Monthly Archives: June 2013


જેસલ જગનો ચોલટો હો જી.. – જેસલ તોળલ 1

જેસલ જાડેજો હાલ્યો જાય છે, પાછળ આખુંય ગામ વાતોએ વળગ્યું છે, આ શું અચરજ? જેસલના માથે આ પોટલું શેનું? ખબર પડે છે કે ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો તળાવ કિનારે.. આ શું? એક વખતનો ક્રૂર અને નરાધમ બહારવટીયો જેસલ આટલો બધો રાંક કઈ રીતે બની ગયો હશે? એ ચમત્કાર કોણે કર્યો જેના પ્રતાપે આ હિંસક માણસ આવો સાદગીભર્યો થઈ ગયો? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલાં ને લૂગડાં ધુએ છે. લોકો નિંદા કરે છે ત્યારે તોળલ કહે છે, ‘જેસલજી, શરમાશો નહીં, આ કળીયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે, નિંદાનાં નીરથી જ સાધુજનો નિર્મળા બને છે. એનાથી જ શિર પરનો ભાર ઉતરશે.’ નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો – ન પહોંચ્યો ત્યાં તો તેનો દેહ ઊજળો બની ગયો… જેસલ પીર અને સતી તોળલની આવી જ વાતચીતનો પડઘો ઉપરોક્ત કૃતિમાં પડે છે.


મુન્નો (વાર્તા) – ગુણવંત વૈદ્ય 14

તાજેતરમાં ઉતરાખંડમાં થયેલા વિનાશની તસવીરો, વર્ણનો અને પ્રકોપ જોઈને હૈયું રડી ઉઠે એ સ્વભાવિક છે, હજારો લોકો જેમાં મૃત્યુનો ભોગ બન્યા છે અને કેટલાય કુટુંબો જે હોનારતમાં વિચ્છેદ પામ્યા છે એવા કુટુંબોના, મૃત્યુ પામેલા એ શ્રદ્ધાળુ યાત્રીઓના અને તેમના કુટુંબીજનોના દુઃખને અને તેમની વ્યથાને, જે ભોગ બન્યા છે એ સિવાય કોઈ ભાગ્યે જ સમજી શકે. લગભગ દરેક હતભાગી કુટુંબ એ જ પ્રશ્ન પૂછી રહ્યું છે, ‘આવું અમારી સાથે જ શા માટે? અમારો શો વાંક?’ કુદરતની સામે લાચાર વામણા માણસની આ આંતરીક ખોજ છે, જે સતત ચાલતી આવી છે અને કદાચ હજુ પણ ચાલુ જ રહેશે… આવા જ સૂરની – એક અનોખી વ્યથાની કૃતિ આજે પ્રસ્તુત કરી છે. ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ બાદ લખાયેલી શ્રી ગુણવંતભાઈ વૈદ્યની પ્રસ્તુત વાર્તાને ‘ઓપિનિયન’ સમાચારપત્ર, લંડન દ્વારા યોજાતી વ।ર્તાસ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી અને પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અક્ષરનાદના વાચકો માટે ગુણવંતભાઈએ પાઠવેલી આ વાર્તા આજે આપ સૌ માટે અત્રે પ્રસ્તુત છે. ઈશ્વર સૌ મૃતકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.


ગ્રંથની ગરબડ – ચુનીલાલ મડિયા 2

કહેવાયું છે કે પુસ્તકો પ્રજાની સંસ્કારિતાનું દર્પણ છે, કોઈએ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના ઘરમાં કેવા પુસ્તકો છે એ મને કહો તો હું તેના ચારિત્ર્ય વિશે કહી શકીશ. આ જ માન્યતાનો છેદ ઉડાડતી શ્રી ચુનીલાલ મડિયાની પ્રસ્તુત કૃતિ એક અનોખી હાસ્યરચના છે. હાસ્યરચનાઓને માણવા માટે પણ એક વિશેષ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે, અને તેમાં રહેલા સૂક્ષ્મ હાસ્યને માણવાની મજા અલગ જ હોય છે. ચુનીલાલ મડિયાની આ અનોખી રચના માણવાલાયક કૃતિ છે.


