Monthly Archives: December 2008


કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ 2

મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. કર્તવ્યનું યથાર્થ સ્વરૂપ એ સેવા, અર્થાત સંસારથી મળેલાં શરીર વગેરે પદાર્થોને સંસારનાં હિતમાં લગાડવાં. પોતાનાં કર્તવ્યનું પાલન કરનાર મનુષ્યના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે, આનાથી વિપરીત પોતાના કર્તવ્યનું પાલન ન કરવામાં મનુષ્યનાં ચિત્તમાં ખિન્નતા રહે છે. સાધક આસક્તિરહિત ત્યારે થઈ શકે છે જ્યારે તે શરીર – ઈન્દ્રિયો – મન – બુધ્ધિને મારા અથવા મારા માટે નહીં માનીને સંસારના અને સંસારને માટે જ માનીને સર્વના હિતને માટે તત્પરતાપૂર્વક કર્તવ્ય કર્મનું આચરણ કરવામાં લાગી જાય. હાલના સમયમાં ઘરોમાં અને સમાજમાં જે અશાંતિ, કલહ અને સંઘર્ષ જોવામાં આવે છે તેનું મૂળ કારણ એ છે કે લોકો પોતાના અધિકારની તો માંગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતાં નથી. કોઈ પણ કર્તવ્ય – કર્મ નાનું કે મોટું નથી હોતું, નાનામાં નાનું અને મોટામાં મોટું કર્મ કર્તવ્યમાત્ર સમજીને સેવાભાવથી કરવાથી સરખું જ રહે છે. જેનાથી બીજાંઓનું હિત થાય છે તે જ કર્તવ્ય હોય છે. જેનાથી કોઈનું પણ અહિત થાય તે અકર્તવ્ય હોય છે. રાગ દ્વેષને કારણે મનુષ્યને કર્તવ્યપાલનમાં પરિશ્રમ યા કઠણાઈ પ્રતીત થાય છે. જે કરવું જોઈએ અને જે કરી શકાય છે તેનું નામ કર્તવ્ય છે. કર્તવ્યનું પાલન ન કરવું તે પ્રમાદ. પ્રમાદ તમોગુણ છે અને તમોગુણ નર્કનો રસ્તે દોરે છે. પોતાના સુખ સગવડ માટે કરેલું કર્મ અસત હોય છે અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્મ મરણની પ્રાપ્તિ અને સત્કર્મનું પરિણામ પરમાત્માની પ્રાપ્તિ છે. જે નિષ્કામ હોય છે તે તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. ગૃહસ્થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવ્યનું પાલન બરાબર કરે છે, તે […]


કઈ રીતે – ધૃવ ભટ્ટ

મેલ્યાં મેં તો પાણીને વચમાં આગ રે ઠારો તો શી પેરે ઠારશો હોજી બાઈ મેં તો વાંચ્યા રે વિનાની જાણી વાત રે નુગરાને શું ભણાવશો હોજી જેટલા ભરેલાં ભાળો, બમણાં ખાલી જાણો એવા અમે અંતરમાં ઉતાર્યા છે આકાશ રે તાગો તો કે રીત તાગશો હોજી બાઈ મારે ડુંગર પહોંચી દરિયો ઘૂઘવો માંહી થયા અચરજ ઝબકારા અપરંપાર રે એ વાતો કઈ રીત માંડશો હોજી બાઈ મારી આંખે ભાળ્યાં ઝગમગ દીવડાં દીવડાએ ઠળીયે દેખાડ્યાં આખા ઝાડ રે અદકેરું શું બતાવશો હોજી – ધૃવ ભટ્ટ


ધર્મસંવાદ @ મહુવા 2

મહુવા ખાતે પૂજ્ય શ્રી મોરારીબાપુની નિશ્રામાં ધર્મસંવાદ એ શીર્ષક હેઠળ છ દિવસની આંતરધર્મિય પરિષદ તારીખ ૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહી છે. આ વિષેની સંપૂર્ણ વિગત દર્શાવતું સંમેલન માહિતિ પત્ર  http://www.iiramii.net/docs/Religiousconference.pdf થી ડાઉનલોડ કરી શક્શો. આભાર જીગ્નેશ અધ્યારૂ.


