Monthly Archives: February 2014


લઘુકથાઓ… – ડૉ. નિલેશ ત્રિવેદી, ગુણવંત વૈદ્ય 12

પ્રથમ લઘુવાર્તા ડૉ. નિલેશ ત્રિવેદીની કલમે નિપજેલી સંબંધોની સરસ વાત કહે છે, તો આ લઘુકથા સાથેસાથે આજે પ્રસ્તુત છે શ્રી ગુણવંતભાઈ વૈદ્યની બે લઘુકથાઓ… ગુણવંતભાઈની કૃતિ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આશા છે આપને ગમશે. કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો અને ડૉ. નિલેશ ત્રિવેદીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


કોંકણના કેટલાક અદ્રુત, નયનરમ્ય, શાંત બીચ પર… – જીજ્ઞેશ અધ્યારૂ 21

પૂનાથી અમારી કોંકણના બીચ અને રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલા રમણીય અને સુંદર બીચ દિવેઅગાર જવાની અને આસપાસના સ્થળોએ ફરવાની આખીય સુંદર પ્રવાસ સાથે આનંદોત્સવની વાત અહીં ફોટોગ્રાફ સહીત મૂકી છે. ડિસેમ્બર ૨૧થી ૨૫ સુધીમાં બે દિવસ અમે આ સ્થળોએ વીતાવ્યા હતાં. એ ઘટનાના સંભારણા રૂપે આ કૃતિ પ્રસ્તુત કરી છે.


વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત 9

આજે ઘણા લાંબા સમયે વાચકોની પદ્યરચનાઓનું સંકલન પ્રસ્તુત કરી રહ્યો છું. ‘આ શું થયું…’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સિટી એન્જીનીયર તરીકે કાર્ય કરતા વિજયભાઈ પ્રિયદર્શીની રચના છે. તો બીજી કૃતિ ચંદ્રકાન્તભાઈ લોઢવિયાની છે. તો ધર્મેશભાઈ ઉનાગરની રચના ઔદ્યોગિક કામદારોને માટે ‘સુરક્ષા સહિત સેવા’ના આદર્શની વાત સમજાવે છે, ઉદ્યોગોમાં થતા જીવલેણ અને ગંભીર અકસ્માતોથી બચીને કામ કરવાનો સંદેશ તેમાં છે. અક્ષરનાદ પર આ ત્રણેય મિત્રોની પ્રથમ રચનાઓ છે, તો મિતુલભાઈની બે કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે જેમની આ પહેલા પણ એક રચના અહીં પ્રસ્તુત થઈ ચૂકી છે. સૌ મિત્રોને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર.


રજસ્વલા – હિતેન ભટ્ટ 8

અમદાવાદના હિતેનભાઈ ભટ્ટની પ્રસ્તુત સુંદર લઘુવાર્તા તેમણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા માટે પાઠવી છે. અહીં તેમની આ પ્રથમ કૃતિ છે, વાર્તા મનનીય છે, વિચારપ્રેરક છે અને થોડામાં ઘણું કહી જાય છે. કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે 10

‘ઘણીવાર એક હૂંફાળો સ્પર્શ, એક સ્વાભાવિક સ્મિત, પ્રેમાળ શબ્દ, કોઈને સાંભળવા માટે ઉત્સુક કાન કે નિખાલસ અને સાચો અભિપ્રાય અથવા એકાદા નાના એવા પરોપકારના કામની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ પરંતુ તે બધામાં જીવનની દિશા બદલી નાખવાની જબરદસ્ત સંભવિતતા રહેલી હોય છે.’ એવા સુંદર સંદેશ સાથેની પ્રસ્તુત પ્રસંગવાર્તા જીવનમાં મદદની અને હકારાત્મક વિચારસરણીની અગત્યતા દર્શાવે છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ 9

સાહિત્ય સંગમ, સૂરત દ્વારા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે તેવા ભવસુખભાઈ શિલુના પુસ્તક “સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા…. – એક અલગ દ્રષ્ટિકોણ” માંથી ઉપરોક્ત લેખ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધિ અર્થે પાઠવ્યો છે. લેખના મૂળ શિર્ષક “રામાયણ.. નવી નજરે..” ને બદલે મેં Polyandry Vs Monogamy એવું શિર્ષક આપ્યું છે કારણ કે આ લેખમાં ફક્ત રામાયણ, મહાભારત કે અન્ય ગ્રંથવિશેષની વાત નથી પરંતુ આર્યો – અનાર્યોની સંસ્કૃતિ વચ્ચેના મૂળભૂત તફાવતમાંના એક એવા Polyandry Vs Monogamy વિશે વાત થઈ છે. લેખ ગહન વિચાર, ચિંતન અને ચર્ચા માંગી લે છે. આર્ય અનાર્ય સંસ્કૃતિઓના તફાવત અને ભેદ છતાં તેમના સમન્વયથી બનેલી સંસ્કૃતિમાં આર્ય મૂલ્યોનો ફાળો અને પ્રભાવ વધુ જોવા મળે છે. આશા છે આ લેખ જેવી જ અનેક વિગતો સહિતનું ચિંતન ભવસુખભાઈના પુસ્તકમાંથી આપણને મળશે. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ભવસુખભાઈનો આભાર.


બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 8

આ પહેલા પ્રસ્તુત થયેલ ચાર અછાંદસ કાવ્યો બાદ આજે દિનેશભાઈ બીજી વાર તેમના અછાંદસ સાથે ઉપસ્થિત થયા છે. પાલનપુર, બનાસકાંઠાના દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા બે વિરહી અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 23

ઉર્દૂ સાહિત્‍યના પ્રખ્‍યાત સર્જક સઆદત હસન મન્ટો (ઈ.સ. ૧૯૧ર – ૧૯પપ)ની કેટલીક વાર્તાઓ ખૂબ જ વિશદ પાર્શ્વભૂમિકામાં લખાયેલી જોવા મળે છે, અને એમાંથી કેટલીક માઈક્રોફિક્શનના મૂળ ફોર્મેટને સ્પર્શતી હોવાનો આભાસ પણ થાય છે. આક્રોશભર્યા પણ મજબૂર પાત્રો, થોડામાં ઘણુંબધું કહી શકવાની ક્ષમતા અને વાર્તાના ખુલ્લા છેડાઓ દ્વારા વાચકને મળતો સર્જનનો આનંદ એ તેમની વિશિષ્ટતાઓ હતી, માઈક્રોફિક્શનના ક્ષેત્રને સ્પર્શતા લેખકે મન્ટોનું સાહિત્ય અવશ્ય વાંચવું જોઈએ એવું મારું માનવું છે. માઈક્રોફિક્શનના અક્ષરનાદ પરના ખેડાણને સતત આગળ ધપાવતા હેમલભાઈ વૈષ્ણવની પાંચ માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત છે. વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર.


મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ 11

ઉર્વશીબેન પારેખના સુંદર અને અનુભૂતિસભર કાવ્યસંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. માતાને અભ્યર્થના કરી રહેલ સંતાન તેના ગુણોને, તેની ક્ષમતાઓ, લાગણીઓ અને કપરા સંજોગોમાં પણ મક્કમ રહી સામનો કરવા જેવી વાતને યાદ કરી તેમના જેવા જ ગુણો પોતાનામાં સિંચાય એવું યાચે છે. સુંદર કાવ્યસંગ્રહ અક્ષરનાદને પાઠવવા અને આ કાવ્ય પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

સ્ત્રીઓને સમાન અધિકાર અને સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારતા સમાજમાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્વતંત્ર સ્ત્રી સ્વીકર્ય નથી. આવી જ એક પુત્રી વિશે તેના માતા પિતાના વિચારો, તેના લગ્ન અંગેની ચિંતા વગેરે વાતોના પરિદ્રશ્યમાં ઝીલાયેલી નિમિષાબેનની આ વાર્તા એ મુખ્ય પાત્રની નિર્ણયશક્તિના સ્વરૂપે એક અગત્યનો સંદેશ આપી જાય છે, એટલો જ સંદેશ કે પોતાના જીવનના અગત્યના નિર્ણયો લેવા અને તેની અસરો સાથે જીવવા એ તૈયાર હોય છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખ આભાર તથા શુભકામનાઓ.


તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ 7

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, વાચકમિત્રોના પ્રેમને પામી છે. આજે તેઓ પોતાની પટેલપોથીમાંથી વધુ એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ‘ઈમાનદારીનું પૂંછડું’ નામનો આ પ્રસંગ પોતપોતાનાં દ્રષ્ટિકોણ પર અવલંબિત છે… પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આ વેલ-ઇન-ટાઈમ એટલે શું નાથ! – રમેશ ચાંપાનેરી 10

આ વેલ-ઇન-ટાઈમ ડે એટલે કે વેલેન્ટાઈન ડે વિશે ‘આમ આદમી’ ચમન અને ચંચીનો નિર્દોષ અને હાસ્યસભર વાર્તાલાપ રમેશભાઈ ચાંપાનેરીએ પ્રસ્તુત કર્યો છે. ચમનીયો ચાર વાગ્યેનો ઉઠીને, નાહીધોઈ તૈયાર થઈને ઉંદરડાની માફક ઘરમાં આંટા મારે છે. ચંચી હજી ઉઠી નથી. વેલેન્ટાઈન ડે નો ધુમાડો એના મગજે ચઢી ગયો છે. ફૂલ કરમાવા લાગ્યું છે. ઘડીક એમ પણ થાય કે લાવ બહાર નીકળીને કોઈને ફૂલ આપી જ આવું., પણ….


