સાહિત્યકાર મુજબ સંગ્રહ... : શૂન્ય પાલનપુરી


મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 12

આંખો મળી અને હૈયાને બળતરા મળી, શમાની યાદમાં સદાકાળ બળતા રહેતા પતંગીયાનું નસીબ પેલા શમા પર કુરબાન થઈને બળી જતા પતંગીયા સાથે સરખાવીએ તો કોણ વધુ સુખી લાગે? પ્રીત તો સતત વધતી જ રહેવાની, અને એની સાથે પ્રીતમાં મળતી મુશ્કેલીઓ પણ વધવાની, ગમે તેવા મુશ્કેલ સંજોગને આધીન રહીને પ્રેમ માટે જીવવાનું જેમને ફાવી ગયું છે એવા લોકો માટે પણ પ્રીતની કેડી સુંવાળી તો નથી જ. પ્રેમની અને પ્રેમીઓના હૈયાની આવી જ વાતો અનેક અર્થો સાથે પ્રસ્તુત ગઝલમાં નિર્દિષ્ટ છે. આશા છે શ્રી શૂન્ય સાહેબની આ ગઝલ તેમના જ સ્વરોમાં સાંભળવી સૌને ગમશે.


હું નથી પૂછતો, ઓ સમય કે હજી… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 11

આજે સાંભળીએ છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની જ એક ગઝલ, ‘હું નથી પૂછતો ઓ સમય કે હજી…’ આ સદાબહાર ગઝલના અનેકવિધ રેકોર્ડીંગ થયેલ છે, અને અનેક લોકપ્રિય ગાયકો દ્વારા તેને સ્વર મળ્યો છે. પણ રચયિતાના પોતાના સ્વરમાં, તેમના આગવા અંદાઝમાં આ ગઝલ સાંભળવાનો લહાવો અનોખો જ છે. શ્રી શૂન્ય પાલનપુરી સાહેબનો પ્રભાવશાળી અવાજ અને આગવી પદ્ધતિ ગઝલપઠનની તેમની હથોટી અહિં સુંદર રીતે ઉપસે છે.


પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 21

આજે પ્રસ્તુત છે એક ખૂબ જ સુંદર ગઝલપઠન, “પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે….” ચાલો સાંભળીએ આ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં. ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.


બે ગઝલો – શૂન્ય પાલનપુરી 9

અલીખાન ઉસ્માનખાન બલૂચ ‘શૂન્ય પાલનપુરી’ સાહેબના સમગ્ર સર્જનનો રસથાળ પીરસતું પુસ્તક શૂન્યની સૃષ્ટિ હમણાં માણી રહ્યો છું. તેમના અનેક સદાબહાર સર્જનોનો અહીં ભંડાર છે. સંવેદનાની સણસણતી ચોટ, સૂર શબ્દ અને ભાષા પર પ્રભુત્વ તથા ક્યારેક અધ્યાત્મવાણીની ઝલક તેમની ગઝલોમાં દેખાઈ આવે છે. હૈયામાં ઉઠેલી ટીસ અને દર્દનો નાતો તેમની ગઝલો સાથે કાયમ રહ્યો છે. એમની જે ગઝલોમાં ભારોભાર દર્દ છે તે હૈયાને રડાવી જાય છે, તો તેમના અર્થસભર શબ્દપ્રયોગો થાકેલા મનને નવી વિચારદિશા આપે છે.


શે’ર સંકલન અને આસ્વાદ – ડૉ. રશીદ મીર

આપણા ગઝલકારોએ ગુજરાતી ગઝલના સ્વરૂપઘડતર અને વિકાસમાં અદા કરેલી ભૂમિકા દ્રષ્ટિ સમક્ષ રાખી છે, ગુજરાતી ગઝલવિકાસના વિવિધ વળાંકોને અવલોકતા સર્જકોનું કર્તૃત્વ ધ્યાન ખેંચે છે, આવા જ આપણા સર્જકોના પસંદગીના શે’ર અને તેમના વિશેની ટૂંકી નોંધ સાથેનું સુંદર પુસ્તક એટલે શ્રી રશીદ મીરનું ‘આપણા ગઝલસર્જકો’. આ જ પુસ્તકમાંથી સંકલિત શે’રો આજે પ્રસ્તુત છે.


ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ 1

ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે. પ્રથમ રુબાઈમાં ચિત્રણ, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા – આ બધું જ આપણને સમજાવે છે. અને આ ત્રણેય રુબાઈઓના શૂન્ય પાલનપુરીના અનુવાદનો આસ્વાદ હરિન્દ્ર દવે કરાવે ત્યારે કેવો અનેરો સંગમ થાય?


