અધ્યાત્મનું સ્વરૂપ – ભાણદેવજી 3
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાથતા સુખપ્રાપ્તિમાં નથી,સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણે અજાણ્યે માનવીમાત્ર મરે! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુઃખ પ્રાપ્તિમાં જ પરિણમે છે. કારનકે સુખની ઇચ્છા જ દુઃખનું કારણ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં ચે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં છે. સુખપ્રાપ્તિની દોડ અભાવગ્રંથિમાંથી શરૂ થાય ચે. અભાવગ્રંથિ સ્વરૂપ ચ્યુતિનું પરીણામ છે. તેથી સ્વરૂપપ્રાપ્તિ વિના જીવનની યથાર્થ કૃતાર્થને પામી શકાય નહિ. સુખપ્રાપ્તિ દ્રારા સત્યપ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે અને સ્વરૂપપ્રાપ્તિ-સત્યપ્રાપ્તિ દ્રારા આનંદપ્રાપ્તિ એ સાચી દિશાનો પ્રયત્ન છે. પ્રથમ દિશાનો પ્રયત્ન ભોગ છે, બીજી દિશાનો પ્રયત્ન અધ્યાત્મ છે.