માનવજીવનની સાર્થકતા.. – વિનોદ માછી 2

ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ મનુષ્‍ય જન્મ મોટા ભાગ્યના યોગથી જ મળતો હોય છે અને દેવતાઓને ૫ણ દુર્લભ છે એમ વેદ પુરાણ વગેરે સદગ્રંથો ૫ણ કહે છે. આ મનુષ્‍ય જન્મ જે સાધનોના ધામરૂ૫ છે અને મોક્ષ દ્વારરૂ૫ છે તેને પ્રાપ્‍ત કરી જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે બધા પાછળથી દુઃખ પામે છે. માથુ ધુણાવી ધુણાવીને ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલા ફળ માટે કાળ.. કર્મ કે ઈશ્વર ઉ૫ર મિથ્યા દોષ લગાવે છે. આ સર્વોત્તમ એવા મનુષ્‍ય શરીરની પ્રાપ્‍તિ થયાનું ફળ વિષયભોગનું સુખ નથી અને સ્વર્ગનું સુખ ૫ણ નથી, કેમકે આ લોકમાં વિષયભોગનું સુખ અને ૫રલોકમાં સ્વર્ગનું સુખ અલ્પકાળ સુધી જ રહે છે અને ૫રીણામે દુઃખદાયી જ નિવડે છે. જે લોકો મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવે છે તેઓ મૂર્ખતાથી અમૃતના બદલે વિષ ગ્રહણ કરે છે. જેઓ પારસમણીને ગુમાવીને ચણોઠી લે તેમને ક્યારેય લોકો ડાહ્યા કહેતા નથી.


ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય 13

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. નિસ્યંદન સામયિકના સંપાદક અને કવિમિત્ર યોગેશભાઈ તેમાં ભાગ લેવા આણંદ પહોંચ્યા હતા. આ અધિવેશનના આયોજન પ્રત્યે ઉદાસીનતા અને પાંખી હાજરી જેવા કારણોને લીધે તેમને મનમાં ખૂંચતી કેફિયત તેઓ અહીં રજૂ કરી રહ્યા છે. શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આવા તો અનેક પ્રશ્નો તેમના મનમાં અનુત્તર રહી જવા પામ્યા છે, પ્રયત્ન કરીએ આપણી રીતે તેના ઉત્તર આપણી પોતાની જાતને આપવાનો… નિસ્યંદનના સંપાદકીય તરીકે લખાયેલ પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


રાજકારણ… – સાગર ચૌહાણ 12

રાજકારણ વિશેની પ્રસ્તુત પદ્યરચના પદ્યના કયા પ્રકારને અવલંબે છે એ સવાલને અવગણીએ તો એમ કહી શકાય કે રાજકારણીઓ અને તેમના મનમાં સતત ચાલતા સત્તા, સંપત્તિ અને ખુરશીના મોહને અહીં રાજકોટના સાગરભાઈ ચૌહાણ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ સાગરભાઈનો આભાર તથા શુભકામનાઓ.


અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે 9

સ્ત્રી ભૃણહત્યા એવો વિષય છે જેના વિશે અનેક વખત લખાયું છે, લખાયું તેના એક ટકા જેટલું પણ સમાજ દ્વારા ભાગ્યે જ અનુસરાયું છે, મોટી ગુલબાંગો અને વાતો છતાં આજે પણ, અત્યારે પણ ક્યાંક ભૃણહત્યા થઈ જ રહી હશે, અને એ પણ ભૃણના માદા હોવાના કારણે… હર્ષદભાઈનો લેખ આપણા સંકુચિત અને વિકૃત સમાજની આ જ બદી સામે લખાયેલો છે અને અક્ષરનાદ આવી કૃતિઓ પ્રસિદ્ધ કરીને ખરેખર ગર્વ અનુભવે છે, એકાદ પણ ભૃણ જો આ આખીય વેબસાઈટના બધાંય પ્રયત્નોને લીધે બચી શક્યું હોય – બચી શકે તો તેથી વધુ શું હોઈ શકે? આશા રાખીએ કે આવા અનેક લેખો એકાદ વિકૃત અને ભૃણ હત્યા કરવા તત્પર માનસીકતાને બદલવામાં ભાગ ભજવી શકે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 15

ડૉ. મુકેશભાઈ જોષીની ત્રણ સુંદર ગઝલરચના આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.