સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : નીતિશતકના મૂલ્યો

ભર્તૃહરિના નીતિશતકના શ્લોકો, તેમના અર્થ અને એ અર્થની ભીતરમાં જઈને તેની સમજણ સુધીનો યથોચિત પ્રયાસ સંસ્કૃતના અભ્યાસુ અને જાણકાર એવા ડૉ. રંજન જોશીની કલમે તેમની કૉલમ નીતિશતકના મૂલ્યો અંતર્ગત અક્ષરનાદ પર થઈ રહ્યો છે.


નીતિશતકના મૂલ્યો (૯) – ડૉ. રંજન જોષી 1

જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું,  પરસ્ત્રીની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી – સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.


નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી 2

નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.


નીતિશતકના મૂલ્યો (૭) – ડૉ. રંજન જોષી 2

શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life.


નીતિશતકના મૂલ્યો (૬) – ડૉ. રંજન જોષી 8

પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે સરસ્વતી અને લક્ષ્મી એકસાથે ન હોય. કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનોને આવકનું ખાસ સાધન ન હતું. કવિઓમાંથી ભાગ્યે જ કોઈ રાજકવિ થાય તો તેને વર્ષાસન મળતું, જેમાંથી તેની આજીવિકા ચાલતી. પણ બધા કવિઓ રાજકવિ ન થઈ શકતા.


નીતિશતકના મૂલ્યો (૫) – ડૉ. રંજન જોશી 2

મનુષ્યની આધ્યાત્મિક સુખાકારીના ભર્તૃહરિ હિમાયતી છે. આથી તેઓ મનુષ્યને કોઈ ધર્મ, સંપ્રદાયના અનુયાયી તરીકે જ સ્વીકારે છે. આથી આધ્યાત્મિકતા અને ધર્મને પણ તેઓ મનુષ્યત્વના લક્ષણ તરીકે સ્વીકારે છે. આવા લક્ષણો વિનાના માણસો પૃથ્વી પર ભારરૂપ છે.


નીતિશતકના મૂલ્યો (૪) – ડૉ. રંજન જોશી 3

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૧૧ થી ૧૩ ના અર્થ સહ વિસ્તાર.


નીતિશતકના મૂલ્યો (૩) – ડૉ. રંજન જોશી 6

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૮ થી ૧૦ ના અર્થ સહ વિસ્તાર.


નીતિશતકના મૂલ્યો (૨) – ડૉ. રંજન જોશી

નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે.


નીતિશતકના મૂલ્યો (૧) – ડૉ. રંજન જોશી 13

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये।
स्वानुभूत्यैकनामाय नमः शान्ताय तेजसे।।१।।
અર્થ : જે દિશા અને કાળમાં સીમિત ન થનાર, અનન્ત ચિન્માત્ર મૂર્તિરૂપ, માત્ર સ્વાનુભવથી જ્ઞાન થઈ શકે તેવા, શાંત અને તેજસ્વી છે, એવા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું.