Monthly Archives: October 2020


વતનપ્રેમના સંસ્મરણો – મથુર વસાવા 3

સૌરાષ્ટ્રધરા પર જ જીવન જીવું છું તે છતાંય મારું વહાલું ગામડું હદયમાં ધબકે છે. જ્યારે જ્યારે રજાઓ ગાળીને ગામડેથી સોરઠ ભણી જાઉં છું ત્યારે ત્યારે ગામડું જાણે મને વાંંહેથી સાદ દેતું હોય તેમ ભાસે છે! મારા સઘળા સંસ્મરણો ગામડા સાથે જોડાયેલા છે. અતીતમાં મારું મનડું ફરી પાછું ચાલ્યું જાય ત્યારે મારા બધા જ સંસ્મરણો મારી નયન સામે તરવરે છે, સંસ્મરણો આંખો સામેથી ખસતાંં નથી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૮)

અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.


વરસાદી રચનાઓ – મીરા જોશી 7

મીરા જોશી સંવેદનશીલ સર્જક – લેખક અને કવયિત્રી છે, એમની કવિતાઓ, એમના પ્રવાસ વર્ણનો, એમના નિબંધો એ બધું સતત લાગણીથી છલકતું જોવા મળે છે. અક્ષરનાદને એમણે પાઠવેલી આ સુંદર વરસાદી કવિતાઓમાંની ભીનાશ એ વાતની સાક્ષી પૂરે છે. સુંદર રચનાઓ બદલ મીરાને ખૂબ શુભકામનાઓ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૭)

બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.


માઇક્રોફિક્શન શૉટ્સ – પુસ્તક વિમોચન; તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ 1

સર્જનના નવા પુસ્તક ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ નું વિમોચન આવતીકાલે તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ સાંજે પાંચ વાગ્યાથી સર્જનના ફેસબુક પેજ પર લાઇવ..