મિઠડી – રાજુ કોટક 14

આજકાલ સોશિયલ મીડીયાનો જમાનો છે, ફેસબુક, ટ્વિટર અને એવી કાંઈ કેટલીય સાઈટ્સ માધ્યમ બનીને લોકોને એકબીજા સાથે જોડે છે. વર્ચ્યુઅલ વિશ્વનો આ સંબંધ ક્યારેક બે હૈયાંને નજીક લાવવામાં પણ કારણભૂત બનતો હોય છે. પરંતુ આ આભાસી વિશ્વના સંબંધો અને ઓળખાણ પર કેટલો વિશ્વાસ રાખી શકાય? શક્ય છે કે કોઈ તમારી સાથે છળ કરવા ન માંગતુ હોય પરંતુ એ તમને ગુમાવવા પણ ન ઈચ્છતું હોય, એવા સંજોગોનું શું ? રાજુભાઈ કોટકની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, અને છતાંય તેમના લેખનમાં ક્યાંય નવોદિત હોવાને લીધે કોઈ પણ ઉણપ વર્તાતી નથી. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૨) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 10

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો બીજો ભાગ.


દુવાની અસર… – મુર્તઝા પટેલ (Audiocast) 33

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, અને વાચકમિત્રોના અપાર પ્રેમને પામી છે. પણ આજે તેઓ પોતાની ઘરેડથી અલગ – નવી જાણકારી, મેનેજમેન્ટ અને વ્યવસાયિક વાતોને મૂકીને એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. વળી આ પ્રસંગ તેમના અવાજમાં સ્વરબદ્ધ પણ થયો છે, તો આવો આજે વાંચીએ, સાંભળીએ અને માણીએ મુર્તઝાભાઈ પટેલની નવી કૃતિ, ‘દુવાની અસર…’ પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૨) 3

અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી અઠવાડીયે એક વાર પ્રસ્તુત થશે.

આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’ નવલકથાનો ભાગ ૨.

Courtesy Jhaverchandmeghani.com

ખરાબ લોકો; સારા લોકો – આર્ટ બુકવોલ્ડ 3

યુદ્ધના અને શાંતિના – એમ બે ભિન્ન સમય દરમ્યાનની સારા માણસ અને ખરાબ માણસ વિશેની બદલાતી વ્યાખ્યાઓ વિશે એક કિશોર તેના પિતાને પૂછે છે અને એ જવાબ આપતાં તેના પિતા જે મૂંઝવણ અનુભવે છે એ પ્રસ્તુત કૃતિમાં પિતા-પુત્ર વચ્ચેની સહજ વાતચીતના માધ્યમથી વ્યક્ત થાય છે. આર્ટ બુકવોલ્ડની પ્રસ્તુત રચના ‘રોજેરોજની વાંચનયાત્રા’માંથી સાભાર લેવામાં આવી છે.


જેલવાસના અનુભવો.. – કાકા કાલેલકર 10

પાછલા આંગણાની દીવાલ પર દયાભાજન હોલાઓનું જોડું ઘણીવાર આવીને બેસતું. કહે છે કે તમામ પ્રાણીઓમાં હોલો અત્યંત નિષ્પાપ અને ભોળું જાનવર છે. આખો દિવસ ‘પ્રભુ-તુ’, ‘પ્રભુ-તુ’ એમ રટ્યા કરે છે. મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’કહે છે. અહીંના અને ત્યાંના હોલાઓમાં નામભેદ છે એટલું જ નહીં પણ શબ્દભેદ પણ છે. મહારાષ્ટ્રના હોલા ‘પ્રભુ-તુ’ બોલતા નથી. તેમનો અવાજ લગભગ ‘કુટુર્ર’, ‘કુટુર્ર’, ‘કુટુર્ર’ એવો થાય છે. આ ઉપરથી ત્યાંના ગામડાંના લોકોએ એક લોકવાર્તા ઉપજાવી કાઢી છે: કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં એક તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો….


કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.


૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૩) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 34

ગુજરાતીમાં માઈક્રોફ્રિક્શન ક્ષેત્રે ખૂબ જ ઓછું ખેડાણ થયું છે, અક્ષરનાદ એ ક્ષેત્રમાં સતત આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને કદાચ અત્યાર સુધીમાં અન્ય કોઈ પણ માધ્યમની સરખામણીએ અહીં સૌથી વધુ આવી અત્યંત ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થતી રહી છે. એ દ્રષ્ટિએ અક્ષરનાદને પ્રયોગખોર કહી શકાય અને હાર્દિકભાઈ એ અખતરાઓમાં અવ્વલ રહ્યા છે. આ જ શૃંખલા અંતર્ગત આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની વધુ વીસ ખૂબ જ ટૂંકી એવી આ વાર્તાઓ. હાર્દિકભાઈની આ સાથે લગભગ ૬૦થી વધુ વાર્તાઓ પૂર્ણ થઈ રહી છે. આપને તેમની આ પહેલા પ્રસ્તુત થયેલ વાર્તાઓની સરખામણીએ આ નવો પ્રયત્ન કેવો લાગ્યો એ અવશ્ય જણાવશો.


ઝેન – જીવન જીવવાની એક અદભુત કળા.. – સં. જીજ્ઞેશ અધ્યારૂ 16

પાછલા દિવસોમાં ઝેન જીવનપદ્ધતિ વિશે ઘણું વાંચવા મળ્યું, નકારાત્મક વિચારો અને દ્રષ્ટિકોણને દૂર હટાવીને સંતોષ મેળવવાનો અચૂક માર્ગ એટલે ઝેન, ઝેન એ હવે કોઈ ધર્મ કે ધર્મની શાખાવિશેષ રહી નથી પણ સહજ જીવન જીવવાનો તથા સ્વને ખોજવાનો – સમજવાનો એક અનોખો માર્ગ બની રહે છે. ઝેન વિશે વધુ જાણવા સમજવાનો પ્રયત્ન શરુ કર્યો છે અને પરિપાક રૂપે વિચારપ્રવાહને એક નવો માર્ગ મળ્યો. નેટ પરના ઉપલબ્ધ સાહિત્યમાંથી, પુસ્તકોમાંથી અને ઝેન વિશે જાણનારાઓ સાથેના ઈ-મેલ સંપર્ક દ્વારા – એમ વિવિધ સ્ત્રોતો દ્વારા જે એકત્રિત થયું એ સઘળું આપ સર્વે સાથે વહેંચવાની આજથી શરૂઆત કરી રહ્યો છું. આ શ્રેણી ‘સ્વાન્તઃ સુખાય’ હેતુથી લખાઈ રહી હોવા છતાં સર્વેને ઉપયોગી બની રહેશે એવી અપેક્ષા છે.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 10

અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી એક ચોક્કસ સમયાંતરે પ્રસ્તુત થશે, કદાચ અઠવાડીયે એક વાર કે તેથી ઓછા સમયાંતરે…
આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’..


ગઝલમાં ગીતા… – જ્યોતીન્દ્ર દવે 12

ગીતા જો એક ગઝલ રૂપે લખાઈ હોય તો કયા સ્વરૂપમાં હોય એ વિષયને લઈને આપણા શીર્ષ હાસ્યકાર સ્વ. શ્રી જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ આ હાસ્યલેખ વિશે તેઓ લેખમાં કહે છે, “સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગઝલમાં યોગ્ય ભાષાંતર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ — પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે.” ગીતાની ગઝલનો આ સુંદર હાસ્યલેખ આજે પ્રસ્તુત છે…


બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ 7

પ્રસ્તુત રચનામાં જાણે કવિએ ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથાને મનમાં જ ભંડારી રાખવાની સલાહ હોય, કવિ પ્રસ્તુત રચનામાં જીવનની કેટલીક મહત્વની શીખ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહનું પ્રસ્તુત કાવ્ય એથી જ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે.