Monthly Archives: July 2016


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨) – નીલમ દોશી 5

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


Portrait of Harijan Girl, Khavda Village, Kutch, Gujarat, India

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૮ (૨૬ વાર્તાઓ) – સંકલિત 17

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નો’તી ઉઘડી..”

એ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..


ગાંધી, નેહરૂ અને સરદાર – પી. કે. દાવડા 5

૧૯૪૦ સુધી આઝાદીની લડતના ત્રણ મુખ્ય નાયક હતા ગાંધી, નેહરૂ અને સુભાષ. ૧૯૩૯માં સુભાષબાબુને કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમને કોંગ્રેસ પ્રમુખપદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા, અને ૧૯૪૧ માં તો એ છૂપી રીતે દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ટોચના ત્રણ નેતાઓમાં ગાંધી, નેહરૂ અને સરદારના નામ હતા. સ્વભાવે નહેરૂ સ્વપનશીલ અને આદર્શવાદી હતા, જ્યારે સરદાર પરિસ્થિતિનો તાગકાઢવામાં પાવરધા અને વાસ્તવવાદી હતા. ગાંધીજી બન્નેના સ્વભાવથી સારી રીતે વાકેફ હતા, અને એમને બન્નેની મદદની જરૂર હતી.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧) – નીલમ દોશી 8

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


પપ્પુ પોપટ અને ભીમાક રીંછ – યોસેફ મૅકવાન 4

એ પહાડની તળેટીમાં એક નાનકડી નદી વહે. એ નદીકિનારે એક ઝાડ. તેની નીચે એક રીંછ બેઠું હતું. તેનું નામ ભીમાક. તે પોતાના બનાન મોબાઈલ ફોન પર સંગીત સાંભળતું હતું. એટલાંમાં તેણે કશો અવાજ સાંભળ્યો. અવાજની દિશા તરફ જોયું. એક સફેદ મોટરકાર નજરે પડી. તે પહાડ પાછળના જંગલ તરફ જતી હતી. તેણે વિચાર્યું. શું હશે? જંગલમાં હમણાં માણસોની અવરજવર વધી ગઈ છે. થોડા દિવસ પહેલાંપણ ચાર-પાંચ બંદૂકધારીઓને જંગલમાં ભાગતા જોયેલા. આજે આ મોટર જોઈ. ભીમાક રીંછે મોબાઈલ ફોન લીધો. પપ્પુ પોપટને જોડ્યો. તરત લાગ્યો. પપ્પુ પોપટ બોલ્યો; ‘હેલો!…’


ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૧ 45

તો ‘સર્જન’ ગૃપના સભ્યો રચી રહ્યાં છે ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તાઓ અહીં આપેલા ચિત્ર પરથી, ચિત્રને આધારે અને એને પશ્ચાદભૂમાં રાખીને.. જુઓ વાર્તાલેખનના આ નવીન પ્રયોગની એક ઝલક અહીંના પ્રતિભાવોમાં..


ગઝલરચનાઓ અને હાઈકુ – મંંથન ડીસાકર 7

મૂળ ડીસા, હાલ સૂરત ખાતે ૧૫ વર્ષથી રહેતા, ૧૯૯૧ થી સર્જનપ્રવૃત્તિમાં રત મંથન ડીસાકરે ગઝલ, અછાંદસ કાવ્યો, ગીતો, સોનેટ અને હાઈકુ લખ્યા છે. આજે તેમની બે ગઝલરચનાઓ અને ત્રણ હાઈકુ પ્રસ્તુત છે. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે manthandisakar@gmail.com પર કરી શકાય છે.


ત્રણ પદ્યરચનાઓ.. – હર્ષિદા દિપકભાઈ ત્રિવેદી 5

રાજકોટના હર્ષિદા દિપકભાઈ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ પદ્યરચનાઓ છે. સર્જનના આ અનોખા અક્ષરનાદી વિશ્વમાં તેમનું સ્વાગત છે. તેમની કલમને શુભકામનાઓ..

સપનામાં બાઈ હું તો એવી મૂંઝાણી કે યાદોમાં ન્હાતું પરભાત,
નિંદરની સોંસરવા ઝબકીને જોયું તો શોણલાં સરીખી થઇ જાત..


