કૃતિઓ વિશે તેમને પૂરતી માહિતી મળી રહે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ફિલ્મી ગઝલો અને છંદો) 4

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વિશે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. વિવિધ ફિલ્મી ગઝલો અને તેમના છંદો વિશે જાણીએ.


પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા 13

અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.


ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ 1

ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે. પ્રથમ રુબાઈમાં ચિત્રણ, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા – આ બધું જ આપણને સમજાવે છે. અને આ ત્રણેય રુબાઈઓના શૂન્ય પાલનપુરીના અનુવાદનો આસ્વાદ હરિન્દ્ર દવે કરાવે ત્યારે કેવો અનેરો સંગમ થાય?


મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા (પુસ્તક ડાઉનલોડ) 1

ઈ પુસ્તક પ્રવૃત્તિનું અક્ષરનાદનું સૌથી મોટું પ્રેરક અને પ્રોત્સાહક બળ જો કોઈ હોય તો વાપીના શ્રી ગોપાલભાઈ પારેખ, મને આ પુસ્તકો ઓનલાઈન મૂકવા માટે સત્તત કહ્યા કરે, અને એ માટે બધાં આયોજન અને મહેનત કર્યા કરે. તેમની જ મદદથી આ ઈ પુસ્તક તૈયાર થઈ શક્યું છે. સમાજોપયોગી જીવન ચરિત્રો વિશે ઈ પુસ્તકો મૂકવાની નેમ કદાચ અજાણતાં જ સાકાર થઈ રહી છે, અબ્રાહમ લિકન, કાશીબહેન મહેતા જેવા પ્રેરક જીવનચરિત્રો આ પહેલા ઈ પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા જ છે. બબલભાઈ મહેતાનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ખિસ્સાપોથી સ્વરૂપે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું હતું. ખિસ્સાપોથીઓને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને મળે છે. બાળકો માટે આવા જીવનચરિત્રો પ્રેરણાના પિયુષ બની રહેશે તે નક્કી. પુસ્તકનો એક નાનકડો પ્રસંગ અત્રે મૂક્યો છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માંથી ડાઊનલોડ કરી શકાય છે.


દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ 6

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા – અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા વિશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે….? કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૬ – જીજ્ઞેશ અધ્યારૂ (રદીફ, કાફિયા, મત્લા, મક્તા..) 6

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે એના બીજાં અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે વાત કરીએ. ગઝલના પૂર્ણ સ્વરૂપને સમજવા આ અંગોની અને તેમના વિશેના વિવિધ નિયમોની સમજ મેળવવી જરૂરી બની રહે છે. જો કે એ પહેલા આ વિશિષ્ટ અંગો ગઝલમાં ક્યાં ક્યાં આવે છે એ જોવા એક ઉદાહરણરૂપ ગઝલ અને તેની સાથે વિવિધ અંગોનું સ્થાન જાણીએ. એ પછી ગઝલના એ અંગોની વિસ્તૃત ચર્ચા લઈએ.


1984 કોમી રમખાણોની સ્મૃતિઓ – ભક્તિ કૌર, અનુ. વિનોદ મેઘાણી 3

વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક “તેજોમયી” મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.


ચિંતન કણિકાઓ – સંકલિત 10

ચિંતનકણિકાઓ મનનો મુખવાસ છે, એકાદ વાક્ય ક્યાંક વાંચવામાં આવ્યું હોય અને તે પછી સમયાંતરે મનમાં પડઘાયા કરે, દરેક વિચાર વખતે તેના વધુ ગહન અર્થો સમજાવે ત્યારે એ વિચારમોતીઓનું મૂલ્ય સમજાય છે. આજે પ્રસ્તુત છે કેટલાક સંકલિત આવાં જ વિચારમોતીઓ. ઈન્ટરનેટ પરથી વિવિધ માધ્યમો દ્વારા મળેલા આ સુ-વાક્યો અનુવાદ કરીને અહીં મૂક્યાં છે. એક એક કણિકા એક સાથે ન વાંચતા સમયાંતરે તેની મજા લેવામાં આવે તો વિચારરસ વધુ ઘેરો બનશે એ નિશ્ચિત છે.


એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 11

હમણાં થોડાક વખત ઉપર એક વડીલના સંપર્કમાં આવેલો, વાત પરથી તેઓ દુઃખી જણાતા હતાં, કહે, “ભગવાને કાયમ અન્યાય જ કર્યે રાખ્યો, તેનામાં આસ્થા રાખનાર પર કાયમ તે કસોટીઓ અને પરીક્ષાઓના ડુંગર ખડક્યા જ કરે છે. તેના પરની શ્રદ્ધા કદી ડગી નથી, પરંતુ એનો પ્રત્યુત્તર તેણે કદી સાનુકૂળ આપ્યો નથી.” જો કે તેમના દુઃખો વ્યાજબી હતા, એમના પુત્રો તેમને મૂકવા કોઈ “વ્યવસ્થિત” વૃદ્ધાશ્રમ શોધતા હતાં. જો કે તેમની પાસે એટલી મિલ્કત છે કે તે પોતે એક આખોય વૃદ્ધાશ્રમ ખોલી અને પાલવી શકે, પણ એ મિલ્કત માટેના કારસાઓ પણ ચાલ્યા જ કરે છે. એમની વેદનાઓ અને શ્રધ્ધા વચ્ચે અથડાતી લાગણીઓને સ્વરૂપ આપવાનો આ ગઝલ એક નાનકડો પ્રયત્ન છે.