Monthly Archives: February 2016


અરે… ડોશી – રજનીકુમાર પંડ્યા 3

માત્ર એક ખંડેર, એક લાકડીવાળી ડોશી અને એક કૂતરી! આથી વધુ કશું જ ત્યાં નોંધ પાત્ર નથી. હા, ડોશીમાના હાથમાં બે-ત્રણ રોટલીઓ છે. પાણી એને અનિવાર્ય નહિં લાગ્યું હોય, નહિંતર પાણીનું ડબલું પણ હોય. બાકી, ઉપર કાળું ઘનઘોર આકાશને નીચે ઘરતી તો નહિ પણ ખંડેરના વેરાયેલા બેલાં, મંકોડાની થોડીક કતારો ને બાકી કીચડ.

ખંડેરનાં વળી ગયેલાં ને કાટ ખાઈ ગયેલાં સળિયાવાળાં બારીબારણાં બતાવે છે કે મકાન કોઈક આગમાં ખાખ થઈ ગયેલું હોવું જોઈએ.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૫) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૧}

આજે માણો વેર વિરાસત નવલકથાનો એકત્રીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

એકલતા.. – અરુણા ચોકસી 16

વડોદરામાં એક પ્રતિષ્ઠિત નાગરિક અને કવયિત્રી સુશ્રી અરુણાબેન ચોકસીની એક અછાંદસ રચના પ્રસ્તુત કરી રહ્યો છું, વિષય છે એકલતા. એકલતાની અનુભૂતિ સહુએ કોઈને કોઈ સમયે મેળવી હોય છે. લોકો એકાંત ઝંખે અને એકલતાથી દૂર ભાગતા હોય છે. એકલતા ખાસ કરીને વૃદ્ધોને બહુ સાલતી હોય છે અને તેમાં પણ જયારે તેમને તેમના સંતાનો ભગવાન કે વૃદ્ધાશ્રમને સહારે છોડી દે ત્યારે એકલતાની ભાવશૂન્યતા જીવતરને જાકારો આપવા લાગે છે. આ વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા છે જેની માર્મિક રજૂઆત અરુણાબેને પ્રસ્તુત રચનામાં કરી છે.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૪)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


A Novel By Pinki Dalal

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૦}

આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


જૂહી.. – ઇસ્માઇલ પઠાણ 10

સવારથી જ જૂહીનું મન આજે બેચેન હતું જ્યારથી એના દિકરા પરાગના નવા આવેલા ક્લાસટીચરને એ મળી હતી. સતત વિચારોને કારણે માથાની એક એક નસ જાણે હમણાં ફાટી પડશે એવું એને લાગતું હતું. બપોરે જરા પથારીમાં પડી ત્યાં તો રાહુલનો ફોન આવ્યો અને માંડ-માંડ મીંચાયેલી એની આંખ પાછી ટગર ટગર થઇ ગઇ. રાહુલે તો ફોન પર જ પૂછ્યું હતું કે “શું થયું? કેમ ઢીલું ઢીલું બોલે છે?” પણ એ વાતને ટાળી ગઈ હતી. એણે પથારીમાંથી ઉભા થઈ મોઢું ધોયું. વોશબેસિનના અરીસામાં પોતાનો ચહેરો જોયો. ચહેરા પર ઝળુંબી રહેલી વાળની લટ સરખી કરતાં એણે જોયું કે હવે વાળમાં ક્યાંક ક્યાંક સફેદી ડોકિયા કરતી હતી. રાહુલ તો તે છતાં જ્યારે પણ એની પાસે નવરાશની પળોમાં બેસતો ત્યારે એમ જ કહેતો “જૂહી, તારા વાળ ભલે સફેદ થવા લાગ્યા પણ મારા માટે તો હજી આજે પણ તું એ જ વીસ વર્ષ પહેલાની જુહી છે.” વીસ વર્ષ… એણે એક ઊંડો નિસાસો નાખ્યો


બાર લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા 13

રાકેશભાઈએ આ લઘુકાવ્યો મોકલ્યા ત્યારનો તેમને મમળાવ્યા કરતો હતો, આજે એ આપ સૌની સાથે વહેંચ્યા છે. બાર લઘુકાવ્યો, અને દરેકની એક અલગ વાત, દરેકમાં અનોખો સ્પાર્ક.. આ કાવ્યતત્વ ધરાવતું માઈક્રોફિક્શન છે.. જો ગઝલો રાજાશાહી હોય, જેના શિસ્ત અને નિયમોને અનુસરવા જ પડે, તો આ પ્રકારના લઘુકાવ્યો લોકશાહી જેવા છે. અહીં જવાબદારી વધી જાય છે, કારણ સ્વતંત્રતા પણ વધારે છે. અભિવ્યક્તિની આ અનોખી રીતને આટલી સચોટ રીતે અજમાવી શક્યા એ બદલ રાકેશભાઈને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કાવ્યો પાઠવવા બદલ તેમનો આભાર.


