Monthly Archives: November 2010


અને… એક દી’ ગરીબની આંખ ફરશે – ડૉ. વસંત પરીખ 3

વડનગરમાં ૧૯૮૪માં સ્વ. શ્રી વસંતભાઈ પરીખ અને તેમના સહધર્મચારિણી સ્વ. રત્નપ્રભાબેનના પ્રયત્નોથી સ્થપાયેલ કરુણાસેતુ ટ્રસ્ટ એક અનોખી સમાજસેવા કરે છે, વસંતપ્રભા હોસ્પીટલ હોય કે અગરીયાઓના બાળકો માટે ભણવાની સગવડ પૂરી પાડવાની વાત, બિહારમાં પૂરપિડીતોને સહાય હોય કે જરૂરતમંદોને વસ્ત્રો, ભોજન અને રોજગાર સુધ્ધાં આપવાની વાત, કરુણાસેતુ ટ્રસ્ટ આ બધાંય કામો સહજતાથી કોઈ પણ અવાજ વગર કર્યે જાય છે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ની તેમની વાર્ષિક અહેવાલની પુસ્તિકા ‘વરસની વાત’ ના દ્વિતિય મુખપૃષ્ઠ પરથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે.


શે’ર સંકલન અને આસ્વાદ – ડૉ. રશીદ મીર

આપણા ગઝલકારોએ ગુજરાતી ગઝલના સ્વરૂપઘડતર અને વિકાસમાં અદા કરેલી ભૂમિકા દ્રષ્ટિ સમક્ષ રાખી છે, ગુજરાતી ગઝલવિકાસના વિવિધ વળાંકોને અવલોકતા સર્જકોનું કર્તૃત્વ ધ્યાન ખેંચે છે, આવા જ આપણા સર્જકોના પસંદગીના શે’ર અને તેમના વિશેની ટૂંકી નોંધ સાથેનું સુંદર પુસ્તક એટલે શ્રી રશીદ મીરનું ‘આપણા ગઝલસર્જકો’. આ જ પુસ્તકમાંથી સંકલિત શે’રો આજે પ્રસ્તુત છે.


સૌરાષ્ટ્રના ખંડેરોમાં – શ્રી ઝવેરચંદ મેઘાણીની ગીરયાત્રા 14

ગીરની યાત્રાના અનેકવિધ અનુભવો અને પ્રવાસવર્ણનો મેં મારી આવડત મુજબ લખ્યા છે, પરંતુ શ્રી ઝવેરચંદ મેઘાણીના આ જ ક્ષેત્રના સર્વગુણસંપન્ન અનુભવો વાંચીએ ત્યારે આપણા લખાણ માટે એક પ્રકારની નાનમ થઈ આવે, પ્રવાસવર્ણન એ જરાય સૂકો વિષય નથી એવી સમજ આ વર્ણન વાંચીને સહેજે થઈ આવે. આજે પ્રસ્તુત છે તુલસીશ્યામ વિસ્તારના તેમના પ્રવાસવર્ણન અને ઈતિહાસને સાંકળી લેવાની અદભુત હથોટીનો પુરાવો સજ્જડ આપતો પ્રસ્તુત લેખ. આ વર્ણન ‘સૌરાષ્ટ્રના ખંડેરો’ માંથી સાભાર લેવામાં આવ્યું છે.


સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ 1

વપરાશમાં તો મીઠું સર્વ પરિચિત છે, પરંતુ મીઠાંના ઉત્પાદનની આંટીઘૂંટી અને વ્યથાકથા આપણે ભૂલી ગયાં છીએ. મીઠાંને લગતા વિચિત્ર કાયદાઓ આજે પણ ઉત્પાદન પ્રક્રિયાને શોષણના ભરડામાં ભીંસી રહ્યા છે. ગુજરાતનો મીઠાના ઉત્પાદન સાથે વિશેષ સંબંધ છે, કેમ કે વિશ્વના ચોથા મહત્તમ મીઠું પકવનારા ભારત દેશનું ૭૦ % મીઠું ગુજરાત પકવે છે. ગાંધી, દાંડી, કચ્છ, કારગીલ, કંડલા – વાવાઝોડું, અગરિયાઓના મોત – આ બધું આજેય ગુજરાત, દેશ અને દુનિયાની જીભે છે. પરંતુ આ મીઠાંનો કાયમી સાથી કોઈ નથી. મીઠાનાં આયોડીનકરણનો પ્રશન તો એકમાત્ર પાસું જ છે. બીજા તો અનેક પાયાના પ્રશ્નો કોઈ ગોખલે કે ગાંધીની રાહ જોતાં ઉભા છે. પ્રસ્તુત છે આ જ અગરિયાઓના જીવનને કચકડે કંડારવાનો એક નાનકડો પ્રયાસ છે, ફોટો સાથે લખેલી વાતો જાણે આપણી સ્વ સાથેની વાતો હોવી જોઈએ એવી લાગે છે. એક અવશ્ય જોવા જેવું પુસ્તક…


સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકન 3

હકારાત્મક વિચારો ઘણી બધી જગ્યાએથી વાંચવા મળી શક્શે, પણ એ મહદંશે આંધળાઓ જેમ હાથીનું વર્ણન કરે, કોઈક પૂંછડીનું ને કોઈક સૂંઢનું એમ અછડતો ઉલ્લેખ હોય છે, હકારાત્મક બાબતો પર પુસ્તકો લખી નાખનાર માણસ પોતે એના વેચાણના વિચારે નકારાત્મક હોય એમ પણ બને! પણ અબ્રાહમ લિંકન જેવા એક અનોખા મહામાનવના મુખે, જેણે નિષ્ફળતાઓની લાંબી વણઝારને પાર કરીને સુખનો અનુભવ કર્યો છે, અનેક પ્રતિકૂળતાઓ છતાં પોતાના રસ્તેથી જરાય ચલાયમાન ન થયાં, એવા પ્રેરણાદાયી પુરૂષની વાત તો ધ્યાનમાં રાખવા લાયક હોય જ ને! આજે પ્રસ્તુત છે આવો જ એક સરસ વિચાર.


તુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા

કહે છે કે તુલા નામના રાક્ષસને ભગવાને જ્યારે માર્યો ત્યારે તેણે એક માંગણી કરી કે મને હવે દરેક જન્મ તમારી ભક્તિ મળે, પ્રભુએ તેને તથાસ્તુ કહ્યું અને સાથે આશિર્વાદ આપ્યા કે તારૂ નામ અહીં મારા નામની આગળ આવશે, આ રીતે નામ પડ્યું તુલસીશ્યામ, ગીરના વનની વચ્ચે અનેરી ગાઢ વનરાજીઓની વચ્ચે વિકસેલા આ મનોહર તીર્થસ્થાનની યાત્રા કરવાનો આનંદ અનેરો હોય છે. આનું જ મહત્વ દર્શાવતી રચના આજે પ્રસ્તુત છે.


સક્કરબાર – ગુણવંતરાય આચાર્ય

ગુજરાતી સાહિત્યના ઉત્તમ લેખકોમાં અવશ્ય સ્થાન પામે એવા એક સર્જક ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫) હતાં, માનગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું. જેમાં સવાસો જેટલી નવલકથાઓ, વીસ જેટલા નવલીકાસમ્ગ્રહો, નાતકો, હાસ્યસાહિત્ય, કિશોરસાહિત્ય અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે. દરિયાખેડના સાહસો અને એ જમાનાની વાતો સાથે વણાયેલી જીવનપધ્ધતિ સૂચવતી તેમની નવલકથાઓ પૈકીની એક એવી ‘સક્કરબાર’ આપણા સાહિત્યવારસાનો અગત્યનો ભાગ છે, ક્લાસિક છે. સક્કરબાર મારી અનેક મનપસંદ દરિયાઈ સાહસકથાઓમાં શીર્ષ છે. આજે પ્રસ્તુત છે તેમાંથી એક નાનકડો અંશ.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૪ 5

