સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સંકલિત


મરકવાનો મસાલો.. – સંકલિત 9

ટિલ્લુ તેની મમ્મીને – ‘મમ્મી, મને ઉંઘ નથી આવતી, વાર્તા કહે ને!’ ટિલ્લુની મમ્મી – મને પણ ઉંઘ નથી આવતી બેટા, તારા પપ્પા હજુ નથી આવ્યા, એને ઘરે પહોંચવા દે, હું એને પૂછીશ કે ઘરે આવવામાં કેમ લેટ થયા, પછી જોજે, તને નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે. * * * પતિ – સાંભળ, આજે આપણે બહાર જમશું. પત્ની – (ખુશ થઈને) સારુ, હું હમણાં તૈયાર થઈ જા ઉં. પતિ – હા, હું બહાર ફળિયામાં ચટાઈ પાથરી બેઠો છું, રસોઈ બનાવીને આવી જા. * * * ગામડાની સ્ત્રી પોલિસ સ્ટેશનમાં – મારા પતિ એક અઠવાડીયાથી ગૂમ થયેલ છે. પોલિસ – તેમની કોઈ નિશાની? સ્ત્રી (શરમાઈને) – જી, બબ્બે છે સાહેબ, આ મુન્નો ૬ વર્ષનો અને પીંકી ૪ વર્ષની.. * * * છોકરો – ડિયર, એક વાત કહું? છોકરી – બોલ ને બકા.. છોકરો – આજે વિચારું છું તો સમજ પડે છે કે તું દરેક વખતે મારી સાથે હતી, મારો અકસ્માત થયો ત્યારે, પાંચમા સેમેસ્ટરના ત્રણ વિષયમાં એટીકેટી આવી ત્યારે, મને પથરી થઈ હતી ત્યારે, મને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારે.. છોકરી – હા બકા, કારણ કે આઈ લવ યૂ, અને હું હંમેશા તારી સાથે જ રહીશ.. છોકરો – અરે એમ નહીં યાર, મને લાગે છે કે તું જ પનોતી છે. * * * એક ભાઈની તબીયત ખરાબ થઈ, સાંજે તે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કહે, તમે બારેક કલાકના જ મહેમાન છો.. કાલ સવાર પણ નહીં જોઈ શકો એમ લાગે છે. એ ભાઈએ દુઃખી થઈને પત્નીને વાત કરી, વિચાર્યું કે બધું છોડીને પત્ની સાથે પ્રેમથી વાતો કરે, તેઓ રાત્રે વાતો કરતા […]


સુવિચારોની સુવાસ.. – સંકલિત 4

સુંદર સંકલન બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર. સુવિચારોની સુવાસ એ ત્રીસ સુંદર વિચારપ્રેરક અને પ્રેરણાદાયી સુવિચારોનું સંકલન છે. એક એક સુવિચાર આપના જીવનને અને આપની વિચારસરણીને બદલી શકે એવા સક્ષમ અને ઉપયોગી છે.


વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત 9

આજે ઘણા લાંબા સમયે વાચકોની પદ્યરચનાઓનું સંકલન પ્રસ્તુત કરી રહ્યો છું. ‘આ શું થયું…’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સિટી એન્જીનીયર તરીકે કાર્ય કરતા વિજયભાઈ પ્રિયદર્શીની રચના છે. તો બીજી કૃતિ ચંદ્રકાન્તભાઈ લોઢવિયાની છે. તો ધર્મેશભાઈ ઉનાગરની રચના ઔદ્યોગિક કામદારોને માટે ‘સુરક્ષા સહિત સેવા’ના આદર્શની વાત સમજાવે છે, ઉદ્યોગોમાં થતા જીવલેણ અને ગંભીર અકસ્માતોથી બચીને કામ કરવાનો સંદેશ તેમાં છે. અક્ષરનાદ પર આ ત્રણેય મિત્રોની પ્રથમ રચનાઓ છે, તો મિતુલભાઈની બે કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે જેમની આ પહેલા પણ એક રચના અહીં પ્રસ્તુત થઈ ચૂકી છે. સૌ મિત્રોને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર.


