અને… એક દી’ ગરીબની આંખ ફરશે – ડૉ. વસંત પરીખ 3


વડનગરમાં ૧૯૮૪માં સ્વ. શ્રી વસંતભાઈ પરીખ અને તેમના સહધર્મચારિણી સ્વ. રત્નપ્રભાબેનના પ્રયત્નોથી સ્થપાયેલ કરુણાસેતુ ટ્રસ્ટ એક અનોખી સમાજસેવા કરે છે, વસંતપ્રભા હોસ્પીટલ હોય કે અગરીયાઓના બાળકો માટે ભણવાની સગવડ પૂરી પાડવાની વાત, બિહારમાં પૂરપિડીતોને સહાય હોય કે જરૂરતમંદોને વસ્ત્રો, ભોજન અને રોજગાર સુધ્ધાં આપવાની વાત, કરુણાસેતુ ટ્રસ્ટ આ બધાંય કામો સહજતાથી કોઈ પણ અવાજ વગર કર્યે જાય છે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ની તેમની વાર્ષિક અહેવાલની પુસ્તિકા ‘વરસની વાત’ ના દ્વિતિય મુખપૃષ્ઠ પરથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે.

નાગરીક જયશીખરીનું ધડ છે,
જે મોંઘવારી સામે ઝઝૂમે છે.
નાગરીકને આંખ છે,
જે સપનાની કબર જુએ છે.

નાગરીકના ખભા છે,
જે કરવેરા વહોરે છે.
નાગરીકની પીઠ છે,
જે કાયદાના ચાબખા ખાય છે.

નાગરીકના હાથ છે,
જે અધિકારીના ગજવાં ગરમ કરે છે.
ફક્ત નાગરીકનું નાક છે,
જે દર પાંચ વર્ષે ઉગાડાય છે.

સિફતથી નેતા-પક્ષો-દુર્જનો,
એ જ નાક કાપી જાય છે.
પછી આ ટોળીને જે કસુવાવડ
થાય છે તે સરકાર છે…

મતના બજારમાં,
આતમ વેચ્યો કે ખોયો હોય છે.
સરકાર લેખકને લખાવી શકે છે,
ગાયકને ગવડાવી શકે છે,
ીક હાથે તાળી પડાવી શકે છે,
ટેબલ પર હાથ પછાડીને સ્તો !

રવિવારને સોમવાર બનાવી શકે છે,
શનિવારનો રવિવાર તો કર્યો જ ?
અર્થ ને તંત્રમાં ભેળવી અર્થ વિદેશે ભરે
સરકારનું ફરેલું જ હોય છે.

સમય ફરે છે – માણસ ફરે છે,
એક દિવસે ગરીબની આંખ ફરશે ત્યારે ?

– ડૉ. વસંત પરીખ

બિલિપત્ર

કરુણા સેતુ ટ્રસ્ટની પુસ્તિકા પર સંસ્થાની ટેગલાઈન છે, “આંસુ લુછવાનો ન્હાનો શો પ્રયોગ’


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અને… એક દી’ ગરીબની આંખ ફરશે – ડૉ. વસંત પરીખ