ઈન્ટરનેટના વધતા વ્યાપ સાથે હવે નાની ઉંમરના અને અવયસ્ક અણસમજુ એવા બાળકોને પણ ઈન્ટરનેટનું વળગણ થવા માંડ્યું છે. પરંતુ માતા પિતા દરેક સમયે બાળક શું સર્ફ કરે છે એ જોવા તેની સાથે જ હોય એ જરૂરી નથી કે શક્ય પણ નથી. ગૂગલ તરફથી આ માટે અપાતી સગવડ વિશે આજે જણાવ્યું છે. ઉપરાંત અવનવી વેબસાઈટ વિશે માહિતિ આપતી આ શૃંખલા અંતર્ગત આજે કેટલીક નવી વેબસાઈટ, જેમાં વિકિપીડિયાના પાનાઓમાંથી ઈ-પુસ્તક બનાવવાની સગવડ, ગૂગલ બુક્સ વાંચવા માટે ડેસ્કટોપ એપ્લીકેશન, વર્ડ/ઓપન ઓફીસ માટેની ટેમ્પ્લેટ્સ મેળવવાની તથા એમપી૩ ગીતો ડાઊનલોડ કરવા જેવા વિવિધ વિષયોને લગતી વેબસાઈટ વિશે જણાવ્યું છે.
વિકિપીડિયા એ ખૂબ વિશાળ સહીયારો જ્ઞાનકોશ છે, અનેક વિષયો પર અહીં ખૂબ જરૂરી માહિતિ ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે ઓફલાઈન વાંચનની સગવડની વાત આવે છે ત્યારે વિકિપીડિયામાં એવી કોઈ સગવડ ઉપલબ્ધ નથી. અને આથી ઓફલાઈન વાંચન માટે કે વિકિપીડિયાના લેખોને સંગ્રહવા માટે સામાન્ય કોપી – પેસ્ટનો સહારો લેવો પડે છે, વળી અહીં ફોર્મેટીંગની માથાકૂટ તો ખરી જ! આ જફાના ઉપાય તરીકે વિકિપીડિયા લાવ્યું છે બુક ક્રિયેટર. વિકિપીડિયાના આ વિશેષ પાના પર જઈને તેના જોઈતા પાના ઉમેરવાથી તે પીડીએફ કે ઓડીએફ સ્વરૂપમાં સંગ્રહવાની, અને આમ એક ઈ-પુસ્તક તરીકે તેને વાપરવાની સરસ સગવડ અહીં મળે છે. અને આ સગવડના પરિણામો પણ ખૂબ સુંદર છે. સરવાળે એક ખૂબ સુંદર અને ઉપયોગી સાધન.
ગૂરીડર ગૂગલ બુક્સને સરળ રીતે શોધવા, વાંચવા અને ડાઊનલોડ કરવાની ડેસ્કટોપ એપ્લીકેશન છે. આ સગવડ ગૂગલના ઈ-પુસ્તકોને ખૂબ સુંદર રીતે ગોઠવીને દર્શાવે છે, અને વાંચન માટે એક ખૂબ સરસ ઈન્ટરફેસ આપે છે. ગૂગલ બુક્સના ઈ-પુસ્તકો શોધી શકાય ને વાંચી શકાય, તથા પુસ્તકની જેમ જ પાના ફેરવી શકવાની સગવડ તથા ઝડપી ડાઊનલોડ આ નાનકડા સોફ્ટવેરની ખાસીયત છે. પુસ્તકોને પી ડી એફ ફોર્મેટમાં ડાઊનલોડ કરી સાચવી શકાય તેવી સગવડ પણ અહીં છે, જો કે એ જરૂરી રકમ ($19.95) ભરીને ખરીદવી પડે તેવી સગવડ છે. ગૂગલના ઉપલબ્ધ પુસ્તકો અને સામયિકોને વાંચવાની આ સગવડ ગૂગલ બુક્સની વેબસાઈટના કંટાળાજનક સ્ક્રોલિંગથી છૂટકારો અપાવે છે. અહીં પુસ્તકને તેના નામ, લેખકના નામ કે પુસ્તકના આઈડી થી શોધી શકાય છે. પરંતુ પુસ્તકના કી-વર્ડથી શોધી શકવાની ગૂગલ બુક્સ વેબસાઈટની મૂળભૂત સુવિધા અહિં ઉપલબ્ધ નથી, કારણકે અહીં પુસ્તકના પાનાને પીએનજી સ્વરૂપે દર્શાવાય છે, જે આ સોફ્ટવેરની એક મોટી મર્યાદા છે.
