ટ્વિટર બોટ એ વિશેષ કામ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે.. તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે. જાણીએ એવા જ કેટલાક ઉપયોગી બોટ્સ વિશે!
જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી... તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા... તમે લોકો એની વાત ન સાંભળશો.
ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ માં ધોળાવીરાનો વિનાશ થયો હશે, જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.
ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે 'કોટડા ટિંબા'. ધોળાવીરાનો અર્થ થાય છે 'સફેદ કૂવો'
છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા ખૂબ સરળ રીતે લખાયેલી છે. તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે.
પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્ - અસત્ય - એટલે 'નથી', સત્ - સત્ય - એટલે 'છે'. અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય? અને 'છે' તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.
આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ! અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી.
આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ અદ્વુત કામ આવી રહી છે. આ સુવિધાઓ રોજિંદા જીવનમાં સમય માંગી લેતા અને ખર્ચાળ કામ સાવ સરળતાથી નિઃશુલ્ક કરી આપે છે જેથી આપણો સમય વધુ રચનાત્મક અને આનંદપ્રદ કામમાં વાપરી શકીએ. પ્રસ્તુત છે એવી કેટલીક ખૂબ ઉપયોગી વેબસાઈટ્સ.
#ChatGPT #Lexica #AI #Tools #Gujarati #ContentWriting
કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં - દેશમાં એવું કહેવામાં આવે કે, 'ધર્માંતરણ કરો, મૃત્યુ પામો અથવા ભાગી જાવ.' તો તમને કેવું લાગે? તમે એવું જ પૂછો કે, 'મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું? મારો ધર્મ જ મારું ગુમાન છે. જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને શા માટે મારી નાખે? મારો ગુનો શું?' #Kashmir #KashmiriPandits #TheKashmirFiles
“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું." એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”
આ લેખમાં પેઇડ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક મેળવવા, રસપ્રદ ગેમ, ગૂગલ મેપ્સને ટક્કર આપતી ભારતીય સુવિધા, મોબાઇલનો વપરાશ ધટાડવા અને આયુર્વેદિક ચિકિત્સા માટે ઉપયોગી અને રસપ્રદ એપ્લિકેશનની વાત મૂકાઈ છે.
સવાર સવારમાં ચાલવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે ચાલવા પર જ ધ્યાન રાખો. આપણે સીધી લીટીમાં જ ચાલવાનું છે, ક્યાંય આડી લાઈને ચડવાનું નથી. એટલે કે રૈખિક ગતિમાં ચાલવુ, એમાં કોઈ જાતની પ્રગતિ કરવાની નથી. તમારી આગળ ભલે પ્રગતિ રુમઝુમ રુમઝુમ ચાલી જતી હોય પણ તમારે તેને 'ઝૂમ' કરીને જોવાની નથી.
કોઈ કહેતું હતું, "મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે." કોઈ કહે "હું તો ખાલી ટાઇમપાસ કરવા આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે." કોઈ બોલ્યું, "પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે."