સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ 1


ગોખલે – ગાંધી, મીઠું અને દાંડી – હવે શું?
અગરિયાઓના પ્રશ્નો

વપરાશમાં તો મીઠું સર્વ પરિચિત છે, પરંતુ મીઠાંના ઉત્પાદનની આંટીઘૂંટી અને વ્યથાકથા આપણે ભૂલી ગયાં છીએ. મીઠાંને લગતા વિચિત્ર કાયદાઓ આજે પણ ઉત્પાદન પ્રક્રિયાને શોષણના ભરડામાં ભીંસી રહ્યા છે.

ગુજરાતનો મીઠાના ઉત્પાદન સાથે વિશેષ સંબંધ છે, કેમ કે વિશ્વના ચોથા મહત્તમ મીઠું પકવનારા ભારત દેશનું ૭૦ % મીઠું ગુજરાત પકવે છે. ગાંધી, દાંડી, કચ્છ, કારગીલ, કંડલા – વાવાઝોડું, અગરિયાઓના મોત – આ બધું આજેય ગુજરાત, દેશ અને દુનિયાની જીભે છે. પરંતુ આ મીઠાંનો કાયમી સાથી કોઈ નથી. મીઠાનાં આયોડીનકરણનો પ્રશન તો એકમાત્ર પાસું જ છે. બીજા તો અનેક પાયાના પ્રશ્નો કોઈ ગોખલે કે ગાંધીની રાહ જોતાં ઉભા છે.

પ્રસ્તુત છે આ જ અગરિયાઓના જીવનને કચકડે કંડારવાનો એક નાનકડો પ્રયાસ છે, ફોટો સાથે લખેલી વાતો જાણે આપણી સ્વ સાથેની વાતો હોવી જોઈએ એવી લાગે છે. એક અવશ્ય જોવા જેવું પુસ્તક…

વાસ્તવમાં બધું જ ઉત્પાદન અગરિયાઓ દ્વારા થતું હોઈ મોટા ઉત્પાદકો, મોટા વેપારીઓ અને નાના વેપારીઓ સ્વરોજગાર ક્ષેત્રના જાતે ઉત્પાદન કરતા નાના ઉત્પાદકો – અગરિયાઓને દબાવી રાખે છે. દબાવી શકે છે, શોષે છે અને લગભગ ઈજારો ધરાવે છે. બહુરાષ્ટ્રીય ઉત્પાદકો આ સૌની ઉપર ટાંપીને બેઠાં છે. મીઠા ઉપરના સેસનો હેતુ અગરિયાઓના કલ્યાણનો હતો, પરંતુ મોટાભાગની રકમ વહીવટમાં જ ખર્ચાય એ. મીઠા ઉત્પાદનમાં લાગેલા સરકારી એકમો ધોળા હાથી સમાન જ છે. સરકારી સંશોધનના પરિણામો અગરિયાઓને ખાસ કાંઈ આશીર્વાદરૂપ નથી બન્યાં.

આયોડિનકરણથી કેટલાક લોકોના સ્વાસ્થ્યને ક્યારેક કોઈ ફાયદો થતો હશે. મોટા ઉત્પાદકોને તો તત્કાળ ફાયદો થઈ ગયો છે. આમ, શોષણચક્ર વધુ તીવ્ર બન્યું છે. જમીન પણ સ્વાભાવિક જ પહોંચવાળા ‘મોટા’ લોકોને જ ફાળવાતી હોય છે. આમ અગરિયા માટે મીઠા ઉત્પાદન ઉદ્યોગમાં હજુએ ‘સ્વરાજ’ એટલું જ છેટું છે.

હવે શું?

આપણે સૌએ ગાંધીનું તર્પણ કરવું જ જોઈએ.

૧. માત્ર નાના સ્વરોજગાર પ્રાપ્ત અગરિયા ઉત્પાદકોને માટે જ આ પ્રવૃત્તિ અનામત રાખવી.
૨. તેઓને માટે વેરો સેસ નથી તેમજ ચાલું રાખવું.
૩. આયોડિનકરણનો કાયદો મીઠાને લાગુ ન પાડવો.
૪. જમીનો માત્ર ‘પકવે તેની જમીન’ ના ધોરણે નાના અગરિયા ઉત્પાદકોને જ આપવી.
૫. કચ્છના નાના રણ તરીકે ઓળખાતા આ વિસ્તારનો તત્કાલ મહેસૂલ સર્વે કરવો.
૬. આ વિસ્તાર માટે હાલ જે પાંચ જીલ્લા કલેક્ટરની હકુમત છે તે સ્થાને સમગ્ર વિસ્તાર એક જ વહીવટી હકુમત નીચે રાખવો.

વધુમાં ઉત્પાદન અને ઉત્પાદકનું બેવડું વીમા રક્ષણ ટેકાનો ભાવ અને જરૂર પડ્યે ખરીદીની વ્યવસ્થા, જમીન પર ધિરાણની વ્યવસ્થા અગરિયાની તાતી જરૂરીયાત છે. આમ થાય તો અગરિયાનું બાકીનું કલ્યાણ આપમેળે જ થઈ જશે અને ગ્રાહકોને ખૂબ સસ્તું મીઠું મળશે.

પુસ્તક ડાઉનલોડ કરવા જાઓ ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