સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકન 3
હકારાત્મક વિચારો ઘણી બધી જગ્યાએથી વાંચવા મળી શક્શે, પણ એ મહદંશે આંધળાઓ જેમ હાથીનું વર્ણન કરે, કોઈક પૂંછડીનું ને કોઈક સૂંઢનું એમ અછડતો ઉલ્લેખ હોય છે, હકારાત્મક બાબતો પર પુસ્તકો લખી નાખનાર માણસ પોતે એના વેચાણના વિચારે નકારાત્મક હોય એમ પણ બને! પણ અબ્રાહમ લિંકન જેવા એક અનોખા મહામાનવના મુખે, જેણે નિષ્ફળતાઓની લાંબી વણઝારને પાર કરીને સુખનો અનુભવ કર્યો છે, અનેક પ્રતિકૂળતાઓ છતાં પોતાના રસ્તેથી જરાય ચલાયમાન ન થયાં, એવા પ્રેરણાદાયી પુરૂષની વાત તો ધ્યાનમાં રાખવા લાયક હોય જ ને! આજે પ્રસ્તુત છે આવો જ એક સરસ વિચાર.