Monthly Archives: December 2013


જીવનનું સત્વ-તત્વ.. – જગદીશ પાણેરી 5

જીવનનું સરવૈયું કાઢવા બેસીએ તો જમા ઉધારના ખાતાઓમાં શું આવે? કરેલા સત્કાર્યો, ઉપકારો, આદર, સન્માન, સહકાર અને એવું ઘણું આપણા જમા ખાતામાં આવે અને એ બધુંય આપણી સુવાસ રૂપે આપણા ગયા પછી પણ આપણા નામે જ રહે. એક નિકટતમ સહકર્મી મિત્રના અણધાર્યા અવસાનના આઘાતે, તેમના પરિવારને પ્રભુ કપરા સંજોગોનો મક્કમતાથી અને હિંમતપૂર્વક સામનો કરવાની તક આપે એવી અભ્યર્થના સહ આજની પ્રસ્તુતિ…


સોનાનું પિંજરૂ (વાર્તા) – ગીતા શુક્લ 21

સૂરતના પાલનપુર પાટીયા પાસે રહેતા શ્રી ગીતાબેન દેવદત્તભાઈ શુક્લની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, પ્રથમ પ્રસ્તુતિ છે. વાર્તા આર્થિક રીતે સંપન્ન પરિવારના ખોટે રસ્તે જઈ રહેલા પુત્રની પોતાના જીવનને સાચી દિશા આપવાના પ્રયત્નની વાત આલેખાઈ છે. કુટુંબના સ્ટેટસને બદલે પોતાના જીવનની દિશા વિશે વિચારનાર સાગરની વાત સરળ રીતે અહીં મૂકાઈ છે અને પ્રથમ કૃતિ હોવાને લીધે ગીતાબેન પોતાની વાતને સુંદર રીતે મૂકી શક્યા છે એ બદલ તેમને શુભકામનાઓ – અભિનંદન તથા અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


જય સોમનાથ ! – હરેશ દવે, પ્રસ્તુતિ : હર્ષદ દવે 8

સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું પુરણ-પ્રસિદ્ધ શિવલિંગ મહાદેવના બાર જ્યોતિર્લીંગોમાનું ‘સોમનાથ’ મહાદેવનું શિવલિંગ પ્રથમ શિવલિંગ છે. ગુજરાતના વેરાવળના સાગરતટે પ્રતિષ્ઠિત સોમનાથનું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં સહુથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે અને તેનું પૌરાણિક, ઐતિહાસિક, સામજિક તથા ધાર્મિક મહત્વ આગવું અને અનેરું છે. પ્રસ્તુત છે સોમનાથ અંગે શ્રી હરેશ દવેનું આલેખન, પ્રસ્તુતિ હર્ષદભાઈ દવે દ્વારા કરાઈ છે.


અક્ષરનાદને મળ્યો ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity 2012-13’ 56

અક્ષરનાદને ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity ૨૦૧૨-૧૩’ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને પણ આ પુરસ્કાર મળ્યો.


આદર, સ્વમાન અને અણગમતા લોકો માટે માન.. – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 11

માનલ ઘોંસેનના બ્લોગ વનવિથનાવ નો હું નિયમિત વાચક છું, અને તેમના લેખના સ્તર તથા ઉપયોગિતાને જોતાં તેનો વધુ પ્રચાર અને ફેલાવો થાય એવી અપેક્ષા છે. ગુજરાતીમાં આ પહેલા પણ તેમના એક લેખનો અનુવાદ કરી ચૂક્યો છું, માનલ અક્ષરનાદ પરના આ અનુવાદો અંગે ઈ-મેલ દ્વારા કહે છે, “This is the best way to spread empowering thoughts and ideas to the world.” આજે તેમના બે લેખના મૂળ સત્વને લઈને એક વિચારમંથનનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ લેખ આદર વિશેનો છે અને બીજો લેખ છે સ્વકેન્દ્રી, નિર્દય, ખીજ કે ઉશ્કેરણી કરે તેવા લોકો માટે પણ અણગમો વ્યક્ત થવા ન દઈને આદર જાળવી રાખવા વિશે. બંને લેખોનું આ શબ્દશઃ ભાષાંતર નથી, પણ તેના વિચારોનો પડઘો પાડવાનો પ્રયત્ન છે. આશા છે વાચકમિત્રોને ગમશે.


