બંગાળમાં ઉજવાતાં દુર્ગાપૂજાનાં સાર્વજનિક ઉત્સવનો ઇતિહાસ – પૂર્વી મોદી મલકાણ 10


अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते
गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते ।
भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ।। १ ।।

सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते
त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते ।
दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ २ ॥

अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते
शिखरि शिरोमणि तुङ्गहिमलय शृङ्गनिजालय मध्यगते ।
मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ३ ॥

अयि शतखण्ड विखण्डितरुण्ड वितुण्डितशुण्द गजाधिपते
रिपुगजगण्ड विदारणचण्ड पराक्रमशुण्ड मृगाधिपते ।
निजभुजदण्ड निपातितखण्ड विपातितमुण्ड भटाधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ४ ॥

अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते
चतुरविचार धुरीणमहाशिव दूतकृत प्रमथाधिपते ।
दुरितदुरीह दुराशयदुर्मति दानवदुत कृतान्तमते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ५ ॥

अयि शरणागत वैरिवधुवर वीरवराभय दायकरे
त्रिभुवनमस्तक शुलविरोधि शिरोऽधिकृतामल शुलकरे ।
दुमिदुमितामर धुन्दुभिनादमहोमुखरीकृत दिङ्मकरे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ६ ॥

अयि निजहुङ्कृति मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते
समरविशोषित शोणितबीज समुद्भवशोणित बीजलते ।
शिवशिवशुम्भ निशुम्भमहाहव तर्पितभूत पिशाचरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ७ ॥

धनुरनुषङ्ग रणक्षणसङ्ग परिस्फुरदङ्ग नटत्कटके
कनकपिशङ्ग पृषत्कनिषङ्ग रसद्भटशृङ्ग हताबटुके ।
कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटद्बहुरङ्ग रटद्बटुके
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ८ ॥

सुरललना ततथेयि तथेयि कृताभिनयोदर नृत्यरते
कृत कुकुथः कुकुथो गडदादिकताल कुतूहल गानरते ।
धुधुकुट धुक्कुट धिंधिमित ध्वनि धीर मृदंग निनादरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ९ ॥

जय जय जप्य जयेजयशब्द परस्तुति तत्परविश्वनुते
झणझणझिञ्झिमि झिङ्कृत नूपुरशिञ्जितमोहित भूतपते ।
नटित नटार्ध नटी नट नायक नाटितनाट्य सुगानरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १० ॥

अयि सुमनःसुमनःसुमनः सुमनःसुमनोहरकान्तियुते
श्रितरजनी रजनीरजनी रजनीरजनी करवक्त्रवृते ।
सुनयनविभ्रमर भ्रमरभ्रमर भ्रमरभ्रमराधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ११ ॥

सहितमहाहव मल्लमतल्लिक मल्लितरल्लक मल्लरते
विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते ।
शितकृतफुल्ल समुल्लसितारुण तल्लजपल्लव सल्ललिते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १२ ॥

अविरलगण्ड गलन्मदमेदुर मत्तमतङ्गजराजपते
त्रिभुवनभूषण भूतकलानिधि रूपपयोनिधि राजसुते ।
अयि सुदतीजन लालसमानस मोहन मन्मथराजसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १३ ॥

कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते
सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले ।
अलिकुलसङ्कुल कुवलयमण्डल मौलिमिलद्बकुलालिकुले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १४ ॥

करमुरलीरव वीजितकूजित लज्जितकोकिल मञ्जुमते
मिलितपुलिन्द मनोहरगुञ्जित रञ्जितशैल निकुञ्जगते ।
निजगणभूत महाशबरीगण सद्गुणसम्भृत केलितले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १५ ॥

कटितटपीत दुकूलविचित्र मयुखतिरस्कृत चन्द्ररुचे
प्रणतसुरासुर मौलिमणिस्फुर दंशुलसन्नख चन्द्ररुचे
जितकनकाचल मौलिमदोर्जित निर्भरकुञ्जर कुम्भकुचे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १६ ॥

विजितसहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते
कृतसुरतारक सङ्गरतारक सङ्गरतारक सूनुसुते ।
सुरथसमाधि समानसमाधि समाधिसमाधि सुजातरते ।
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १७ ॥

पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे
अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् ।
तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १८ ॥

कनकलसत्कलसिन्धुजलैरनुषिञ्चति तेगुणरङ्गभुवम्
भजति स किं न शचीकुचकुम्भतटीपरिरम्भसुखानुभवम् ।
तव चरणं शरणं करवाणि नतामरवाणि निवासि शिवम्
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १९ ॥

तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते
किमु पुरुहूतपुरीन्दु मुखी सुमुखीभिरसौ विमुखीक्रियते ।
मम तु मतं शिवनामधने भवती कृपया किमुत क्रियते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ २० ॥

अयि मयि दीन दयालुतया कृपयैव त्वया भवितव्यमुमे
अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासिरते ।
यदुचितमत्र भवत्युररीकुरुतादुरुतापमपाकुरुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ २१ ॥

* * * *

Kolkata Dance.jpg
(Old painting of Durga Puja in Kolkata at Shobhabazar Rajbari. “Kolkata Dance” by P.K.Niyogi)

નવરાત્રિ અને દશેરાની ચર્ચા હોય અને બંગાળની દુર્ગાપૂજાની વાત ન હોય તો આ ઉત્સવ અધૂરો રહી જાય છે. વસ્તુતઃ દુર્ગાપૂજા વગર બંગાળ અને બંગાળીઓની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બંગાળમાં દશેરા એટલે રાવણદહન નહીં બલ્કી મહિષાસૂર વર્ધિનીનાં પૂજનનો સમય. માન્યતા છે કે નવમી સદીનાં પૂર્વાર્ધમાં બંગાળમાં જન્મેલા દિપક નામનાં સ્મૃતિકારોએ શક્તિ ઉપાસનાની પરિપાટિ (પરંપરા) ચાલું કરેલી. આ સ્મૃતિકારો પછી રઘુનંદન ભટ્ટાચાર્ય નામનાં વિદ્વાન બ્રાહ્મણે દશપ્રહારધારિણીનાં રૂપમાં (પોતાની દશે ભૂજાથી પ્રહાર કરનારી) શક્તિનું પ્રચલન કર્યું ત્યારે તેમણે માતાના આ સ્વરૂપને શાસ્ત્રીય વિધિવિધાનથી સંપુષ્ટ કરી.

બંગાળમાં સૌ પ્રથમ પારિવારિક સાર્વજનિક સ્તરે દુર્ગાની પૂજા કુલ્લ્ક ભટ્ટ નામનાં ધર્મગુરુનાં નિર્દેશનમાં તાહિરપુરનાં જમીનદાર નારાયણરાય મુખોપાધ્યાયે શરૂ કરેલી. નારાયણરાય મુખોપાધ્યાય આયોજિત આ દુર્ગાપૂજા તે સમયે કેવળ પરીવારિક ઉત્સવ હતો. દુર્ગાપૂજાનાં આ દસ દિવસ દરમ્યાન નારાયણરાયે પંચમી અને ષષ્ઠીને દિવસે આરંધનનો ઉત્સવ (આપણી રાંધણ છઠ્ઠ જેવો ઉત્સવ) ઉજવવાનું શરૂ કર્યું. જમીનદાર નારાયણરાય મુખોપાધ્યાય દ્વારા શરૂ કરાયેલાં આ ઉત્સવને પાછળથી પાલ, ઘોષ અને સેન વંશિય બંગાળીઓ દ્વારા ખૂબ મહત્વ આપવામાં આવ્યું.