ટાઈટેનીક જહાજ વિશે આપણે સૌ એક કે બીજા માધ્યમ દ્વારા સાંભળી જ ચૂક્યા છીએ. આ વિશે વિશ્વપ્રસિદ્ધ ફિલ્મકાર જેમ્સ કેમેરોનની ફિલ્મ ટાઈટેનીક પણ સારી ચર્ચા અને સફળતા મેળવી ચૂકી છે. ઈન્ટરનેટ જગતમાં ટાઈટેનીક વિશે અનેક દસ્તાવેજો, એ સમયના વર્તમાનપત્રોના મુખપૃષ્ઠો અને એ સંગ્રહની અનેક વસ્તુઓ વિશે અનેક વેબસાઈટ પર માહિતિ ઉપલબ્ધ છે. આ જ વિષય પર એક ભવ્ય સંગ્રહ, સારી ગુણવત્તા વાળી ફિલ્મો અને અકસ્માત સ્થળ, સમય અને સંગ્રહનું સંપૂર્ણ વર્ણન કરતી સરસ વેબસાઈટ એટલે એક્સપેડીશન ટાઈટેનીક. અભિયાન ટાઈટેનીક એ જહાજ વિશેની લગભગ બધી જ માહિતિ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે, જહાજના દરીયાની અંદરના ફોટા હોય કે સમયકાળ સહિતનું ફ્લેશ આવરણ, બધું મનોહર રીતે ગોઠવેલું અને દર્શનીય રીતે સજાવેલું છે. ટાઈટેનીક વિશે વધુ જાણવા માંગતા મિત્રો માટે આ વેબસાઈટ ખજાનાથી ઓછી નથી.
ઈન્ટરનેટના વધતા વ્યાપ સાથે હવે નાની ઉંમરના અને અવયસ્ક અણસમજુ એવા બાળકોને પણ ઈન્ટરનેટનું વળગણ થવા માંડ્યું છે. અમુક અંશે ઈન્ટરનેટનો ઉપયોગ, જો હકારાત્મક પ્રકારો માટે હોય તો, આવકાર્ય છે. પરંતુ માતા પિતા દરેક સમયે બાળક શું સર્ફ કરે છે એ જોવા તેની સાથે જ હોય એ જરૂરી નથી કે શક્ય પણ નથી. ગૂગલ તરફથી આ માટે પરિવાર સુરક્ષાના નામે આ સહાય કરે છે. તેઓ વાલીઓને તેમના બાળકે કેવી વેબસાઈટ જોવી જોઇએ તે નક્કી કરવાના સાધનો અને ઉપાયો સૂચવે છે, ઓનલાઈન સુરક્ષિત રહેવાના રસ્તાઓ પણ તેઓ બતાવે છે અને ગૂગલ સાથે સંલગ્ન અન્ય આવી જ સુવિધાઓ પણ સૂચવે છે. અહીં ઘણાં વિડિયો પણ છે જેની મદદથી આ આખીય પ્રક્રિયા સમજવામાં સરળતા રહે છે.
રોજીંદા જીવનમાં અનેક વખત આપણે માઈક્રોસોફ્ટ વર્ડ અથવા ઓપન ઓફીસનો ઉપયોગ કરીએ છીએ… તે દરમ્યાનમાં અનેક વખત કેટલીક વિશેષ જરૂરતો ઉભી થાય છે જેમ કે, આમંત્રણપત્ર, લેટરહેડ, ન્યૂઝલેટર, એન્વેલોપ કે પ્રપોઝલ વગેરે બનાવવા. વર્ડ ટેમ્પ્લેટ્સ.ઓર્ગ આવી અનેક ટેમ્પ્લેટ્સ તૈયાર આપે છે, જેથી તેના ફોર્મેટીંગ અને સાઈઝ વગેરે તૈયાર કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે, વળી અહીં અનેક ટેમ્પ્લેટ્સ હોવાથી વિકલ્પો પણ મળી રહે છે, અથવા તેને જરૂરત મુજબ સુધારા વધારા કરીને વાપરી શકાય તેમ છે.
ગીતોને એમપી૩ સ્વરૂપમાં સાંભળવા, ફેસબુક, ટ્વીટર કે એવી સોશીયલ નેટવર્કિંગ સાઈટ પર વહેંચવા કે કોમ્પ્યુટરમાં ડાઊનલોડ કરવા માટેની એક સરસ વેબસાઈટ. ગીતોને ગાયક પ્રમાણે કે ગીતના શબ્દો પ્રમાણે શોધી શકાય છે. અનેક ગીતો, સરસ ગુણવત્તા અને ઝડપી ડાઊનલોડ. એકંદરે સારી સગવડ આપતી વેબસાઈટ.
આ શૃંખલાની અન્ય કડીઓ વાંચવા અહીં ક્લિક કરો.
પ્રનામ્,
સાહેબ્ ગુજરાતિ મા નામા અકાઊન્ટ ના કોઇ
સોફ્ટ વેર્ર હોઇ તો મો ક્લો , આપ નો આભારિ રહિશ્.
હમેીદ્દ
Nutanvarshabhinandan!
“Aksharnad” is a master key to browse through the literary heritage. It’s a global Gujarati Literature Village on the world’s Information Highway.
Pranam!