Monthly Archives: September 2011


જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧ 10

પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.


નાટ્યકાર બાબુભાઈ વ્યાસની ડાયરીમાંથી . . . 3

૧૯૩૫ થી ૧૯૬૫ ના વર્ષોમાં જેમના નાટકો ભાવનગરના ‘યંગ ક્લબ’ દ્વારા ભજવાતાં એવા નાટ્યલેખક શ્રી બાબુભાઈ વ્યાસે ૪૫થી વધુ નાટકો લખ્યા છે અને તેના ત્રણ પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. તેઓ પોતાની ડાયરી સતત લખતાં, એ ડાયરી તેમના વ્યવસાયિક અને અંગત જીવનનો સરસ પરિચય આપી જાય છે, સાથે સાથે એ સમયના સમાજજીવનના અનેરા પાસાઓ પણ આપણને ઉઘાડી આપે છે. આજે એમની ડાયરીના ચાર પ્રસંગો અને તેમણે વિવિધ ઘટનાઓ પ્રત્યે દર્શાવેલ વિચારો અહીં પ્રસ્તુત કર્યા છે. આશા છે અક્ષરનાદના વાચકમિત્રોને શ્રી બાબુભાઈ વ્યાસની ડાયરીના માધ્યમથી અદના ગુજરાતી નાટ્યકારના ભૂતકાળમાં ડોકીયું કરવાની તક ગમશે. અક્ષરનાદને આ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બાબુભાઈ વ્યાસના પુત્ર શ્રી નિતિનભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.


બે ગઝલો – ધૂની માંડલિયા 4

શ્રી ધૂની માંડલિયાના ઓગસ્ટ ૧૯૮૨માં પ્રગટ થયેલ ગઝલસંગ્રહ ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ નો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે આપણે આ અગાઊ અક્ષરનાદ પર માણ્યો છે, આજે પ્રસ્તુત છે એ જ ગઝલસંગ્રહની બે જાનદાર ગઝલો. ગઝલસંગ્રહની પ્રસ્તાવનામાં પ્રથમ ગઝલ વિશે શ્રી ચિનુ મોદી કહે છે તેમ, ‘ત્રણ શેર કોઈ ગઝલમાંથી ઉત્તમ મળે તો આખી ગઝલ ઉત્તમ લેખવાનો અલેખિત રિવાજ છે, અહીં તો છ શેર ઉત્તમ, ગુજરાતી ગઝલ ધૂનીની ઓશીંગણ રહે એવી આ રચના છે. મત્લઆમાં જ ધૂનીએ ઉત્તમ ગઝલનો પાયો નાંખ્યો, મુક્ત કાફિયા રાખી ઉડ્ડયનની શક્યતાઓ રાખી અને એ શક્યતાઓને વાસ્તવમાં પરિવર્તિત કરી. માછલી અને દરિયાના પ્રતીકોનો નવેસરથી ઉપયોગ ‘ઋણાનુબંધ’ એ પદને કારણે ધૂનીએ શક્ય બનાવ્યો. બંને ગઝલો માણવી ગમે તેવી સુંદર અને મમળાવવી ગમે તેવી યાદગાર થઈ છે.


અકબરી લોટો – અન્નપૂર્ણાનંદ વર્મા, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 14

શાળા સમયના કેટલાક યાદગાર પાઠમાંનો એક એટલે શ્રી અન્નપૂર્ણાનંદ વર્મા દ્વારા લિખિત ‘અકબરી લોટા’ મૂળ હિન્દીમાં લખાયેલ આ હાસ્યકૃતિ એ સમયે અમારા બધા સહપાઠીઓને ખૂબ ગમતી. અકબરી લોટા અને જહાંગીરી ઈંડાની પરિકલ્પના જ ખૂબ અનોખી અને હાસ્યાસ્પદ લાગતી. લોકો આટલી સહેલાઈથી મૂર્ખ બનતા હશે એ આશ્ચર્ય પણ થતું. એ જ સદાબહાર લેખ શોધીને આજે તેનો અનુવાદ અત્રે પ્રસ્તુત કર્યો છે.