‘ઘર’ વિશે પદ્યરચનાઓ.. – સંકલિત 5

બાંધકામ કરનારાઓ તો ફક્ત એક મકાનનું નિર્માણ કરે છે પણ એને ઘર બનાવે છે એમાં વસનારા, તેની સાથે અનેક સપના અને ઘટનાઓને જોડનારા. ઘર વિશે અનેક સદાબહાર અને મનનીય પદ્યરચનાઓ આપણા ભાષા સાહિત્યમાં ઉપલબ્ધ છે, આવો આજે એવી જ થોડી રચનાઓનો આનંદ લઈએ.


આપણા ગરબા… – સંકલિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ગત વર્ષે નવરાત્રીના શુભ સમયે ‘રઢિયાળી રાતના ૭૦ રાસ ગરબા’ ઈ-પુસ્તક પ્રસ્તુત કર્યું હતું. અને તેને અનેરો આવકાર તથા પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ ‘આપણા ગરબા…’ એ નામે ગરબાઓનું એક સંકલિત ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. આશા છે વાચકમિત્રોને એ ગમશે.


અક્ષરનાદ ઈ-મેલની સાથે સાથે… – સંકલિત 2

અક્ષરનાદની દરેક પોસ્ટ, દરેક પ્રસ્તુતિની નીચેના ભાગમાં ઈ-મેલની સગવડ રાખી છે જેથી આપ મિત્રોને આપને ગમતી કૃતિ વિશે જણાવી શકો. એ સુવિધાનો અત્યાર સુધી 3000 થી વધુ મિત્રો ઉપયોગ કરી ચૂક્યા છે, એ કૃતિ વિશે જણાવતા તેની સાથે વિશેષ સંદેશ પણ મૂકી શકવાની સગવડ રાખી છે, એ પૈકીના કેટલાક સંદેશાઓ અહીં મૂક્યા છે. પિતાએ પુત્રીને, પતિએ પત્નીને, પુત્રીએ પિતાને, એક મિત્રએ બીજા મિત્રને, વાચકે લેખકને, પિતાએ દીકરાને, વહુએ સસરાને…. એમ વિવિધ સંબંધોના સમીકરણમાં શબ્દોની ખોટ અક્ષરનાદના પ્રસ્તુત લેખો પૂરી શક્યા એથી વધુ સંતોષની વાત બીજી કઈ હોઈ શકે? આ ઈ-મેલનો લોગ લગભગ દર વર્ષે સાફ કરતો હોઉં છું અને તેમાં જોવાનો કે વિચારવાનો પ્રયત્ન આજ સુધી કર્યો નથી, પરંતુ આજે એ ઈ-મેલની યાદી જોતા જોતા તેની સાથેના અમુક પ્રતિભાવો સ્પર્શી ગયા. નામ સાથેના પ્રતિભાવો અહીં ઓળખ જાહેર ન થાય એ હેતુથી મૂક્યા નથી, અન્યથા હજુ ઘણાં હ્રદયસ્પર્શી પ્રતિભાવો જોવા મળ્યા હોત.


કેટલાક સુંદર શે’ર.. – સંકલિત 9

આજે પ્રસ્તુત છે અનેકવિધ સર્જકોનું શેર સંકલન. વિવિધ વિષયો અને વિચારોને સાંકળીને અનેક રચનાકારોની પ્રસાદી રૂપે આ શેર નિપજ્યા હશે, એ શેર આજે આપ સૌની સાથે મમળાવવાની મજા લેવી છે.


પ્રેરક કથાઓ (વાંચનયાત્રાનો પ્રસાદ) – ‌સંકલિત 5

આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.


ખણખોદ…. ફરી એક વાર (૧૧) – સકલન. જીજ્ઞેશ અધ્યારૂ 15

ઘણા વખત પહેલા સુધી અક્ષરનાદ પર સતત નિયમિત રીતે ‘શું તમે આ ખણખોદ વાંચી’ શીર્ષક હેઠળ સંકલિત કરીને મૂકાતી હતી. આજે ઘણા વખત પછી ફરીથી એ જ શૃંખલાને આગળ વધારી રહ્યો છું. પ્રસ્તુત છે થોડાક ટૂચકાઓ અને હાસ્યસભર વાક્યો. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


