માનવ બુધ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહીએ છીએ. પણ તે માત્ર બુધ્ધિશાળી જ નહિ, પરંતુ સાથે સાથે વિચારશીલ પણ છે. તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન કોણ ચલાવે છે ? આ શરીર કઈ શક્તિથી ચાલે છે? આ શરીર કેનું? કોઈ કહેશે કે આ શરીર મારુ છે. તો એને પૂછીએ કે, એમાંની કંઈ વાત તે નિર્માણ કરી? હાડકા તે બનાવ્યાં? લોહી તે નિર્માણ કર્યું? આંતરડા તે નિર્માણ કર્યાં? મગજ તે ચલાવ્યું? આ શરીરમાં તાંરુ કર્તવ્ય શું? આપણે અંતર્મુખ થઈને વિચારીશું તો લાગશે કે, શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી. શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે, બીજા કોઈનો હક્ક પહોંચે છે. જેના ઘરમાં આપણે રહીએ તે ઘરમાલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ. તે નૈતિક ફરજ છે. તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ભાડે’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની, ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા. સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે? કેવળ ઉઠાડતા નથી, જગાડે પણ છે. જગાડતાની સાથે સ્મૃતિ પણ આપે છે કે, તમે ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે ઉંઘમાથી ઉઠ્યા પછી આ સ્મૃતિ ન થાય તો ? મોટો ગોટાળો થઈ જાય, લોકો આપણને ગાંડામાં ખપાવી દે. બપોરે જમું છું ત્યારે મારુ પાચનતંત્ર કોણ ચલાવે છે? ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ? તે કોણે કર્યું? મારુ લોહી લાલ છે તેમ, ઉસ્માનભાઈનું લોહી પણ લાલ જ છે, ખાધેલા […]