કરુણા અને અનુકંપા – બૌદ્ધઋષિ જોન હેલિફેક્સ 3

બૌદ્ધ ઋષિ જોન હેલિફેક્સ પોતાના જીવનની છેલ્લો સમય વીતાવી રહેલા લોકો સાથે કામ કરે છે, અનાથાશ્રમમાં, ઋગ્ણાલયમાં, ફાંસી અપાવાની રાહ જોતા ગુનેગારો વગેરે સાથે તેઓ સંકળાય છે અને માણસોને મૃત્યુ તરફ વધી રહેલા જુએ છે. જીવનમાં મૃત્યુ અને મૃત્યુ તરફની ગતિ સાથે સંકળાતી કરુણા વિશેના પોતાના અનુભવો તે આવા લોકો સાથે વહેંચે છે અને તેમની સાથે સહાનુભૂતિ, તાદાત્મ્ય અને અનુકંપા શબ્દોના માધ્યમથી પ્રગટ કર્યા વગર તેમની સાથે સંકળાય છે. વોશિંગ્ટનમાં થયેલા તેમના આવા જ એક પ્રવચનનો વિડીયો આજે અત્રે પ્રસ્તુત છે.


પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર – અનુ. હર્ષદ દવે 10

અબ્રાહમ લિંકન અમેરીકાના ૧૬માં રાષ્ટ્રપતિ હતા, પણ એથી વિશેષ તેઓ એક અગ્રગણ્ય વિચારક અને સમાજ સુધારણાના પ્રખર હિમાયતી હતા. તેમના પુત્રના શાળા પ્રવેશ વખતે તેના શિક્ષકને તેમણે લખેલો પત્ર એક અનોખો દસ્તાવેજ છે. આ પત્રનો અનુવાદ શ્રી હર્ષદભાઈ દવેએ કર્યો છે અને અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવ્યો છે. અક્ષરનાદ પર જેમની મહદંશે કાવ્યરચનાઓ જ આવી છે તેવા શ્રી હર્ષદભાઈએ કરેલ કેટલાક સુંદર અનુવાદોને આપણે સમયાંતરે માણી શકીશું. આ અંતર્ગત આજે માણીએ તેમની પ્રસ્તુત અનુવાદિત કૃતિ.


થાય એવું કે અલ્લાહની બાંગ પડે – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 23

હાર્દિકભાઈની એક અનોખી કાવ્ય રચના, ‘ચાલને ગ્રંથોમાં ગરબડ કરી જોઈએ…’ પૂજ્ય શ્રી મોરારીબાપુએ તેમના કથાપાઠ દરમ્યાન થોડાક વખત પહેલા ઉચ્ચારેલી, એ રચનાની અંદર વસતા એકત્વના ભાવો ચોક્કસ તેમને સ્પર્શી ગયા હશે. એવી જ બીજી એક સુંદર રચના જે હાર્દિકભાઈના કસાયેલા, મખમલી અવાજમાં કાવ્યપાઠ સ્વરૂપે બે વખત સાંભળવાનો લહાવો મળ્યો છે, એ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. જો કે આજે એ રચનાને એક સુંદર ગીત સ્વરૂપે અહીં રજૂ થઈ રહી છે. સ્વર આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્ર જોશીએ. વર્તમાન સમયના સૌથી વધુ ચર્ચાતા આ મુદ્દાને તેમણે એક સુંદર કલ્પનાદ્રશ્યમાં મઢી લીધું છે. આશા રાખીએ કે આ સ્વપ્ન જલદીથી સાચું પણ થાય. રચના અને ઑડીયો પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ હાર્દિકભાઈ અને જગદીશભાઈનો આ બદલ ખૂબ આભાર.


ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન (21-03-1916 - 21-08-2006)

સરાઈ હરાની એક સવાર… – મીનાક્ષી ચંદારાણા 14

ભારતનું સર્વશ્રેષ્ઠ નાગરીક સન્માન ભારતરત્ન જેમને મળ્યું છે તેવા, શરણાઈ જેવા શાસ્ત્રીય વાદ્યને વિશ્વમાં એકલે હાથે પ્રચલિત કરનાર, આઠથી વધારે દાયકાઓ સુધી શરણાઈની અખંડ ઉપાસના કરનાર ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન સંગીત દ્વારા પ્રેમ અને શાંતિનો સંદેશ પ્રસરાવનારા સરસ્વતીના એક અદના ઉપાસક હતાં. ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસ, ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નહેરૂના આમંત્રણને માન આપીને તેમણે લાલકિલ્લામાં શરણાઈના સૂરો રેલાવ્યા હતા તો ૨૦૦૨માં પ્રસિદ્ધ ‘સ્વદેશ’ ફિલ્મમાં પણ તેમની શરણાઈનો જાદુ ફેલાયેલો. ઉસ્તાદજીની મઝાર અને તેમના કુટુંબની એક પવિત્ર સ્થળની યાત્રાએ જતા હોય એટલી જ શ્રદ્ધાથી મુલાકાત કરનાર, મીનાક્ષીબેન ચંદારાણાનો પ્રસ્તુત અનુભવલેખ એક અવિસ્મરણીય મુલાકાત તો છે જ, વાંચકો માટે પણ એક હ્રદયંગમ અનુભવ બની રહે છે.


પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટી ને… – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત ગીત આસ્વાદમાં મુખ્યત્વે સદાબહાર ગાયક શ્રી મહેન્દ્ર કપૂરજીની વાત થઈ છે, અને પૂર્વભૂમિકા છે તેમના દ્વારા ગવાયેલું અમર ગીત, ‘પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામનાં.’ આ સુંદર સફર સંગીતપ્રેમીઓને ખૂબ ગમશે એવી આશા સાથે માણીએ.


બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી – ડૉ. નિરંજન રાજ્યગુરૂ (ઈ પુસ્તક ડાઉનલોડ) 1

પ્રસ્તુત – હાલ અપ્રાપ્ય પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયેલ સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર થયેલ સંશોધન ગ્રંથ છે, જેમાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલા‚ ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિ મુદ્રણ સ્વરૂપે પ્રાપ્ત કરેલા‚ ગૂઢ સાધનો સાથે સંકળાયેલા ગુપ્ત મંત્રો‚ વિધિ વિધાનો અને ભજનવાણી વિશે સંશોધન કરવામાં આવ્યું છે. આજ સુધી કશે પ્રકાશિત ન થયેલું આ ગુપ્ત સાહિત્ય પ્રથમવાર સંપાદિત થયું છે. અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવવા માટે આ પુસ્તક મોકલવા બદલ શ્રી ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરૂનો ખૂબ ખૂબ આભાર.


બે પદ્યરચનાઓ – પૂજા મહેતા 5

પૂજાબહેન મહેતાએ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ કર્યું છે તથા બી.એડ ની ડિગ્રી મેળવી છે, હવે તેઓ એમ.એડની પદવી મેળવવા માટે વધુ અભ્યાસરત છે. આજે પ્રસ્તુત બે કાવ્ય રચનાઓના માધ્યમથી તેમણે પોતાની લાગણી અને કલ્પનાને લોકોના મનના અવકાશ સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. તેમના આ પ્રથમ પ્રયત્નને અક્ષરનાદ સુધી પહોંચાડવા અને પ્રસ્તુત કરવા માટેની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. ભવિષ્યમાં આવા અનેક સર્જનો તેમની કલમે આપણને મળતા રહે તે માટે તેમને અનેક શુભકામનાઓ.


દુહાઓ અને સાખીઓ – સંકલિત 10

ભજનિકો ભજનની શરૂઆત કરતા પહેલા સાખીઓ ગાય છે, અને તે દ્વારા તેઓ શ્રોતાજનોનું ધ્યાન કાર્યક્રમ સાંભળવા તૈયાર કરે છે. સાખી બે લીટીમાં અખૂટ બોધ સમાવતી શબ્દના બાણ સમી કણિકાઓ છે. જે સાર આપવામાં મોટા ગ્રંથો નિષ્ફળ જાય છે એ આ બે લીટીના દુહાઓ કે સાખીઓ સચોટતાથી આપી જાય છે. આવા જ થોડાક દુહાઓ – સાખીઓનું સંકલન અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


પાંચ દાણા – અજ્ઞાત 5

પ્રસ્તુત બોધકથા એક સરળ પણ અગત્યનિ વાત તરફ ધ્યાન દોરે છે, પહેલાના સમયમાં જે અગત્યનું મનાતું અને આજના સમયમાંતો જેની એથીય વધુ જરૂર છે એવું વ્યવહાર કૌશલ્ય – વિચારવિવેક સુખી અને ગૌરવપ્રદ જીવનનું એક અગત્યનું જમાપાસું છે. આજે અહીં મૂકેલી સરળ અને સુંદર વાર્તામાં વ્યવહારીક શાણપણ અને ચાતુર્ય દેખાડતી નાની વહુ જેવી ગૃહિણીઓ ખરેખર ગૃહલક્ષ્મી બની રહે એ ચોક્કસ છે.


