સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : માઈક્રો ફિક્શન


છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪)

ચાર વર્ષના અંતરાલ પછી પ્રસ્તુત છે અક્ષરનાદની આગવી ઓળખ એવી માઇક્રોફિક્શન સ્પર્ધા – છઠ્ઠો મણકો.. વિગતો સાથેની કડીમાં ક્લિક કરીને વાંચી શક્શો.


પરિણામ – પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15

અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય પાંચમી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯) નું પરિણામ આજે પ્રસ્તુત છે.. બંને નિર્ણાયકો જાણીતા અને માઇક્રોફિક્શનના અદના સર્જકો એટલે એમનો નિર્ણય પણ ખૂબ ચીવટથી અપાયેલ ગુણાંક સાથેનો છે.. શ્રી ભારતીબેન ગોહિલ અને શ્રી મિત્તલબેન પટેલ એ બંને પોતપોતાના કામની અતિશય વ્યસ્તતા છતાં આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ધ્યાનથી વાંચી, ખંતથી તપાસીને અત્યંત કાળજીપૂર્વક ગુણાંક આપ્યા છે.


પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4

સતત પાંચમા વર્ષે પ્રસ્તુત છે અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય માઇક્રોફિક્શન સ્પર્ધા. ૨૦૧૫થી શરૂ થયેલી આ સ્પર્ધાને સતત બહોળો પ્રતિસાદ મળતો રહ્યો છે, અનેક નવોદિત સર્જકોને અહીં મંચ અને પુરસ્કાર મળ્યા છે, તેમની કલમને એક આગવો અવસર આ સ્પર્ધા દ્વારા મળી રહ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં ઓછામા ઓછી ત્રણ માઇક્રોફિક્શનને બદલે ફક્ત એક માઇક્રોફિક્શનનો નિયમ કર્યો છે.


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૫ – ધર્મેશ ગાંંધી, પ્રિયંકા જોશી, મુર્તઝા પટેલ 2

પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની અંંતિમ ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ધર્મેશ ગાંંધી, પ્રિયંકા જોશી અને મુર્તઝા પટેલ


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૪ – કિશોર ટંડેલ, આલોક ચટ્ટ, ધર્મેન્દ્ર કનાલા, દર્શન ગાંધી 2

પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે કિશોર ટંડેલ, આલોક ચટ્ટ, ધર્મેન્દ્ર કનાલા અને દર્શન ગાંધી. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન!


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૩ – ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત 3

પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૨ – આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા, વિષ્ણુ ભાલિયા 2

પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા અને વિષ્ણુ ભાલિયા.


નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૧ – અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી, પ્રિયંકા જોશી. 2

આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ વીસેક માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજના સર્જકો છે અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી અને પ્રિયંકા જોશી.


ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – CLOSED 6

માઇક્રોફિક્શન વાર્તા લખતા, સમજતા, મથતા મિત્રોની ટોળકી એટલે સર્જન વોટ્સએપ ગ્રૂપને આજે બે વર્ષ પૂરા થયા. દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા પછી બનેલા આ ગ્રૂપના બે માઈક્રોફિક્શન પુસ્તકો અને અનેક સામયિકો – વર્તમાનપત્રોમાં છપાયેલી એની રચનાઓ સાબિતી છે કે અહીં સતત શીખવાનો, લખવાનો, સમજવાનો, ચર્ચા કરવાનો અને સ્પષ્ટ પ્રતિભાવ આપવાનો સતત પ્રયત્ન થાય છે. આ અક્ષરનાદે ‘સર્જન’ ગ્રૂપ અને આ પહેલાની ત્રણ માઈક્રોફિક્શન સ્પર્ધાઓ એદ્વારા અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે, અને અહીં થતી મથામણ, જોડણી વિષયક ચર્ચાઓ અને વાર્તા સ્વરૂપનું વિવેચન ફક્ત માઈક્રોફિક્શન જ નહીં, લઘુકથાઓ અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ સભ્યોને ઉપયોગી થઈ રહે છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે ફરીથી દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો ચોથો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition


નવરસમાં ઝબોળાયેલી માઈક્રોફિક્શન – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 14

