Monthly Archives: September 2013


ચાર સુંદર ગઝલો – રાકેશ હાંસલિયા 18

શ્રી રાકેશભાઈ હાંસલિયાની કૃતિઓ અક્ષરનાદને નિયમિત મળે છે અને પ્રસિદ્ધ થતી રહી છે, સાથે સાથે વાચકોનો પણ સુંદર પ્રતિભાવ તેમને સાંપડ્યો છે. આ જ શ્રેણીમાં તેમની વધુ ચાર સુંદર ગઝલો આજે પ્રસ્તુત છે. અગ્રગણ્ય સાહિત્ય સામયિકોમાં તેમની ગઝલો હવે પ્રસ્તુત થઈ રહી છે એ આનંદની વાત છે તો તેમની આ યાત્રામાં અક્ષરનાદ સાથે છે એ વાતનો હર્ષ પણ ખરો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર ગઝલો. આ ગઝલો સર્જકના મનોવિશ્વની વાત વાચક સુધી સરળતાથી પહોંચાડી શકે એવી અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


सुभाषित संग्रह : ગુજરાતી ભાષાંતર સાથે – સંકલન: જયેન્દ્ર પંડ્યા (ઈ-પુસ્તક) 5

ત્રણસોથી વધુ સંસ્કૃત સુભાષિતોનો અનુપમ સંગ્રહ તથા તેનું ગુજરાતી ભાષાંતર આજે ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે. શ્રી જયેન્દ્ર પંડ્યા દ્વારા સંકલિત આ સુભાષિતો અને તેનું ભાષાંતર આપને ગમશે એવી આશા છે. અક્ષરનાદને આ સુભાષિતો પાઠવવા અને ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જયેન્દ્ર પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શકાય છે.


માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) – પ્રતિમા પંડ્યા 28

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


પ્રેમનું ગાન – અનુ. જયંત મેઘાણી 7

જયંતભાઈ મેઘાણી દ્વારા સદવાંચનનો વ્યાપ વધારવા પાઠવવામાં આવેલ પત્રિકામાંથી આજનો લેખ ‘પ્રેમનું ગાન’ સાભાર લીધો છે. નાદેઝ્દા (નાદ્યા)ફોન મેક અને પ્યોત્ર (પીટર) ઈલીચ ચાઈકોવસ્કીના અનોખા સખ્યની વાત અહીં આલેખાઈ છે. યુવાન સંગીતકારની સુરાવલીઓને બળ અને પ્રેરણા પૂરાં પાડનાર એ સન્નારીની વાત હ્રદયસ્પર્શી છે. સમયાંતરે આવી સુંદર કૃતિઓ પ્રકાશિત કરવા, સહ્રદયોને મોકલવા અને એ રીતે સદાબહાર વાંચનને તરસ્યાઓ સુધી પહોંચાડવા બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


સર્જન.. – ટેડ હ્યુ, અનુ. ઉમેદભાઈ મણિયાર 4

એડવર્ડ જેમ્સ ‘ટૅડ’ હ્યુ (૧૯૩૦-૧૯૯૮) બ્રિટિશ કવિ અને બાળકો માટેના સાહિત્યના લેખક, પોતાની પેઢીના અગ્રગણ્ય કવિ અને રચનાકાર હતાં. અમેરિકન કવયિત્રી સ્લાવિયા પ્લાથ સાથે તેમના લગ્ન થયા હતાં, ખટરાગભર્યા લગ્નજીવન અને પ્લાથની આત્મહત્યાએ તેઓ ચર્ચાના ચકડોળે ચડ્યા હતાં, ૨૦૦૮માં ટાઈમ્સ સામયિકે ‘હ્યુ’ને ૧૯૪૫થી ૫૦ અગ્રગણ્ય કવિઓની યાદીમાં ચોથા ક્રમે મૂક્યા છે. સર્જનપ્રક્રિયાને અનોખી રીતે અછાંદસમાં આવરી લેતા હ્યુના કાવ્યને ઉમેદભાઈ મણિયારે અનુદિત કર્યું છે, એ કાવ્યાનુવાદ આજે પ્રસ્તુત છે.


ખાલીપો (વાર્તા) – નિમિષા દલાલ 18

અમેરિકાથી પ્રસિદ્ધ થતા સામયિક ‘ગુર્જરી ડાયેજેસ્ટ’ના ૨૦૧૩ – જુલાઈ મહિનાના અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની આ વાર્તા, ‘ખાલીપો’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી છે. ખાલીપો એક અજબની લાગણી છે અને દરેકે જીવનમાં એક કે બીજા સંજોગોમાં એ અનુભવ્યો જ હશે, પણ આજે પ્રસ્તુત વાર્તાની નાયિકા અલ્પનાનો ખાલીપો અજબ છે, અનોખો એ. એનું રહસ્ય તો અંતે જ ખબર પડે છે એવી સુંદર આ વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી નિમિષાબેન દલાલનો ખૂબ ખૂબ આભાર.


