સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : હાસ્ય વ્યંગ્ય


શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા 2

સવાર સવારમાં ચાલવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે ચાલવા પર જ ધ્યાન રાખો. આપણે સીધી લીટીમાં જ ચાલવાનું છે, ક્યાંય આડી લાઈને ચડવાનું નથી. એટલે કે રૈખિક ગતિમાં ચાલવુ, એમાં કોઈ જાતની પ્રગતિ કરવાની નથી. તમારી આગળ ભલે પ્રગતિ રુમઝુમ રુમઝુમ ચાલી જતી હોય પણ તમારે તેને ‘ઝૂમ’ કરીને જોવાની નથી.

woman in yellow long sleeves carrying blue yoga mat

man reading newspaper on street

હું જ મારો ડૉક્ટર – સુષમા શેઠ 8

જુદા જુદા ત્રણ રોગ એકબીજામાં ભળી ગયા. ત્રણ ભારેખમ નામની ભેળ થઈ મગજમાં ફક્ત એક નામ બન્યું, ‘હિમોફિલિયા સાઇકો કોન્ડ્રીઆ પેરાલિસીસ ઑફ બટ્ટોક્સ.’


આ ભૂંગળાનું શું કરીશું? – સ્વાતિ મેઢ 4

સુનયનાબહેનના સાસુએ એમની કુલ નંગ પાંચ વહુઓને બધી વાતો સમજાવેલી. વહુઓએ એ માન્યું કે ન માન્યું કોને ખબર? સુનયનાબહેને માન્યું. કોઈ પણ પ્રસંગમાં જાય. વહેવાર કેટલો કરેલો એ એકદમ પાક્કું યાદ રાખે.


મેં તો ગોત્યું ગોત્યું ને.. – સ્વાતિ મેઢ 5

કહે છે વિવાહ વખતે એમના વર વીંટી પહેરાવવા ગયા ત્યારે એમણે ધીમેથી પૂછેલું, ‘સરસ વીંટી છે, કેટલા તોલાની?’ બીજું કોઈ હોય તો વિવાહ તોડી નાખે પણ..

person holding black and brown beaded necklace

સાંભળ કાં સાંભળનારો દે – સુષમા શેઠ 17

મગનલાલ માસ્તર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ભણાવે. વિદ્યાર્થીઓને કવિતા શીખવાતાં શીખવતાં તે પોતેય કવન કરતાં થઈ ગયા. “આ તો મારા ડાબા હાથનો ખેલ. આમાં શું? આવું તો હુંય લખી શકું.” વિચારી માસ્તરના કરકમળોએ કવિતા-લેખન તરફ પ્રયાણ કર્યું.


આરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર! – રમેશ ચાંપાનેરી 2

કદાચ કોઈક અમારા રામાયણ ધારાવાહિકને જોવાનું મોડું શીખ્યા હોય કે મોડું શરૂ કર્યું હોય પણ આરામ કોને કહેવાય અને કેટલી વિધવિધ રીતે થાય એ લોકડાઉનમાં તરત શીખી ગયાં. ત્યાં સુધી કે હવે તો આરામના પણ ઉબકા આવે સાલા..! એમાં લોકડાઉન અઠવાડિયાઓ લંબાયા કરે પાછું..!


ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી 27

લધુશંકા, ગુરુશંકા અને ઊંઘ, આ ત્રણેયને રોકવા બહુ અઘરા. પોતપોતાના જોખમે ટ્રાય કરવી! (અગેઈન, વોટ્સેપીયા, ફેસબુકીયા, સેટીંગ્યા અને સગાઈ થયેલા નિશાચરોને આ લાગું પડતું નથી.) રાત્રે અઢીથી ચારનો સમય એ ઊંઘ માટે ગોલ્ડન પિરિયડ કહી શકાય. તસ્કરશાસ્રીઓના ગ્રંથ મુજબ તેમના માટે આ સૌથી સાનુકુળ સમય છે અને તેમના મુહુર્ત પણ રાત્રે અઢીથી ચારના જ છે.


ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ 5

ટેલિવિઝનમાં રસોઈજ્ઞાનવિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજુ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્યશ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણી વાર એ રસોઈ નિષ્ણાતોને(વાનગી બનાવવામાં વખત ઓછો લાગવાનો હોય ત્યારે) આહારશાસ્ત્રનું જ્ઞાન આપવાનું  મન થઇ જાય અથવા રસોઈ શીખનારી બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની દ્રષ્ટિએ વિવિધ વાનગીઓનું કેટલું અને કેવું મહત્વ છે એ વિષે પણ માહિતી આપે છે. આવા કાર્યક્રમો રસોઈ શોખીન મહિલાઓ અને વયોનિવૃત્ત  ભાઈઓ  ઉત્સાહથી જોતા હોય છે. હું રસોઈઉત્સુક મહિલા નથી છતાં એક વાર મેં આવો એક કાર્યક્રમ ‘નિહાળ્યો.’ એમાં મેં એક રસોઈનિષ્ણાત મહિલાને માહિતી આપતાં સાંભળ્યાં. તેઓ કહેતાં હતાં કે ‘હંમેશા સમતોલ આહાર લેવો જોઈએ. આવા આહારમાં ઢોંસા પણ આવે. ઢોંસા સંપૂર્ણ ભોજન છે.કારણ કે તેમાં શરીરને  આવશ્યક બધા જ પોષક દ્રવ્યો મળે છે. દક્ષિણ ભારતમાં (એ બહેન બોલેલાં સાઉથમાં) આ એક ઘેરેઘેર  બનતી પ્રચલિત વાનગી છે.પણ હવે બિનદક્ષિણભારતીય પ્રદેશોમાં પણ આ ઘેરેઘેર બનતી  એક નોવેલ્ટી બની છે. આજે આપણે ફલાણાફલાણા પ્રકારના ઢોંસા બનાવતાં શીખીશું.’


પતિ-પત્નિ અને ખરીદીપુરાણ – ધવલ સોની 4

‘વાહ શું વાત છે, ભાભીએ જલ્દી ટ્રેનિંગ આપી દીધી.’ અને મિત્રોના ટોળા વચ્ચે ઠઠ્ઠામશ્કરીનો ભોગ બનતાં પુરુષને પહેલા તો જવાબ દેવાની ઈચ્છા થઈ આવે પણ મેચ શરું થતાં પહેલા ઓપનીંગ ખેલાડીને કોચ સૂચનાઓ આપે તેમ ઘરેથી નીકળતાં પહેલા પત્નીશ્રી તરફથી આપવામાં આવેલી સૂચનાઓ યાદ આવી જાય. ‘મારે ઢગલો કામ બાકી છે. વહેલા આવજો, પાછા ભાઈબંધો સાથે પંચાત કરવા ઉભા ન રહી જતાં.’ અને મિત્રોના યોર્કર સામે બેટ ઘૂમાવવાની ઈચ્છા હોવા છતાં પુરુષે ધીરે રહીને સામેથી જ વિકેટ છોડી દેવી પડે.

જવાબ આપ્યા વગર ભાગી જતાં મિત્રને જોઈને મશ્કરી કરનારાં મિત્રોને વધારે પાનો ચડતો હોય છે પણ તેમના પાનાંપક્કડ તેમની જ પત્નીઓની સામે અલરેડી કટાઈ ચૂક્યા હોય છે. સોસાયટીના નાકે મળતાં મિત્રોના ટોળા લગ્ન પછી પોતાના અનુભવોનું ભાથું એકબીજા વ્હેંચીને તેમાંથી નીકળવાનો માર્ગ શોધતાં હોય તેવા લાગે. જો કે કરોળિયાના જાળામાંથી નીકળવાનો માર્ગ હોય શકે પણ પત્નીની પક્કડમાંથી નીકળવાનો માર્ગ કોઈ પુરુષ પાસે ન હોઈ શકે.


વન ડે માત્રમ – કુલદીપ લહેરુ 17

ઘરે જઈ, બાકી બચેલા ત્રણ ઝંડા કારમાં લગાવીને એ બહાર જમવા નીકળ્યો. એક નાનકડા ચાર રસ્તા પર વચ્ચે કાર ઊભી રાખીને પાનના ગલ્લે ત્રિરંગી પાનનો ફોટો પાડી ફેસબૂક પર અપલોડ કર્યો. સવારની પોસ્ટમાં થયેલા લાઇક અને કોમેન્ટ જોતા-જોતા ગલ્લાવાળાને પાન બાંધી આપવાનું કહ્યું. ચીંકીએ કોમેન્ટ કરી હતી,”Happy Independence Day!” એ ગૂંચવાઈ ગયો કે ૨૬ જાન્યુઆરી એટલે ’રિપબ્લિક ડે’ કે ’ઇન્ડિપેન્ડન્સ ડે’!? અચાનક એના એક કાને ગાળ સાંભળી. વચ્ચે પાર્ક કરેલી કારને લીધે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.