છાંયડી – અખંડ વ્યાસ

‘છાંયડી’ નો પરિચય આપતાં ક્યાંક આપણા સિદ્ધહસ્ત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીએ લખ્યું છે, ‘મને છાંયડી અધ્યાપકીય કે સાક્ષરીય ઢબેછબે જાણીતી થયેલી નવલકથા સંજ્ઞાની વિભાવનાઓના તૈયાર બીબાંમાં ઢળે તેમ નથી લાગતી તેથી આ કૃતિને હું સ્વસ્વરૂપા કહું છું. અખંડ કલમઘસું વ્યવસાયિક કે ટેવ પડેલો લેખક નથી, અને એથી એ વહેવાર સિવાય પહેલી વાર ભાષા દ્વારા કળાનું કામ કરે છે.’ આ આખીય રચનામાં આધુનિકતા સાથે અખંડ શહેરનો અને તેની સામે સજ્જડ ઉભેલા એક ગ્રામ્ય પરિવેશનો અનોખો ચિતાર છે. ઘટનાઓ, વ્યક્તિઓ, લાગણીઓ, અનોખા પરિવેશ અને અનેકવિધ અભિવ્યક્તિઓનો આ એક અનોખો મહાસાગર છે. અને તેની સફર એક સુખદ ઘટના બની રહે છે. આ કૃતિમાંથી આજે એક નાનકડો અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે.


મારી નાડ તમારે હાથ હરિ – કેશવરામ 2

જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ મોટામાં મોટો રોગ થયો છે. એ રોગ ત્યારે મટે કે જ્યારે આપણને ઈશ્વરને આપણાં વૈદ્ય બનાવીએ, તેમના હાથમાં આપણી નાડી સોંપીએ. મનુષ્યના આ ભવરોગની દવા બીજા કોની પાસે છે? એટલે ઉપરના ભજનમાં કેશવ કવિ કહે છે કે હે પ્રભુ, મેં મારી નાડ તમારા હાથમાં સોંપી છે. તો હવે તમે જ મારી સંભાળ રાખજો. પ્રભુ તારી અને મારી પ્રીત પુરાણી છે. તમે તો દયાના સાગર છો. ભક્તોના ભયને હરનારા છો તો તમારું એ બિરુદ સંભારી મને તમારો દાસ જાણીને મારી સંભાળ રાખજો.


બે પદ્યરચનાઓ – હર્ષદ દવે 2

અક્ષરનાદના વાચકમિત્ર શ્રી હર્ષદભાઈ દવેની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેઓ બે સરસ પદ્ય રચનાઓ લઈને હાજર થયા છે. અકોણી આરજૂ અને અંકન જેવા અનોખા શીર્ષક ધરાવતી આ રચનાઓની બાંધણી પણ એટલી જ સુંદર છે. આ બંને કૃતિઓ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


પાવૈયા કે શહેરમેં… – સંપાદકીય 5

જે રચનાની એક પંક્તિને આજની આ વાતના શીર્ષક તરીકે લીધી છે એ આખી રચનામાં કોઈ અજ્ઞાત કવિએ કાંઈક આમ કહ્યું છે, પાવૈયા કે શહેરમેં પાતર કરી દુકાન, તેલ જલાયા ગાંઠકા, કછુ ન પામી માન. આજના લેખનું શીર્ષક કાંઈક વિચિત્ર લાગ્યું? ખૂબ જૂની, પુઠું ફાટી ગયેલી એવી એક ચોપડીમાંથી આ રચના મળી આવેલી. કેટલાય વર્ષો પહેલા લખાયેલી આ પંક્તિઓ કોઈ પણ સમય માટે કેટલી અચૂક ઠરે? તેમાં અપાયેલું ઉદાહરણ થોડુંક જુગુપ્સાપ્રેરક ખરું, કદાચ કેટલાક નાકનું ટીચકું પણ ચડાવે, પણ છતાંય એ પ્રસ્તુત સંજોગો જોતા કેટકેટલાને લાગુ પડી શકે?


બે પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 13

શ્રી મહેશ દવે દ્વારા સંકલિત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’ અનેક સરસ ટૂંકી બોધકથાઓનો સંગ્રહ છે. તેમાંથી આજે બે સરસ બોધપ્રદ ટૂંકી કથાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ કથા કહે છે કે ઈશ્વરે એકલા મનુષ્ય માટે સૃષ્ટિ નથી બનાવી. વિશ્વની રચના સર્વ જીવો માટે કરવામાં આવી છે. ખરી શાંતિ અંદરના ધ્યાનની છે.તો બીજી કથા ભાવિના ગર્ભમાં સમાયેલા મોઘમ ઈશારાઓને સમતા પૂર્વક સ્વીકારવાની વાત કરે છે.