માને એમ કે… – વિનોદ ગાંધી, આસ્વાદ : ઉર્વશી પારેખ 12

એક માતાની તેના બાળક માટેની ઝંખનાનું આ કાવ્ય છે. બાળકો મોટા થઇ જાય પછી માતા અને મોટા થયેલા સંતાનો વચ્ચેનો સંબંધ મૂળ અને ફૂલ વચ્ચેનાં સંબંધ જેવો હોય છે. માતા પરદેશ ગયેલા પુત્ર માટે અલગ પ્રયત્નો-ઘટનાઓ વડે પુત્રનાં પાછા આવવાની આશા રાખે છે, રાહ જુએ છે માનું હ્રદય છે ને તેથી આજે નહીં તો કાલે, આ કારણે નહિ તો બીજા કારણે પણ એ ચોક્કસ પાછો આવશે. નહીં આવે તેવો તો વિચાર પણ નથી કરી શકતી. કવિશ્રીએ આ કવિતામાં આશાભરી, રાહ જોતી માતાનું મન સરસ રીતે તાદ્શ્ય કર્યુ છે. પ્રસ્તુત રચના ઉર્વશીબેન પારેખના કાવ્યાસ્વાદના સુંદર પુસ્તક ‘કાવ્યાનુભૂતિ’ માંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ ઉર્વશીબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.


સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા 7

રીતેશભાઈની આ વાર્તા ઘણા સમય બાદ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. ગામડામાં જન્મીને ઊછરેલી સંસ્કૃતિને શહેરી જીવનનો લાગેલો ચસકો તેને અને તેના પરિવારને કઈ રીતે પરેશાન કરે છે, અને તેમાંથી તેઓ કઈ રીતે મુક્ત થઈ શકે છે એ જ આ વાર્તાનો મુખ્ય સાર છે. રીતેશભાઈ તેમની આ કૃતિઓ દ્વારા સર્જનના નવા પાઠ સતત શીખતા રહે, વાચકોના પ્રતિભાવો તેમને વધુ સરસ અને ઉપર્યુક્ત સર્જન કરવા પ્રેરતા રહે એ જ આશા સાથે આજે આ કૃતિ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા બદક રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


મૂળુભાની પુત્રવિદાય (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ 42

અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક, વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવની અક્ષરનાદ પર એક સર્જક તરીકે આ ત્રીજી વખત પ્રસ્તુતિ છે. માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈ આજે અનોખી હ્રદયસ્પર્શી ટૂંકી વાર્તા સાથે ઉપસ્થિત થયા છે જેને માણીને ધૂમકેતુની હ્રદયસ્પર્શી ‘જુમો ભિસ્તી’ યાદ આવી જ જાય, સુંદર કૃતિ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


‘દેશવિદેશ’ : રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓનો સંગ્રહ – નિમિષા દલાલ 7

નિમિષાબેનની વાર્તાઓ આ પહેલા અસંખ્ય વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે અને વાચકોના સ્નેહને મેળવતી રહી છે. આજે તેમણે અહીં શ્રી રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓના સંગ્રહ ‘દેશવિદેશ’નો પરિચય આપવાનો યત્ન કર્યો છે. આ સંગ્રહમાં જુદા-જુદા લેખકોની અલગ-અલગ ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર પારેખે કર્યો છે. તેમાં કુલ દસ વાર્તાઓ છે. ત્રણ હિન્દી ચાર ઉર્દૂ એક મરાઠી એક રશિયન વાર્તાના અંગ્રેજી અનુવાદ પરથી તો એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ છે. પુસ્તક પરિચય વાચકોમાં કેટલાક સુંદર અને માણવાલાયક પુસ્તકો પ્રત્યે એક આંગળીચીંધણ પુરવાર થાય છે, અને એ રીતે પુસ્તક વાંચનનો પ્રચાર અને પ્રસાર થાય છે. પ્રસ્તુત પુસ્તક પરિચય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો આભાર.


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૪ 4

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવી અન્ય ઉપયોગી છ એપ્લિકેશન્સ વિશે જાણીએ.