કિસ્મત મારું પાજી – લાલજી કાનપરિયા 1

આજે બિલિપત્રમાં શ્રી શૂન્ય પાલનપુરીનો જે શે’ર મૂક્યો છે, તે કદાચ શ્રી લાલજી કાનપરિયાની પ્રસ્તુત રચનાનો સાર કહી જાય છે. જો કે બંને રચનાઓનાં ભાવો અલગ છે. પ્રસ્તુત રચનામાં કવિને કિસ્મત સાથે કોઈ ફરીયાદ નથી, તેમણે સ્વીકારી લીધું છે કે કિસ્મત બેઅદબ, લુચ્ચું અને બદમાશ છે, તેમણે કિસ્મતની આ દુષ્ટતાને પ્રસ્તુત રચનામાં કોઈ ફરીયાદ વગર સહજતાથી વર્ણવી છે. એક સાંધતા તેર તૂટે એવા જીવનને તેઓ રાબેતા મુજબનું કહે છે, એ જ દર્શાવે છે કે તેમને હવે નસીબના સાથની કોઈ આશા નથી. છતાંય લાગણીઓની બાબતમાં એક કરમાય અને બીજી ખીલી ઉઠે તેવું તેમની સાથે થયા કરે છે, અહીં પણ તેઓ કિસ્મતને પાજી કહે છે, જેનો અર્થ જરીક જુદો તારવી શકાય.


મળી ગયો પવન! – સુરેશ જોષી 5

સમય પસાર કરવા ખાતર જ ફક્ત જે સાહિત્ય ન વાંચતો હોય તેવો માણસ શ્રી સુરેશ જોષીને જાણતો હોય જ. ગુજરાતી સાહિત્યમાં નવી ‘ક્ષિતિજ’ નો ઉઘાડ સુરેશ જોશીથી થયો. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત એમના વિના થઈ શકે નહીં. એમના પ્રવેશે વિવેચનની આબોહવા બદલી નાંખી, તો કવિ તરીકે તો તેમણે પોતાનામાંના કાવ્યપુરૂષને સિધ્ધ કર્યો છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’, ‘ઈતરા’, ‘તથાપિ’ જેવા એમના કાવ્યસંગ્રહો માણવાલાયક છે.

તેમની પ્રસ્તુત રચના ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવી છે.


પાણી બતાવશું – શૂન્ય પાલનપુરી 3

એકે એક શે’રમાં ખુમારી અને સ્વમાનની ઝલક આપતી આ સુંદર ગઝલ ખરેખર માણવાલાયક છે. ગઝલમાં જોમ અને ઉત્સાહનું વાતાવરણ છે. કવિની ધગશ કોઈ કિનારાઓમાં બાંધી ન બંધાય એવી ધસમસતી નદી છે. મૃગજળને ઘોળી ને પી જવાની તેમની ખુમારી અને રણને પાણી બતાવવાની વાત પણ તેમના કવિત્વનું ખૂબ સુંદર ઉદાહરણ છે. ક્યાંક રણને, ક્યાંક સાગરને, ક્યાંક સભાને તો ક્યાંક આખાય જગને કાંઈક કરી દેખાડવાની તમન્નાનો આવો સુંદર સાદ બીજે ક્યાંય સાંભળવો શક્ય છે?


નારી નું સર્જન – શૂન્ય પાલનપુરી 8

એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર ફૂલની લીધી સુંવાળપ, શૂળ થી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, બાગ થી લીધી મહક મેરૂ એ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ કાગથી ચાતુર્ય લીધું, કાબરો થી કલબલાટ ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું, એક એક ‘દી સર્જકે નારી નું સર્જન કર્યું દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી  – શૂન્ય પાલનપુરી (આ નઝમ મનહરભાઈ ઉધાસના ‘અનુરાગ’ આલ્બમમાંથી મળી રહેશે)


જીવનમાં – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે. પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે  – શૂન્ય પાલનપુરી visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


થોડા શે’ર

રૂપના ઘૅલા છીઍ, “શૂન્ય” ના ચેલા છીઍ, વેર માં ભલૅ પાછળ હશું, પ્રૅમ માં પહૅલા છીઍ… – શૂન્ય પાલનપુરી કરમનૅ ભુલી જાશું, સિતમનૅ ભુલી જાશું, ખુશીનૅ ભુલી જાશુંનૅ ગમનૅ ભુલી જાશું, શબ્બતમાં તમારૉ ખયાલ ઍ હદ સુધી છૅ અમનૅ, તમારી યાદ નહીં ઇચ્છૉ તૉ તમનૅ પણ ભુલી જાશું… – પિયુષ આશાપુરી દાવૉ છે અલગ પ્રૅમનૉ દુનિયાની રીતથી , ઍ અહીં ચુપ રહૅ છે,જૅનૉ અધિકાર હૉય છે.. – મરીઝ ઍક પળ ઍના વિના ચાલતુ નહૉતુ “મરીઝ” કૉણ જાણૅ કૅમ આખી જીંદગી ચાલી ગઇ… – મરીઝ આંખો થી કહી દે કે પ્રેમ છે તોય ધણું, હૈયાને વહેમ દઇ દે તોય ધણું, સાથે મરવાનો વાયદો કરવો નથી મારે, જનમ જનમ નો સાથ દઇ દે તોય ધણું… – જીગ્નેશ અધ્યારૂ સમય પણ હોય છે કેવો નજાકતનો મિલન વેંળા પડે છે આંખ ને બોજ ભારે પોતાની જ પાંપણનો.. – મરીઝ