ખીચડી (વ્યંગ્ય લેખ) – સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે 5

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, ગાય રાષ્ટ્રીય પશુ બનતાં બનતાં રહી ગઈ. રાષ્ટ્રીય ફૂલ ગુલાબ માની શકાય. રાષ્ટ્રીય સ્વર તો લતા મંગેશકર બધાને માન્ય છે જ. પણ ભારતની રાષ્ટ્રીય વાનગી કઈ હોવી જોઈએ એ વિષય પર હજુ સુધી કોઈ ચર્ચા નથી થઇ. ભારત સરકાર પણ બહુ જ અવઢવમાં છે. ક્યાંકથી એક સલાહ એવી મળી કે ‘ખીચડી’ ને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવી જોઈએ. આમ ખીચડીને રાષ્ટ્રીય વાનગી જાહેર કરવા માટે ખીચડી રંધાવા લાગી. પછી તો બસ, પૂછવું જ શું, ખીચડીની તરફેણમાં અને વિરુદ્ધમાં ગરમા ગરમ ચર્ચા અને તર્ક-વિતર્ક થવા લાગ્યા. વાત એટલે સુધી પહોંચી ગઈ કે ખીચડી મુકાઈ ગઈ અને તે ચડવા પણ લાગી! કેન્દ્રીય પ્રોસેસિંગ મિનિસ્ટરે છેવટે જાહેર કરવું પડ્યું કે ‘કૃપા કરીને શાંતિ જાળવો, ખીચડીને રાષ્ટ્રીય વાનગી તરીકે જાહેર કરવામાં નથી…ઈ…ઈ… આવી રહી.


ખીંટીપુરાણ : મરણ કરતાં સ્મરણ મહાન.. – રમેશ ચાંપાનેરી 2

આજની પેઢી દીવાલોમાં ખીંટીઓ લગાવતી નથી. આજનું ફરજંદ જો તલવાર લઈને ખીંટીની કત્લેઆમ કરવા નીકળે તો કહેવાનું કે ‘ડોન્ટ ડુ લાઈક ધીસ!’ ખીંટી તો વડવાઓનું સ્થાપત્ય છે. પણ એના કપાળમાં કાંદા ફોડું, ખીંટી તો ઠીક, દાદા-દાદી પણ ખૂણામાં પડ્યા હોય, ને ખીંટા પણ ક્યાંયના ક્યાં અટવાતાં હોય. પૂછીએ તો કહે, ‘ઘરનું ડેકોરમ પણ જોવાનું ને..‘ એ ડેકોરમમાં દાદા-દાદીના ફોટા સ્વાહા થઇ ગયા, તો ખીંટી કયા ખેતરની મૂળી? જો કે ઘણાં ઘરમાં વડવાઓ રામાયણ અને મહાભારતના ધર્મગ્રંથની જેમ પૂજાય છે. બાકી પહેલાં તો દાદા-દાદીના ફોટા હતા, તો એની પાછળ ચકલા-ચકલી પણ માળો બાંધતાં, આજે તો ચકલીએ પણ આવાસ માટે સરકારને અરજી કરવી પડે એ હાલત છે મામૂ! દીકરાઓ દાદા દાદીને શોધે કે ન શોધે, પણ પેલાં ચકલાઓ ડ્રોઈંગરૂમમાં દાદા-દાદીના ફોટાને શોધે છે.. પણ તેમને જડતા નથી. વળી ચકલા પણ એવાં કે સલમાનખાનના ફોટા પાછળ હેતથી માળા નથી બાંધતાં…


કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી.. – રમેશ ચાંપાનેરી

ભાઈ-ભત્રીજાના હાથે બાંધવા માટે,
બહેન જ્યારે અમને ખરીદવા નીકળતી,
ત્યારે એના લહેકામાં
જાણે ભાભી શોધવા નીકળી હોય,
એવો ઉમંગ રહેતો.
એવી હરખપદુડી બનતી કે
જાણે દરિયામાંથી
મોતી શોધવા ન નીકળી હોય?