જાપાની કવિતા : એક વિહંગાવલોકન – નંદિતા મુનિ 7

‘અસ્તિત્વદર્શન’ ના નવેમ્બરના પરિચય અંકમાંથી આજે નંદિતા મુનિની કલમે કરીએ એક ઉડતી જાપાની કાવ્યયાત્રા. જાપાની સંસ્કૃતિમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલ્કે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોથી યથાતથ ઉતરી આવ્યા છે. જાપાનની પાર્ટીઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોના પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના તમામ વ્યવસાયના લોકો ત્યાં નિઃસંકોચ કાવ્યસર્જન કરે છે. ‘અસ્તિત્વદર્શન’ નો પરિચય અંક અક્ષરનાદને પાઠવવા અને તેમાંથી લેખ પ્રસ્તુત કરવાના સદ્ભાવસભર સૂચન બદલ કર્દમાચાર્ય ફાઉન્ડેશન ટ્રસ્ટનો આભાર તથા નવી શરૂઆત બદલ શુભકામનાઓ.


ત્રણ બહુરંગી ગઝલો.. – રાકેશ હાંસલિયા 14

રાકેશભાઈ હાંસલિયાનું નામ અક્ષરનાદી વાચકો માટે નવું નથી, મંજાયેલી કલમનો બહુરંગી સ્વાદ આપણે અહીં આ પહેલા પણ માણ્યો છે. પણ આજે તેમણે પાઠવેલી ગઝલો, તેઓ કહે છે તેમ, ‘નવી નક્કોર’ છે અને છતાંય એ બાળસહજ અનુભૂતિનો એક અનોખો અર્થ લઈને આવે છે. સામાન્ય રીતે ગઝલો મોટેરાંઓ માટે જ લખાતી હોય એવું અનુભવાયું છે, પણ અહીંની પહેલી ગઝલ ‘બાળગઝલ’ છે, બીજી ગઝલનો વિસ્તાર મા સુધી પહોંચે છે અને ત્રીજી ગઝલ માંથી ઠાકોર સુધી લઈ જાય છે. ગઝલોને તેના જ શેરમાંથી શીર્ષક આપવાનો યત્ન મેં કર્યો છે. અક્ષરનાદને તેમની કૃતિઓથી સતત તરબતર કરવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


હું શીખ્યો છું… – એન્ડી રૂની, અનુ. હર્ષદ દવે 6

આમ તો પ્રસ્તુત પોસ્ટ કેટલીક સૌમ્ય પણ જીવનમાં ઉપયોગી એવી પ્રેરણાદાયક વાતો, નિયમો કે રીતો વિશે કહે છે, પરંતુ ‘હું શીખ્યો છું કે…’ હેઠળ હર્ષદભાઈ એ બધાંયને એકછત્રે કરે છે. લેખકની સૌમ્ય મનોવૃત્તિના દ્યોતક એવા આ આચરણસૂત્રો સાચે જ પ્રેરક અને પ્રાયોગિક બની રહે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ.. (ભાગ ૪) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 12

હાર્દિકભાઈની આજની આ દસ માઈક્રોફિક્શન સાથે તેમણે અક્ષરનાદ પર કુલ સિત્તેર માઈક્રોફિક્શન આપી છે. આજની આ દસ અતિલઘુકથાઓ, દરેક પોતાનામાં એક અનોખી કહાની લઈને આવે છે. માઈક્રોફિક્શન વાર્તા ફોર્મેટને વધુ વ્યાપ આપવાના પ્રયત્નરૂપે અક્ષરનાદ ટૂંક સમયમાં એક અગત્યની જાહેરાત કરવાનું છે, ત્યાં સુધી માણીએ હાર્દિકભાઈની કલમની આ દસ માનસકૃતિઓ.


ગુજરાતી ભાષાનું ભવિષ્ય.. એક ચિંતન – દિદાર હેમાણી 33

શ્રી દિદારભાઈ હેમાણી મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં આવેલ પ્રખ્યાત એવા પંચગનિમાં આવેલ ન્યૂ એરા હાઈસ્કુલમાં શિક્ષક છે. વર્ષ ૨૦૦૮માં બૃહદ મુબઈ ગુજરાતી સમાજ અને મુંબઈ સમાચારના ઉપક્રમે યોજાયેલી વિશ્વસ્તરીય નિબંધ હરીફાઈમાં આયોજકોને લગભગ આઠસોથી વધુ કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી ઉપરોક્ત કૃતિ પાંચમા સ્થાને આવી હતી અને તેને પ્રશસ્તિપત્ર સાથે રૂ. ૧૦૦૦નું રોકડ ઈનામ અપાયું હતું. ઉપરોક્ત લેખમાં લેખક ભાષાની આજની પરિસ્થિતિ વિશે પોતાનું મનોમંથન મૂકે છે અને તેને લક્ષ્યમાં રાખીને ભાષાના ભવિષ્ય વિશે વિચાર કરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ દિદારભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.