નવો મોબાઈલ ખરીદવો હોય તો કઈ કંપનીનો મોબાઈલ, કયું મોડેલ અને જોઈતી સગવડો કયા નામે મળી રહેશે તે શોધવું અઘરું થઈ પડે છે. ગૂગલની આ માટેની સહાયરૂપ એવી એક સગવડ વિશે જાણો. યૂટ્યુબના વિડીયો ડાઊનલોડ કરી જોઈતા ફોર્મેટમાં કોમ્પ્યુટરમાં સંગ્રહવા માટેની સુવિધા ઓનલાઈન આપતી વેબસાઈટ વિશે, ઓનલાઈન ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુંદર સગવડ વિશે, અંગ્રેજી ટાઈપ દરમ્યાન શબ્દો અને વાક્યોના અનેક વિકલ્પો સૂચવતી સુવિધા વિશે, અનેક નાનીમોટી એપ્લિકેશન્સ જ્યાંથી ડાઊનલોડ કરી શકાય છે એવી સુવિધાઓ વિશેની વેબસાઈટ્સ વિશે આજની આ કડીમાં અહીં જણાવ્યું છે.


મને શું થવું ગમે? – દેવયાની બારૈયા (પ્રથમ સ્થાન – અભિવ્યક્તિ) 16

મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં, અક્ષરનાદ દ્વારા અને શાળાના શિક્ષકોના સહયોગથી થોડાક વખત પહેલા એક નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીમિત્રોની જાહેરાત અને આ સમગ્ર આયોજન વિશે “અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …” અંતર્ગત સૂચવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીની કુમારીશ્રી બારૈયા દેવયાની રમેશભાઈ (ધોરણ 6)ની વિષય – મને શું થવું ગમે (શિક્ષક) પર લખાયેલ નિબંધ આજે પ્રસ્તુત કર્યો છે. આશા છે આ કૃતિને વાંચકો વધાવશે અને આ નાનકડી લેખિકાને આપના પ્રેરણા અને પ્રોત્સાહન તથા શુભેચ્છાઓ મળશે.


દરીયા અને નદીની વાત – અજ્ઞાત 1

વૃક્ષને જીવંત રાખવા તેના મૂળને જ પાણીનું સિંચન કરવું પર્યાપ્ત છે. જે એક મૂળનું સિંચન કરે છે તે આખા વૃક્ષનું સિંચન કરે છે. કદાચ કોઈ તેના ફળ ફૂલ પાંદડા વગેરેને પાણી પાવાનો પ્રયાસ કરે તો તેને લોકો મૂર્ખ કહેશે, આવી મૂર્ખાઈ આપણે તો નથી કરતાંને? આત્મા જીવન વૃક્ષનું મૂળ છે, ધન, મિલકત, ઘર, પરિવાર, સગવડો વગેરે ફળ ફૂલ પાંદડાસમ છે. આત્માના મૂળને જ્યાં સુધી સદગુણો અને પુણ્યોના પાણીનું સિંચન મળતું રહે, ત્યાં સુધી જીવન વૃક્ષ જીવંત છે, કુટુંબ પરિવાર, સગવડો અને મિલકત પર સિંચન કરવાથી, મહેનત કરવાથી કાંઈ નહીં મળે. આવા જ એક સદગુણ નમ્રતાની વાત કરતો એક પ્રસંગ જોઈએ.


પાઠકની છીંકે ? – સ્નેહરશ્મિ

શ્રી સ્નેહરશ્મિ તેમના પુસ્તક ‘સાફલ્યટાણું’ માં વર્ણવે છે, ‘પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.’ પ્રસ્તુત છે આ સુંદર હાસ્યાસ્વાદ.