અમને શોધવામાં એ અડધો દિવસ,
ને અડધો ડઝન દુકાન ફેંદી નાંખતી.
પછી જેવી ગમતી રાખડી મળી જાય,
એટલે જાણે માડી જાયો સગો ભાઈ મળી ગયો
એમ હરખઘેલી બનતી


શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી 9

શું સાલું ભગવાને આપણું શરીર બનાવ્યુ! શરીરનો કોઈપણ માલ બહારથી આયાત કર્યા વગર પૃથ્વી પર નિકાસ કર્યો. પાછી પ્રોડક્ટમાં કોઈ મિસ્ટેક નહિ! એમાં કેવાં કેવાં તો ફર્નીચર સેટ કરેલાં. બધા જ ફર્નીચર પાછા એકબીજા સાથે સંકળાયેલા ને એકબીજા સાથે સહકાર પણ કેવો સોલિડ ને સંપ પણ કેવો મજબૂત! જીભડીએ કાલે મારા વિષે લવારો કરેલો એવી જીદ પકડીને, જઠરે ક્યારેય આવેલો માલ અટકાવ્યો નથી. દાંતે ખોરાક ચાવવા માટે હડતાળ પાડી નથી. બધા જ પોતપોતાનું કામ, એક પણ સુપરવાઈઝર કે સી.ઈ.ઓ વગર સંભાળે. ભગવાને વ્યવસ્થા જ એવી બનાવેલી કે એને ધક્કા મારવા જ ન પડે. ‘જીવે ત્યાં સુધી વાપરતો જા, ને હરિના ગુણ તું ગાતો જા. તું તારે જલસા કર બેટા!’ પણ કદર કોને છે?


પેંડા – એક ‘મિષ્ટી’ કથા 32

આમ તો ઘણી મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!) બોર્ડમાં પાસ થયાની ખુશી હોય (હા હા પાસ.. તમારે સાલ્લું બોર્ડ ફર્સ્ટ જ આવવું હોય નહીં??) કે મફતલાલની વચલીનું રમણીકલાલના છગન સાથે ગોઠવાઈ ગયું હોય (હા ભઈ ખબર છે, બેય ચસ્કેલ છે.. પણ તમારે શું?), બચુભાઈનો પોયરો રિલાયન્સ જિઓમાં ગોઠવાઈ ગયો હોય (તમારી ટેણકી એની જોડે ફરતી એ ગમતું નહીં, અને હવે ટેણકી જોડે જ તમે જિઓ સિમ મંગાવ્યું, હેં ને?)


અમો કાકા બાપાના પોરીયા રે.. : ઢોંસા અને પુડલાં – ગોપાલ ખેતાણી 24

“અમો કાકા બાપાના પોરીયા રે, કુંડલીયું ખેલાડુ
અમો જુલા જુલણ જાવા રે, કુંડલીયું ખેલાડુ”.

એયને ગરબા ઘુમીને આપણે “મદ્રાસ કાફે” ની રેસ્ટોરન્ટ, દુકાન કે લારીએ ભાઈબંધુની સાથે જમાવીએ. કાફેવાળા જાણીતાં હોય તો બુમ મારીએ “અન્નાઆઆઆ!!! એક મૈસુરી મસાલા. એય રિતીયા, તું શું ગરચીસ?”. રિતીયો ફરમાવે “આપણે એક મસાલા ઢોંસા અને એ પહેલા ઇડલી સંભારની પ્લેટ”.


રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 6

રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.

જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.


લીંબુડા ઝૂલે તારા બારણે છબીલારાજ… – રમેશ ચાંપાનેરી 2

લીંબુ-મરચાની પોટલીને હું જ્યારે જ્યારે કોઈની બારસાખે, લટકતી જોઉં છું, ત્યારે ત્યારે મને દયા આવે છે. શું જમાનો આવ્યો.. આટલી સરસ શાકભાજીને સાલુ ફાંસીએ લટકવાનું… માનવીને ત્યાં લીંબુ-મરચાંના દર્શન કરતાં સહેલાઈથી મા-બાપના દર્શન થતાં હોય, એમ ફોટા મૂક્યા હોય તો વડીલ ભૂતની પણ તાકાત નહીં કે મેલી નજરને એડમિશન આપે.


નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી 34

“ભૂખ લગી હૈ? બસ દો મિનિટ..” (પણ થઈ જાય દસ મિનિટ) અને કટોરામાં ઢિલા-ઢફ્ફ ગૂંચળા પોતાની માથે ગરમ મસાલાનું આવરણ ઢાંકીને પડ્યા હોય નૂડલ્સ. આ નૂડલ્સને કોઇએ અવાજ કર્યો. નૂડલ્સ બોલ્યા “કોણ?” જવાબ આવ્યો, “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં લેકીન નામ હૈ સેવ-મમરા!”

અહીં જો કે મેગી કે અન્ય કોઈ નૂડલ્સને ખરાબ દેખાડવાનો ઉદ્દેશ્ય છે જ નહિ, મેગીએ કોલેજકાળમાં અમને સાચવ્યા છે. પણ સેવ – મમરાએ તો સૌથી વિષમ પરિસ્થિતીમાં પણ સાથ આપ્યો છે તેની વાત કરવી છે.


મેરે દો અનમોલ રતન : ‘ભાખરી ને થેપલા..’ – ગોપાલ ખેતાણી 29

“મળી જાય સવારે જો થેપલા કાં ભાખરી, સમજો પામી ગયા તમોને ‘શ્રીહરિ’ !”

અતિશયોક્તિ અલંકાર વાપર્યો છે પણ ઘણુ કરીને કાઠિયાવાડમા તો આ સમાન્ય જ પણ આવશ્યક બાબત છે. અહા! સવાર સવારમાં તાવડીએથી ગરમાગરમ ભાખરી ઉતરતી હોય ને ચમચી કે તાવેથાથી ભાત પાડી ભાખરી પર મઘમઘતુ ઘી રેડવામા આવે ને પછી અથાણા, ગોળ, દૂધ કે ચા સાથે જે રંગત જામે! ભાઈ ભાઈ!!


હું દરિયો માંગુ, ને દઈ દે ખાબોચિયું… – રમેશ ચાંપાનેરી 8

આમાં આદાન-પ્રદાનનો, આઈ મીન, આપવા લેવાનો કોઈ મામલો જ નથી. ભ્રષ્ટાચારીએ ખોટો ધક્કો ખાવાનો નહીં. મફતમાં મળતું હોય, તો લાઈન લગાવવામાં જાય શું? એટલે લાઈન લગાવવાની મજૂરી કરી. અહીં તો મફતમાં મળવુ જોઈએ. દરિયો નહીં તો ખાબોચિયું. મફતમાં કંઈ મળે તો છે ને? એટલું જ સાચવવાનું કે આપણી પાસેથી કોઈ લઈ ન જવું જોઈએ. મફત માટે તો ગમે ત્યાં તૂટી પડીએ ને? બાકી દુનિયાનો તો દસ્તુર છે કે તોપનું લાઈસન્સ માંગીએ તો જ ફટાકડીની પરવાનગી મળે. ખોટી વાત હોય તો પાછું.


પીરસવાની મજા (સજા) – દુર્ગેશ ઓઝા 10

તમને એક સરસ મજાનો હાસ્યલેખ પીરસવાની મારી શુભ લાગણી છે. ને આમ જુઓ તો પીરસવા પાછળ આવી જ કંઈક શુભ ભાવના રહેલી છે ને? લોકો ભાવનાના ભૂખ્યા છે. પીરસીને ભૂખ શમાવી તેમને તૃપ્ત કરવા એ જ સાચો માનવધર્મ. દીકરો ક્યારેક ઊંચે અવાજે બોલી ઊઠે છે કે ‘મા, મને પીરસ મા. હવે હું મોટો થઇ ગયો. હું મારી મેળે બધું લઇ લઈશ.’ તોય મા પીરસશે, કેમ કે એમાં આવડત કે મદદનો પ્રશ્ન નથી. આ તો સ્નેહની વાત છે. હવે તો લગ્ન, નાતજમણ કે એવાં અન્ય પ્રસંગોમાં બૂફે-ડીનર રાખી દેવાય છે, તોય હજી વડીલો પીરસવાની પ્રથાનો આગ્રહ રાખે છે એની પાછળ આવી જ કોઈ લાગણી છૂપાયેલી હશે. વડીલો કહે છે, ‘બૂફે એ આપણી પ્રકૃત્તિ કે સંસ્કૃતિ નથી, પણ વિકૃતિ છે. તેણે તો આપણી ઉત્કૃષ્ટ ભોજનપ્રથાનું નિકંદન કાઢી નાખ્યું છે.’ ટૂંકમાં પીરસવાની પ્રથા હજી ‘જીવંત’ છે. (પીરસનારો ભલે પછી પીરસી પીરસીને ‘અધમુઓ’ થઇ જાય !)