બે છેતરામણા અનુભવો 11

અમારી હરિદ્વાર, દિલ્હી, મથુરા અને વૃંદાવન યાત્રા દરમ્યાન ઘણાં સારા નરસાં અનુભવો થતાં રહ્યાં. બધાં તો નહીં પણ બે છેતરામણા અનુભવો અહીં લખી રહ્યો છું. આ અનુભવો પછી લાગ્યું કે ફરવા માટે હોય કે રહેવા માટે, ગુજરાત જેવી જગ્યા ભારતભરમાં કોઈ નથી. કદાચ આપણને આપણા શહેર કે રાજ્ય પ્રત્યેના લગાવને લીધે આમ કહેવા પ્રેરણા થાય એમ પણ હોય. પ્રથમ પ્રસંગ છે અમારી મથુરા થી વૃંદાવન યાત્રાનો. વૃંદાવન જતાં રસ્તામાં એક જગ્યાએથી અમારી આગરા મથુરા, વૃંદાવન ટૂરના સંચાલકે એક ગાઈડને બસમાં લીધો. આવતાં વેત રાધે રાધે બોલીયે, મનકે દ્વાર ખોલીયે બોલતાં તેણે વાત શરૂ કરી. વૃંદાવનમાં કૃષ્ણ રાધાનાં પાંચ હજારથી વધુ મંદિરો છે, અહીં કૃષ્ણ ગાયો ચરાવવા આવતાં, રાધાજી સાથે રાસલીલા રચતાં અને જીવનલીલાઓ કરતાં વગેરે બોલતાં બોલતાં વૃંદાવનના રસ્તે આવતાં (ગાઈડના કહેવા મુજબ) અનેક અનાથાશ્રમો, ગાયોની ખૂબ મોટી ગૌશાળાઓ, વિધવાશ્રમો જેવા અનેક સંસ્થાનો તેણે બતાવ્યાં. અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે અને અહં ગૌદાન અને વિધવાઓ માટે દાન કરવાનું અનેરુ પુણ્ય છે વગેરે બોલતાં બોલતાં અને તાલી બજાઈએ હસતે જાઈએ જેવા તકિયાકલામ બોલતાં બોલતાં ખૂબ માહિતિ આપી. બસ વૃંદાવન પહોંચી એવો ગાઈડ કહે કે અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે (આ વાત તેણે કલાકમાં નહીંતોય પંદરેક વાર કરી હશે …. આ આખો ફકરો) અહીંની ગલીઓ ખૂબ ભૂલામણી છે એટલે સાથે ચાલશો, આપને હું સમયના અભાવે ફક્ત રાધા કૃષ્ણનું મુખ્ય મંદિર બતાવીશ. કારણકે અહીં રાધા કૃષ્ણના પાંચ હજારથી વધુ મંદિરો છે…… આખા ગૃપે ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક અંડર કન્સ્ટ્રક્શન ઈમારત બતાવીને કહે કે આ મીનારો મહારાણા પ્રતાપે બનાવડાવ્યો હતો જે સાત માળનો હતો ને તેના પર દીવડાઓ થતાં જે છેક દિલ્હી થી દેખાતાં […]


ડાંગરના ખેતરમાં તડકો – મણિલાલ દેસાઈ 3

રંગલયગતિ ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળાંપીળાં રાઈ તણાં ફૂલ થઈને દૂર ક્યારડો વાલોળે લીલો ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો ને પાસ થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાક રંગ લ્હેરમાં ચૂમતો બહાર ઉભેલો આંબો એના પાનપાન આ ઉડીજાય રે પંખીટૌકા થઈને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને નીક મહીં ખળખળતાં જળમાં આભ પડી અમળાય સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય, કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય, રંગરંગના પડ્યાં ગાબડાં સીમ મહીં ને સીમ તણાં શેઢાઓ તો આ ખીલે રે, ફૂલે રે, ઝૂલે સવાર થઈને, ડાંગરનાં ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને – મણિલાલ દેસાઈ


નમીએ તુજને વારંવાર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ 4

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારા ગાન; પરોઢિયે મંદિર મસ્જીદમાં, ધરતાં લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહીં વસે છે તું; ચાંદા સૂરજમાંયે તું છે, ફૂલો મહીં હસે છે તું. હરતાં ફરતાં કે નીંદરમાં; રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાયે; તું છે સૌનો રક્ષણહાર, દેવ, બનાવી દુનિયા છે તેં, તારો છે સૌને આધાર; તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર !  – ઝીણાભાઈ દેસાઈ ‘ સ્નેહરશ્મિ’


