Monthly Archives: November 2013


ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ : ચાંચુડા મહાદેવ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ગુજરાતના અફાટ સમુદ્રકિનારે કેટલાંય એવા સ્થળો આવેલાં છે જે પ્રસિદ્ધિ અને પ્રવાસીઓની જાણકારીથી દૂર છે અને કદાચ સાધારણ લોકપહોંચથી દૂર હોવાને લીધે જ તેમની સુંદરતા અને ઈતિહાસ જળવાઈ રહે છે, ત્યાં સુધી જ ગંદકી અને પ્રદૂષણથી બચીને સંસ્કૃતિની ધરોહરને જાળવીને એ સ્થળો આવતી પેઢીઓ સુધી ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ પહોંચાડતા અડીખમ ઉભાં છે. આવું જ એક મંદિર ‘ચાંચુડેશ્વર મહાદેવ’ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામની નજીક, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ પાસે ધાતરવડી નદીના અરબ સાગર સાથેના સંગમસ્થળે ટેકરી પર આવેલું છે. પક્ષીની ચાંચ જેવો ભૌગોલિક આકાર હોવાને લીધે ચાંચુડા નામ પડ્યું હશે એમ માનવામાં આવે છે.


શાંતિ (વાર્તા) – નિમિષા દલાલ 18

શ્રી નિમિષાબેન દલાલની પ્રસ્તુત ટૂંકી વાર્તા ‘શાંતિ’ મમતા સામયિકમાં પ્રસિદ્ધ થયેલી છે, જેને અમેરિકા સ્થિત જાણીતા લેખકશ્રી હરનિશભાઈ જાનીએ વખાણતાં કહ્યું હતું કે કોઇ મહિલાએ આતંકવાદ પર વાર્તા લખી હોવાનું મારા ધ્યાનમાં નથી.. વાચકોના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 17

અક્ષરનાદ પર જે મૂકવા માટે હું સતત અવસર શોધતો હોઉં છું અને જેને પ્રસ્તુત કરવાની સૌથી વધુ મજા આવતી હોય એ છે વાચકોની પદ્યરચનાઓ. આ એવા મિત્રો છે જે વ્યવસાયિક કવિઓ નથી, જેમના કાવ્યસંગ્રહો બહાર પડ્યા નથી, જેમણે મુશાયરાઓ ગજવ્યા નથી કે સામયિકોમાં તેમની કવિતાઓ છપાઈ નથી, પણ તેમની લાગણી અને દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવા માટે તેમણે પદ્યરચના કરવાનું બીડુ ઝડપ્યું છે. પ્રસ્થાપિત કવિઓની સરખામણીમાં તેમની કલમ કદાચ એટલી મંજાયેલી, શાસ્ત્રીય કે અન્ય ભૂલો વગરની ન હોય પરંતુ તેના વિષયો અને અભિવ્યક્તિ પ્રસ્થાપિત કવિઓથી સદાય અગ્ર રહે છે. આજે પ્રસ્તુત રચનાઓના વિષયો જુઓ… ઘાટકોપર, મુંબઈના પિયુષભાઈની વોટ્સએપની કવિતા, નસીબ – મંગળ શનિમાં ખોવાયેલ ભાગ્યને શોધવાની ક્ષુલ્લક કોશિશને અરવિંદભાઈ સોની વાચા આપે છે તો ડૉ. પ્રવીણ સેદાની માદા ભૃણહત્યા જેવા વિષયને વાચા આપે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર.


મેકરણ વાણી – સંત મેકરણ 8

કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ મેકરણ અથવા મેકણ કાપડી સાધુ હતાં. ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ કચ્છમાં, વચ્ચે હિમાલય, સૌરાષ્ટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો તેમનો મુકામ. હિન્દુ મુસ્લિમ હરિજનો, સર્વેનો તેમના સમાધિ સ્થાને મેળો ભરાય છે. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની કેટલીક સાખીઓ / દોહા અને તેની ટૂંકી સમજણ.


દાપું.. (વાર્તા) – ભગવતીકુમાર શર્મા 6

‘જ્યોતિર્ધર’ સામયિકના દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભગવતિભાઈની પ્રસ્તુત વાર્તા ચંદુલાલ માસ્તરના જીવનની એક અનોખી ઘટનાને વર્ણવે છે. તદ્દન નવો જ વિષય, અનોખો પરિવેશ અને વિષયવિશેષની પ્રસ્તુતિની ખાસીયતને લીધે આ વાર્તા અલગ તરી આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ નિમિષાબેન દલાલનો અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આદરણીય શ્રી ભગવતિકુમાર શર્માનો ખૂબ ખૂબ આભાર.


માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ 8

આખાય ભારત દેશમાં અને વિદેશોમાં વસતા ભારતીય કુટુંબો એક એવા પૂર્વગ્રહથી ખાસ પીડિત છે કે દરેક દંપતિને કમસે કમ એક પુરુષ સંતાન (દીકરો) હોવું જ જોઈએ. એક બાબો અને એક બેબી હોય તે સૌની સામાન્ય પસંદગી હોય છે. વળી તેમાં કેટલાક દંપતિઓ એક બાબો તો હોવો જ જોઈએ તેવી દૃઢ માન્યતામાં રૂઢ થયેલા હોય છે. આ ધાર્મિક માન્યતા છે, અહીં ગરીબ – તવગંર – શિક્ષિત – અભણ નો કોઈ ભેદ નથી. વળી આમાં પ્રાચીન અર્વાચીન વલણો મિશ્રિત થયા છે. એક તો મોટો પૂર્વગ્રહ પોતાનો વંશવારસ જાળવી રાખવા માટે એક પુત્ર અનિવાર્ય પણે જરૂરી છે, જે પિંડદાન કરે અને કુળના વારસાઈ ગુણો જાળવી રાખે. અર્વાચીન વલણ પ્રમાણે નાનું કુટુંબ હોય તો આર્થિક વિકાસ ઝડપી બને છે, અને વળી પાછા તમે જ્યારે બિઝનેસ મેનેજમેન્ટના ખર્ચાળ પાસાંઓનો અભ્યાસ કર્યો હોય ત્યારે તો દીકરી ઉછેરી મોટી કરવી, ભણાવી, ગણાવી, દહેજ આપી, લગ્ન કરાવી પારકે ઘરે મોકલી દેવાની અને જીવનભર ભેટ સોગાદો આપ્યા કરવાનો ‘આર્થિક બોજ’ ખૂબ વસમો ન લાગે. આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો અને અમાનવીય વલણો વિષે ઐતિહાસિક સંદર્ભ તપાસવાનો એક પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ભૂતકાળની વાતોમાં કલ્પના અને તર્ક લડાવ્યો છે. પુરાવા શોધવાનું કામ સમાજ પર છોડી દીધું છે. અક્ષરનાદને આ મહત્વના સામાજિક મુદ્દા વિશે પોતાનો દ્રષ્ટિકોણ અને મંતવ્યો આપવા અને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ ભવસુખભાઈ શિલુનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ગિરનારની પરિક્રમા… – હરેશ દવે 6

આવતીકાલ, તા ૧૩ નવેમ્બર થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે. ગીરનાર પર્વતના જંગલ માં ૩૬ કી.મી. ની આ પરિક્રમા તા ૧૭ નવેમ્બરના રોજ પૂરી થશે. આ ચાર દિવસો દરમ્યાન જંગલનું શાંત વાતાવરણ માનવીઓના પદરવ અને કોલાહલથી ગૂંજી ઉઠશે. ગીરનારનું જંગલ, જુનાગઢના સીમાડે આવેલું છે. ગત ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાથી, જંગલની રમણીયતા ખીલી ઉઠી છે. શ્રી હરેશભાઈ દવેની કલમે આજે પ્રસ્તુત છે પરિક્રમા વિશેની અનેકવિધ વાતો અને માહિતી. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હરેશભાઈ અને શ્રી હર્ષદભાઈનો આભાર.


વાંસળી.. (વાર્તા) – ડૉ. જયંત ખત્રી 9

આપણી ભાષાના અગ્રણી અને અનોખા વાર્તાકાર એવા ડૉ. જયંત ખત્રીની અનેક પ્રસિદ્ધ વાર્તાઓ જેવી કે ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘યાદ અને હું’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, વગેરે વાર્તાઓ વધુ જાણીતી છે. ‘વાંસળી’ તેમની ઓછી જાણીતી પરંતુ ભાવનાત્મક્તાની અનોખી અભિવ્યક્તિ છે. કલાકારની મૂલતઃ શોધ કલાની ઉત્કૃષ્ટતા અને પોતાની પ્રસિદ્ધિ કરતાં પોતાના આંતરીક સૌંદર્યને, અનુભૂતિને અને અભિવ્યક્તિને પામવાની હોય છે, પીરમહમ્મદ, ગોધુ અને વાદકના એમ ત્રણ પાત્રોની વચ્ચે આ અભિવ્યક્તિની સચ્ચાઈનો રણકો વાચકને સ્પષ્ટ સંભળાય છે એમાં જ ડૉ. ખત્રીની અભિવ્યક્તિનો નમૂનો છે. ‘મમતા’ સામયિકના ઓક્ટૉબર-નવેમ્બર ૨૦૧૩, દિવાળી અંકમાથી પ્રસ્તુત વાર્તા સાભાર લીધી છે.


રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ – અવિનાશ મણિયાર 5

સ્વામી વિવેકાનંદ ભારતીય તત્વજ્ઞાન, આધ્યાત્મિક વિચારસરણી અને ધર્મ વિશેની સાચી તાર્કિક સમજણના વિશ્વભરમાં એક અનોખા વાહક અને સીમાસ્તંભ હતા. ધર્મની કૂપમંડુકતા અને અંધશ્રદ્ધાને નિર્મૂળ કરવાનો તેમનો યત્ન આગ્વો અને અનોખો હતો. તેમના વિચારો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોરથી લઈને કાકા કાલેલકર, ડૉ. અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવો તેમના વિચારોથી પ્રભાવિત થયાં છે. તેમની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના પત્રો, પ્રવચનો અને વિચારોની પ્રસ્તુતિ તથા પ્રસાર થવો આવશ્યક છે. ફીલિંગ્સ સામયિકના સ્વામી વિવેકાનંદ વિશેષાંક (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩) માંથી ઉપરોક્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સંપાદક શ્રી વિજયભાઈ રોહિતનો આ માટેની પરવાનગી બદલ અને સુંદર સંગ્રહ કરવા લાયક અંક પાઠવવા બદલ આભાર.


ફીલિંગ્સમાં લેખ : ગીરનું અનોખું તીર્થ – જંગવડ 8

ગીરનું વન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. સિંહની વસ્તી ધરાવતો ગાઢ વનરાજી અને જૂજ માનવવસ્તીવાળો સંરક્ષિત વિસ્તાર એટલે ગીરનું અભયારણ્ય જેમાં પ્રવેશ નિષેધ છે. આ આરક્ષિત વિસ્તાર સિવાય અભયારણ્યની સરહદની આસપાસની જગ્યાઓ કે જ્યાં સરળતાપૂર્વક પહોંચી શકાય છે, તેમાં પણ અનેક અનોખાં, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને છતાંય લોકપહોંચથી દૂર અનેક સ્થાનો આવેલા છે. અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ વન્ય જીવસૃષ્ટિ, તદ્દન નિઃશબ્દ એકાંત, અવિસ્મરણીય અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધાંની સાથે આસ્થા અને શ્રદ્ધાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલું જંગવડ.


સંવત ૨૦૭૦, નૂતન વર્ષે શુભેચ્છાઓ… – સંપાદકીય 15

વધુ એક વર્ષ, જીવનના ખાટાં મીઠાં સંભારણાઓ સાથેનો સમયનો એક ગાળો પસાર થઈ ગયો. ગત વર્ષે જે નફા-નુકસાન થયા એ બધાંયને ભૂલીને આજે દિવાળીના સપરમા દિવસે અને આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા વર્ષે સર્વેને શુભેચ્છાઓ, ઈશ્વર આપ સર્વેને આપની ઈચ્છાઓ પૂર્ણ કરવાની ક્ષમતા, શક્તિ અને ધીરજ બક્ષે એ જ અભ્યર્થના.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 16

માઈક્રોફિક્શન લખવાનો હેમલભાઈનો આ બીજો પ્રયત્ન છે, આ પહેલા ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાના અક્ષરનાદ પર તેમના પ્રથમ પ્રયત્નને અનેક પ્રોત્સાહક અને માર્ગદર્શક પ્રતિભાવ મળ્યા હતાં, એથી પ્રેરાઈને આજે દિવાળીના સપરમા દિવસે તેઓ પાંચ માઈક્રોફિક્શન સાથે અક્ષરનાદ પર ઉપસ્થિત થયા છે. વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


ઉગમણી સાંજ – નિમિષા દલાલ 12

નિમિષાબેનની પ્રસ્તુત વાર્તા મને બે દિવસ પહેલા જ મળી, પરંતુ તેના સત્વ, વિષયવસ્તુ તથા પ્રસ્તુત કરવાની રીતને લઈને આ કૃતિ ઉતાવળે મૂકી છે. નાકનું ટીચકું ચડાવી, મોં મચકોડીને હકીકતથી મોઢું ફેરવવાથી તે બદલાઈ જતી નથી, વાર્તાના પ્રથમ ભાગને જોઈને કદાચ કોઈક ઉતાવળીયો અભિપ્રાય બાંધી બેસે તો પણ એ કહેવુ ઉચિત છે કે આ વાર્તા આખી વાંચ્યા પછી જ પ્રતિભાવ આપવો યોગ્ય રહેશે. સમાજમાં પ્રસરી રહેલ બદીઓ અને એઈડ્સ જેવા રોગના દર્દીઓની માનસિક વ્યથાને અને તેમની સ્થિતિને નિમિષાબેનની આ વાર્તા એક નોખા પરિપ્રેક્ષ્યથી જુએ છે. વધુ મહત્વની વાત એ છે કે આવી વાત સમાજને કહેવાનું સાહસ એક મહિલા કરી રહ્યાં છે. ‘જ્યોતિર્ધર’ નામના સામયિકના દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર. આવા સબળ કલમધારીઓની કૃતિઓ સાથે અક્ષરનાદ પણ સબળ થઈ રહ્યું છે.