માણસ સ્વાદ માણી શકે તે માટે ઈશ્વરે એની જીભ પર વિવિધ ૬ જગ્યાએ સ્વાદેન્દ્રિયો આપી. માણસ ઈશ્વરથી બે ડગલાં ઉપર ઉઠ્યો, અને પોતાની અલ્પમતિ મુજબ સાહિત્યને વિવિધ રીતે માણી શકે તે માટે ૯ રસ તેણે સર્જ્યા. વિવિધ પુસ્તકોમાં આ નવ રસની વિગતે સમજ આપવામાં આવી છે. કોઈ એક વાનગીમાં બધા જ સ્વાદ આવી શકે ખરાં? અથવા કોઈ એક જ પદાર્થને અલગ અલગ રીતે સજાવી ૬ સ્વાદ મેળવી શકાય ખરા? આ તો જોકે પાકશાસ્ત્રનો વિષય છે, પણ સાહિત્યક્ષેત્રે રસની વાત નીકળે ત્યારે આ વાત ઉદભવે. ‘સર્જન’ ગ્રુપમાં અપાયેલ એક પ્રોમ્પટને નવ રસમાં ઝબોળીને અહીં પ્રસ્તુત કરાયો છે. એક જ વિષય પર બ્રેઈન સ્ટોર્મિગ કરીને જ આ રીતે રજૂ કરી શકાય. માણીએ નવ રસમાં ઝબોળાઈને પીરસાયેલો પ્રોમ્પટનો રસથાળ….


‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી 13

આ પાંચમા અંકમાં છે,
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ વિજેતા લિડીયા ડેવીસની વિશેષ મુલાકાત
રાજુલ ભાનુશાલીનો અફલાતૂન સંપાદકીય લેખ જેમાં સાથે સાથે ભળે છે ઉર્દુ સાહિત્યકાર જનાબ સલીમ બિન રઝાક સાથે વાર્તાસ્વરૂપ વિશે વિગતે પ્રશ્નોત્તરી અને હિન્દીના પત્રકાર અને કવિ શ્રી લોકમિત્ર ગૌતમ સાથે લઘુકાવ્ય અને માઈક્રોફિક્શન વચ્ચે સમાનતા વિશે વાર્તાલાપ.
ગોપાલ ખેતાણીની કલમે માઈક્રોફિક્શનના ટચૂકડા તોફાન વિશે મજેદાર લેખ
ટૂંકી વાર્તા, લઘુકથા અને માઈક્રોફિક્શન વિશે વાર્તાકાર શ્રી અજય ઓઝાની કલમપ્રસાદી
અને સાથે સાથે સર્જન ગ્રૂપના નવા-જૂના મિત્રોની ચૂંટેલી સ-રસ માઈક્રોફિક્શન્સ


તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 6

માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં અગ્રસર અક્ષરનાદની આ પહેલા આયોજીત બંને માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. આ બે સ્પર્ધાઓએ અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો ત્રીજો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition 3


‘સર્જન’ માઈક્રોફિક્શનનું એક વર્ષ.. – જીજ્ઞેશ અધ્યારૂ 28

એક પુસ્તક, ઓગણપચાસ લેખકો અને ૭૦થી વધુ વાર્તાઓ.. ઓગણપચાસમાંથી ચાલીસ પહેલી વખત પ્રિન્ટ થયા.. કાલે સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ ત્રિપાઠી હોલમાં સાથે બેસીને જ્યારે બધાના મનની વાતો નીકળતી રહી તેમ તેમ એ સમજાતું ગયું કે આ પુસ્તક ફક્ત એક પુસ્તક નથી, વાર્તાઓનું સંકલન માત્ર નથી, પણ આ પુસ્તક એક જવાબ છે એ તમામ લોકોને જેમણે ક્યાંકને ક્યાંક આ લોકોની અંદર રહેલા સર્જકને પડકાર્યો છે, અવગણ્યો છે, ધુત્કાર્યો છે. કોઈકને માટે ‘તું શું કરી લેવાનો?’ એ પ્રશ્નનો જવાબ શબ્દોથી આપવાને બદલે બતાવી શકાય એવી ક્ષમતા વાળું આ પુસ્તક છે તો કોઈકને માટે પોતાના થીજી ગયેલા જીવનમાં ફરીથી વસંત લાવવાનો આ માર્ગ છે. એક બહેને કહ્યું કે વર્ષોથી કોઈ દિવસ તેઓ તેમના પતિ વગર એકલા નીકળ્યા નથી, પણ આજે સર્જન મેળાવડા માટે આવ્યા. કોઈક પોતાના સામાજીક પ્રસંગોને, કોઈક પોતાની પારિવારીક જવાબદારીઓને તો કોઈક પોતાની નોકરીને આ એક દિવસ માટે ગમે તેમ આઘા ઠેલીને કેમ ભેગા થયેલા? અહીં આવવું સ્વૈચ્છિક હતું, તો આ બધા દૂરદૂરથી કેમ આવ્યા?


શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20

માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..