૧૭૫૭ માં પ્લાસીનાં યુધ્ધમાં વિજય મળ્યાં પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં અંગ્રેજ અફસર ક્લાઇવ લોર્ડે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને હેતુ પોતાનાં હિમાયતી રાજા નવકૃષ્ણદેવરાયની સલાહથી કલકત્તાનાં (કોલકત્તા) શોભાબજારની પુરાતન વાડીમાં ભવ્ય સ્તર ઉપર દુર્ગાપૂજાનું પ્રચલન કરેલ. તે વખતે ક્લાઇવ લોર્ડે એ સમયનાં પ્રસિધ્ધ નગર કૃષ્ણનગરમાં રહેતા ચિત્રકારો અને શિલ્પકારોને કલકત્તા આવવાં માટે આમંત્રિત કર્યા. તે સમયે લોર્ડ ક્લાઈવે શિલ્પકારો પાસે માતા દુર્ગાની ભવ્ય મૂર્તિ બનાવડાવી અને ચિત્રકારોને આદેશ આપ્યો કે આ જ મૂર્તિનાં અસંખ્ય ચિત્રો બનાવો. પછી રાજા નવકૃષ્ણદેવરાય પાસે આ બધાં જ ચિત્રો એક એક મુદ્રાનાં મૂલ્યમાં પ્રજામાં ફેલાવવાનો આદેશ આપ્યો. એટલું જ નહીં આ સમય દરમ્યાન રાજા નવકૃષ્ણદેવરાય દ્વારા લોર્ડ ક્લાઈવે બર્મા અને શ્રીલંકાથી નૃત્યંગનાઓ પણ માત દુર્ગા સમક્ષ નૃત્ય કરવા માટે બોલાવી હતી. બંગાળનો ઇતિહાસ કહે છે કે કલાઈવ લોર્ડે આ આખોયે પ્રસંગ હાથી ઉપર બેસીને જોયો અને આનંદ લીધો. રાજા નવકૃષ્ણદેવરાયે કરેલી આ દુર્ગાપૂજાની ભવ્યતા જોઈ ત્યાં હાજર રહેલા નાના રાજાઓ, ખંડિયા રાજાઓ, સામંતો અને શ્રીમાળીઓ (જમીનદારો) સર્વે ખૂબ પ્રભાવિત થયેલાં, તેથી શ્રીમાળીઓ અને સામંતો પણ આ રીતે સાર્વજનિક પણ પારિવારિક સ્તરે દુર્ગાપૂજા કરવા લાગ્યાં. આ સમયમાં આ ઉત્સવમાં સામાન્ય નગરજનો સામંતોથી ઉતરતી કક્ષાનાં હોઇ તેમને આમંત્રણ આપવામાં આવતું ન હતું. પણ ૧૭૯૦ માં શ્રીમાળીઓ અને સામંતોની સાર્વજનિક દુર્ગાપૂજાથી અલગ એવી દુર્ગાપૂજાની શરૂઆત દક્ષિણેશ્વરનાં કાલિઘાટમાં રહેતાં સામાન્ય નગરજનો દ્વારા કરવામાં આવી. જો’કે અમુક બંગાળી બ્રાહ્મણો દ્વારા કાલિઘાટની દુર્ગાપૂજાને નકારે છે તેમનું કહેવું છે કે હૂબલીનાં વિસ્તારમાં આવેલ ગુપ્તી પાઢા નામની જગ્યામાં બાર પ્રકારનાં બ્રાહ્મણો દ્વારા (બ્રાહ્મણ જાતિ અને પેટા બ્રાહ્મણો દ્વારા) આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