વીણેલા મોતી (ગદ્યખંડો) – સંકલિત

વર્તમાનનો આનંદ માણો માનવીના દુઃખ નું સૌથી મોટું કારણ એની મનોદશા છે. એના મનને જે છે એનો આનંદ નથી; પણ જે નથી તેનો અસંતોષ છે. માનવીનું મન કાં તો ભૂતકાળનાં કારાગૃહમાં કેદ છે અથવા તો ભવિષ્યના દીવાસ્વપ્નોની ભૂલભૂલામણીમાં ભટકતું હોય છે. મનની આવી દશા માનવીને વર્તમાનના આનંદથી વંચિત રાખે છે. માનવીની મનોદશા આશાને સહારે જીવતી રહેવા ટેવાયેલી છે. જે કામનાથી ગઈ કાલે સુખ ન મળ્યું તે આજે મળશે તેમ માનવીનું મૂરખ મન માની લે છે. વર્ષો થિ વલવલતી વાસનાનાં મૃગજળ કદાચ કાલે સાચાં ઠરશે, જે હજીસુધી નથી થયું તે હવે થશે, જે કોઈકને જ મળ્યું છે તે સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશાથી માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યો છે. યાદ રાખો કે આનંદ માનવા માટેની સાચી ક્ષણ તો વર્તમાન ક્ષણ જ છે. જેઓ ગઈકાલની ભૂલો વિષે અને આવતી કાલની ગૂંચવણો વિષે સતત વિચાર્યા કરે છે તેઓ પોતાની સન્મુખ પડેલા આજના આનંદને માણી શક્તા નથી.  – સ્વામી ભગવદાચાર્યજી અધ્યાત્મના અધિકારી યુવાનો આ દેશનું આધ્યાત્મ વૃધ્ધોની નહીં, જુવાનોની ચીજ રહી છે. શ્રીકૃષ્ણે જીવનના કુરુક્ષેત્રમાં અપૂર્વ આધ્યાત્મનો પાંચજન્ય શંખ ફૂંક્યો ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. તે હતા ભારતની તરુંણાઈના રથના સારથી. પોતાની પ્રિયાની ગોદમાં નવજાત રાહુલને સૂતેલો છોડીને સિધ્ધાર્થ અદ્વિતિય ક્રાંતિના પથ પર ચાલી નિકળ્યા હતા ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. અદ્વૈતના અનન્ય શોધક શંકર (શંકરાચાર્ય) જ્યારે દિગ્વિજય યાત્રા કરી ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. શિકાગોના રંગમંચ પર વિવેકાનંદે વેદાંતના સાર્વભૌમ ધર્મનો ઉદઘોષ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદના દાવાનળમાં કૂદીને અધ્યાત્મનો આગ્નેય પ્રયોગ ગાંધીએ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. મિત્રો, […]


રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય – જીગ્નેશ અધ્યારૂ 4

દિલ્હીના અનેકો જોવાલાયક સ્થળોમાં અચૂક જોવા અને મૂળેતો અનુભવવા જેવું એટલે રાજઘાટ, એક ત્યાગી અને દેશપ્રેમી, પોતડી, લાકડી અને ચશ્મા પહેરી આખાંય ભારતવર્ષને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને આપણે કેવી રીતે લાખો રૂપીયાના પથ્થરો વચ્ચે કેદ રાખ્યા છે, તે જોવા જેવું. રાજઘાટ સુધી પહોંચ્યા પછી જો મહાત્મા ગાંધી સંગ્રહાલયની મુલાકાત ન કરો તો ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ થશે. રાજઘાટથી રોડ ક્રોસ કરી સામેતરફ જવા જેટલા જ અંતર પર આવેલું છે રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય. ઈન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશન ઉતરી ચાલતાં પણ જઈ શકાય છે. સોમવાર સિવાય દરરોજ સવારના ૧૦ થી સાંજના ૬ સુધી એ ખુલ્લું હોય છે. મહાત્મા ગાંધીજી વિશે પુસ્તકો, જર્નલ્સ, અન્ય વિવરણાત્મક સંગ્રહો, તેમના ફોટોગ્રાફ્સ વગેરેનો વિશાળ સંગ્રહ અહીં ઉપલબ્ધ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનાં પ્રયત્નો થી બનેલ આ સંગ્રહાલયનો ફાઉન્ડેશન સ્ટોન પણ તેમને મૂક્યો હતો અને તેનું ૧૯૬૧માં ઉદઘાટન પણ તેમણે જ કર્યું હતું. ગાંધી વિચારો અને ભારતીય આઝાદીની ચળવળ વિશે અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે આ સંગ્રહાલય માહિતિનો અખૂટ ભંડાર છે. પુસ્તકાલય ઘણું વિશાળ છે અને અહીં ગાંધીજી વિશે અને તેમના દ્વારા લખાયેલ લગભગ બધાં પુસ્તકો છે. આ સિવાય અહીં મહાત્મા ગાંધી દ્વારા કે તેમને લખાયેલા ૩૦,૦૦૦ થી વધુ પત્રો, ટેલીગ્રામ્સ અને અન્ય દસ્તાવેજો પણ છે. અહીં ગાંધીજી દ્વારા વપરાયેલા વાસણો, તેમના ચશ્મા, પુસ્તકો, રેંટીયો, ચપ્પલ, પાથરણું વગેરે જેવી અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. પણ સૌથી સુંદર વસ્તુ એ લાકડી છે જે ગાંધીજીએ દાંડીકૂચ વખતે વાપરી હતી. મહાત્મા ગાંધીની હત્યાને પ્રદર્શિત કરતા પ્રસંગો અને વસ્તુઓને તથા ફોટાઓને દર્શાવતો એક અલગ ઓરડો પણ અહીં છે. ગાંધીજીની પોકેટવોચ, લોહીથી રંગાયેલી ધોતી અને શાલ, તેમને મારવામાં આવેલી ગોળી વગેરેને […]


ન લેજે વિસામો – વેણીભાઈ પુરોહિત 3

થાકે ન થાકે છતાંય હો માનવી ! ન લે જે વિસામો ને ઝૂઝજે એકલ બાંયે હો માનવી ! ન લે જે વિસામો તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા તારે ઉધ્ધારવાનં જીવન દયામણાં હિંમત ન હારજે તું ક્યાંયે હો માનવી ! ન લે જે વિસામો જીવનને પંથ જાતાં તામ થાક લાગશે વધતી વિટંબણા સહેતા તું થાકશે સહતાં સંકટ એ બધાંયે હો માનવી ! ન લે જે વિસામો જાજે વટાવી તુજ આફતનો ટેકરો આગે આગે હશે વણખેડ્યાં ખેતરો ખંતે ખેડે એ બધુંય હો માનવી ! ન લે જે વિસામો ઝાંખા જગતમામ એકલો પ્રકાશજે આવે અંધાર તેને એકલો વિહારજે છોને આયખું હણાયે હો માનવી ! ન લે જે વિસામો લે જે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો તારી હૈયા વરખડીને છાંયે હો માનવી દેજે વિસામો ! ન લે જે વિસામો  – શ્રી વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત (ગાંધીજીની પસંદગીની કવિતા – રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાંથી)


બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ) 3

હવે હું મૂકી રહ્યો છું દિલ્હી દર્શન તથા મથુરા આગરા યાત્રા દરમ્યાન જોયેલા અગત્યના સ્થળો અને કેટલાક વિશિષ્ટ અનુભવોની વિશદ માહિતિ. આ અંતર્ગત આજે બહાઈ ઉપાસના મંદિર કે લોટસ ટેમ્પલ તરીકે જાણીતા થયેલા મંદિર વિશે મારા અનુભવો અને જાણકારી. હે પ્રભુ! એવુ વરદાન આપો કે એક્તાની જ્યોત આખીય પૃથ્વીને આપ્લવિત કરી લે અને “સામ્રાજ્ય પ્રભુનું છે” એ ભાવ સમસ્ત જનમાનસ અને રાષ્ટ્રોના લલાટ પર અંકિત થઈ જાય. – બહાઉલ્લાહ ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે. બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે […]


જિંદગીની દડમજલ – વેણીભાઈ પુરોહિત 5

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું, સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન! થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી. જોઈ લેવું આપણે જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી. ભાનભૂલી વેદનાઓને વલૂરી નાંખવી જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી. જામમાં રેડાય તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી. કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું, થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘૂરી રાખવી. ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન, જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી, એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ, ફૂંક સુરીલી અને બંસી બેસૂરી રાખવી. બાજ થઈને ઘૂમવું અંદાજની ઉંચાઈ પર, ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. – વેણીભાઈ પુરોહિત઼ (આચમન પુસ્તક)


