Monthly Archives: June 2010


મૂંઝવણમાંથી માર્ગ – ઈ. એફ. શૂમાખર, અનુ. જયન્ત પંડ્યા

શ્રી શુમાખર આ જમાનાના પ્રાજ્ઞ પુરુષ હતા. પ્રાજ્ઞ એટલે દૂરનું જોઈ શકે એટલું જ નહિં પણ તેમાં રહેલા સારસારને આપણા હાથમાં મૂકી શકે. પોતે જાણીતા અર્થશાસ્ત્રી પણ તેમણે અર્થનો અનર્થ ન થઈ જાય એ માટે વૈજ્ઞાનિક વિચારણાઓ કરી. અમેરિકાના પ્રમુખ કાર્ટર તેમના પુસ્તક ‘નાનું તે રૂડું’ ઉપર ફિદા હતાં. શૂમાખરનું આ પુસ્તક જીવનદર્શનનું, બુધ્ધિપૂર્વકની તત્વચર્ચાનું પુસ્તક છે. આટલા નાના પુસ્તકમાં આટલું બધું અર્થવાહક સત્ય તે વળી કેમ સમાવી શક્યા તેનું આશ્ચર્ય થાય પણ તત્વદર્શી ઋષિઓને શું શક્ય નથી? ભાષા વિચાર તેમની પાસે બાલવત આવીને બેસે છે. તો નિરીક્ષકના પૂર્વ તંત્રી શ્રી જયંત પંડ્યાનો અનુવાદ ખૂબ સુંદર છે. અને એટલે જ આ પુસ્તક એક ગુરૂની ગરજ સુપેરે સારે છે. પ્રસ્તુત લેખ પુસ્તકના નિચોડ રૂપ અંત્યકથન છે અને લેખના અંતે તેની અંગ્રેજી આવૃત્તિ ઓનલાઈન વાંચી શકાય તેની લિંક આપી છે જે ઉપયોગી થશે.


દાખલો કેમ ગણાય? – નિકોલાઈ નોસોવ (અનુ. મહેન્દ્ર મેઘાણી) 12

પશ્ચિમના કેટલાક દેશોમાં બાળકો અને કિશોરો, યુવાનો માટે અપરંપાર વિવિધતા ધરાવતા સાહિત્યનો ખજાનો પડેલો છે, ને સમયની સાથે સમૃધ્ધ થતો જાય છે. મૂળ રશિયન લેખક રોઝ પ્રોકોફીવાની કૃતિ “School boys” ના નિકોલાઈ નોસોવના અંગ્રેજી અનુવાદ પરથી શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલા અનુવાદ “ભાઈબંધ” માંથી લેવામાં આવ્યો છે. રશિયન કિશોર સાહિત્યની આ કૃતિ ખૂબ સુંદર, બાળ માનસને સમજતી સમજાવતી આનંદ કરાવતી વાંચતા વાંચતા ક્યારે પૂરી થઈ ગઈ, ખબર જ ન પડી. શાળાના દિવસો અચૂક યાદ કરાવતી, એ સફર પર લઈ જતી અનેરી વાત છે. તોતો ચાન પછી આ બીજી પુસ્તિકા છે જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર છે, જો કે “ભાઈબંધ” એટલી પ્રચલિત નથી. રશિયન નિશાળીયાઓની આ વાતમાં આપણા કિશોરોને પોતાનું પ્રતિબિઁબ અચૂક દેખાશે. લોકમિલાપ ટ્રસ્ટનું પ્રકાશન એવું આ પુસ્તક 160 પાનાનું છે અને 2000ની સાલના પુનર્મુદ્રણ વખતે તેની કિઁમત 30 રૂપિયા હતી. ટૂંક સમયમાં અક્ષરનાદ પર આ પુસ્તકની સમીક્ષા અને પુસ્તક પરિચય પણ વાંચી શક્શો.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે 8

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે….” પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા – સરળતાને લીધે માણવાલાયક છે.


નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી 5

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના રીટાયર્ડ ઉચ્ચ અધિકારી છે. અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત પુસ્તક “નિવૃત્તિ ની પ્રવૃત્તિ” વિશે તેમના વિચારો અત્રે તેમણે પ્રસ્તુત કર્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી વિજય શાહ અને શ્રી હરિકૃષ્ણભાઈનો તથા પુસ્તક વિશે આ લેખ આપવા બદલ શ્રી હરસુખભાઈનો ખૂબ ખૂબ આભાર.