પાંચ લઘુકથાઓ – સંંકલિત 2

કુમાર સામયિક (મે ૨૦૦૫ અને જૂન ૨૦૦૫)માંથી સાભાર સંકલિત આ વાર્તાઓ છે, ભગવત સુથારની ‘છીંડુ’ અને ‘સોય’, મનસુખ સલ્લા રચિત મજા, ડૉ. કેશુભાઈ દેસાઈ રચિત ‘મોંઘી મા’ અને હરેશ કાનાણી રચિત ‘સરનામું’


માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪) 3

માઈક્રોફિક્શન સામયિક્ સર્જનનો ચોથ અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.. અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરો.. સાથેસાથે આજે માણીએ કલ્પેશભાઈ પટેલની કલમે લેખ.. ‘માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ..’


એકવીસ માઈક્રોફિક્શન વાર્તાઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14

આ એકવીસ વાર્તાઓ – ડ્રેબલ્સના શીર્ષક ‘સર્જન’ ગ્રૂપમાં જોડી બનાવીને થીમ તરીકે અપાયા હતા જેના આધારે મિત્રોએ માઈક્રોફિક્શન વાર્તાઓ લખી. હાર્દિકભાઈએ એ દરેક થીમ પર હાથ અજમાવ્યો.. અને પરિણામ સ્વરૂપ પ્રસ્તુત છે આ અનોખી એકવીસ વાર્તાઓ.. વોટ્સએપમાં આજકાલ જેમની માઈક્રોફિક્શન્સ વાયરલ થઈ નામ વગર કે અન્યોને નામે ફરે છે એવા હાર્દિકભાઈની આ વાર્તાઓ પણ તેમના નામ સાથે વાયરલ થાય એવી શુભેચ્છાઓ આપવી અસ્થાને તો નથી ને?


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..


સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – નીલમ દોશી 6

અમારા આ ‘સર્જન’ દ્વારા પણ આવી કોઇ સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે એમાં કોઇ બે મત નથી જ. અમારા નવોદિત લેખકો અઘરી થીમ કે અઘરા પ્રોમ્પ્ટ પરથી પણ જે રીતે અવનવી વાર્તાઓનું સર્જન કરી રહ્યાં છે એ કાબિલેદાદ છે. એ સર્વે સર્જકોને દિલથી સલામ. અમારા સર્જન પરિવારનું અમને દરેકને ગૌરવ છે.

સર્જનનો બીજો અંક આપની સમક્ષ આવી રહ્યો છે ત્યારે પહેલા અંકની સફળતાનો આનંદ અને સંતોષ હજુ ભીતર અકબંધ છે. આ આનંદ અમારો સહિયારો છે.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૯ (૪૭ વાર્તાઓ) – સંકલિત 6

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૬ – ૭ ઑગસ્ટ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. ફક્ત વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ…

આ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..


માઈક્રોફિક્શન વાર્તા એટલે શું? – જીજ્ઞેશ અધ્યારુ 13

આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય – એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઈલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયાઓ પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તાપ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.


ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૨ (૩૮ વાર્તાઓ) 13

એક ફોટા પરથી તમે કેટલી વાર્તાઓ વિચારી શકો? બે, ચાર.. દસ! ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપના સભ્યોએ રચી છે ૨૦૦ શબ્દોની મર્યાદામાં એક જ ચિત્ર પરથી સિત્તેરથી વધુ માઈક્રોફિક્શન વાર્તાઓ, આપેલા ચિત્ર પરથી, ચિત્રને આધારે અને એને પશ્ચાદભૂમાં રાખીને લખાયેલી આ માઈક્રોફિક્શનમાઁથી કેટલીક પસંદગીની વાર્તાઓ આજે પ્રસ્તુત છે.. અહીં જોવા મળશે એક જ ફોટાને આધારે અનેક સર્જકોના પોતાના વિચારવિશ્વ, તેમની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને લેખન પદ્ધતિથી તેમણે રચેલી સપ્તરંગી વાર્તાઓ. જુઓ માઈક્રોફિક્શન વાર્તાલેખનના આ નવીન પ્રયોગ દ્વારા સર્જનશક્તિ અને કલ્પનાનો વ્યાપ..


‘સર્જન’ સામયિકનો પ્રથમ અંક.. 16

દર માસે નવા અંક સાથે રજુ થનારું આ સામયિક પીરસશે નાવીન્યસભર માઈક્રોફિકશન વાર્તાઓ, કે જેમાં આપ સૌ મિત્રોને, વાંચનના રસિયાઓને, તથા નિત નવું જાણતાં અને માણતાં આવેલાં જિજ્ઞાશુઓને લ્હાવો મળશે ટચૂકડી પરંતુ ‘ટચ’ કરી જાય એવી વાર્તાઓ મમળાવવાનો.! આવી ‘અતિ-અતિ-નાની’ વાર્તાઓ એટલે જ માઈક્રોફિકશન, કે જેમાં ૬ થી લઈને ૧૦ શબ્દો, ૫૫ થી લઈને ૧૦૦ શબ્દો, ૨૦૦ થી લઈને ૩૦૦ શબ્દો સુધીની મર્યાદાવાળી.. એમ વિવિધ અવકાશવાળી વાર્તાઓ આવરી લેવામાં આવશે. આ લ્હાવો આપ સૌ મેળવી શકશો દર મહિને પ્રકાશિત થનારાં ‘સર્જન’ સામયિક દ્વારા.