દુહાઓ અને સાખીઓ – સંકલિત 10

ભજનિકો ભજનની શરૂઆત કરતા પહેલા સાખીઓ ગાય છે, અને તે દ્વારા તેઓ શ્રોતાજનોનું ધ્યાન કાર્યક્રમ સાંભળવા તૈયાર કરે છે. સાખી બે લીટીમાં અખૂટ બોધ સમાવતી શબ્દના બાણ સમી કણિકાઓ છે. જે સાર આપવામાં મોટા ગ્રંથો નિષ્ફળ જાય છે એ આ બે લીટીના દુહાઓ કે સાખીઓ સચોટતાથી આપી જાય છે. આવા જ થોડાક દુહાઓ – સાખીઓનું સંકલન અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


સદવિચારોની ગંગોત્રી – સંકલિત 6

કેટલાક વિચારો એક નાનકડા બીજ રૂપે હોય છે, એક વિચારબીજ અનેક વિચારમંથનોને પ્રેરે છે, અને તેમાંય સદવિચારો તો અમૃતસ્વરૂપ હોય છે. મન માટે તે એક સફાઈ કામદારની ગરજ સારે છે, પ્રસ્તુત છે એવા જ કેટલાક વિચારો.


ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત 4

ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.


માઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત 2

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. પ્રથમ બે લઘુકથાઓ મહુવાથી પ્રકાશિત થતાં સામયિક “કલમ-યુદ્ધ” ના દિપાવલી વિશેષાંકમાંથી સાભાર લેવામાં આવી છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૩ – સંકલિત (ગઝલ વિશેનાં પુસ્તકો) 1

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું. ગઝલરચના વિશેના પુસ્તકોનો ટૂંક પરિચય આ સાથે પૂર્ણ થાય છે. ગઝલરચના વિશે વિદ્વાનોના લેખો આવતા અંકથી શરૂ થશે.


પ્રેરણા પુષ્પો – સંકલિત 4

“આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થઈ રહ્યું” જેવી ધ્રૃવપંક્તિ જેના શીર્ષપૃષ્ઠ પર અંકિત છે એવા અમદાવાદના શ્રી શંકરભાઈ લ. પટેલ દ્વારા સંકલિત સુંદર બોધપ્રદ અને ચોટદાર ટૂંકા પ્રસંગો અને મરમી વાતો સાથેનું પુસ્તક”પ્રેરણાનું પુષ્પ” પુષ્પ – ૨, એક શુભેચ્છક દ્વારા મને ભેટ મળ્યું. ઘણાં વખતે અનેક પુસ્તકોની વચ્ચેથી જેના વિધાનો સીધી અસર કરે એવું કોઈ પુસ્તક વાંચીને ખૂબ આનંદ થયો. એ જ પ્રેરણાદાયી પુસ્તકમાંથી અત્રે કેટલાક પ્રેરણાપુષ્પો લીધાં છે. દરેકે દરેક પુષ્પની આગવી સુવાસ, પોતાની સુંદરતા અને સંદેશ છે.


ચિંતન કણિકાઓ – સંકલિત 10

ચિંતનકણિકાઓ મનનો મુખવાસ છે, એકાદ વાક્ય ક્યાંક વાંચવામાં આવ્યું હોય અને તે પછી સમયાંતરે મનમાં પડઘાયા કરે, દરેક વિચાર વખતે તેના વધુ ગહન અર્થો સમજાવે ત્યારે એ વિચારમોતીઓનું મૂલ્ય સમજાય છે. આજે પ્રસ્તુત છે કેટલાક સંકલિત આવાં જ વિચારમોતીઓ. ઈન્ટરનેટ પરથી વિવિધ માધ્યમો દ્વારા મળેલા આ સુ-વાક્યો અનુવાદ કરીને અહીં મૂક્યાં છે. એક એક કણિકા એક સાથે ન વાંચતા સમયાંતરે તેની મજા લેવામાં આવે તો વિચારરસ વધુ ઘેરો બનશે એ નિશ્ચિત છે.


શું તમે આ ખણખોદ વાંચી? (10) – સંકલિત 6

હસે એનું ખસે કે ઘર વસે એ વિષય પર થોડી કન્ફ્યૂઝન થઈ જાય એવા સુંદર મજાના એકપંક્તિય ગરીબ ટૂચકાઓ (PJ એટલે poor joke નું મૌલિક ભાષાંતર) ઘણાં વખતથી એકત્રીત થયા કરતા હતાં, અનેકવિધ સ્તોત્રથી મેળવેલા આ બીચારા ગરીબ હાસ્યશ્લોકો આજે એક સાથે આપ સૌ માટે પ્રસ્તુત છે. હસો અને હસાવો અને ખસેલું ન હોય તો ખસાવો…


રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત રચના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેમની કલમે થયેલું સુંદર સર્જન છે શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આ પહેલા ઘણી વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે તેમની કલમે પ્રસ્તુત રચનાના માધ્યમથી તેઓ ભાઈને રક્ષાબંધનના કાવ્યમય મુબારક પાઠવે છે. બંને મિત્રોનો આ સુંદર રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત 1

આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.


સંસ્કૃત સુભાષિતો (ગુજરાતી ભાષાંતર સાથે) – સંકલિત 6

આજે પ્રસ્તુત છે સંસ્કૃત ભાષામાંથી કેટલાક સુભાષિત અને તેની ગુજરાતી સમજણ. સુભાષિત એટલે સુષ્ઠ ભાષિતમ્ – સારી રીતે કહેવાયેલું એક એક ખંડને કવિતા નામથી પણ ઓળખી શકીએ. સુભાષિતને મુક્તક, સૂક્તિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ સુભાષિતો સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા હોય છે એટલે તેને મુક્તક પણ કહેવાય છે. સંસ્કૃત સુભાષિતોની દ્રષ્ટિએ સૌથી સમૃધ્ધ ભાષા છે પરંતુ તેનો વૈભવ વીસરાઈ રહ્યો છે. સુભાષિતો જીવનના સત્યોને બે કે ચાર પંક્તિઓમાં વણી લેતાં હોય છે. આ સત્યો જીવનનાં અર્ધસત્યો પણ હોઈ શકે, વ્યવહારૂ વાત કે સમજણ પણ હોઈ શકે, યશોગાન પણ હોઈ શકે અને વિચારનો પડઘો પણ હોઈ શકે. સુભાષિતોની વિનિયોગ્યતા સાર્વત્રિક હોય છે.


પ્રેરક પ્રસંગો – સંકલિત 16

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.


“તેમ છતાં ….” – હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો 8

ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.


શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત 15

તમે છેલ્લે ક્યારે હસ્યા છો? જ્યારે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ ચાલતો ત્યારે શું તમે આ જોક વાંચ્યો છે ના શિર્ષક હેઠળ ઘણી પોસ્ટ કરી, એક લીટીના ચતુર વાક્યો અને નવા જોક શોધીને મૂકવાની મજા અલગ જ છે, બની શકે કે આજના સંકલનમાંથી ઘણાં જોક તમે સાંભળેલા હશે, કારણકે આ પોસ્ટ યાદશક્તિને આધારે બનાવી છે, પરંતુ આમાંથી કોઈ એક પણ જો તમારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થાય તો તેની પાછળ લેવાયેલી મહેનત સફળ થઈ ગણાશે.


તજ લવિંગ એલચી – સંકલિત મુખવાસ 6

કેટલીક વાર સવારે વાંચેલુ એક નાનકડું વાક્ય આખાય દિવસના વિચારોનો ભાર લઈ લે છે. આજે પ્રસ્તુત છે આવા જ કેટલાક સરસ મજાનાં વિચારપ્રેરક ટૂંકા વાક્યો, મારા મોબાઇલના એસ એમ એસ માંથી કેટલાક અનુવાદીત / વીણેલા વાક્યો. મુખ્યત્વે સૌરભ ત્રિવેદી અને અન્ય મિત્રોએ પાઠવેલા આ એસ એમ એસ, કદાચ થોડીક વાર વિચારવા માટે, મનન મંથન માટે મજાના છે, અને કાયમ સંઘરવા જેવા પણ ખરાં.


‘માં’ વિશે કણિકાઓ – સંકલિત 5

માતૃવંદના વિશેની કૃતિઓ પ્રસ્તુત કરતા આ આખા અઠવાડીયાના અંતિમ દિવસે સંકલિત કેટલીક સુંદર અને હ્રદયસ્પર્શી રચનાઓ. આ કણિકાઓમાંથી પુત્રનો તેની માતા પ્રત્યેનો પ્રેમ, લાગણી અને વહાલની ઝંખના અચૂક ઝળકી જાય છે.