અક્ષરનાદ પર ડાઉનલોડ માટે ત્રણ નવા ઈ-પુસ્તકો – સંપાદક

આપને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ત્રણ નવા ઈ-પુસ્તકો ઉમેરાયા છે…
૧. અભ્યંતર (ગઝલ સંગ્રહ) – પ્રવીણભાઈ શાહ
૨. સંકલિત વાર્તાઓ – ‘હરિશ્ચંદ્ર’ અને આશા વીરેન્દ્ર
૩. આનંદનું આકાશ – શશિકાંત શાહ
આ ત્રણેય ઈ-પુસ્તકો અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાંથી મેળવી શકાશે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા પરિચય) – નીલમ દોશી 5

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ અક્ષરનાદ પર શરૂ થઈ રહી છે ત્યારે આ સુંંદર કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનવાની મારી હિંમત નથી, કારણ નીલમબેન સદાય મને તેમના નાના ભાઈની જેમ વહાલ કરે છે, સાહિત્ય વહેંચવાની આ અક્ષરનાદી યાત્રામાં સતત પ્રોત્સાહન આપે છે. આવતા રવિવારથી દર રવિવારે અક્ષરનાદ પર આ નવલકથા હપ્તાવાર પ્રસ્તુત થશે.


ચાર કાવ્યો – રાજેન્દ્ર શાહ

તેડું રે આવ્યું આ માઝમ રાતનું,
સહિયર આજથી સજાવ,
વ્હાલું ને વેરણ એવી જાતનું,
હૈયામાં વસમા છે ભાવ.

ઉગમણે આવ્યો રે કાજલનો રેણનો
તેજ નમણો મયડ્ડ;
શીલાંને હૂંફાળ એવાં વૅણનો,
જેમ સોહ્ય રે કલડ્ડ.


ઍસ્કોર્ટ – પ્રવીણકાન્ત શાસ્ત્રી 7

પ્રવીણકાન્ત શાસ્ત્રીની પ્રસ્તુત વાર્તામાં ટૂંકીવાર્તાના લગભગ બધા તત્વો મોજુદ છે. વિષય, સ્થળ, પાત્રો અને સંવાદ એમ બધી રીતે આ વાર્તા અનોખી બની છે. આજની વાર્તા ‘એસ્કોર્ટ’ શૃંગાર રસથી ભરેલી છે, પણ એમાંની હકીકતો સમાજમાં અસ્તિત્વમાં છે. જુવાનીની નાદાની, ઓછી મહેનતે બધું જ મેળવી લેવાની તમન્ના અને સામાજીક વાતાવરણ એક વ્યક્તિને કેટલી હદે માર્ગમાંથી ભટકાવી દે છે, એનું આ વાર્તામાં નિરૂપણ છે. “મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે.” આવું લખીને પ્રવીણભાઈએ માત્ર હકીકતોનું બયાન આપ્યું છે. જે પરિપેક્ષમાં આ વાર્તા લખાઈ છે, એ પરિપેક્ષમાં મુલવશો તો તમને આમાંનું વાર્તા તત્વ ગમશે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૭ (૩૦ વાર્તાઓ) 10

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૯ અને ૧૦ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ હતો..

“રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..”

વળી આ વખતે ફક્ત શૃંગાર થીમ આધારીત માઈક્રોફિક્શન જ સર્જવાની હતી.