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


પ્રવાસ ચિંતન તિર્થાટન યાત્રા – હરસુખરાય જોશી 2

વ્યસ્ત જીવનમાં સંજોગો અનુકુળ હોય તો સમય કાઢી પ્રવાસ, યાત્રા અવશ્ય કરવા જોઈએ. જીવ્યા કરતાં જોયું ભલું, અલગ અલગ સ્થળ દર્શન ધાર્મિક, ઐતિહાસિક સ્થળો અને તેની સાથે સંલગ્ન કથાઓ ક્યાંક અનુકુળતાઓ તો કયાંક પ્રતિકુળતાઓ, જીવનમાં થોડા સમય માટે આવતું પરિવર્તન તાજગી આપે છે. ભવિષ્યમાં તેના સંસ્મરણો વાતચિત વગેરે માનસિક આનંદ આપે છે. આ બધી અનુભૂતિ જીવન ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય છે. ચાલે આપણે આપણી જન્મભૂમી ભાર્તદેશનું વિહંગાવલોકન કરીએ.


“અખંડ આનંદ” સામયિકમાં અક્ષરનાદની વધુ એક કૃતિ

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદ પર થોડા મહીનાઓ પહેલા પાલીતાણાના શ્રી ભીખાભાઈ સાંટીયાની મંદબુદ્ધિજનોને સાચવવાની અને સારવાર કરવાની સત્પ્રવૃત્તિ વિશે પ્રસ્તુત કરેલી કૃતિ, પ્રસિધ્ધ સામયિક અખંડ આનંદના નવેમ્બર ૨૦૧૦ના અંકમાં સમાવવામાં આવી છે. શ્રી ભીખાભાઈની સહ્રદયતા, ૧૬૦થી વધુ મંદબુદ્ધિજનોને સાચવવાની મહેનત, સદભાવના અને માનવસેવાના આ સુંદર કાર્ય વિશે વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તે હેતુથી લખેલો…….[ ]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૩ 2

ઈન્ટરનેટના વધતા વ્યાપ સાથે હવે નાની ઉંમરના અને અવયસ્ક અણસમજુ એવા બાળકોને પણ ઈન્ટરનેટનું વળગણ થવા માંડ્યું છે. પરંતુ માતા પિતા દરેક સમયે બાળક શું સર્ફ કરે છે એ જોવા તેની સાથે જ હોય એ જરૂરી નથી કે શક્ય પણ નથી. ગૂગલ તરફથી આ માટે અપાતી સગવડ વિશે આજે જણાવ્યું છે. ઉપરાંત અવનવી વેબસાઈટ વિશે માહિતિ આપતી આ શૃંખલા અંતર્ગત આજે કેટલીક નવી વેબસાઈટ, જેમાં વિકિપીડિયાના પાનાઓમાંથી ઈ-પુસ્તક બનાવવાની સગવડ, ગૂગલ બુક્સ વાંચવા માટે ડેસ્કટોપ એપ્લીકેશન, વર્ડ/ઓપન ઓફીસ માટેની ટેમ્પ્લેટ્સ મેળવવાની તથા એમપી૩ ગીતો ડાઊનલોડ કરવા જેવા વિવિધ વિષયોને લગતી વેબસાઈટ વિશે જણાવ્યું છે.