૧૭૫૭ ની બંગાળની દુર્ગાપૂજા પછી ૧૭૭૩ માં બનારસમાં પણ ભવ્ય સ્તરે દુર્ગાપૂજાની શરૂઆત થઈ. જ્યારે ૧૭૫૭ માં લોર્ડ ક્લાઇવ આયોજિત આ દુર્ગાપૂજા થઈ ત્યારે આ પૂજામાં તે સમયનાં પોલીસ અધિકારી ડી.એસ.પી ગોવિંદરામજી હાજર હતાં. ગોવિંદરામજી મૂળ તો બંગાળી પણ તેઓ તે સમયે બનારસમાં પોતાનાં સસરાને ગામ બનારસમાં વસેલા હતાં. તેઓ આ પ્રથમ સાર્વજનિક દુર્ગાપૂજાનાં સાક્ષી હોઇ તેમણે આ પ્રસંગનું વર્ણન વારંવાર પોતાના પરિજનોમાં કરેલું. જેને કારણે ૧૭૭૩ માં તેમનાં પૌત્ર આનંદમોહન બંદોપાધ્યાયજીએ બનારસમાં સાર્વજનિક દુર્ગાપૂજાની શરૂઆત કરી. આમ ૧૭૫૭, ૧૭૭૩ અને ૧૭૯૦ ની દુર્ગાપૂજાનો આનંદમય હુલ્લ જનજીવનને ખૂબ સ્પર્શી ગયો જેને કારણે આ ઉજવણી ધીરેધીરે વિશાળ નગરની ગલીઓમાં પ્રસારિત થવા લાગી. આજે સમય અલગ છે. આજે દુર્ગાપૂજા ભારત છોડીને ઘણાં દેશોમાં ઉજવવામાં આવે છે. લંડનમાં ૧૯૬૩ માં પ્રથમ દુર્ગાપૂજા થઈ હતી તો, અમેરિકામાં ૧૮૮૪ માં દુર્ગાપૂજા ઉજવવામાં આવી હતી. તો સમયાંતરે કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, નાઇરોબી, બ્રાઝિલ, મેક્સિકો, સ્પેન, બર્લિન પણ પાછળ નથી રહ્યાં આ દેશોમાં પણ દુર્ગાપૂજાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ ચૂકી છે.

– પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “બંગાળમાં ઉજવાતાં દુર્ગાપૂજાનાં સાર્વજનિક ઉત્સવનો ઇતિહાસ – પૂર્વી મોદી મલકાણ

  • Aattai

    Durga puja ni vaat vanchi. shakti bhakti, jai ma durga.
    Aapne aapna j gharmathi anisht ane dushit tattvo ne bahar kadhie.
    Jai Mataji Dugra Bhawani

  • meena

    મને તો વર્ધિની શબ્દ બરાબર લાગે છે. અમારે ત્યાં મહિષાસૂરનો વધ કરનાર ” વર્ધિની” શબ્દ જ વપરાય છે. જરૂરી નથી કે જે શબ્દ કોમન હોય તે જ શબ્દનો બધાય લોકો પ્રયોગ કરતાં હોય. લેખ માહિતીપૂર્ણ અને સુંદર બન્યો છે. અગાઉ અહીંથી જ પૂર્વીબેનનાં બધા જ લેખો વાંચેલા. તેમનું સંશોધન અને વૈચારિક શક્તિ ખૂબ પાવરફૂલ છે. પરદેશવાળા હોવા છતાં ગુજરાતી પ્રેમ જાળવી રાખ્યો છે તે મારી દૃષ્ટિએ બહુ મોટી વાત છે.

  • Ashok Bhatt

    ગુજરાતી ભાષા અમેરિકા રહેતા લોકો હવે ઠીક ન લખી શકે ઍમ માની ને કેટલીક ભૂલો ચલાવી લેવાય, પણ મહિષાસુર મર્દિની ને બદલે “મહિષાસુર વર્ધિની” જેવી
    ભૂલ તદ્દન અક્ષમ્ય છે. ધ્યાન રાખવુ જરુરી છે.

    • hemgya

      MARU MANTVYA CHHE KE MAA DURGA E MARD NU KAAM KARYU HOVATHI MARDINI SHABD UPYOG MA AAVYO HASHE. MATE VARDHINI SHABD VADHU YOGYA LAGYO.