માતા પિતા પોતાનો ગ્રેડ નક્કી કરે ! 8
‘કિલ્લોલ’ એક એવું શૈક્ષણિક સંકુલ કે જ્યાં બાળક કોળાઈ શકે – ખીલી શકે – મહેકી શકે – ઉંચી ઉડાન ભરી શકે તે માટેની બધી જ સુવિધાઓ અને સ્વતંત્રતાઓ આપવાનો એક આદર્શ પ્રયત્ન થાય છે. સૂક્ષ્મ સુચારુ અને છતાં ધારદાર મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે બાળકોને તમામ પ્રકારની સજ્જતા અપાવવા પુરુષાર્થ કરતી ગુજરાતની એક અનોખી શાળા એટલે ‘કિલ્લોલ’ બાળશિક્ષણની એક સમાજશાળા એટલે કિલ્લોલ. ‘કિલ્લોલ’ સંસ્થાનું મુખપત્ર એટલે ‘સખ્યમ’, ગત મહીને શ્રી ગોપાલભાઈ ભરાડ મહુવા આવ્યા ત્યારે તેમને મારા ઘરે અલપઝલપ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો. તેમણે મને ‘કિલ્લોલ’ નામની નાનકડી પુસ્તિકા અને ‘સખ્યમ’ ના થોડાક અંકો ભેટ કરેલા. કિલ્લોલ પુસ્તિકામાંથી માતા પિતા પોતાને ગુણ આપી શકે તેવી એક પ્રાથમિક નાનકડી પ્રશ્નોત્તરી આજે અહીં મૂકી છે.