બે ટૂંકી વાર્તાઓ – વંદિતા રાજ્યગુરૂ દવે 11

વંદિતાબેન રાજ્યગુરૂ દવેની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે. વંદિતાબેનની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. આજની બે ટૂંકી વાર્તાઓ સમાજની આજની વસ્તુસ્થિતિ પર પ્રકાશ પાડે છે. પોતાની પુત્રી અને નોકરાણીની વચ્ચેના ભેદભાવની વાત હોય કે ગરીબની પોતાના પુત્રને ભણાવવા માટેની મથામણની વાત હોય, બંને વાર્તાઓ અનોખી છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા બદલ વંદિતાબેન રાજ્યગુરૂ દવેનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

“વિશ્વશાંતિની ગુરુકિલ્લી” ઈ-પુસ્તક મૂળ પુસ્તકની જેમ જ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા અપાયેલા ચાર અદભુત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. શ્રી મોહનભાઈ દાંડીકર અને શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા સંપાદિત આ પુસ્તક બાળવિજ્ઞાન અને શિક્ષણની દિવાદાંડી છે. પ્રસ્તુત વ્યાખ્યાનો શ્રી દર્શકની એક નિખાલસ અને સ્પષ્ટવક્તા તરીકેની છાપને સુદ્રઢ કરે છે તો તેમના બાળશિક્ષણ અને યુવાસશક્તિકરણ વિશેના વિચારો પોતાનામાં જ સ્વયંસ્પષ્ટ રીતે જરૂરી દિશાનિર્દેશો કરે છે. પ્રસ્તુત પુસ્તક અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાના કૉપીરાઈટ્સ આપવા બદલ શ્રી રામચંદ્ર પંચોલીનો ખૂબ ખૂબ આભાર.


બે પ્રસંગકથાઓ.. – પ્રસ્તુતિ: હર્ષદ દવે 12

નાનકડી કથા, નાનકડો પ્રસંગ કેવો સુંદર સંદેશ આપી શકે છે! હર્ષદભાઈ દવે દ્વારા અહીં પ્રસ્તુત પ્રસંગકથાઓ પણ થોડામાં ઘણું કહે છે. એક કથા મનની શાંતિ અને સ્વસ્થતાની અગત્યતા વિશે કહી જાય છે ત્યાં બીજી કથા ઉપદેશ આપવા અને સ્વયં તેનું પાલન કરવા વચ્ચેનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિઓ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો આભાર તથા શુભકામનાઓ.


શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે.. (જેસલ તોળલ) – ઝવેરચંદ મેઘાણી 4

વાયકા છે કે સાંસતીયાજીના વચને જેસલ જાડેજા સાથે જ્યારે તોળલે સાંસતીયાજીનું ગામ છોડ્યું ત્યારે તેને મહીના ચાલતા હતાં, હવે નવ મહીના પૂરા થવા આવ્યા ત્યારે ભક્ત સાંસતીયાજીનું જેસલ અને તોળલને તેડું આવ્યું, ‘ગર્ત્ય’માં હાજરી આપવા બંનેને વખતસર આવવા કહેવાયું હતું. તોળલ વિચારે છે કે નોતરું બે જણને જ આવ્યું છે, અને પેટમાં ત્રીજો જીવ છે તેને લઈને કેમ જવાય? પવિત્ર એવી એ ગુપ્ત ધર્મક્રિયામાં દિક્ષિતો સિવાય તો કોઈએ જવાય નહીં, તોળલે કટારી લઈ પોતાનો ગર્ભ કાઢ્યો અને તેને ઘોડીયામાં નાંખી, પડોશણને ભાળવણી કરી જેસલ સાથે ચાલી નીકળી. માર્ગમાં જંગલ આવ્યું, પોતાના બચ્ચાંને વળગાડીને ઠેકતી વાંદરીને જોઈ તોળલથી તેને બચ્ચું સંભાળવાનું કહેવાઈ ગયું, વાંદરી કહે, ‘અમે તો જાનવર, અમને તો બહુ ગતાગમ ન પડે, પણ માણસ થઈને ઉત્સવના બે કોળીયા અન્ન માટે તેં આ શું કર્યું ? એ જ પ્રસંગની અહીં વાત છે. સોરઠી સંતોમાં તોળલ, અમરમાં જેવાં સંતો અલખને નિરાકારને આરાધનારા ઉર્મીશીલ અને ત્યાગી મહામાનવો બની રહ્યાં છે.


ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 34

વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. તેઓ કાવ્યસર્જન પણ કરે છે. એક સર્જક તરીકે અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે. માઈક્રોફિક્શન ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈની ત્રણ રચનાઓ અહીં પ્રસ્તુત છે, રચનાઓ મૌલિક છે અને માઈક્રોફિક્શન ક્ષેત્રને અક્ષરનાદ પર જેટલું ખેડાણ મળ્યું છે તેમાં ઉમેરાઈ રહેલા આવા નવસર્જકોથી અને તેમની કૃતિઓથી એ આશાસ્પદ ક્ષેત્ર વધુ અસરકારક રીતે વિકસશે એવી આશા છે. રૂઢીગત ભેદભાવ, સંબંધોમાં રાજકારણ તથા અહં અને અંધશ્રદ્ધા જેવા વિષયોને લઈને સર્જન પામેલી આ સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


ત્રણ સુંદર બાળગીતો – ઝવેરચંદ મેઘાણી 3

બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ‘શિવાજીનું હાલરડું’ હોય, ‘તલવારનો વારસદાર’ કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું ‘ચારણ-કન્યા’, મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાતેહ લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગુંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે ત્રણ બાળગીતો અહીં મૂક્યા છે.


સબધો પાડોશી (વાર્તા) – ઈશ્વર પેટલીકર 14

સબધાઈ એટલે મજબૂતી એ અર્થમાં સબધો પાડોશી એટલે અણીના સમયે સાથે ઉભો રહે તેવો મદદગાર પાડોશી, પણ શું ચંદ્રકાન્તભાઈ ખરેખર અભરામ માટે સબધો પડોશી નીવડ્યા? ઈશ્વરભાઈ પેટલીકરની વાર્તાઓના પાત્રો અને તેમની સંબંધ સૃષ્ટી અનોખી રીતે નિરૂપાયેલી હોય છે, એમની બધી વાર્તાઓની જેમ આ વાર્તામાં પણ અભરામ – અમીના – ચંદ્રકાંતભાઈના પાત્રોની લાગણીઓ, મજબૂરીઓ અને લાગણીના સંબંધની વાતો સુપેરે નિરુપાઈ છે. લોકમિલાપ દ્વારા પ્રકાશિત ખિસ્સાપોથી ‘ભાઈ, દિકરો અને પાડોશી’ માંથી આ વાર્તા સાભાર ઉદ્ધૃત કરવામાં આવી છે.


શૈશવથી શબ્દ સુધી.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 20

આપણું પોતાનું કહી શકાય એવું અત્યારે શું છે? તમે કહેશો ઘર, ઘરમાં ટીવી, ફ્રિજ, એ.સી, ગાડી, બેંક બેલેન્સ, ઘરેણાં…. પણ શું એ ખરેખર તમારું છે? યાદ અને એમાંય શૈશવની યાદથી વધુ આહ્લાદક આપણું શું હોઈ શકે? હાર્દિકભાઈ યાજ્ઞિક આજે દરેકનાં હકીકતમાં પોતાનાં એવા ‘સંસ્મરણો’ લઈને આવ્યા છે. જાણે બાળપણની એક ‘ટાઈમ મશીન’ નાનકડી સફર. તો શૈશવને શબ્દોમાં મઢવાનો તેમનો પ્રયાસ માણીએ. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


સર્જકની પ્રેરણા (વાર્તા) – ચિરાગ વિઠલાણી 12

વાર્તાઓના અનેકવિધ સ્વરૂપો અને અનુભવો એક સંપાદક હોવાને લીધે મળતાં રહે છે. બે લીટી અને ચાલીસની આસપાસ શબ્દો ધરાવતી, ચોટદાર અને થોડામાં ખૂબ કહેતી – ઓછું કહેતી અને વધુ સમજવા મજબૂર કરતી નાનકડી માઈક્રોફિક્શનથી લઈને ઉંડાણપૂર્વક અને દરેકે દરેક સંવેદનને ઝીલતી ત્રણ હજાર શબ્દોની વાર્તાઓ સુધી વૈવિધ્યપૂર્ણ રચનાઓ જાણવા અને માણવા મળે છે, દરેક પ્રકારનો પોતાનો આગવો વાચકવર્ગ છે. ચિરાગભાઈ વિઠલાણીની પ્રસ્તુત વાર્તા એક ચિત્રકારની અને તેના પ્રેમની વાત છે. ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર વધુ એક રચના આજે પ્રસ્તુત છે. લંબાણ પૂર્વક લખાઈ હોવા છતાં રસક્ષતિ વગરની પ્રસ્તુતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ચિરાગભાઈને અનેક શુભેચ્છાઓ.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૩) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 10

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો ત્રીજો ભાગ.


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨) 6

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..