નવી આશાઓ સાથેનું મંગળ પ્રભાત….. – સંપાદકીય 2

સર્વે વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી નવા વર્ષના સાલમુબારક. દિવાળીનું પર્વ આવ્યું અને સમયના વહેણમાં એ પણ ભૂતકાળમાં, વીતેલા સમયની યાદગીરી રૂપે સચવાઈ ગયું. અનેક ખુશીઓ સાથે આપણે સૌએ વિક્રમ સંવત ૨૦૬૭નું, નવા વર્ષનું સ્વાગત કર્યું. તહેવારો અને ઉજાણીનો એ માહોલ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે. આજે લાભપાંચમથી બજારો ફરીથી ધમધમતા થઈ જશે, અને એમ એમ નવા વર્ષના શ્રીગણેશ થશે. ગત વર્ષની વાતો કરવાનું આમ તો કોઈ પ્રયોજન નથી, પરંતુ બધાંય આયોજનો, બધા લક્ષ્યાંકો આપણી નજર સમક્ષ કરવા ભૂતકાળને પણ સંસ્મરણમાં રાખવો જોઈએ. એ જ પ્રયત્ન અંતર્ગત આજે થોડીક વાતો…


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ 8

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આ ત્રણ ભાગમાં સફરની વાત. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. આ પહેલા મૂકેલ પ્રથમ અને બીજા ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે ત્રીજો અને અંતિમ ભાગ. લાભપાંચમ સુધી અક્ષરનાદ પર નવી કૃતિઓ નહીં આવે. નવા વર્ષે ફરી મળીશું. સાલ મુબારક…


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 2

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. ગઈકાલે મૂકેલ પ્રથમ ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે બીજો ભાગ.


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૧) – જીજ્ઞેશ અધ્યારૂ 6

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે.


રસધારની વાર્તાઓ – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 11

શ્રી ઝવેરચંદ મેઘાણીએ, ‘લોકસાહિત્ય, ધરતીનું ધાવણ’ માં કહ્યું છે, “યથાશક્તિ મેં મારા એક જ પ્રાન્તની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું, મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી, હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને આ સાદ પાડું છું કે – થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો, આપણા રાનીપરજ અને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકરપટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી, યુનિવર્સિટીને દ્વારે હાજર કરો, સાચો સુયશ તો જ ચડશે.” સૌરાષ્ટ્રની રસધાર”માં તેમણે જે લોકવાણીનું લોકકથાઓનું દોહન કરેલું છે, તેને રસધારની વાર્તાઓ અંતર્ગત સંકલિત કરાઈ છે. આ જ પુસ્તકની ઈ-આવૃત્તિનો પ્રથમ ભાગ આજે પ્રસ્તુત છે. ઈ-પુસ્તકની મર્યાદાઓને ધ્યાનમાં રાખતાં, તેને બે ભાગમાં મૂકવી પડી રહી છે. દિવાળીના શુભ અવસરે વાંચનનો આ રસથાળ વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી ભેટ તરીકે પ્રસ્તુત છે.


માઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત 2

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. પ્રથમ બે લઘુકથાઓ મહુવાથી પ્રકાશિત થતાં સામયિક “કલમ-યુદ્ધ” ના દિપાવલી વિશેષાંકમાંથી સાભાર લેવામાં આવી છે.


પ્રાર્થનાથી પ્રભુ ને ત્વમેવ માતા.. – ગોપાલ પારેખ 1

ગોપાલભાઈ પારેખ તેમના ગુજરાતી બ્લોગ પર તો સદવાંચનનો પ્રસાર પ્રસાર કરતાં જ રહે છે, પણ ક્યારેક આમ તેમના વિચારોને પણ અભિવ્યક્તિનું માધ્યમ બનાવી આપણાં સૌની સાથે વહેંચતા રહે છે. ગુજરાતીના સમૃદ્ધ બ્લોગ્સ પૈકી એક જેને ગણી શકાય એવો તેમનો “મા ગુર્જરીના ચરણે…” સાહિત્ય સંચયનો ખજાનો છે. આજે પ્રાર્થના અને પ્રભુમિલન વિશે તેમના ચિંતન વિચારો પ્રસ્તુત છે, તો “ત્વમેવ માતા”ની રચનાત્મકતા ચોટદાર થઈ છે. અક્ષરનાદને આ સુંદર વિચારો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.