હરિદ્વારથી ગઢવાલ, મસૂરી અને દહેરાદૂન – II 4

મસૂરી જવા માટે સવારે ૯ વાગ્યાની અમારી બસ હતી. સવારે ચા નાસ્તો કરી બસમાં ગોઠવાયા. સૌથી પહેલા દહેરાદૂન જવા નીકળ્યા અને ત્યાં રસ્તામાં આવતા પ્રકાશેશ્ર્વર મહાદેવના મંદિરે ગયા. ત્યાંની ખાસીયત છે કે ત્યાં કોઇ પણ પ્રકારની દાન દક્ષીણા લેવામાં આવતી નથી અને તમે સામેથી કઈ પણ આપવાની કોશીશ કરો તો ત્યાંના લોકો તમને હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી મૂકે છે. મંદિરમાં તમને ગરમ નાસ્તો, સફરજન અને ચા પ્રસાદ આપવામા આવે છે. ત્યાં મંદિરની બહાર આઈસક્રીમની દૂકાન છે જે મંદિરના ટ્ર્સ્ટ તરફથી ચલાવવામાં આવે છે, ત્યાંથી તમને આઇસક્રીમ ૪૦% ડીસ્કાઉટ્માં મળે છે. ત્યાં અમે પણ આઈસક્રીમનો લાહવો લીધો. પછી અમે મસૂરી જવા માટે નીકળ્યા, રસ્તામાં દહેરાદૂન માર્ક્રેટ્, સાઇટ સીન જોયા બસના ગાઇડે અમને મસૂરીનો રસ્તો બતાવતા કહ્યુ કે આ રસ્તાને સ્નેકરોડ કહેવાય છે, તે રસ્તાને  ઊપરથી જોતાં સાપ જેવો દેખાય છે, ખીણ દેખાય છે. સાઈટ સીન જોતા જોતા અમે મસૂરી લેક પહોંચ્યાં ત્યાં તળાવમાં બોટીંગ થતુ હતુ અને ત્યાં ગઢવાલના પારંપારિક કપડાં મળતા હતાં જે પહેરી  ફોટા પડાવવાથી મસૂરી ની યાદો તમે તમારી સાથે રાખી શકો . અમે ફોટા પડાવ્યા અને બોટીંગની પણ મોજ માણી . ત્યાર પછી  અમે મસૂરી માર્કેટ ફર્યા, જમ્યાં, એક સરસ ઉંચી ટેકરી પરથી હિમાલયના દર્શન કર્યા અને કેમ્પ્ટીફોલ્સ તરફ જવા આગળ વધ્યાં. પહાડમાં દરીયાની સપાટીથી ૬૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલા આ ધોધ ખૂબ સુંદર છે, પહાડમાં ઉપરથી પાણીનો ધોધ પડે છે, અને સર્પાકાર રસ્તાથી તેનો ખૂબ સરસ દેખાવ તેની મૂળ ખાસીયત છે. ફોટોગ્રાફી કર્યા પછી અને ગરમાગરમ ચણા ખાધાં પછી ત્યાંથી પાછા નીકળ્યા, મોડી સાંજ થઈ ગઈ હતી, એટલે હરિદ્વાર જતાં મોડી રાત થઈ જવાની હતી એટલે રસ્તામાં એક ઢાબે જમ્યા. પહાડોમાં ઉલટીઓની પરંપરા કર્યા પછી અમારા ગૃપનાં બધાં […]


હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1 8

વડોદરાથી હરિદ્વાર જતાં રસ્તામાં ટ્રેન કોટા, રતલામ અને હઝરત નિઝામુદ્દિન સ્ટેશને લાંબા વિસામાં ખાતી, ધીમે ધીમે ચાલતી જ્યારે બપોરે ચાર વાગ્યે હરિદ્વાર પહોંચી ત્યારે અમે અમારી ધર્મશાળાની પાછળની તરફ આવેલ ઘાટ તરફ દોડ્યા, સામાનને રૂમમાં જેમ તેમ મૂક્યો, ટુવાલ, કપડાં વગેરે લઈ તરત ગંગા સ્નાન કરવા પહોંચ્યા. પાણીમાં પગ મૂક્યો તો જાણે બરફ પર પગ મૂક્યો. અને પાંચ મિનિટ પાણીમાં પગ બોળી પગથીયા પર બેસી રહ્યો તો પગ જાણે થીજી ગયા, પગ બહાર લઈ ઘાટની બહાર આવી ગયો, આ જોઈ બીજા બધાંય જે નહાવા આવી રહ્યા હતાં તે ખચકાયા. બાજુમાં બેસી ખેલ જોઈ રહેલા એક બહેન કહે, તમે આખે આખા એક વાર ઝબોળાઈ જશો પછી કાંઈ ઠંડુ નહીં લાગે. પછી જ અસલી મજા આવશે. મેં પાંચેક મિનિટ પછી માથાબુડ ડુબકી મારી અને ખરેખર મજા આવી, પણ પાણી બરફ જેવું ઠંડુ અને ખૂબ ઝડપથી વહેતુ હતું. ગંગામાં નહાવાનો આનંદ અનેરો છે, હર કી પેડી કે પૌડી પર નહાવા લાઈન લાગે છે પણ આ શાંત સ્વચ્છ અને ખાલી ઘાટ પર એકલા નહાવાનો આનંદ અનેરો હતો, ત્યાજ પાસે રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં થોડી વાર પૂજા કરી, અને પછી રૂમ માં પહોંચ્યો તો મારા એક સબંધીએ ચ્હા અને ગાંઠીયા મંગાવ્યા હતા, જલ્સા પર જલ્સા થઈ ગયા, જાણે ગુજરાતમાં મહુવામાં ચા ગાંઠીયા ખાતો હોઉં તેમ મજા આવી ગઈ. બીજા દિવસે હરિદ્વાર દર્શનના પ્રોગ્રામ માટે રીક્ષા ભાડે કરી, જમવા માટે ગુજરાતી થાળી ત્યાં ૩૦/- રૂપિયા માં મળતી હતી અને એ પણ ખૂબ સરસ, જમવાની પણ મજા આવી ગઈ. થાકને લીધે વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા ખબર ન રહી. બીજે દિવસે સવારે ચા નાસ્તો પતાવી […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 7 (dSLR Digital Photography) 8

ડીજીટલ કેમેરાથી ફોટો પાડ્યા પછી તેના એડીટીંગ અને અપલોડીંગ વિશે શોધ કરતા કેટલીક અત્યંત સરસ ડીજીટલ સીંગલ લેન્સ રીફ્લેક્સ (dSLR ) કેમેરા તથા ઓનલાઈન ફોટો સ્ટોરેજ અને એડીટીંગ તથા માહિતિ માટે કેટલીક સરસ વેબસાઈટસ મળી, આજે આ કડીમાં થોડીક આવીજ વેબસાઈટસ વિષે…. www.dpreview.com ડીજીટલ ફોટોગ્રાફી અને કેમેરા તથા સોફ્ટવેર ના અપડેટેડ સમાચારો, લેટેસ્ટ ડીજીટલ કેમેરાઓ અને એસેસરીઝના રીવ્યુ અને તેના વિશે ચર્ચા કરવા માટેની ફોરમ, કેમેરાને કંપની પ્રમાણે ગોઠવી તેના દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સની વિશાળ અને સરસ સેમ્પલ ફોટો ગેલેરી, કેમેરા ખરીદવામાટેની મદદ માટે ખરીદનારાઓની ગાઈડ, કંપની પ્રમાણેનો કેમેરા ડેટાબેઝ વગેરે ૧૯૯૫થી ચાલતી આ વેબસાઈટને ઘણી રીતે ખાસ બનાવે છે. કેમેરાની સરખામણી પણ ખૂબ સરસ રીતે અને વ્યવસ્થિત મળે છે. ટિશ ફીલ એશ્કી તેના સાથીઓ અને હજારો ચાહકો અને વિઝિટર્સની મદદથી આ સરસ વેબસાઈટ ચલાવે છે અને કોઈ પણ ડીજીટલ કેમેરા માટે તેનો રીવ્યુ અચૂક મનાય છે. આ વેબસાઈટ હવે એમેઝોન.કોમ ખરીદી ચૂક્યું છે. www.shutterbug.net જૂના ફોટોગ્રાફીક બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરાથી લઈને રોલ વાળા કેમેરા અને હાલનાં ડીજીટલ કેમેરા સુધી બધી માહિતિ અહીં મળશે. ડીપીરીવ્યુ.કોમની જેમ અહીં પણ ફોરમ મુખ્ય સાધન છે જે માહિતિનો અખૂટ ભંડાર આપે છે. ફોટોગ્રાફી માટેના પ્રખ્યાત શટરબગ મેગેઝીનનો આ સાથીદાર છે. ડીપીરીવ્યુ.કોમમાં ફક્ત ડીજીટલ કેમેરાનાં જ રિવ્યુ મળશે પણ અહીં લેન્સ, સાદા કેમેરા, પ્રિન્ટર, કેમેરા બેગ, કે કલર મેનેજમેન્ટ પર પણ માહિતિ મળશે. ટૂંકમાં એક સરસ અને મુલાકાત લેવા લાયક, રેગ્યુલર વપરાશની વેબસાઈટ. www.popphoto.com પોપ્યુલર ફોટોગ્રાફી અને ઈમેજીંગ મેગેઝીન પ્રોફેશનલ અથવા અનુભવી કે સીરીયસ ફોટોગ્રાફરો માટે માહિતિનો ખજાનો મારી ઉંમરથી પણ વધુ સમયથી આપી રહ્યું છે. હબર્ટ કેપ્લર ૧૯૫૦થી ફોટોગ્રાફી, કેમેરા, અમેચ્યોર થી પ્રોફેશનલ ફોટોગ્રાફરો સુધી […]