પીરસવાની મજા (સજા) – દુર્ગેશ ઓઝા 10

તમને એક સરસ મજાનો હાસ્યલેખ પીરસવાની મારી શુભ લાગણી છે. ને આમ જુઓ તો પીરસવા પાછળ આવી જ કંઈક શુભ ભાવના રહેલી છે ને? લોકો ભાવનાના ભૂખ્યા છે. પીરસીને ભૂખ શમાવી તેમને તૃપ્ત કરવા એ જ સાચો માનવધર્મ. દીકરો ક્યારેક ઊંચે અવાજે બોલી ઊઠે છે કે ‘મા, મને પીરસ મા. હવે હું મોટો થઇ ગયો. હું મારી મેળે બધું લઇ લઈશ.’ તોય મા પીરસશે, કેમ કે એમાં આવડત કે મદદનો પ્રશ્ન નથી. આ તો સ્નેહની વાત છે. હવે તો લગ્ન, નાતજમણ કે એવાં અન્ય પ્રસંગોમાં બૂફે-ડીનર રાખી દેવાય છે, તોય હજી વડીલો પીરસવાની પ્રથાનો આગ્રહ રાખે છે એની પાછળ આવી જ કોઈ લાગણી છૂપાયેલી હશે. વડીલો કહે છે, ‘બૂફે એ આપણી પ્રકૃત્તિ કે સંસ્કૃતિ નથી, પણ વિકૃતિ છે. તેણે તો આપણી ઉત્કૃષ્ટ ભોજનપ્રથાનું નિકંદન કાઢી નાખ્યું છે.’ ટૂંકમાં પીરસવાની પ્રથા હજી ‘જીવંત’ છે. (પીરસનારો ભલે પછી પીરસી પીરસીને ‘અધમુઓ’ થઇ જાય !)


‘અભ્યસ્ત’ ગઝલસંગ્રહ – પ્રવીણ શાહ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

શ્રી પ્રવીણભાઈ શાહનો ગઝલસંગ્રહ ‘અભ્યસ્ત’ આજે અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં પ્રસિદ્ધ થઈ રહ્યો છે તેમાંથી ત્રણ ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. ૧૯૬૮થી વડોદરામાં સ્થાયી થયેલા પ્રવીણભાઈની કલમે જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૩ની વચ્ચે લખાયેલી ગઝલરચનાઓ આ સંગ્રહમાં તેમણે મૂકી છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વડોદરાની બુધસભામાં નિયમિત હાજરી આપે છે અને ગઝલો પ્રસ્તુત કરે છે. આજથી તેમનો ગઝલસંગ્રહ ગઝલના ભાવકો માટે અક્ષરનાદ પર નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ) 5

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

શનિવાર તા. ૨-૩ જુલાઈના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે શ્રી હરકિસન મહેતાની નવલકથા ‘સંભવ-અસંભવ’માંથી ઉદધૃત જે કડી આપવામાં આવી એ હતી..

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”


ક્ન્યાની હઠ.. – ભાણદેવજી 4

બાર વર્ષની એક કન્યાએ પોતાની મા પાસે માગણી કરી – ‘મા, મારે નણંદ જોઈએ છે.’

માને નવાઈ લાગી, પણ વળી વિચાર્યું બાલિકા છે, પાડોશમાં કોઈને ઘેર કોઈની નણંદ જોઈને તેને નણંદ મેળવવાની ઈચ્છા થઈ હશે. આવી બાલ સહજ માગણીનો ઉત્તર પણ શો આપવો? મા મૌન જ રહી. માએ વિચાર્યું કે કાંઈ ઉત્તર નહીં આપું એટલે આપમેળે શાંત થઈ જશે.

માની ધારણા કરતાં જુદું જ બન્યું. તે બાલિકાએ તો જાણે હઠ જ પકડી, વેન જ લીધું –

‘મા, મારે નણંદ જોઈએ જ છે. તું મને નણંદ આપ ને આપ!’


થાઇલેન્ડનો પ્રવાસ : શ્યામ દેશ છે રંગીન – પરીક્ષિત જોશી 5

દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત પ્રાચીન ‘શ્યામદેશ’ કે જેને આજે આપણે ‘થાઇલેન્ડ’ તરીકે ઓળખીએ છીએ એ દેશ ૧૧ મે, ૧૯૪૯ સુધી ‘સિયામ’ તરીકે ઓળખાતો હતો. દેશની થાઇ પ્રજાની ઓળખ એવા ‘થાઇ’ શબ્દના થાઇ ભાષામાં થતાં ‘આઝાદ’ એવા અર્થસંદર્ભ સાથે આજે એ થાઇલેન્ડ તરીકે ઓળખાય છે. એની પૂર્વે લાઓસ અને કંબોડિયા, દક્ષિણે મલેશિયા અને પશ્ચિમે મ્યાનમાર આવેલા છે.