લાટા એર્વોડ – રજનીકુમાર પંડ્યા 2

“ઓહો!… ઘણા દિ’એ કાંઈ?”

“બે ચાર વરસ કાંઈ ઘણા દિ’ કે’વાય?” ગોલુભા બોલ્યા – “જિંદગીની સો વરસની હોય ત્યાં બે – ચાર વરસ તો બગાસમાં જાતા હોય એને ઘણા દિ’નો કે’વાય.”

“સાચું, સાચું” વિરોધનો જ્યારે વિરોધ થાય ત્યારે “સાચું, સાચું” એમ બે વાર ભણવાથી સામાનો વિરિધ મોળાઈ જાયએમ શાસ્ત્રમાં ભાલેખ છે.(બનતા સુધી)એ હું સમજું…એટલે મેં પૂછ્યુંઃ “ફરમાવો, કામ ફરમાવો,”

“નાનાના ચાંદલાની વાત હલવું છું.”

“મોટા કુંવરનું પતી ગયું?”


ગધેડો સાચો સેક્યુલર છે..! – હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’ 7

ખબર નહીં પણ કોણ જાણે કેમ, મને પહેલેથી જ ગધેડા પ્રત્યે લગાવ રહ્યો છે. ગધેડાને જોયો નથી કે ઘટમાં ઘોડા થનગનવા માંડે છે. મારી વાત જવા દો, પૂરી માનવજાતની આબરૂની ચિંતા મને ન હોત તો રસ્તામાં જેટલા ગધેડા મળે એ સૌને હું ભેટી જ પડ્યો હોત. વાતવાતમાં એક દિવસ વાઈફને મેં કહ્યું, ‘મને દરેક પ્રાણીઓમાં ગધેડા વધારે ગમે.’ ત્યારે એણે સહજપણે કહ્યું, ‘ઋણાનુબંધ, બીજું શું?’

વાઈફની વાત ખોટી પણ નહોતી, પણ એની વાત તદ્દન સાચી છે એવી પ્રતીતિ હું એને કરાવી શકવાના મુડમાં નહોતો. જો કે એવી શક્તિ પણ ધરાવતો નહોતો અને હવે તો ઘરેલુ હિંસા કાયદો આવી ગયો છે એટલે આજનો પતિ તો સાવ પતી ગયો. જો કે આવો કાયદો ન હોત તો હું એનેેનું પોતાનું જ પ્રૂફ કે પુરાવો આપીને કહી શકત, કે ‘યુ આર રાઈટ, ઋણાનુબંધ વગર કંઈ આપણે પતિ-પત્ની બન્યા હોઈશું?’


