ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 2
ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. ગઈકાલે મૂકેલ પ્રથમ ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે બીજો ભાગ.