મળી ગયો પવન! – સુરેશ જોષી 5

સમય પસાર કરવા ખાતર જ ફક્ત જે સાહિત્ય ન વાંચતો હોય તેવો માણસ શ્રી સુરેશ જોષીને જાણતો હોય જ. ગુજરાતી સાહિત્યમાં નવી ‘ક્ષિતિજ’ નો ઉઘાડ સુરેશ જોશીથી થયો. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત એમના વિના થઈ શકે નહીં. એમના પ્રવેશે વિવેચનની આબોહવા બદલી નાંખી, તો કવિ તરીકે તો તેમણે પોતાનામાંના કાવ્યપુરૂષને સિધ્ધ કર્યો છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’, ‘ઈતરા’, ‘તથાપિ’ જેવા એમના કાવ્યસંગ્રહો માણવાલાયક છે.

તેમની પ્રસ્તુત રચના ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવી છે.


પુસ્તકાલય એટલે મહાશાળા – ગિજુભાઈ બધેકા 1

આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી.


૧૪ હાઈકુઓ – સ્નેહરશ્મિ 13

જાપાનમાં હાઈકુ એક જ ઉભી લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ ચૌદ અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા અહીં પ્રસ્તુત ૧૪ હાઈકુઓ આદરણીય શ્રી સ્નેહરશ્મિની કલમની હથોટી ખૂબ સુંદર રીતે દર્શાવી જાય છે. દરેકે દરેક હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. પ્રસ્તુત હાઈકુઓ ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ ૨૦૦૫ ની નિમંત્રણપત્રિકા છે. આ પત્રિકા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) નો ખૂબ ખૂબ આભાર.


અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર 4

શ્રી રતિલાલ બોરીસાગરનો પ્રસ્તુત હાસ્યલેખ નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકની એક જ વિષય “અમો એવા રે એવા ગુજરાતીઓ” વિશે વિવિધ હાસ્યલેખકોના લેખો માંથી લેવામાં આવ્યો છે. લેખકે નરસિંહ મહેતાના કાવ્ય “અમો એવા રે એવા” નું સરસ પ્રતિકાવ્ય પણ સાથે આપ્યું છે. હાસ્યરસનો ખજાનો એવો આ લેખ પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર.


પારદર્શી ક્ષણો – જીજ્ઞેશ અધ્યારૂ (અછાંદસ) 3

આજે પ્રસ્તુત છે મારી એક અછાંદસ રચના ‘પારદર્શી ક્ષણો’, ક્યારેક ક્ષણો ખૂબ અગત્યની હોય છે, ક્યારેક વર્ષો નકામાં, એ અગત્યની ક્ષણો વેડફાઈ જાય અને એની પારદર્શકતાને જો પીછાણવામાં થાપ ખાઈ જવાય તો પછી વર્ષો પણ અપારદર્શક થઈ જાય છે, પણ શું એ લાગણીઓ આટલી ક્ષણિક હોઈ શકે? એ ક્ષણિક અનુભવ જીવનભર પીડા આપી શકે?


પાણી બતાવશું – શૂન્ય પાલનપુરી 3

એકે એક શે’રમાં ખુમારી અને સ્વમાનની ઝલક આપતી આ સુંદર ગઝલ ખરેખર માણવાલાયક છે. ગઝલમાં જોમ અને ઉત્સાહનું વાતાવરણ છે. કવિની ધગશ કોઈ કિનારાઓમાં બાંધી ન બંધાય એવી ધસમસતી નદી છે. મૃગજળને ઘોળી ને પી જવાની તેમની ખુમારી અને રણને પાણી બતાવવાની વાત પણ તેમના કવિત્વનું ખૂબ સુંદર ઉદાહરણ છે. ક્યાંક રણને, ક્યાંક સાગરને, ક્યાંક સભાને તો ક્યાંક આખાય જગને કાંઈક કરી દેખાડવાની તમન્નાનો આવો સુંદર સાદ બીજે ક્યાંય સાંભળવો શક્ય છે?


વખત વાવણીનો…. – જીજ્ઞેશ અધ્યારૂ 8

વરસાદની શરૂઆત થઈ રહી ગઈ છે, અને ધરતીપુત્રો ખેતરને ખેડીને વાવણી માટે તૈયાર થઈ ગયાં છે. બાકી રહી ગયેલા ખેડુતો પણ અત્યારે હળ કે ટ્રેક્ટર સાથે ખેતરોને ખેડી રહ્યાં છે, પહેલા વરસાદમાં ખેડાતા કે વાવણી પામતા ખેતરોમાં ખેડુતોના આખાંય પરિવાર મહેનત કરવા મંડી પડે, વાવણીના ગીતો ગૂંજે અને માટીની સુગંધ ચોમેર ફેલાય એથી આહલાદક દ્રશ્ય શું હોઈ શકે? વખત ખરેખર મારા માટે પણ વાવણીનો જ છે… વિચારોની વાવણી માટેનો