નર્મદે અગણિત તુજ ઉપકાર 2

નર્મદે ! અગણિત તુજ ઉપકાર અમરકંટકે જન્મી નીસરી સાતપુડાની ધાર વિંધ્ય ચરણ પખાળી મળતી ભૃગુકચ્છને દ્વાર નંદનવન ધરતીમાતા બનતી તું જ્યાં વહેતી ભૂમિપુત્રની ઝોળી તું તો ભરતી અપરંપાર પાપ પુણ્ય સરભર કરવા જો ગંગાસ્નાન કરાતું તારું દર્શન પૂરતું માની ઉમટ્યાં નર નાર કર્યો સર્વ ખંડિત મુંઝવી ગંગ, જટાની મધ્યે વિસ્થાપિત શૂલપાણેશ્વર થઈ દીધો તુજને માર્ગ સર્જાયા વર્તુળ ડિવિઝન, નિગમ, કમિશન ઝાઝાં, શુષ્ક ખંડના નવસર્જનમાં હવે કેટલી વાર? નર્મદે અગણિત તુજ ઉપકાર શ્રી ચંદ્રશેખર પંડ્યા, નિયામક, ગુજરાત ઈકોલોજી કમિશન (સૃષ્ટિ સામયિક, અંક ૪૫માંથી સાભાર)


મુંબઈ મેરી જાન – હવે શું?

મુંબઈ આતંકવાદી હુમલાઓને દિવસો પર દિવસો જઈ રહ્યા છે. આપણે તેમાં શહીદ થયેલા ભારતના સાચા તારલાઓને, ભારતના સાચા સપૂતોને શ્રધ્ધાંજલી આપી ચૂક્યા છીએ. પણ હવે શું? તેમની કુરબાની પરથી આપણે શું શીખ્યા? તેમની કુરબાનીની આપણે શું કદર કરી? આપણે ઉપકારને ભૂલી જનારા લોકો છીએ, ગેંડા જેવી ચામડી વાળા આપણે ( જેમાં હું પણ છું) કઈ રીતે સાબિત કરીશું કે આપણે ખરેખર તેમનો ઉપકાર માનીએ છીએ. ઈનફ ઈઝ ઈનફના પોસ્ટર લઈને રેલી કાઢીને કે હ્યુમન ચેઈન બનાવીને આ થઈ શક્શે? આપણે નફ્ફટ અને નપુંસક લોકો છીએ. કોઈક આવીને આપણા જ ઘરમાં આપણા જ લોકોને મારીને, આપણા જ અસ્તિત્વને હચમચાવીને જાય છે અને આપણે તે પછી થોડાક દિવસ ફુરસદે તેમને યાદ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. એક નહીં અનેક વખત આપણે આમ કરી ચૂક્યા છીએ. આપણે સિસ્ટમને ગાળો ભાંડીએ છીએ, રાજકારણીઓને બન્ચ ઓફ બાસ્ટર્ડ્સ કહીએ છીએ, શહીદો માટે બે મિનિટનું મૌન પાળીએ છીએ અને પછી પાછા કામે ચડી જઈએ છીએ. થોડાક દેશભક્તિના ગીતો યાદ કરીએ છીએ અને બસ ? આ જ આપણી દેશભક્તિ? મુંબઈને આપણે ગમે તેવા હુમલાઓ, ગમે તેવી આપત્તિઓ પછી પૂર્વવત થઈ જતી નગરી કહીએ છીએ, કે આપણે મુંબઈને ગાળ આપીએ છીએ, મુંબઈ પૂર્વવત થઈ જતી નથી અમુક લોકો એવા રહી જાય છે જેમના માટે બધું પહેલા જેવું રહી જતું નથી. શું તે મુંબઈ નથી? મુંબઈ જ કેમ, અમદાવાદ, દિલ્હી, કે ભારતનું એક પણ નાનામાં નાનું નગર કેમ ન હોય …… પૂર્વવત કાંઈ રહેતું નથી. બસ જેમણે પોતાના ખોયા હોય એ જ યાદ રાખે છે બાકી આપણે પાંચ દિવસ તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ભૂલી જઈએ છીએ. આપણા સાચા […]


