“અખંડ આનંદ” સામયિકમાં અક્ષરનાદની વધુ એક કૃતિ


આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદ પર થોડા મહીનાઓ પહેલા પાલીતાણાના શ્રી ભીખાભાઈ સાંટીયાની મંદબુદ્ધિજનોને સાચવવાની અને સારવાર કરવાની સત્પ્રવૃત્તિ વિશે પ્રસ્તુત કરેલી કૃતિ, ( Click here for Gujarati ) પ્રસિધ્ધ સામયિક અખંડ આનંદના નવેમ્બર ૨૦૧૦ના અંકમાં સમાવવામાં આવી છે. શ્રી ભીખાભાઈની સહ્રદયતા, ૧૬૦થી વધુ મંદબુદ્ધિજનોને સાચવવાની મહેનત, સદભાવના અને માનવસેવાના આ સુંદર કાર્ય વિશે વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તે હેતુથી લખેલો આ લેખ અખંડ આનંદ સામયિકના માધ્યમથી એક વિશાળ વાંચકવર્ગ સુધી પહોંચી શક્યો તે માટે અખંડ આનંદ સામયિકનો તથા તંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર.

પ્રતિભા અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ

આપનો પ્રતિભાવ આપો....