દરીયા અને નદીની વાત – અજ્ઞાત 1
વૃક્ષને જીવંત રાખવા તેના મૂળને જ પાણીનું સિંચન કરવું પર્યાપ્ત છે. જે એક મૂળનું સિંચન કરે છે તે આખા વૃક્ષનું સિંચન કરે છે. કદાચ કોઈ તેના ફળ ફૂલ પાંદડા વગેરેને પાણી પાવાનો પ્રયાસ કરે તો તેને લોકો મૂર્ખ કહેશે, આવી મૂર્ખાઈ આપણે તો નથી કરતાંને? આત્મા જીવન વૃક્ષનું મૂળ છે, ધન, મિલકત, ઘર, પરિવાર, સગવડો વગેરે ફળ ફૂલ પાંદડાસમ છે. આત્માના મૂળને જ્યાં સુધી સદગુણો અને પુણ્યોના પાણીનું સિંચન મળતું રહે, ત્યાં સુધી જીવન વૃક્ષ જીવંત છે, કુટુંબ પરિવાર, સગવડો અને મિલકત પર સિંચન કરવાથી, મહેનત કરવાથી કાંઈ નહીં મળે. આવા જ એક સદગુણ નમ્રતાની વાત કરતો એક પ્રસંગ જોઈએ.