ગઝલ રચના – બંધારણ વિશે થોડુંક 16

થોડા વખત પહેલા મેં લખેલી એક ગઝલ પર પ્રતિભાવ આપતાં એક મિત્રએ કહ્યું કે ગઝલ તેના પ્રકારો અને ગઝલ બંધારણ વિશે થોડુંક લખશો તો મજા આવશે. મારી મર્યાદિત જાણકારી અને ઈન્ટરનેટની મદદથી  આ લેખ તૈયાર કર્યો છે. ગઝલ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. ગઝલ અને તેના બંધારણ વિશે મેં નેટ પર શોધ ચલાવી, અને તેનું પરીણામ એ આ લેખ. ગઝલ એ કવિતાનો એક એવો પ્રકાર છે જેની રચનાનાં મૂળભૂત એકમો એટલે કે “શેર” (જે મોટેભાગે અંત્યાનુપ્રાસમાં હોય છે), ના સંયોજન અને સમાવેશથી બનતી રચના. ઈ.સ. ૬ઠ્ઠી સદીની આસપાસ અરેબીક રચનાઓમાં તેના મૂળ માનવામાં આવે છે. તેનો ઉદભવ આરબ પ્રશસ્તિ પ્રકાર કસીદા માંથી થયો હોય તેમ માનવામાં આવે છે. ભારતમાં ગઝલનો વિસ્તાર ૧૨મી સદીમાં અહીંના શાશક બાદશાહો અને સૂફી સંતો વડે થયો મનાય છે. મૂળભૂત પર્શિયન અને ઉર્દુ કવિતાનો એક પ્રકાર એવી ગઝલ આજે ઘણી ભારતીય ભાષાઓની કવિતાનો એક આધારસ્તંભ છે. પર્શિયન કવિ જલાલ-અલ-દીન મુહમ્મદ રુમી (૧૩૩મી સદી), હફીઝ (૧૪મી સદી), ફઝૂલી (૧૬મી સદી), અને પછી મિર્ઝા ગાલિબ (૧૭૯૭-૧૮૬૯) મહમ્મદ ઈકબાલ (૧૮૭૭-૧૯૩૮) વગેરેનો ગઝલના વિકાસ અને વિસ્તારમાં ફાળો નોધપાત્ર છે. જો કે જ્હોન વુલ્ફગેગ વાન ગોધ દ્વારા ૧૯મી સદીમાં ગઝલો જર્મનીમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ. ગઝલ બંધારણ વિશે સામાન્ય રીતે ગઝલ બે પંક્તિના એક એવા પાંચ કે વધુ જોડકાંઓ (શે’ર) ની બનેલી હોય છે. ગઝલનાં વિવિધ ભાગો અને તેના બંધારણને સમજવા માટે એક ગઝલનું ઉદાહરણ લઈએ. कोई उम्मीद बर नहीं आती कोई सूरत नज़र नहीं आती मौत का एक दिन मु’अय्याँ है नींद क्यों रात भर नहीं आती आगे आती थी हाल-ए-दिल पे हँसी अब किसी बात पर नहीं आती […]