અત્યાર સુધીની શ્રેષ્ઠ હિન્દી ફીલ્મો કઈ કઈ? – યાસીન દલાલ 10

૧૯૩૧ થી ૨૦૧૪ના લગભગ ૮૫ વર્ષના ગાળામાં એક વર્ષની સરેરાશ એકસો ફિલ્મ ગણીએ તો લગભગ છ હજાર હિંદી ફિલ્મો બની હશે. આટલા સમયમાં હિંદી સિનેમાએ ક્યા કયા સીમાસ્તંભો આપ્યા, અને કઈ સ્વર્ણસિદ્ધિઓ મેળવી, એનો હિસાબ થવો જરૂરી છે. છ હજારમાંથી ઓછામાં ઓછી ૬૦ ફિલ્મો તો એવી હશે જ, જે આપણે વારંવાર જોઈ શકીએ અને માની શકીએ. અને, આ ૬૦માંથી એવી કઈ ૧૦ ફિલ્મો છે, જે આપણી શ્રેષ્ઠમાં સ્થાન પામે અને વિશ્વની ઉત્તમ ફિલ્મોની પંક્તિમાં સહેલાઈથી બેસી શકે? જો કે કેટલાક વિવેચકો આમિરખાનની ‘લગાન’ ને પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં મૂકે છે. આ ફિલ્મ ચોપરાની, ‘નયા દૌર’ની નકલ હતી એ જુદી વાત છે.


દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૬) 13

આ પહેલા આયોજીત અક્ષરનાદની સૌપ્રથમ અને આગવી એવી માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. એ જ અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો બીજો મણકો લઈને અક્ષરનાદ ઉપસ્થિત છે. વાર્તાઓ અમારા સુધી પહોંચાડવાની અંતિમ તારીખ છે ૨૦ માર્ચ ૨૦૧૬,


અથડામણ, મથામણ અને માથાકૂટ – પી. કે. દાવડા 7

સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક છે. દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ આપણને એ ભુલ સમજતાં રોકે છે.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૩)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૯} 1

આજે માણો વેર વિરાસત નવલકથાનો ઓગણત્રીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’

A Novel By Pinki Dalal

આદર્શ શિક્ષક કેવો હોય? – ડૉ. સંતોષ દેવકર 5

કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારિબાપુએ સદ્ભાવના પર્વમાં માસ્તરનો અર્થ આ રીતે આપેલો : ‘જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. ખરેખર તો આ ત્રણેય પૈકી એક પણ ગુણ જે શિક્ષકમાં ન હોય તેને ‘ માસ્તર ‘ કહેવો અપરાધ ગણાવો જોઈએ. પીટીસી કે બી.એડ્. નું ર્સિટફિકેટ મળી જવા માત્રથી શિક્ષક થઈ જવાતું નથી. “બાળકને જોઈ જે રિઝે, રિઝે બાળક જોઈ તેને, હૃદય-હૃદયના વંદન તેને.” આવું સાબરકાંઠા જિલ્લાના જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર ઉમાશંકર જોશી લખીને ગયા. માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.


બોર્ડ એકઝામ્સ – ઓલ ઈઝ વેલ! – પરમ દેસાઈ

વર્ષ દરમિયાનનાં વાંચનનું રિવિઝન કરવા બેઠો ત્યારે મન કઈ કેટલા વિચારોથી ઘેરાયેલું હતું. એને આશ્વાસન આપવા વાળી એક માત્ર વાત હતી – દસમાની, એટલે કે એસ. એસ. સી. પરીક્ષા આપ્યાની. એ આપી હતી એટલે હું મનને વારંવાર એજ આશ્વાસન આપ્યા કરતો કે “દસમાની આપી છે, વાંધો નહીં આવે…”

છતાં મન તો એની ધૂનમાં વિચાર મિશ્રિત ડર ફેલાવ્યે જ જતું હતું. મનને આજ સુધી કોઈ જાણી નથી શક્યું! ખેર, મનમાં તુમુલ યુદ્ધ જામ્યું હતું. એવું તે તુમુલ કે ભારત-પાકિસ્તાન જ જોઈ લો! મન અને હ્યદય, બંને એક બીજા સામે ઘર્ષણબાજી ઉપર ઊતરી આવ્યા હતાં.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૨)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૮}

આજે માણો વેર વિરાસત નવલકથાનો અઠ્યાવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’


બજારમાં રામદીન – કમલ ચોપડા 11

ગાડીમાં તરબૂચ ભર્યા હતાં. માલ જોઈને શામલાલ દલાલે છલાંગ મારી, ગાડીની પાસે પહોંચ્યો. રામદીનને કહે, ‘બજારમાં એટલી મંદી છે કે વાત ન પૂછ, શું કહું?’

રામદીન વિચારમાં પડી ગયો. રેકડીઓ, રીક્ષા અને માણસોની ભીડ એટલી હતી કે ઉભા રહેવાની જગ્યા ન હતી. આને મંદી કહે છે તો તેજી કેવી હોય?

‘તરબૂચ તો કોઈ પૂછશે પણ નહીં. ખેર, માલ તારો છે. તું કહે માલના કેટલા માને છે?’