Portrait of Harijan Girl, Khavda Village, Kutch, Gujarat, India

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૮ (૨૬ વાર્તાઓ) – સંકલિત 17

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નો’તી ઉઘડી..”

એ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..


ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૧ 45

તો ‘સર્જન’ ગૃપના સભ્યો રચી રહ્યાં છે ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તાઓ અહીં આપેલા ચિત્ર પરથી, ચિત્રને આધારે અને એને પશ્ચાદભૂમાં રાખીને.. જુઓ વાર્તાલેખનના આ નવીન પ્રયોગની એક ઝલક અહીંના પ્રતિભાવોમાં..


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૭ (૩૦ વાર્તાઓ) 10

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૯ અને ૧૦ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ હતો..

“રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..”

વળી આ વખતે ફક્ત શૃંગાર થીમ આધારીત માઈક્રોફિક્શન જ સર્જવાની હતી.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ) 5

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

શનિવાર તા. ૨-૩ જુલાઈના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે શ્રી હરકિસન મહેતાની નવલકથા ‘સંભવ-અસંભવ’માંથી ઉદધૃત જે કડી આપવામાં આવી એ હતી..

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૫ (૨૦ વાર્તાઓ) 13

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨૩-૨૪ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે ધૈવતભાઈ ત્રિવેદીની નવલકથા ‘૬૪ સમરહિલ’માંથી ઉદધૃત જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી..

અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા…’


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૪ (૩૪ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૧૮-૧૯ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”


છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૨ (૨૦૫ વાર્તાઓ) 4

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. આજુબાજુ, આગળપાછળ… બધે જ છોકરી. ….પેપર કેમ લખવું? ૨. “તારી વહુ તારી મા જેવી ભલી… ખાવાનું માંગુ તો જ આપે.” ૩. “કેવી સરસ ઠંડી લૂ છે નહી?” પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું. ૪. “તું બર્થડે કેમ નથી ઉજવતો?” “મારો જન્મ ને મારી મા…” ૫. “મારી સાસુ તો કાળના પેટની, ખાવાય નથી દેતી. તોય પેટભરીને….” ૬. “પહેલા ભાઈની દુકાન, પછી મારા લગ્ન.” બહેન બોલી. ૭. “તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.” બા હીંબકે ચઢ્યા. ૮. “દાદા આઘા બેસો, ગંધાવ છો.” ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી…. ૯. પોસ્ટ ગ્રેજ્યુએટ… “…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.” – દિવ્યેશ સોડવડીયા ૧. એણે હાથ પકડ્યો, ને એમ્બ્યુલન્સ પાછી ગઈ… ૨. એના લીધે તો આ કર્યું, ને એ… ૩. હસતો રહ્યો તો ખુશ ગણીને એણેય દુઃખ આપ્યે રાખ્યા.. ૪. ઝભલું, ઘોડીયું, નઝરીયા ને નઝરાઈ ગયેલ જિંદગી.. ૫. ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને દિકરો થયો.. ૬. શું થયું? કોમી.. તો વાંધો નહીં.. ૭. બાસુંદીએ કારેલાને પૂછ્યું.. કડવું એટલે કેવું? ૮. આજે છપ્પનભોગ ને ઈશ્વરને લૂઝ મોશન.. ૯. બાળમજૂર છોડાવવા નીકળેલા ઇન્સ્પેકટર બરાડ્યા. . “છોટુ, બે ચા..” ૧૦. જિંદગીએ પ્લેબોયમાંથી પે બોય બનાવી દીધો.. ૧૧. ખુદા શું કહે? આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા.. ૧૨. શબરી હટાણું કરવા નીકળી ને રામે હાટડી ઉઘાડી.. ૧૩. લોહી નીંગળતું ધારીયું, એક નવજાત છોકરી … અનાથઆશ્રમ ૧૪. સંજોગોએ પથ્થર ફેંક્યા, મનમાં કોમી રમખાણો.. ૧૫. મિલનું ભૂંગળુ વાગ્યું, મજૂરો – ‘હાશ’ મંદિરમાં શંખ ફૂંકાયો ભગવાન – ‘ઓફ્ફ’ ૧૬. એની યાદમાંં રડ્યો’તો યાદ કરીને હસવું […]