થઈ જાય તો! – હાર્દિક યાજ્ઞિક 6

હાર્દિકભાઈ યાજ્ઞિક અક્ષરનાદ પર તેમની કૃતિઓ સાથે સમયાંતરે પ્રસ્તુત થાય છે. આજે તેમની એક સરસ પદ્ય રચના ‘થઈ જાય તો…’ પ્રસ્તુત છે. ક્યારેક કોઈક અણધારી, અસહજ ઘટના થઈ જાય તો, એવી શંકા વ્યક્ત કરતા હાર્દિકભાઈ પદ્યની શરૂઆતની શંકાઓથી તેના અંત તરફ પહોંચતા અનોખી આશાનો તાંતણો દેખાડી જાય છે. આવી સુંદર રચના અક્ષરનાદ ને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


શિબિરાજા – નાનાભાઈ ભટ્ટ 4

આપણી સંસ્કૃતિમાં શરણે આવેલાને રક્ષણ આપવાનો મહિમા ખૂબ મોટો છે. માનવી તો ઠીક, પણ શરણે આવેલા પશુ પક્ષીની સેવા તથા રક્ષા માટે જીવન ત્યજવા તૈયાર થયેલા અનેક મહાપુરુષોની કથાઓ જાણીતી છે. શિબિરાજા પોતાને શરણે આવેલા હોલાના પ્રાણની રક્ષા માટે કઈ રીતે પોતાની જાતનો ભોગ આપવા તત્પર થાય છે અને દેવોની કસોટીમાંથી તે પસાર થાય છે તેવી વાત પ્રસ્તુત વાર્તામાં સરસ રીતે આલેખાઈ છે.


વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 4

‘विकलांग श्रद्धा का दौर’ – એ નામનો એક હાસ્યલેખ હિન્દીના એક અદના હાસ્યકાર શ્રી હરિશંકર પરસાઈની કલમે લખાયેલો અને એ એટલો તો અચૂક રહ્યો કે આ કટાક્ષ લેખ માટે તેમને ઈ.સ. ૧૯૮૨નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. હરિશંકર પરસાઈ તેમની સીધી અને ચોટદાર કટાક્ષભાષા માટે જાણીતા છે. તેમની આ જ રચનાનો અનુવાદ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જો કે હાસ્યલેખનો અનુવાદ કરવો ખૂબ અઘરો છે અને એવો પ્રયત્ન કર્યો હોવા છતાં પણ તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો.


અજંપો – દોલતભાઈ દેસાઈ 5

આજના યુગની આત્યંતિક સમસ્યા અને અન્ય બધી સમસ્યાઓનું મૂળ એટલે અજંપો. આ અજંપાના કારણો અને તેના ઉપાયો વિશે એક સરસ લેખ ધ્યાનમાં આવ્યો સંત પુનિત સેવા ટ્રસ્ટ, જનકલ્યાણ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પ્રાર્થના’ માંથી. શ્રી દોલતભાઈ દેસાઈનો આ લેખ આજના સમયની સમાજવ્યવસ્થાની મુખ્ય તકલીફને સરસ અને સરળ રીતે સ્પર્શે છે.


અમે નાનાં નાનાં બાળ સૌ ભગવાનનાં – ચુનીલાલ પટેલ 2

શાળા સમયની પ્રાર્થનાઓમાંની અઠવાડીયાના નક્કી દિવસે ગવાતી પ્રાર્થનાઓની યાદીમાં આ સુંદર પ્રાર્થના મુખ્ય હતી. મને યાદ છે અમે મોટા અવાજે, બાડી આંખે સાહેબની નજરથી બચતાં બચતાં આ પ્રાર્થના ગાતા. ક્યારેક શાળાએ પહોંચવામાં મોડુ થઈ ગયું હોય તો શાળાના વિશાળ ગલીયારામાં ઉભા રાખવામાં આવતા અને પ્રાર્થના પૂરી થયા પછી, પ્રતિજ્ઞાપત્ર બોલ્યા પછી જ વર્ગો શરૂ થતા. જ્યારે એ ગાવાનો અવસર હતો ત્યારે અર્થની કોઈ સમજણ નહોતી, અને હવે…


પરિતૃપ્તિ – કલ્યાણી વ્યાસ 3

વાંચકમિત્રોની કૃતિઓ સતત અક્ષરનાદને મળતી રહે છે, જેમાં પદ્ય રચનાઓ વિશેષ હોય છે. જો કે તેમાંની બધી કૃતિઓ અહીં સમાવવી શક્ય નથી, પરંતુ મહત્તમ રચનાઓને અહીં સમાવવાનો પ્રયત્ન કરાય છે. યોગ્ય રચનાઓ વહેલી મોડી પણ અવશ્ય પ્રસ્તુત કરાય છે. થોડાક સમય પહેલા અક્ષરનાદને મળેલ શ્રીમતી કલ્યાણીબેન વ્યાસની અછાંદસ રચના આજે પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.