અત્યારે અહીં રાજા રામ નવમા તરીકે ઓળખાતા હિઝ મેજીસ્ટી રાજા ભૂમિબોઇ અદુલ્યાદેજનું રાજ ચાલી રહ્યું છે. જે તેના સમગ્ર રાજ્યતંત્ર ઉપરાંત સશસ્ત્ર દળો સહિત બૌદ્ધ ધર્મના વડા છે. થાઇલેન્ડની ૮૦ ટકા વસતી થાઇ પ્રજા છે. અન્યમાં ૧૦ ટકા ચીની, ૩ ટકા મલાયા અને બાકીના લોકો વસે છે. એક ભારતીય રૂપિયાની કિંમત થાઇ ચલણ બાહટ (ટીએચબી) બાસઠ પૈસા થાય છે. બીજી રીતે કહેવું હોય તો એક બાહટ બરાબર ૧.૬૦ રૂપિયા થાય.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૫ (૨૦ વાર્તાઓ) 13

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨૩-૨૪ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે ધૈવતભાઈ ત્રિવેદીની નવલકથા ‘૬૪ સમરહિલ’માંથી ઉદધૃત જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી..

અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા…’


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૨) (અંતિમ) 2

અશ્વિનભાઈએ જ્યારે આ નવલકથાની ફાઈલ વાંચવા મોકલી હતી ત્યારે એક બેઠકે વાંચી ગયેલો.. આજે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે ત્યારે એક વાચક તરીકે સંંતોષની સાથે એક સંપાદક તરીકેનો, એક સરસ પ્રસ્તુતિના અંતનો વસવસો પણ એટલો જ છે. વાચકોએ વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા ઘણી વખત આગળના હપ્તાઓ વિશે પૃચ્છાઓ કરી હતી એ તેમની નવલકથા સાથેનું જોડાણ બતાવે છે.. અનેક વાચક મિત્રોએ અને પ્રસ્થાપિત સાહિત્યકાર મિત્રોએ આ સુંંદર સર્જનને બિરદાવ્યું એ સઘળો યશ શ્રી અશ્વિનભાઈને જાય છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, તેમની કલમને અનેક શુભકામનાઓ.


કિંમત – પ્રફુલ્લ પંડ્યા 4

ચિત્તા બળી રહી હતી. ઉપર ઉઠતી જ્વાળાઓને હું સમસમીને જોઈ રહ્યો હતો. મને ડર હતો કે મા ત્યાંથી ઉઠીને હજીયે મારી પાસે આવી શકે છે; અને મારો હાથ પકડીને ચૂપચાપ ઘર તરફ ચાલવા માંડે તેમ છે. ઘરે પહોંચીને તેને જે આઘાત લાગે તેમ હતો તેની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. આ ડરને કારણે જ મને રડવું પણ આવતું નહોતું. હું ચૂપચાપ આગની જ્વાળાઓમાંથી ઉપર ઉઠતી ચિનગારીઓને અંધારામાં ડૂબતી જોઈ રહ્યો હતો.

અચાનક એક ફટાકડો ફૂટવા જેવો અવાજ આવ્યો. સળગતા લાક્ડાઓમાં થોડી હલચલ થઈ. હું સમજી ગયો કે કપાલક્રિયા થઈ ગઈ છે. હવે મા ત્યાંથી ઊઠીને અહીં નહીં આવી શકે. મને એક ક્રૂર તસલ્લીનો અહેસાસ થયો. વિડંબના પણ હતી જ કે હું દુઃખી થવાને બદલે આશ્વસ્ત થઈ રહ્યો હતો. મને વધુ સંતોષ તો એ વાતનો હતો કે અંતિમ સમયે માએ મારી જે જૂઠી વાતને સાચી માની લીધી હતી તે હવે સાચી જ બનીને રહી ગઈ. તે સમયે જો હું જૂઠું ન બોલ્યો હોત તો તેમનો આત્મા દુઃખી થઈ જાત. મારા જૂઠને કારણે તેમના અંતિમ શ્વાસ સુગમ બની રહ્યાં.