આપણી કહેવતો – કણિકાઓ = સંકલિત 15

ખૂબ નાના હતા ત્યારથી અમારા દાદી અમને વાત વાતમાં કહેવતો અને રૂઢીપ્રયોગો ટાંકતા. ક્યારેક તેમના અર્થ ખબર પડતા, ક્યારેક નહીં. પરંતુ એ સાંભળવાની મજા આવતી. હવે તેઓ મારાથી લગભગ પાંચસો કિલોમીટર દૂર બેઠાં છે. અસ્સલ ગામઠી સોરઠી ભાષામાં એ જ લહેકાથી વાત વાતમાં કહેવતો ટાંકવાની ટેવ મારા સહકાર્યકર અને મિત્ર શ્રી શૈલેષ પાંડવને છે. આ સંકલન તેમને આભારી છે. આપણી કહેવતો અને રૂઢીપ્રયોગો આપણી મૂડી છે. આપણામાંથી કેટલાને આ સંકલનમાંથી અડધાથી વધુ કહેવતો ખબર છે? આપણી ભાષાના મૂળ સમાન, બીજ સમાજ આ વાક્યો ફક્ત એકાદ વાક્ય નથી, કેટલીય પેઢીઓના માનસમાં વિવિધ સમયે ઉદભવેલી એ વિચારવીથીકાઓ છે.


છ ઝેન બોધકથાઓ – સંકલિત

ઝેન કથાઓની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ નાનકડા વિસ્તારમાં ખૂબ મોટી વાત કહી જાય છે. ઝેન કથાઓ ઘણી પ્રચલિત છે. ઝેન ગુરૂઓએ શિષ્યો સાથે થયેલા વિવિધ પ્રસંગો તથા સંસારની વિવિધ વસ્તુઓ અને વિષયો પર ટૂંકાણમાં પણ ખૂબ માર્મિક રીતે ચોટદાર અભિવ્યક્તિ ધરાવતી આવી ઝેન કથાઓ આપી છે જે ખૂબ પ્રખ્યાત છે અને બોધપ્રદ પણ બની રહે છે. આવીજ છ સંકલિત ઝેન વાર્તાઓ અત્રે પ્રસ્તુત છે.


માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત 1

ગિજુભાઇ બધેકા, મેડમ ડો. મોન્ટેસરી જેવા બાળમાનસના અભ્યાસુઓએ માતા પિતા અને શિક્ષકો માટે ઘણાં માર્ગદર્શક રસ્તાઓ અને બાળ ઉછેરનું સાહિત્ય આપ્યું છે. ગિજુભાઇ બધેકા તો આ ક્ષેત્રના એક આધારભૂત સીમાસ્તંભ ગણાય છે. આજે આવીજ કેટલીક સંકલિત વાતોમાં બાળ ઉછેર અને તેમના માનસ વિશેની કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે. બાલમૂર્તિ માસીકના અંકોના મુખપૃષ્ઠોમાંથી આ કંડીકાઓ લેવામાં આવી છે.


શું તમે આ ખણખોદ વાંચી? (8) – સંકલિત 8

આપણાંમાં કહેવત છે કે હસે તેનું ઘર વસે, તો શું ન હસે તેને ત્યાં કૂતરા ભસે? એમ પણ ઘણાં મિત્રો જવાબમાં કહેતા હોય છે. મન હળવું કરવા ગમે તેવા ખરાબ સંજોગોમાંય આવી એકાદ કણિકા યાદ આવી જાય અને સહેજ મલકાટ આપતી જાય. મન પ્રફુલ્લિત કરતી અને રમૂજ ફેલાવતી કેટલીક સુંદર હાસ્ય કણિકાઓનો સંચય આજે પ્રસ્તુત છે આપ સૌને આનંદિત કરવા.


લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત 3

લઘુકાવ્યો એ કોઇ કાવ્યનો ફક્ત એક ભાગ માત્ર જ નથી. સાચુંકલુ લઘુકાવ્ય એ છે જેમાં શબ્દોને સર્જકે શોધવા પડતાં નથી પણ શબ્દો તેને શોધતાં ગોઠવાઇ જાય એમ લાગે છે. માર્મિકતા એ લઘુકાવ્યનું આગવું લક્ષણ છે. કહેવાનું સચોટતાથી કહે, અને તે ય તત્વશીલ એ લઘુકાવ્ય. એ દીપિકા છે, અનુભૂતીની આરતીનો ડંકો છે. આજે માણો થોડાક આવાંજ લઘુકાવ્યો.