મરકવાનો મસાલો.. – સંકલિત 9

ટિલ્લુ તેની મમ્મીને – ‘મમ્મી, મને ઉંઘ નથી આવતી, વાર્તા કહે ને!’ ટિલ્લુની મમ્મી – મને પણ ઉંઘ નથી આવતી બેટા, તારા પપ્પા હજુ નથી આવ્યા, એને ઘરે પહોંચવા દે, હું એને પૂછીશ કે ઘરે આવવામાં કેમ લેટ થયા, પછી જોજે, તને નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે. * * * પતિ – સાંભળ, આજે આપણે બહાર જમશું. પત્ની – (ખુશ થઈને) સારુ, હું હમણાં તૈયાર થઈ જા ઉં. પતિ – હા, હું બહાર ફળિયામાં ચટાઈ પાથરી બેઠો છું, રસોઈ બનાવીને આવી જા. * * * ગામડાની સ્ત્રી પોલિસ સ્ટેશનમાં – મારા પતિ એક અઠવાડીયાથી ગૂમ થયેલ છે. પોલિસ – તેમની કોઈ નિશાની? સ્ત્રી (શરમાઈને) – જી, બબ્બે છે સાહેબ, આ મુન્નો ૬ વર્ષનો અને પીંકી ૪ વર્ષની.. * * * છોકરો – ડિયર, એક વાત કહું? છોકરી – બોલ ને બકા.. છોકરો – આજે વિચારું છું તો સમજ પડે છે કે તું દરેક વખતે મારી સાથે હતી, મારો અકસ્માત થયો ત્યારે, પાંચમા સેમેસ્ટરના ત્રણ વિષયમાં એટીકેટી આવી ત્યારે, મને પથરી થઈ હતી ત્યારે, મને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારે.. છોકરી – હા બકા, કારણ કે આઈ લવ યૂ, અને હું હંમેશા તારી સાથે જ રહીશ.. છોકરો – અરે એમ નહીં યાર, મને લાગે છે કે તું જ પનોતી છે. * * * એક ભાઈની તબીયત ખરાબ થઈ, સાંજે તે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કહે, તમે બારેક કલાકના જ મહેમાન છો.. કાલ સવાર પણ નહીં જોઈ શકો એમ લાગે છે. એ ભાઈએ દુઃખી થઈને પત્નીને વાત કરી, વિચાર્યું કે બધું છોડીને પત્ની સાથે પ્રેમથી વાતો કરે, તેઓ રાત્રે વાતો કરતા […]


ચમનીયાનો… “છેલ્લો દિવસ” – રમેશ ચાંપાનેરી 10

ખંડેર ઈમારત ઉપર લગાવેલા, ને રંગબેરંગી ઇલેક્ટ્રિક તોરણ જેવા ઝબકેલા, અડધાં સળગેલા, ને અડધા હોલવાયેલા જેવાં, મારા પરમ બંધુઓ.. આકાશને ખબર નથી કે હું કોના ટેકાથી અડીખમ ઉભો છું. દરિયાને ખબર નથી કે હું કોનો ખોળો લઈને સુતો છું. પવનને ખબર નથી કે મને ધક્કા કોણ મારે છે. પણ મને ખબર છે કે મારા આધાર સ્તંભ તમારા જેવા મારા મિત્રો હોવાથી હું આપની મહેફિલમાં પર્વતની માફક ઉભો છું.


ઉબાડિયું બનાવનારની રેડીઓ મુલાકાત..! – રમેશ ચાંપાનેરી ‘રસમંજન’ 6

દેવોને પણ જે ચીજ દુર્લભ છે, એ ઉબાડિયાથી આપ સૌ પરિચિત છો. આ વિસ્તારના ઉબાડિયું બનાવવાના સ્પેશિયાલીસ્ટ, ચમનભાઈ ઉબાડીયાવાલાની એક રેડિયો મુલાકાત, અમારા આકાશવાણી હુલ્લડ કેન્દ્ર ઉપરથી પ્રસ્તુત કરીએ છીએ. હાઈ-વે ઉપરથી મહામુશીબતે હાથમાં આવેલ ચમનભાઈ ઉબાડિયાવાલાની આ મુલાકાત આપને ગમશે. આવો આપણે એમને સાંભળીયે. ( સોરી ) વાંચીએ….!


ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી 3

જેવું સંવત બદલાય, એટલે ઊંધિયાની લારીની માફક જ્યોતિષવિદોની હાટડીઓ ધમધમવા માંડે. જે જ્યોતિષો અઠવાડિયે અઠવાડિયે રીટેઈલમાં ભવિષ્ય ભાખતા હતાં, એ હવે આખા વરસનું હોલસેલ ભવિષ્ય બતાવશે. જેમ કે, ‘આગામી સંવતમાં આપનું ગાડું કેવું ગબડશે? નવા સંવતમાં આપના પાપડ શેકાવાના છે કે લીલા રહીને ફૂગ મારવાના છે? વગેરે વગેરે. ચમન ચક્કીએ આગામી સંવત ૨૦૬૮ નું આ ખડખડાટ ભવિષ્ય લખેલું છે. એણે લખેલું છે એ ગેરંટી છે, પણ જે લખેલું છે એના વિષે તો એ ખુદ પણ કોઈ ગેરંટી આપતો નથી. માત્ર વાંચીને હસી કાઢવાની ગેરંટી છે. બીજી કોઈ ગેરંટી નથી.