પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ 12


ઘણાંય વર્ષો પહેલા

એક ઉત્તરાયણે

મિત્રોના ટોળાં વચ્ચે

બધાને અવગણીને

વડીલો અને સંબંધીઓને છોડીને

ફક્ત પ્રેમને ખાતર

મારી ફીરકી પકડીને

તું ઉભી હતી,

એ તારી પહેલી હિંમત

આપણો પ્રેમ પતંગ

ખૂબ ચગ્યો

બે હાથ અને એક દોરી

બે પંખી અને એક આકાશ

બે હૈયા અને એક શ્વાસ

એ યાદ છે?

હું જીવનભર તારી

દોરી સાચવીશ

એ તારૂં કહેલું વાક્ય

મને હજીય યાદ છે

અને મારા જીવનની દોરીને

તેં કદી ગૂંચવાવા નથી દીધી

કપાવા નથી દીધી

” WELL MANAGE ” કરી છે

તે બદલ

મારા જીવનસાથી,

આ ઉત્તરાયણે

“થેન્ક્યુ” કહી દઊં

તો તને ખોટું તો નહીં લાગે ને?

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